બાળકો-તરૂણોનું ભાવિ ઓહિયાં કરી રહ્યું છે સોશ્યલ મીડિયા
આજની તારીખમાં સોશ્યલ મીડિયાની ઘેલછાએ માઝા મૂકી છે. માત્ર યુવા પેઢી જ નહીં, ટીનેજરો અને બાળકો સુધ્ધાં સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર પુષ્કળ સમય વેડફી રહ્યાં છે. તેમને લાગેલી આ લતને પગલે તેમની માનસિકતા સમગ્રતયા બદલાઈ રહી છે, તેઓ અભ્યાસમાં કાચા પડી રહ્યાં છે. તેમનો આ ચસકો તેમના ભવિષ્ય માટે જોખમી ન બની રહે એ વાત ધ્યાનમાં લઈને તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી નાની વયના છોકરા-છોકરીઓ માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ બનાવેલો તત્સંબંધી કાયદો વર્ષ ૨૦૨૫ના આરંભથી લાગૂ થશે. વાસ્તવમાં ૭૭ ટકા ઓસ્ટ્રેલિયનો ઈચ્છતા હતાં કે ટીનેજરોને સોશ્યલ મીડિયાનો ે ઉપયોગ કરવા દેવામાં ન આવે. અને તેમની ઈચ્છાને માન આપીને ઓસ્ટ્રેલિયાની સરકારે ૧૬ વર્ષથી નાની યના કિશોર-કિશોરીઓ માટે ઠ, ટિકટૉક, સ્નેપચેટ, ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અને જો કોઈ કાનૂનનું ઉલ્લંઘન કરીને આ સઘળા અથવા તેમાંથી કોઈ પણ પ્લેટફોર્મ પર સક્રિય હશે તો તેના પર ૩૨ મિલિયન અમેરિકી ડોલરનો દંડ ફટકારવામાં આવશે. જો કે ઓસ્ટ્રેલિયન સરકારે ૭૭ ટકા નાગરિકોની ઈચ્છા ઉપરાંત એક પુસ્તકથી પ્રેરિત થઈને આ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો. એમ કહેવાય છે કે અમેરિકન મનોવૈજ્ઞાાનિક જોનાથન હૈડટના આ વર્ષે પ્રકાશિત થયેલા પુસ્તક '્રી છહર્ટૈેજ ય્ીહીર્ચિૌહ' માં આપેલી ચોંકાવનારી વિગતોને કારણે તેમને સંબંધિત પ્રતિબંધ મૂકવાની પ્રેરણા મળી હતી. ખાસ કરીને તેમાં ફોન અને ઈન્ટરનેટને કારણે બાળકોના 'ખેલ'શી રીતે બદલાઈ ગયા છે તેની વિગતો ચોંકાવનારી છે. પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાભરના ઈન્ટરનેટ યુઝર્સમાંથી દર ત્રીજો યુઝર બાળક હોય છે. અને તેઓ સોશ્યલ મીડિયા પર ચિંતાજનક કન્ટેન્ટ જૂએ છે.
જો કે એવું નથી કે માત્ર ઓસ્ટ્રેલિયાએ જ તેની ભાવિ પેઢીની ભલાઈ માટે આ પગલું ભર્યું છે. ગયા વર્ષે , એટલે કે વર્ષ ૨૦૨૩ ના ઓગસ્ટ મહિનામાં ચીને પણ તેને માટે પગલાં ભર્યાં હતાં. ચીન સરકારે ૧૬ થી ૧૮ વર્ષની વયની તરૂણ પેઢી માટે ઈન્ટરનેટનો ઉપયોગ માત્ર બે કલાક પૂરતો સીમિત કરી દીધો છે, જ્યારે આઠથી ૧૫ વર્ષની વયના બાળકો- ટીનેજરો માટે એક કલાક.
ફ્રાન્સની વાત કરીએ તો જે તે કંપનીને માતાપિતાની મંજૂરી વિના ૧૫ વર્ષથી ઓછી વયના બાળકોને બ્લોક કરવાના રહે છે. જ્યારે અમેરિકા અને બ્રિટનમાં વેબસાઈટો માતાપિતાની પરવાનગી લીધા વગર ૧૩ વર્ષથી નાની ઉંમરના બાળકોનો ડેટા નથી લઈ શકતી.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ ભરેલા પગલાં જોતાં ભારતીય માતાપિતા પણ ઈચ્છે છે કે તેમના સંતાનો માટે સુધ્ધાં આવાં કોઈક પગલાં ભરાવા જોઈએ. અને તેમની આ ચિંતા અસ્થાને નથી. બાળકો - તરૂણોની સોશ્યલ મીડિયાની લતની ટકાવારી પણ ચોંકાવનારી છે.
તાજેતરમાં ભારતના ૩૬૮ શહેરોના નવથી ૧૭ વર્ષની વયના બાળકો-તરૂણોના ૭૦,૦૦૦ માતાપિતા પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળેલી ટકાવારી ચિંતાજનક હતી. આ અભ્યાસમાં સ્પષ્ટ થયું હતું કે ૬૧ ટકા બાળકો - તરૂણોને સોશ્યલ મીડિયાની લત લાગી છે. જ્યારે બાવન ટકા બાળકો ઓનલાઈન ગેમિંગમાં રચ્યાપચ્યા રહે છે. ૩૯ ટકા બાળકો - તરૂણો દરરોજ એકથી ત્રણ કલાક, ૩૭ ટકા ત્રણથી છ કલાક અને ૧૦ ટકા બાળકો- તરૂણો છ કલાક સ્ક્રીન સામે વિતાવે છે.
આટલા લાંબા સ્ક્રીન ટાઈમને કારણે ૫૮ ટકા બાળકો - તરૂણોનો સ્વભાવ આક્રમક બન્યો છે, જ્યારે ૪૮ ટકા અધીરા અને ૪૯ ટકા આળસુ બન્યાં છે. આ બાબતે અમેરિકન સાઈકોલોજીકલ એસોસિએશને જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયાના અત્યાધિક ઉપયોગને કારણે કિશોરાવસ્થામાં રહેલા છોકરા-છોકરીઓની ક્ષમતાને અસર પહોંચી રહી છે. અને જો તેમનો સ્ક્રીન ટાઈમ આ રીતે જ જારી રહેશેતો આવનારા સમયમાં તેમના પર ગંભીર મનોવૈજ્ઞાાનિક જોખમ ઝળુંબી રહ્યું છે.
જો કે સિક્કાની બીજી બાજુ પર નજર નાખવી પણ એટલી જ જરૂરી છે. નિષ્ણાતો કબૂલે છે કે સોશ્યલ મીડિયા માત્ર હાનિકારક જ છ ે એમ માનવું ભૂલભર્યું ગણાશે. જો કોઈપણ પ્લેટફોેર્મનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી ઘણું પામી શકાય. જેમ કે સોશ્યલ મીડિયા પર સક્રિય રહેતાંલોકો સંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં રહી શકે છ.ે તેને કારણે નેટવર્કિંગ અને કમ્યુનિકેશન સ્કિલમાં વૃદ્ધિ થાય છે.
આમ છતાં તેઓ એમ કહેવાનું પણ નથી ચૂકતાં કે કાચી ઉંમરમાં તેમને સારા-નરસાની પરખ નથી હોતી. પોતાના પ્રશંસકોની સંખ્યા જોઈને તેઓ એક પ્રકારના જૂઠના વર્તુળમાં ઘેરાઈ જાય છે. અને વાસ્તવિક જીવનમાં દગાના શિકાર બને છે. જ્યારે આવું બને ત્યારે તેઓ હતાશામાં સરી પડે છે. કેટલીક વખત તેમના વાણી-વ્યવહાર સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અને પોર્ન વેબસાઈટો જોવાના જોખમી પરિણામો આવ્યાં હોવાના ઉદાહરણોનો ક્યાં તોટો છે?