Get The App

..... તો દર વર્ષે કેમ રાવણ બાળવે પડે છે .

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
..... તો દર વર્ષે કેમ રાવણ બાળવે પડે છે                           . 1 - image


- રિલેશનના રિ-લેસન - રવિ ઈલા ભટ્ટ

નવરાત્રી પૂર્ણ થઈ, દશેરા પણ ગયા, લોકોએ મનભરીને ગરબાની મોજ માણી, ફાફડા જલેબીની જયાફત ઉડાવી. હવે થોડો પોરો ખાવો સમય છે. થોડા દિવસમાં દિવાળી છે તેની તૈયારીઓ કરવાની છે. દશેરા ઉપર ફાફડાજલેબી ખાવા કે પછી વાહનો ખરીદવાનો જે ટ્રેન્ડ ચાલે છે તેનાથી થોડું અલગ વિચારીએ તો. દશેરા દિવસે દેશભરમાં અનેક સ્થળે રામલીલા ભજવાઈ, અનેક મેદાનોમાં સ્થળોએ રાવણના મોટા મોટા પુતળાનું દહન કરવામાં આવ્યું. આ રાવણ દહનની ઘટનાને સમજીએ તો આપણે એવી વાત કરીએ છીએ કે, આ દિવસે રામે લંકાપતિ રાવણનો વધ કરીને યુદ્ધ જીતી લીધું હતું. બીજી તરફ નવ દિવસ ચાલેલા મા ભગવાતીના  યુદ્ધનો  પણ અંત આવ્યો હતો. તેમણે મહિસાસુરને  હરાવ્યો હતો. મૂળ વાત એવી છે કે, અસત્ય ઉપર સત્યનો વિજય થયો હતો. અનીતિની સામે નીતિનો વિજય થયો હતો. આપણે આટલું જ સિદ્ધ કરવા માટે દર વર્ષે રાવણ બાળીએ છીએ. ફટાકડા ફોડીએ છીએ, ઢોલ-નગારા વગાડીને આનંદ કરીએ છીએ.

ઘણા  વર્ષો  પહેલાં આવેલી એક ફિલ્મ રાવનમાં  સુંદર ડાયલોગ હતો. ફિલ્મનો વિલન કેટલાક યુવાનોને પુછે છે કે, સામે શું થઈ રહ્યું છે. પેલા લોકો કહે છે કે, આજે દશેરા છે ત્યાં રાવણને બાળવામાં આવે છે. વિલન પુછે છે, કે તેનાથી રાવણ ખતમ થઈ જશે. પેલા યુવાનો તેની સામે જોઈ રહે છે. ત્યારે વિલન કહે છે કે, રાવણ ક્યારેય મરવાનો જ નથી. તેના કારણે જ તમારે દર વર્ષે તેને બાળવો પડે છે. તમને પોતાને ખબર છે કે, રાવણનો નાશ કરવો શક્ય જ નથી. 

રાવણ હકિકતે માત્ર રામાયણનું પાત્ર નથી. રાવણ એક વૃત્તિ છે, તે એક વિચાર છે. માણસના મનમાં રહેલો કટુભાવ, ગુનાખોરી, અનીતિ, અવિચાર, અન્યાય, અહંકાર અને બીજું ઘણું  બધું રાવણને વ્યક્ત કરી શકે છે. રાવણનો જન્મ રાક્ષસ અને ષીના સંયોજનથી થયો હતો. તેનામાં સારી અને ખોટી બંને વૃત્તિઓ સમાન રીતે ભરેલી હતી. તેણે જે જ્ઞાાન અજત કર્યું, તેણે ચારેય વેદોને કંઠસ્થ કર્યા, તેણે જે ભક્તિ અને ઉપાસના કર્યા તે બધું જ તેની સારી બાબતોને વ્યક્ત કરે છે. રાવણ મહાન શિવઉપાસક હતો. તેણે તાંડવ ોત્રમની રચના કરી. તે શિવાય અનેક શિવસ્તુતીઓ તેને કંઠસ્થ હતી અને ઘણાની તેણે રચના કરી હતી. રાવણની ભુલ ત્યારે શરૂ થઈ જ્યારે તેણે તમામ બાબતો ઉપર કાબુ મેળવી લીધો. તેણે જ્યારે દુનિયા ઉપર વિજય મેળવવાની શરૂઆત કરી ત્યારે તેનામાં રાવણી વૃત્તિ ઉત્પન્ન થવા લાગી. તેનામાં રહેલી રાક્ષસી વૃત્તિ પણ એટલી જ પ્રબળ થઈ ગઈ હતી જેટલું તેનામાં જ્ઞાાન હતું. તેનામાં અહંકાર, અભિમાન, ક્રોધ, અન્યાય વગેરે એ હદે વધી ગયા કે તે  બ્રાહ્મણ, પરમજ્ઞાાની રાવણને બદલે રાક્ષસ રાવણ બની ગયો. 

એક સુંદર વાત છે. એક રાજાને પોતાના મહેલમાં રામાણયના વિવિધ પ્રસંગોના ચિત્રો બનાવવા હતા. તેમના એક ચિત્રકારે કહ્યું કે, મારે રામ અને રાવણ બનાવવા માટે બે પાત્રો જોઈશે. રાજાએ રાજ્યમાં જાહેરાત કરી અને હજારો લોકો આવ્યા. ચિત્રકારે તેમાંથી એક વ્યક્તિને પસંદ કર્યો. તેને રામના જેવો ગેટઅપ કરવામાં આવ્યો અને મહેલમાં રાખવામાં આવ્યો. લગભગ એક મહિના સુધી તેને જોઈને ચિત્રકારે રામના વિવિધ ચિત્રો બનાવ્યા. રાજા આ જોઈને ખુશ થઈ ગયો. તેમણે ચિત્રકારને અને રામ બનનારી વ્યક્તિને મોટું ઈનામ આપ્યું. રામ બનનારી વ્યક્તિ ઈનામ લઈને જતી રહી. ચિત્રકાર હવે રાવણ દેખાય તેવા વ્યક્તિની શોધ કરવા લાગ્યો. તેને મહિનાઓ સુધી કોઈ મળ્યું નહીં જે રાવણ બનવા તૈયાર હોય. 

એક દિવસ તેણે રસ્તા ઉપર પડેલો એક માણસ જોયો. તેની દાઢી વધી ગયેલી હતી, વાળ ફેંદાયેલા હતા. કપડાં ખરાબ હતા. તેણે પેલી વ્યક્તિને પૂછયું કે તું રાવણ બનીશ. પેલાએ હા પાડી દીધી. ચિત્રકાર તેને મહેલમાં લઈ ગયો અને સેવકોને કહ્યું કે, આ વ્યક્તિને રાવણના વેશમાં તૈયાર કરીને લાવો. પેલી વ્યક્તિને રાવણ બનાવીને ચિત્રકારની સામે લાવવામાં આવ્યો. રાવણ ચિત્રકારને જોઈને જોરજોરથી હસવા લાગ્યો. ચિત્રકારે પૂછયું કે તમે શા માટે હસો છો. તેણે જણાવ્યું કે, હું સ્વચ્છ છબી અને ચરિત્રનો વ્યક્તિ હતો ત્યારે રામ બન્યો હતો. તેના માટે મોટી રકમ મળ્યા બાદ હું દારૂ પીવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, વ્યાભીચાર કરવા લાગ્યો. આ બધા અપલક્ષણો આવતા હું રાવણ બની ગયો.

રાવણ ખરેખર વ્યક્તિ કે રાક્ષસ નહીં પણ માણસમાં રહેલી નબળાઈઓ અને ખોટી બાબતોનો ઉભરો છે. પારકી ીને સાધુના વેશા ઉપાડી જવાની કુમતી જ રાવણ છે. માત્ર શિવધુનુષ ન તોડી શકવાના કારણે થયેલા અપમાનનો બદલો તે અપહરણથી લે તે રાવણીવૃત્તિ છે. માત્ર એટલું જ વિચારો કે કયા પુરુષને સુંદર ી જોઈને કોઈ અન્ય વિચાર મગજમાં નહીં આવતો હોય. દરેક પુરુષને વિચાર આવતો જ હશે પણ તે દુનિયાના ભયથી વિચાર પોતાના મનમાં જ ઉગાડે છે અને ત્યાં જ તેનું શમન કરી દે છે. આ મનમાં રહેલી રાવણી વૃત્તી જ છે. માણસમાત્રમાં આવી બદલો લેવાની ભાવના છે. વ્યક્તિ ભગવાધારી હોય એટલે સંત હોય તે માનવું ભુલ ભરેલું છે. તેવી જ રીતે વિદ્વાન વ્યક્તિ પણ રાક્ષસી કૃત્ય કરી શકે છે તે પણ એટલું જ સત્ય છે. રાવણ આ બંને પ્રકારના માણસોને વ્યક્ત કરે છે. 

રાવણ વિદ્વાન હતો, રાવણ જ્ઞાાની હતો છતાં રાવણમાં અહંકાર હતો, તેનામાં બદલો લેવાની ભાવના હતા, તે લુંટી લેવામાં માનવા લાગ્યો હતો. તેને પારકી સ્ત્રીમાં રસ પડયો હતો. તેને ધન ભેગું કરવું હતું. તેનામાં માનવ સહજ અહંકાર હતો જે એટલો બધો વધી ગયો કે તે રાક્ષસ તરીકે ચીતરાવા લાગ્યો. તેના જ્ઞાાન અને વિદ્વત્તા વિશે ભગવાન શ્રી રામને પણ માન હતું છતાં તેની વૃત્તિ અને પ્રવૃત્તિ જે રીતે ચાલતી હતી તેના કારણે રામ તેના શત્રુ થઈ ગયા અને તેની સાથે યુદ્ધ કરવું પડયું. 

વર્તમાન સમયમાં આપણી વચ્ચે ભગવો પહેરીને ફરતા અને રાત્રે આશ્રમો બંધ કરીને બહેન, દીકરીઓ અને માતાઓ ઉપર બંધ બારણે બળાત્કાર કરનારા કહેવાતા સંતો, લાખો રૂપિયાની ફી લઈને કથા કરનારા વાર્તાકારો જે પોતે કરોડો કમાય છે અને લોકોને દાન કરીને મુક્તિ મેળવવા સમજાવે છે. પોતે લક્ઝુરિયસ કારમાં ફરે છે અને દુનિયાને મોહમાયામાંથી મુક્ત થવાની વાતો કરે છે. લોકોને આથક લાભ કરાવીને કરોડોનું ફુલેકું ફેરવી જાય છે. શિક્ષણના ધામમાં બાળકીઓ સાથે જાતીય સતામણી કરે છે. રામાયણને રાવણ તો એક જ પાપ કરીને આજદીન સુધી લોકોની લાતો ખાય છે. આજના સમયમાં આપણી વચ્ચે રહેલા આ બધા રાવણોનું શું. દર વર્ષે થતું રાવણદહન એ વાતને સાર્થક કરે છે કે. રાવણ આપણા મનમાં ઘર કરી ગયો છે. તે આપણી વૃત્તિ અને પ્રવૃત્તિમાં દેખાય છે અને ડોકાય છે. આ રાવણનો નાશ કરવો હશે તો જડમૂળથી નાશ કરવો પડશે. બાકી તો દર વર્ષે રાવણ બાળવાના ધતિંગો ચાલુ જ રહેશે. 


Google NewsGoogle News