સૌભાગ્યનું પ્રતીક સિંદુર આરોગ્ય માટે અત્યંત જોખમી
પ્રત્યેક હિન્દુ મહિલા માટે સૌભાગ્યના પ્રતીકરૂપ સિંદૂર ખરેખર જોખમકારક બની શકે છે. ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના પર્યાવરણ વિજ્ઞાાનના વડા ડો. અરુણ ડી. સાવંત દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં વિદ્યાર્થી અજય આર. ઓઝાને જણાયું છે કે હિંગળો અથવા સિંદૂરમાં ભારે પ્રમાણમાં સીસુ અને ક્રોમિયમ હોય છે. આ બન્ને વિષારી તત્વો છે.
સીસાની હાજરીની ભાળ મેળવવા સમગ્ર મુંબઇમાંથી હિંગાળાના એક્સો કરતાં વધુ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યાં હતાં. તેના પૃથક્કરણમાં સીસાનું ૧૪૬૧.૧ માઇક્રોગામ અને ક્રોમિયમનું ૨૫ માઇક્રોગ્રામનું પ્રમાણ હોવાનું જાણવા મળ્યું હતું.
સાવંતના જણાવ્યા મુજબ સિંદૂરમાંનું સીસુ સિંદુર લગાવનાર મહિલા તેમ જ તેના પરિવારના સભ્યો માટે પણ હાનિકારક છે. મહિલા જે પાણી પીએ અથવા ખોરાક ખાય અથવા તે ખોરાક પીરસે કે પાણી આપે તેમાં પાઉડરના સ્વરૂપનું સિંદૂર પડવાની શક્યતા છે. સિંદૂર લગાવવાથી વિષારી તથા કર્કરોગ પેદા કરનાર સિંદૂરનો બિનજરૂરી સ્પર્શ થાય છે.
શરીર સીસાના સંસર્ગમાં આવતાં વાંઝિયાપણું, સાંધાના દુ:ખાવા, પેટનો દુ:ખાવો, નબળાઈ જેવી આરોગ્યની સમસ્યા પેદા થઇ શકે છે, એમ પ્રિવેન્ટિન એન્ડ સોશિયલ મેડિસિન, ગ્રાંટ મેડિકલ કોલેજના વડા ડો. એસ. એમ, સપ્તનેકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણા આરોગ્ય પરની સીસાની અસરને પર શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય. આ ત્રણ શ્રેણીમાં ઇરિટન્ટ ડેરમેટિઝ, એલર્જી અને લાંબા ગાળાની વિષારી અસરનો સમાવેશ થાય છે. તેનાથી ખંજવાળ આવી શકે છે અને અત્યંત બળતરાને કારણે ત્વચા કાળી થઇ શકે છે. વર્ષો સુધી અસ્થિમાં સીસું જમા થતું રહે તો એનિમિયા, પેઢાં પર ભૂરી રેખાઓ, પેટમાં દુ:ખાવો અને અતિસાર જેવી તકલીફો થઇ શકે છે.
સિંદૂરમાં સીસાનું પ્રમાણ છે કે નહીં તે તપાસવાની સરળ રીત બતાવતાં યુનિવસટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિક્લ ટેક્નોલોજીના ડાયસ્ટર ટેક્નોલોજી વિભાગના ડો. વી.આર. કાનેટકરે જણાવ્યું હતું કે થોડાક સિંદૂરને પાણીમાં ઓગાળો, તે જો ન ઓગળે તો તેને ઉપયોગમાં લેવું જોઇએ નહીં.
વર્ષોથી સિંદુરનો ઉપયોગ કરનાર મહિલાઓએ પ્રથમ તો તેનો ઉપયોગ બંધ કરવાનું વિચારવું જોઇએ. તેમને સિંદૂરનો ઉપયોગ જરૂરી લાગે તો તેમણે તેનું પ્રમાણ ઘટાડવું જોઈએ. સિંદુરનો ઉપયોગ કરતી મહિલા રક્તક્ષયથી પીડાતી હોય તો તેણે તરત જ રક્તની તપાસ કરાવવી જોઇએ.
રંગોની દુનિયામાં હિંદુ સ્ત્રી માટે સુહાગના પ્રતીક સિંદૂરમાં ડોક્ટરોને કાળું દેખાવા લાગ્યું છે. અભ્યાસનાં તારણો એમ કહે છે કે સિંદૂર મહિલાના આરોગ્ય માટે જોખમી છે કારણ કે તેમાં સીસા અને ક્રોનિયમનું અધિક પ્રમાણ હોય છે અને આ બંને પદાર્થો ઝેરી છે.
પર્યાવરણીય વિજ્ઞાાનોના વિભાગના વડા અરુણ સાવંત (જેઓ અત્યારે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના જોઇન્ટ ડિરેક્ટર છે) અને ચર્ચગેટની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના રિસર્ચ સ્ટુડન્ટ અજય ઓઝાએ આ અભ્યાસ કર્યો છે. અભ્યાસમાં સિંદૂરની ૧૫/૨૦ જાતોનું પરીક્ષણ કરાયું હતું. તેના પૃથક્કરણમાં જણાયું હતું કે સિંદૂરમાં પ્રતિ ગ્રામે ૧૪૬.૧ માઇક્રોગ્રામ સીસું અને ૨૫ મિલિગ્રામ ક્રોનિયમનું પ્રમાણ હતું.
આ દૈનિક સાથેની વાતચીતમાં સાવંતે કહ્યું હતું કે સિંદૂરમાં સીસાની હાજરી માત્ર મહિલાના આરોગ્યને જ નહીં પણ તેના કુટુંબના સભ્યો માટે પણ નુકસાનકર્તા છે. પાઉડર રસોઇ કે પાણીમાં પડીને અન્યોના પેટમાં જઇ શકે છે. ઉત્તર ભારત, કોંકણ અને મહારાષ્ટ્રની અંદરના જિલ્લાઓની મહિલાઓ માટે આ સાચું છે કારણ કે તેઓ માથામાં સિંદૂર પૂરે છે અને કપાળમાં સિંદૂરનો ગોળ મોટો ચાંદલો કરે છે. વર્ષો સુધી સિંદૂરનો વપરાશ ઝેરી અને કર્કરોગ કરનારો છે એમ સાવંત કહે છે.
સીસું શરીરમાં જવાથી આરોગ્યની સંખ્યાબંધ સમસ્યાઓ જેવી કે વ્યંધ્યત્વ, રક્તવિકાર, સાંધા અને પેટુનો દુ:ખાવો પેદા કરે છે. કેટલાંક કિસ્સાઓમાં વર્ષોથી સીસું જમા થવાથી હાડકાંનો એનિમિયા, દુખાવો, ચામડી કાળી પડી જવી અને અતિસાર થાય છે.
તો પછી ઉકેલ શો છે ? કેટલાંકને લાગે છે કે મહિલાઓને સિંદૂર લગાવવાનું બંધ કરવું જોઇએ. જ્યારે અન્ય કેટલાંક એવો અભિગમ વ્યક્ત કરે છે કે સિંદૂરના વપરાશના પ્રમાણમાં ઘટાડો કરવો જોઇએ.
હાફકિન ઇન્સ્ટિટયુટના ડિરેક્ટર અને પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિનના માજી પ્રાધ્યાપક ડો. એસ. એમ. સપટનેકર જેવા કેટલાંક વળી એવી લાગણી વ્યક્ત કરે છે કે કેટલીક મહિલાઓ સિંદૂરનો ઉપયોગ શણગાર તરીકે કરે છે. એમના માટે એ ન્યાયી નહીં હોય. એનો વિકલ્પ સલામત ડાઇઝમાંથી બનાવેલા રંગો વાપરવાનો છે. બીજી તરફ સાવંત સિંદૂરના સલામત વિકલ્પરૂપે ટિકલી, બિંદીઓ અને વનસ્પતિજન્ય રંગોનું સૂચન કરે છે.
સિંદુરમાં સીસાની હાજરીને તપાસવાનો સરળ રસ્તો સિંદૂર કેટલું દ્રાવ્ય છે તે જોવાનો છે. જો તે ઓગળે નહીં તો તેનો વપરાશ કરવો જોઈએ નહીં. જે મહિલા તેના વપરાશ કરતી હોય અને તે પાંડુરોગી હોય તો તેણે લોહીની તપાસ કરાવવી જોઇએ. તપાસમાં બહાર આવે કે શરીરમાં સીસું છે તો તેણે ગભરાવું જોઇએ નહીં કારણ કે તેને નાબૂદ કરતી દવાઓ છે. આ દવાઓ સીસાના ભારે અણુઓને શોષી શરીરને શુદ્ધ કરે છે. એમ સંશોધકોએ કહ્યું હતું.
વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં સિંદૂરના ઉત્પાદન પર કોઇ અંકુશ નથી. તે કોટેજ ઉદ્યોગનું ઉત્પાદન છે. તેના લેબલથી લઇને ઉત્પાદન ઘરમાં થતું હોવાથી વા૫૨વામાં આવેલી ડાઇઝની ગુણવત્તા પર અંકુશ નથી. પેઇન્ટસ ઉદ્યોગ કે જેમાં સીસાનું ભારે પ્રમાણ હોય છે તેને ગ્રાહક ધારા હેઠળ આવરી લેવાયો છે. જ્યારે સિંદૂરને ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન એક્ટ તળે આવરી લેવામાં આવ્યું છે.
સિંદુર અને તેમાંથી બનેલા અન્ય પદાર્થોમાં ક્રોમિયમ અને સીસાનું પ્રમાણ દર એક ચપટીએ નીચે મુજબ છે :
પદાર્થ |
પ્રત્યેક ચપટીએ |
પ્રત્યેક ચપટીએ |
- |
ક્રોમિયમ (ગ્રામમાં) |
સીસું (ગ્રામમાં) |
મુમ્બાદેવી (ઓરેન્જ) |
૨.૫૫ |
૨.૫૩ |
મુમ્બાદેવી (લાલ) |
૦.૮૫ |
૦.૨૮ |
દુર્ગાડી કિલ્લા |
૩.૪૦ |
૧.૯૭ |
કુમકુમ |
૪.૨૫ |
૬.૪૭ |
અમ્બર (લાલ) |
૩.૪૦ |
- - - |
કાળું સિંદુર |
૧૦.૨૦ |
૧૧૩.૩૪ |
ગુલાલ (ગુલાબી) |
૩.૪૦ |
૧૫૪.૬૪ |
ગુલાલ (લાલ) |
૩.૪૦ |
૭.૮૭ |
બેસ્ટ ક્વોલિટી (લાલ) |
૪.૨૫ |
૧૨.૦૯ |
ઓરેન્જ સિંદુર |
૨.૫૫ |
૫૮૪.૪૪ |
અમ્બર (મરુન) |
૩.૪૦ |
૧૧.૮૧ |
પંઢરપુર |
૪.૨૫ |
૨.૫૩ |
બંગાળ |
૩.૮૫ |
૩.૩૭ |