Get The App

ત્વચાની કાળજી .

Updated: Mar 20th, 2023


Google NewsGoogle News
ત્વચાની કાળજી                                                    . 1 - image


પ્રદૂષણ અને સૂર્યના કિરણોથી ત્વચા નિસ્તેજ બને છે તેમજ અકાળે જ ત્વચા વૃદ્ધ  દીસે છે. ત્વચાની તાજગી જાળવવા તેમજ ત્વચાને સુરક્ષિત રાખવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. 

આરામ

ઓછી નિંદ્રાનો કુપ્રભાવ ત્વચા પર પડતો હોય છે. આંખ નીચે કાળા કુંડાળા, ત્વચા પર રેસિશ, ડિહાઇડ્રેશન તથા વજન વધુ હોવાની સાથે-સાથે રોગપ્રતિકારક ક્ષમતા પણ થાય  છે. યુવાન અને સ્વસ્થ રહેવા માટે સાત-નવ કલાકની ઊંઘ જરૂરી છે. પૂરતી નિંદ્રાથી ત્વચા મુલાયમ રહે છે, તેમજ ચમકીલી થાય છે. 

રાતના સૂવાનો સમય નક્કી કરી લેવો. રોજ એ જ સમયે  સુવા જવું. આ રીતના નિયમથી બોડી ક્લોક એક ખાસ સમયમાં બંધાઇ જશે અને સૂવાનો સમય નિયમિત થઇ જશે. અઠવાડિયામાં ત્રણ દિવસ રોજ કરતાં વીસ મિનીટ વધારે સુવાથી ત્વચા પર સારી અસર પડે છે. 

કોફીની અસર ત્વચા પર છ કલાક  સુધી રહે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી બપોરના ત્રણ વાગ્યા પછી કોફી પીવી નહીં. મોડેથી કોફી પીવાથી રાતના ઊંઘ  મોડી આવશે અથવા  તો ઓછી આવશે. 

રાતના સૂતી વખતે ઇલેકટ્રોનિક આઇટમો સાથે રાખવી નહીં તેમજ રાતના સૂતા સૂતા તેનો ઉપયોગ કરવો નહીં. આ ઉપકરણો નિંદ્રામાં ખલેલ પાડે છે. 

મૃત ત્વચાને દૂર કરવા માટે સ્ક્રબ કરવી જરૂરી છે. સ્ક્રબ પણ ત્રણ થી પાંચ મીનિટથી વધુ કરવું નહીં. આમ કરવાથી ત્વચા પરનું કુદરતી તેલ બહાર નીકળી જાય છે અને ત્વચા રૂક્ષ થઇ જાય છે. 

ઝીણા દાળાયુક્ત સ્ક્રબનો ઉપયોગ કરવો. મોટા દાણાવાળા સ્ક્રબથી ત્વચાને હાનિ પહોંચવાની શક્યતા છે. સાકર અને લીંબુ ભેળવેલ સ્ક્રબ હથેળી અને તળિયા પર સાકર ઓગળે ત્યાં સુધી ઘસવું.હથેળી અને તળિયા સ્વચ્છ થાય છે. 

જવનો લોટ, દૂધ, મધ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું દસ મિનીટ બાદ હથેળીથી સ્ક્રબ કરવાથી ચહેરો સ્વચ્છ થાય છે અને મૃત કોશિકાઓ  દૂર થાય છે. આ સ્ક્રબથી ત્વચા નિખરે છે.  રૂક્ષ ત્વચા પર વયનો પ્રભાવ જલદી દેખાય છે. તેથી શરીરમાં પાણીનું સમતોલન જાળવવું મહત્વનું છે. 

ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાથી નમી જળવાઇ રહે છે. 

દિવસની શરૂઆત એક ગ્લાસ પાણીથી કરવી તેમજ દિવસ દરમિયાન આઠ ગ્લાસ પાણી પીવું. 

ખીરા, તરબૂચ, સંતા જેવા રસદાર ફળોનું સેવન કરવું. 

તડકામાં બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લોશન લગાડવું.

- સુરેખા


Google NewsGoogle News