Get The App

વાર્તા : એક ભૂલ .

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
વાર્તા : એક ભૂલ                                                 . 1 - image


- હું મારી પથારી સરખી કરવા લાગ્યો. મારા ઓશીકા પર લાંબો વાળ ચોંટેલો હતો. ઓશીકું સૂંધ્યું તો કાંતાએ લગાવેલા અત્તરની સુગંધ આવતી હતી. હવે  મને  સમજાયું કે હું જેને સપનું સમજતો  હતો તે હરકત સાચોસાચ  થઈ હતી.  અતિશય ઠંડી લાગવાથી  કાંતા   મારી રૂમમાં આવીને  મારા પડખે સૂઈ ગઈ હતી અને મને તેની સાથે સેક્સ માણવા વિવશ કરી મૂક્યો હતો.

બસ સ્ટોપે ઊતરીને ચાલતાં ઘરે પહોંચતા મને ૧૫ મિનિટ લાગે છે. મેં બસમાં બેઠા બેઠા જ મોબાઇલ પરથી મમ્મીને ફોન કરી દીધો હતો. મમ્મી જાણે છે કે ઘરે પહોંચતાં જ મારે જમવુ જોઇએ છે તેથી હવે તે ફૂલકા બનાવવા લાગી હશે. ઘરે પહોંચતા જ ટેબલ પર જમવાનું તૈયાર મળશે. કારણ કે બપોરના ભોજનમાં હું બે સેન્ડવિચ અને એક સફરજન અથવા ક્યારેક એક કેળું જ લઉં છું. મમ્મી કહે છે કે ખાવાની બાબતમાં મારી ટેવ બિલકુલ મારા પપ્પા જેવી છે. તેઓ પણ સાંજે એક જ વાર જમતા હતા. બપોરે તેઓ ઓફિસમાં માત્ર બે ટોસ્ટ જ લેતા હતા.

હું સમજણો થયો એ પછી મેં કદી તેમને જોયા નહોતા. તેમની ધૂંધળી સ્મૃતિ પણ નથી. એર ઇન્ડિયાના ૧૯૮૫ના અકસ્માતમાં  તેઓનું અવસાન થયું હતું. ત્યારે હું ચાર વર્ષનો પણ નહોતો.  હૃદયરોગના  હુમલા પછી  દાદીની તબિયત ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી. પપ્પા તેમને જોવા માટે ભારત જઇ રહ્યા હતા, પરંતુ તેઓ તેમને પણ જોઇ શક્યા નહોતા.

એ દિવસોમાં મારી શાળામાં રજાઓ હતી, પરંતુ પૈસાની અછતના કારણે અમે મોન્ટ્રિયલમાં જ રહ્યા હતા.  કદાચ અમારે જીવવાનું હતું અને પપ્પાનું  મૃત્યુ તેમને ભારત તરફ ખેંચી ગયું હતું. માર્ગમાં આયર્લેન્ડ નજીક તેઓ દરિયામાં સમાઇ ગયા.  તેમની લાશ પણ નહોતી મળી. દાદીમા પોતાની બીમારી અને પુત્રનાં મૃત્યુનો આઘાત જીરવીને  હજુ પણ જીવે છે.

પપ્પાના મૃત્યુ પછી ઘરના સૌએ મમ્મી પર ભારત પાછા ફરવા માટે ખૂબ દબાણ કર્યું. પરદેશમાં ચાર વરસના  પુત્ર સાથે કેવી રીતે રહેશે, મારો ઉછેર અને  અભ્યાસ કઇ રીતે થશે?  એ સમયે  મારી મમ્મીની  ઉંમર ૨૭-૨૮ વરસની હશે. મમ્મી થોડાક દિવસ મને ભારત લઇ પણ  ગયેલી.  પરંતુ ત્યાં રહી શકી નહીં. કદાચ સાસરિયામાં  દાદી  અને કાકી સાથે મનમેળ ન થઇ શક્યો અને પિયરમાં ભાભીએ તેને એ ભયે ટકવા દીધી નહીં કે ક્યાંક નાનાજી  મમ્મીન ે જમીન-જાયદાદમાંથી ભાગ આપે  તો!

મમ્મીએ  મુંબઈમાંથી   ગ્રેજ્યુએશન કરેલું હતું. અહીં  આવી શરૂશરૂમાં  તેણે નોકરી  શોધવાનો પ્રયાસ કર્યો  હશે, પરંતુ નહીં મળી હોય.   કદાચ એ નોકરી કરવાને લાયક પણ ન રહી કારણ કે મોન્ટ્રિયલમાં આવ્યા પછી દસ મહિનામાં મારો જન્મ થયો હતો. કદાચ પપ્પા- મમ્મી ખૂબ જ ખુશ થયાં હશે કે એક નાનકડું કુટુંબ હતું અને ભવિષ્ય બહુ ઉજ્જવળ નહોતું, પરંતુ આશામય હતું. બિલ્ડિંગના બીજા માળે અમારો બે બેડરૂમનો ફ્લેટ હતો. હજુ સુધી અમે તેમાં જ રહેતાં હતાં. જ્યારે પપ્પા પહેલવહેલા મોન્ટ્રિયલ આવેલા ત્યારથી બિલ્ડિંગના માલિક તેમને સારી રીતે ઓળખાતા

હતા. એ કારણસર પપ્પાના અવસાન પછી અમારા ફ્લેટનું ભાડું દર વર્ષે બીજા ભાડુઆત કરતાં પ્રમાણમાં ઓછું વધારતાં હતાં. 

મોન્ટ્રિયલમાં મારા મિત્રોના ઘર એકએકથી ચડિયાતાં છે. ઘરમાં સારી સારી ચીજ વસ્તુઓ કેટલી સુંદર લાગે છે! કાશ, પપ્પા જીવતાં હોત તો અમે પણ મોટાં  ઘરમાં રહેતાં હોત, પરંતુ હવે તો આ ઘરમાંથી ત્યારે  જ છુટકારો મળશે જ્યારે મને સારી નોકરી મળી  જશે. છેલ્લાં આઠ વર્ષથી મમ્મી બેંકમાં નોકરી કરે છે. તેમાંથી ખર્ચો નીકળી જાય છે. મમ્મી પહેલાં ક્લાર્ક હતી, પરંતુ હવે આફિસર થઇ ગઇ છે. બેંકની -બ્રાન્ચમાં ઓફિસના દરવાજા પર તેના નામની તકતી પણ છે. પપ્પાના વિમાન અકસ્માતમાં થયેલાં મૃત્યુ પછી એરઇન્ડિયા તરફથી મળેલી રકમ  મમ્મીએ બેંકમાં ડિપોઝિટ કરાવી દીધી હતી. ત્યારે ઘણા લોકોએ  સલાહ આપી હતી કે ઘર ખરીદી લો તો સારું રહેશે,  પરંતુ ઘર ખરીદ્યું નહીં તે સારું થયું. જગતમાં કદાચ  ક્યૂબેક જ  એક એવું સ્થળ છે. જ્યાં ઘરોની કિંમત  છેલ્લાં દસ વરસમાં વધવાના બદલે ઘટતી જાય છે.

અમારો ફ્લેટ બસ પચાસ પગલાં જ દૂર હતો. ન જાણે કેમ પણ હંમેશા બસ સ્ટોપથી ઘરે આવતાં મારું મન ભટકવા લાગે છે. મમ્મી ક્યારેય વિચારી પણ નથી શકતી કે પપ્પાની ગેરહાજરી મને કેટલી ખટકે છે. મમ્મીને પણ પપ્પાની ખોટ નહોતી સાલતી એવું પણ નથી. કદાચ મારું મન તેના જીવનના છવાયેલા ખાલીપાને સમજી શકતું નહોતું.મમ્મીએ  જ આજે મને જરૂર કરતાં વધૂ ભૂખ લાગી હતી. મમ્મી એ કેવું આપેલું તે બ્રીફકેસમાં વજનદાર  પુસ્તકો વચ્ચે દબાઇ ગયું હતું. તેથી હું ખાઇ શકું તેમ  નહોતો. કદાચ એના કારણે મને વધુ ભૂખ લાગી હતી. ઝડપથી સીડી ચઢી હું મારા ફ્લેટમાં આવી  ગયો. મમ્મી માઇક્રોવેવ ઓવનમાં શાક ગરમ કરતી હતી. બ્રીફકેસ  મૂકી હું તરત ડાઇનિંગ ટેબલ ૫૨ જમવા બેસી  ગયો. ''જરા હાભ્ તો સાફ કરી લે નવીન.''

 મમ્મીએ કહ્યું, ''રસ્તામાં કોણ જાણે ક્યાં ક્યાં હાથ અડયા હશે.''ે

 મમ્મી સફાઇ તરફ વધુ ધ્યાન આપે છે. મમ્મીને માઠું ન લાગે માટે ઝટ હાથ ધોઇ સાફ કરી લીધા. ઝેઇલ

''કોઇકાગળ આવ્યો છે?' મેં પૂછયું.  ''તેને કોણ કાગળ લખવાનું હતું કે કોળિયો મોઢામાં મૂકતાં પહેલાં જ પૂછે છે? આપણે ત્યાં બિલ્લો સિવાય કોઇનો પત્ર આવે છે? હા, કાંતાનું કાર્ડ આવ્યું છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે.

''કાંતાને ત્યાં પુત્ર જન્મ થયો છે? આ વરસે તો તેનાં લગ્ન થયાં છે.દદ હું આશ્ચર્યમાં બોલ્યો. આ સાંભળી મમ્મી કશું ન બોલી. એ શું વિચારતી હતી એનું  અનુમાન મને હતું. જે સવાલનો જવાબ મમ્મી  આપવા ન ઇચ્છતી હોય એને ફરી પૂછવામાં આવે તો  મમ્મી નારાજ થઇ જાય છે. આ તેની ટેવ છે. 

અમે કશું  બોલ્યા ચાલ્યા વિના ભોજન કરવા લાગ્યા. તે પછી મમ્મી  રસોઇનાં એઠાં વાસણ સાફ કરવા લાગી. થોડી વારમાં હું પણ જમીને ઊભો થયો. મારી ફ્ળી લઇને રસોડામાં  જઇ સિંકમાં સાફ કરવા લાગ્યો. મમ્મી કિચનની ફરસ સાફ કરતી હતી. ઝટપટ કામ આટોપી મમ્મી  ટી.વી. જોવા  ઇચ્છતી હતી. હું ખાધા પછી થોડીવાર ટી.વી. જોઇને મારા અભ્યાસમાં પરોવાઇ જતો અને  અગિયાર વાગે  સૂઇ જતો. મમ્મી દસ વાગે સૂઇ  જતી. અમારાં મા દીકરાની આ રોજની ટેવ હતી.

ખાધા પછી મને ગળપણ ખાવાની આદત  છે. કદાચ પપ્પાને પણ હતી. મમ્મીએ  તો જાણે મીઠાઇ ન ખાવાના સોગંદ લીધા હતા. કહેતી કે જ્યારે તું કમાવા લાગીશ ત્યારે તારી પહેલી કમાણીમાંથી પેટ ભરીને મીઠાઇ ખાઇશ. મને પાળીપોષીને કમાતો કરવો તે તેના જીવનનું મહત્ત્વનું ધ્યેય હતું.

મમ્મી ટી.વી. જોતી હતી. દ૨૨ોજની જેમ સોફા સામે રાખેલા ટેબલ પર આજે આવેલું બિલ તથા એક કવર પડયું હતું. જરૂર ટોરેન્ટોથી આવ્યું હશે. કાંતાએ મોકલ્યું હશે. મેં એ કવર ઉઠાવી લીધું.  મારું અનુમાન સાચું હતું. કાંતા અને વિનય તરફથી તેમના પુત્રના જન્મના સમાચાર હતા. પુત્રનો જન્મ પાંચમી ઓક્ટોબરે થયો હતો. સાડા સાત પૌંડનો હતો. તેનું નામ વિવેક રાખ્યું હતું. 

'લગ્નને પૂરા નવ મહિના પણ થયા નહોતા. અને કાંતાએ સાડા સાત પૌંડના પુત્રને જન્મ આપ્યો હતો. માંસાહાર કરનારી સ્ત્રીઓનાં બાળકો વજનદાર હોય છે. ગર્ભાવસ્થામાં કાંતાએ ખૂબ માંસ ખાધું હશે.' મમ્મી બબડતી હતી.

મે  કાર્ડ ટેબલ પર જ મૂકી દીધું. અને ટી.વી. જોવા લાગ્યો. આંખો ટી.વી. તરફ હતી. પરંતુ એ ટી.વી. નહોતી જોતી. કાંતાના લગ્ન પંદરમી  ફેબુ્રઆરીએ હોરેન્ટોના એક ઇજનેર સાથે થયા હતાં. તે બંનેના આ બીજાં લગ્ન હતાં. 

''મમ્મી, કાંતાને  અભિનંદન આપતો પત્ર લખી નાખજો.'' એમ કહી હું મારા રૂમમાં આવી ભૂતકાળમાં  ખોવાઇ ગયો. કાંતાના પ્રથમ પતિ સાથેના  છૂટાછેડા લગ્નના એકાદ વર્ષ પછી થઇ ગયા હતા. તેના પતિને લગ્ન પછી પણ કોઇ ગોરી છોકરી  સાથે  સંબંધ હતો. કાંતાથી આ વાત સહન ન થઇ  અને બંને રાજીખુશીથી અલગ થઇ ગયા. છૂટાછેડા પછી તેનો પતિ ઓટાવા  ચાલી ગયો હતો. કાંતા છેલ્લાં સાત વર્ષથી અમારા  બિલ્ડિંગમાં રહેતી હતી. એ એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં  કેશિયર હતી તેને એક  બેડરૂમનો નાનો ફૂલેટ હતો. મમ્મીની બ્રાંચમાં  તેનું એકાઉન્ટ હતું એટલે મમ્મી સાથે તેને સારો પરિચય હતો. 

અહીં બિલ્ડિંગમાં રહેનારા લોકો એકબીજા  પ્રત્યે  ઉદાસીન  વલણ રાખતાં હોય છે. કોઇને કોઇની સાથે કશી લેવાદેવા હોતી નથી. કે એકબીજાની  બાબતમાં માથું મારતા નથી હોતા. હા, કોઇ કોઇની પાસેથી  મદદ લેવાનો આગ્રહ રાખે છે તો લોકો મદદ કરે  છે.  

મમ્મીનું પ્રમોશન  આ જાન્યુઆરીમાં થયું હતું જે દિવસે મમ્મીને હેડઓફિસમાંથી   પ્રમોશનનો પત્ર મળ્યો  તે  દિવસે મમ્મી ખૂબ જ આનંદમાં હતી. મમ્મીને તે માટે એક અઠવાડિયું ટોરેન્ટો ટ્રેનિંગ લેવા જવાનું હતું. પહેલીથી પાંચ  ફેબુ્રઆરી સુધી મમ્મીની ટ્રેનિંગ હતી. મમ્મીએ  વિચારથી મૂંઝાતી હતી કે તેણે મને ફૂલેટમાં એક પણ દિવસ એકલો છોડયો નહતો. તે મને તેની સાથે ટોરેન્ટો પણ લઇ જઇ શકે તેમ નહોતી. મારો અભ્યાસ તથા ત્યાં આખો દિવસ હોટલમાં રહીને હું શું કરું? 

કાંતાના લગ્નની જાણ મમ્મીને ત્યારે થઇ જ્યારે કાંતા તેનું બેંક એકાઉન્ટ બંધ કરવા આવી હતી. કાંતાની મૂંઝવણની વાત એ હતી કે તેને ફ્લેટનું આખા  ફેબુ્રઆરી મહિનાનું ભાડું ભરવું પડે તેમ હતું. તે છઠ્ઠી ફેબુ્રઆરી એ તો ટોરેન્ટો જવાની હતી.

''આ કેટલી વિચિત્ર વાત છે કે હું ૩૧મી જાન્યુઆરીના દિવસે ટોરેન્ટો જઇ રહી છું અને અઠવાડિયા પછી તું ટોરેન્ટો જઇ રહી છે. આખા મહિનાનું ભાડું આપવાને બદલે તું અમારા ઘરે શા માટે નથી રહેતી? મારો પુત્ર પણ એકલો જ ફ્લેટમાં હશે. મેં રાત્રે તેને કદાપિ એકલો નથી મૂક્યો.'' મમ્મીએ વાત કરી અને કાંતાએ તરત  સ્વીકારી લીધી.

નેકી ઓર પૂછ પૂછ! મમ્મી અને કાંતા બંનેની મૂંઝવણનો ઉકેલ આવી ગયો અને કાંતાના ત્રણસો ડોલ૨ પણ બચી ગયા. 

કાંતા સાથે એક અઠવાડિયું   રહેવાની  મમ્મીની વાત મને ગમી નહીં. હું કોઇ બાળક તો હતો  નહીં કે મારી સંભાળ માટે મમ્મી કોઇને મૂકી જાય, પરંતુ મમ્મી પાસે મારું શું ચાલવાનું હતું? 

મમ્મીની ટોરેન્ટો જવાની ટ્રેન બપોરના ત્રણ વાગ્યાની હતી. તે જાય તે પહેલાં કાંતા  તેના ફલેટની ચાવી બિલ્ડિંગના માલિકને  આપી બે એટેચી તથા બેગ લઇ આવી ગઇ. તેણે તેનો વજનવાળો સામાન તો અગાઉથી જ ટોરેન્ટો મોકલી આપ્યો હતો. કદાચ તે અહીંથી સીધી તેના પતિ પાસે જ જવાની હતી. મમ્મીએ  કાંતાને લગ્નની ભેટરૂપે એક સાડી આપી. મ ેં કાંતા પહેલાં ભેટરૂપે સાડી લેવાં ખચકાઇ, પરંતુ પછી લઇ લીધી. કારણ અમારી સ્થિતિથી થોડી ઘણી તે વાકેફ હતી.

હું મમ્મીને બસસ્ટોપ ૫૨ છોડીને આવ્યો. કાંતાએ  મમ્મીના રૂમમાં જ પોતાના ડેરાતંબુ જમાવી  દીધા  હતા. મારે એક 'ક્લાસ પ્રોજેક્ટ' પર કામ કરવાનું હતું એટલે હું મારા રૂમમાં હતો. કામ પૂરું કરી સોમવારે મારે આપવાનું હતું. એટલે હું તાણ અનુભવતો હતો. કાંતા ડ્રોઇગરૂમમાં ટી.વી. જોતી હતી. સાંજના સાત વાગ્યા હતા. કાંતાએ  ધીરેથી મારા રૂમનો દરવાજો ખોલી પૂછયું, ''તું સાંજનું ભોજન કરે છે? મને તો કકડીને ભૂખ લાગી છે. જો તું મોડેથી ભોજન કરવાની ઇચ્છા રાખતો હોય તો તને  ત્યારે ફૂલકા બનાવી આપીશ. ''તમે ફૂલકા બનાવવા માંડો, મને પણ ભૂખ લાગી છે. અમે તો સાંજના છ વાગે જમી લઇએ છીએ. હું આ પાનું પૂરું કરીને હમણાં જ આવ્યો''  મેં કહ્યું . 

થોડીવાર પછી હું રસોડામાં ગયો. કાંતાએ ખૂબ પાતળા ફૂલકા બનાવ્યા હતા. મમ્મીની રોટલી ખૂબ મોટી હોય છે. હું ગણીને ત્રણ રોટલી ખાઉં છું. એટલા માટે તે પાતળી રોટલી બનાવતાં ખચકાય છે. આજકાલ દરેકને ડાયેટિંગનું ઘેલું લાગ્યું છે. પહેલાં તો છોકરીઓ  ડાયેટિંગ કરતી હતી, પરંતુ હવે તો વજન  ઘટાડવા માટે છોકરાઓમાં પણ ડાયેટિંગની ફેશન શરૂ થઇ છે.

''તમે તો ઘણી બધી રોટલી બનાવી કાઢી.'' મેં કહ્યું.

''વધુ ક્યાં બનાવી છે? તું જુવાન છે. આ ઉંમરમાં  સારી રીતે ખાઇશ નહીં તો ભવિષ્યમાં શું કરીશ? આજનું ખાધેલું આગળ કામ લાગશે.'' કાંતા બોલી.

કાંતાએ પીરસી દીધું. મમ્મી અને આમાં કેટલો તફાવત છે. એનો અનુભવ મેં આજે કર્યો. હું કદાચ મમ્મી સિવાય બીજી કોઇ ી સાથે બેસીને જમ્યો નથી. કાંતા આગ્રહ કરીને જમાડી રહી હતી. મમ્મી જમવાની બાબતમાં મને ક્યારેય પણ આગ્રહ કરતી નથી. એ તો કહેતી કે ટેબલ પર જમવાનું રાખ્યું છે, જે ખાવાની ઇચ્છા હોય તે લઇ લેજે.

''કોઇ 'ગર્લફ્રેન્ડ''  બનાવી છે કે નહીં?''  કાંતાએ સવાલ કર્યો, ''તારા જેવા સુંદર છોકરા પર ન જાણે કેટલી છોકરીઓ મરતી હશે?'' 

હું ''મારી પાસે આવાં કામો માટે સમય ક્યાં છે?  મારે મારું  ભવિષ્ય બનાવીને મારી મમ્મીનાં સપનાં પૂરાં કરવાં છે.''  હું શરમાઇને બોલ્યો, ''આન્ટી, તમે તો અમારી સ્થિતિ જાણો છો.'' ''મને 'આન્ટી''  કહીને ન બોલાવ. હું તારા કરતાં ઉંમરમાં  બહુ  મોટી નથી. મારા લગ્ન જલદી થયાં છે  એટલું જ.'' કાંતા બોલી.

મને લાગ્યું કે મારાથી કહેવાયેલો 'આન્ટી'  શબ્દ તેને ગમ્યો નથી.

કાંતાએ પુષ્કળ મેકઅપ કર્યો હતો. તેણે લગાવેલા અત્તરની સુવાસ અમારા ફ્લેટમાં મહેકતી હતી. મમ્મી અઠવાડિયાના અંતે કોઇકવાર અત્તર લગાવતી હતી. કાંતા અને મમ્મીમાં આભજમીનનું અંતર હતું.

પ્રોજેક્ટનું ઘણું બધું કામ બાકી હતું. એટલે જમીને હું મારા રૂમમાં ચાલ્યો ગયો. કાંતા ટી.વી. જોવા લાગી. રાત્રે બાર વાગવામાં હતાં. હું  સૂવા માટે  ઉઠયો તથા કબાટમાંથી નાઇટસૂટ કાઢી પહેરતો હતો ત્યાં રૂમનો દરવાજો ખૂલ્યો. કાંતા મારી પાસે હેરડ્રાયર માગવા આવી હતી. ''આઇ એમ સોરી, મેં દરવાજો ખટખટાવેલો પરંતુ તે સાંભળ્યો નહીં હોય.''

હું મારી  નગ્નતા છુપાવવાનો  નિષ્ફળ  પ્રયાસ કરતો હતો. મને શરમથી પાણી પાણી થતો જોઇ કાંતા દરવાજો  બંધ કરી ચાલી ગઇ. હેરડ્રાયર મારા રૂમમાં હતું. સવારે સ્નાન કરી તરત ઘર બહાર જવું પડતું એટલે શરદી ન લાગે તે માટે વાળને સૂકાવી લેતો હતો. હું નાઇટસૂટ પહેરી હેરડ્રાયર દઇ આવ્યો. શરમના કારણે તેની સાથે નજર ન મેળવી  શક્યો.

વાળ સૂકવી કાંતા પોતાના રૂમમાં ચાલી ગઇ. તેને સવારે નોકરી પર જવાનું  હતું. ત ેના  રૂમમાં કદાચે હીટર પણ ચાલુ નહીં હોય. કારણ મમ્મી  રૂમ ખાસ્સો  ઠંડો રાખતી હતી. કદાચ પૈસા બચાવવા માટે તે તેના રૂમનું હીટર ચાલુ  નહોતી કરતી. કાંતા ઠંડીમા ં જરૂર ઠુઠવાતી હશે. ઠંડીના દિવસોમાં મમ્મીના રૂમમાં હું પાંચ મિનિટથી વધારે રહી શકતો નહીં. એવું  વિચારી હું ઊભો થયો. કાંતાના રૂમ તરફ ચાલ્યો. જઇને દરવાજો ખટખટાવ્યો અને બોલ્યો, ''દિલગીર છું, પરંતુ એ કહેવાનું ભૂલી ગયો કે મમ્મીના રૂમનું હીટર બંધ છે. તેને ચાલુ કરી લેજો. નહીં તો ઠંડીમાં બરફ થઇ જશો. હું ખરેખર દિલગીર છું.''

''પલંગમાં રહેવા છતાં ઠંડીથી  ધુ્રજી   રહી છું. એવું લાગે છે કે બરફની પથારી પર સૂતી  છું.''

''તમારે રજાઇ અને ધાબળાની જરૂર હોય તો હું લાવી દઉં.'' હું બોલ્યો.

અત્યારે મેં ત્રણ રજાઇ ઓઢી છેદદ કાંતા બોલી, ''કદાચ આજની રાત તો ઠંડીમાં જ પસાર થશે. કદાચ તબિયત ખરાબ થશે. હવે તું જઇને સૂઇ જા.''

હું મારા રૂમમાં પાછો આવ્યો અને થોડી વારમાં  ઊંઘી  ગયો.

એલાર્મે  મને રોજની જેમ જગાડી દીધો . હું જલદીથી ઊભો થયો . બત્તી ચાલુ કરી સવારના આઠ વાગી ગયા હતા. છતાં હજુ અજવાળું થયું નહોતું કારણ કે વાદળાં ઘેરાયેલાં હતાં. કદાચ બરફ પડશે. બાથરૂમમાં કદાચ કાંતા હતી. હું મારી પથારી સરખી કરવા લાગ્યો. મારા ઓશીકા પર લાંબો વાળ ચોંટેલો હતો. અચાનક મારા મગજમાં વિચાર ઝબકી ગયો. તો એ સપનું નહોતું. ઓશીકું સૂંધ્યું તો કાંતાએ લગાવેલા અત્તરની સુગંધ આવતી હતી. હવે  મને  સમજાયું કે હું જેને સપનું સમજતો  હતો તે હરકત સાચોસાચ  થઈ હતી.  અતિશય ઠંડી લાગવાથી  કાંતા નાઈટી પહેરીને જ મારી રૂમમાં આવીને  મારા પડખ ે સૂઈ ગઈ હતી અને મને તેની સાથે સેક્સ માણવા વિવશ કરી  મૂક્યો હતો. હા! એ સપનું નહોતું જ.     થોડીવાર પછી કાંતા મારા રૂમમાં આવી અને બોલી, ''હું કામ પર જઇ રહી છું. તું  સારો તો છે ને એ જોવા આવી હતી. મેં તારા માટે આમલેટ બનાવી રાખી છે. ગરમ કરીને ખાઇ લેજે.''

હું મમ્મીના રૂમમાં આવ્યો. મમ્મીનો રૂમ ગરમ થઇ ગયો હતો. છેલ્લા નવ કલાકથી હીટર ચાલું હતું. છતાં મારા રૂમની સરખામણીમાં ઓછો ગરમ હતો. કાંતાથી ઠંડી સહન નહીં થઇ હોય. હજુ પણ મમ્મીનો પલંગ બરફ જેવો ઠંડો  હતો. મને પહેલીવાર અનુભવ થયોકે મમ્મી શા માટે તેના શરીરને પીડા આપતી હતી. ઠંડા રૂમમાં માત્ર પૈસા બચાવવા માટે જ રહે છે કે બીજા કશા કારણે? સાંજ સુધીમાં તો મમ્મીનો રૂમ ખૂબ જ ગરમ થઇ જશે.  સોમવારે મારું લેક્ચર બે વાગે પૂરું થઇ જાય છે. છતાં હું આમતેમ ફરતો રહ્યો. રાત્રે આઠ વાગે ઘરે પહોંચ્યો. કાંતા જમવા માટે મારી રાહ જોતી હતી. મને ન ગમ્યું. કારણ કે મારા કારણે તેને જમવામાં  મોડું  થયું  હતું. 

અમારા બંને વચ્ચે ટેન્શનની સ્થિતિ બની રહી. મારી સમજમાં કશું ન આવ્યું કે તેની સાથે શી વાત કરવી. કદાચ તેની હાલત પણ આવી જ હતી. ગમેતેમ પણ દિવસ પસાર થયા અને શુક્રવારે  મમ્મી આવતાં  મને જે રાહત થઇ એનું  વર્ણન હું કરી શકું તેમ નથી. શનિવારે સવારે  દસ વાગ્યાની ટ્રેનમાં  કાંતા  ટોરેન્ટો ચાલી ગઇ. એ વખતે હું સૂતો હતો. તેથી કાંતાએ રૂમ બહારથી જ મારી વિદાય લીધી. ''કાંતા, પ્લીઝ ખોટું ન લગાડીશ, એ હજુ પણ બાળક છે. શનિવારે મોડે સુધી સુતો રહે છે. બાર વાગ્યા પહેલાં ઉઠતો નથી.''  મમ્મી એ મારા વતી કાંતાની માફી માગી. ''તમારો દીકરો બાળક નથી. એ તો મોટાને પણ શરમાવે તેવો છે.'' કાંતાએ કદાચ પોતાના અનુભવના આધારે કહ્યું હતું. ''બાળક''  ''બાળક  જોતજોતામાં જુવાન થઇ જતું હોય છે અને મા-બાપને એનો ખ્યાલ પણ રહેતો નથી.'' કાંતા બોલી અને થોડી વાર પછી ચાલી  ગઇ.

મમ્મીએ  કાંતાના  લગ્ન પર અભિનંદન કાર્ડ મોકલ્યું હતું. જેનો કશો જવાબ આવ્યો નહોતો. છેલ્લા મહિનામાં મેં કાંતા વિશે બેચાર વાર સાંભળ્યું હતું. તે તેના જીવનમાં વ્યસ્ત હતી. અને અમે અમારાં જીવનમાં પરોવાયેલાં હતાં. 

મમ્મીએ પ્રમોશન  મળતાં એક કાર પણ ખરીદી લીધી હતી. એકવાર  મમ્મીએ કાર દ્વારા ટોરેન્ટો જવાની વાત કરી હતી, પરંતુ  કાંતાને ત્યાં રોકાવાની વાત મને પસંદ નહોતી. કાંતા  કદાચ અમને બંનેને  ભૂલી પણ ગઇ હોય. પણ મને કેમ ભૂલી શકે? એના બાળકમાં ક્યાંકને ક્યાંક મારો ચહેરો તેને જરૂર દેખાતો હશે.  કાંતા સાથે ગાળેલા પાંચ દિવસમાં એક પાઠ હું જરૂ૨ શીખ્યો હતો. એ પાઠ હું મારા આ જીવનમાં ભૂલી શકું તેમ  નહોતો. મેં નિર્ણય કરી લીધો હતો કે હું કોઇ પરાયાના હાથમાં મારા સંતાનને ક્યારેય પણ   નહીં સોપું, પછી ભલે ને એ મારો ગમે તેટલો પરિચિત કેમ ના હોય?

- નીપા


Google NewsGoogle News