કિચનને સાફસૂથરું રાખવાના સરળ ઉપાયો
ઘરના રસોડાને સ્વચ્છ રાખવાની મોટા ભાગની જવાબદારી મહિલાઓની હોય છે. રસોડામાં રસોઇ થતી હોવાથી આ જગ્યા સાફ-સૂથરી રાખવી જરૂરી છે.કિચનને સ્વચ્છ ચમકીલું રાખવાની મહત્વની ટિપ્સ
કિચન પ્લેટફોર્મ
- સ્વચ્છ કપડાને વિનેગરમાં ડુબાડી તેનાથી કિચન પ્લેટફોર્મ લુછવું. જેથી પ્લેટફોર્મ પર ન દેખાતા કિટાણું તેમજ ગંદકીનો નાશ થાય છે.
-ગુલાબજળ અને લીંબુના થોડા ટીંપપાં ભેળવી પ્લેટફોર્મ સાફ કરવાથી સફાઇની સાથેસાથે કિચન મહેંકે છે.
-કીડી અને ક્રોકોચને કિચનથીદૂર રાખવા માટે કાંઇ પણ સમાર્યા પછી પ્લેટફોર્મ તરત જ સાફ કરવું.
-કિચનની ટાઇલ્સ પર લાગેલા ધાબાને વિનેગરથી તરત જ લુછી નાખવા અને પછી પેરાફિન અને મીઠામાં કપડુ ંભીંજવી ટાઇલ્સ લુછવાથી ચમક આવશે.
-ટાઇલ્સ પર લીંબુ રગડી ૧૫ મિનીટ પછી મુલાયમ કપડાથી લુછવાથી ટાલ્સિ સ્વચ્છ અન ેચમકીલી રહે છે.
-ટાઇલ્સ પર પડેલા ડાઘાને દૂર કરવા માટે મીઠું ટેરપીન તેલથી સાફ કરવું.
-લિકવિડ એમોનિયા અને સાબુના ઘોળથી ટાઇલ્સ પરના ડાઘા-ધાબા દૂર કરી શકાય છે.
-ટાઇલ્સની ચમક જાળવી રાખવા માટે રાતના તેના પર બ્લીચિંગ પાવડર ભભરાવવો. સવારે ભીના કપડાથી લુછી નાખવું.
-કિચન કેબિનેટને ગરમ પાણીમાં સાબુ ભેળવી તેમાં સ્પંજ અથવા સ્ક્રબિંગ પેડ ડુબાડીને કેબિનેટને સાફ કરવી. કેબિનેટના દરવાજા, હેન્ડલ અને ખોલવાના સ્થાન ચીકણા થઇ જતા હોય છે તેથી તેને બરાબર સાફ કરવું.
સ્પંજ-સ્ક્રબ-સાબુની ડબ્બી
કિચન સિન્ક પાસે સ્પંજ-સાબુની ડબી અને સ્ક્રબ રાખવામાં આવતા હોય છે. આ સઘળું ભીનું રહેતુ ંહોવાથી તેમાં કીટાણુ બહુ ઝડપથી થવાની શક્યતા રહે છે. તેથી કિચનની સફાઇ કર્યા પછી સ્પંડ અને સ્ક્ર્બને બરાબર ધોઇને પછી ફરી ડબામાં મુકવા.
સિન્ક
કિચન સિન્કની સફાઇ બરાબર ન થતી હોય તો તેમાં કાળા ધાબા તેમજ ચીકાશ જામી જતી હોય છે. તેને સાફ કરવા માટે અડધા કપ પાણીમાં ૩-૪ ટીસ્પૂન વિનેગાર ભેળવી સિંકમાં લગાડી થોડી વાર રહેવા દઇને અખબારથી લુછી નાખવું.
-સિંકની પાઇપમાં કચરો જામી જતો હોય તો સિન્કમાં મીઠું અને સોડા સપ્રમાણ માત્રામાં લઇ સિન્કના કાણાઓમાં નાખી દેવું. ૧૫ મિનીટ પછી ઉકળતા પાણીની તેજ ધાર નાખવી અને પછી ઠંડું પાણી નાખવાથી સિન્ક તેમજ તેની પાઇપ સ્વચ્છ થઇ જાય છે.
ગેસનો ચુલો
ગેસના ચુલાની સફાઇ નિયમિત થતી જ હોય છે. પરંતુ અઠવાડિયામાં એક વખત તેને સાબુના ગરમ પાણીથી સાફ કરવો. તેમજ ગેસના ચુલાની નીચેના અંદરના ભાગને પણ ભીના કપડાથી બરાબર સાફ કરવો.
ચોપિંગ બોર્ડ
ચોપિંગ બોર્ડ શાકભાજી સમારવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. ચોપિંગ બોર્ડને ગરમ પાણીથી ધોવાથી તેના પરની ચીકાશ સરળતાથીદૂર થાય છે.
નાઇફ સ્ટેન્ડ
રસોડોમાં વિવિધ છરીઓનો ઉપયોગ થતો હગોય છે. જો આ છરીઓને બરાબર રીતે સાફ ન કરવામાં આવે તો તેમાં બેકટેરિયા થતા વાર લાગતી નથી. તેથી છરીનો વપરાશ થયા પછી તેને બરાબર ધોઇ લુછી અને કોરી કરીને જ સ્ટેન્ડમાં પાછી રાખવી
- જયવિકા આશર