Get The App

મીસીસ વર્લ્ડ ક્લાસીક-2024 .

Updated: May 28th, 2024


Google NewsGoogle News
મીસીસ વર્લ્ડ ક્લાસીક-2024                                . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- ભારતીય નારીઓ, નાસીપાસ ન થાઓ. Life begins after 40

તા જેતરમાં ૧૬મી એપ્રિલે, મીસીસ ઇન્ડીયા ક્લાસીકની હરિફાઈ યોજાઈ. આ પેજન્ટમાં છત્તીસગઢની ગીતા સોન ૪૧ વર્ષે મીસીસ ઇન્ડીયા બની. તેણીએ ઘરના ઊબરાથી રેમ્પવોક સુધીની સફર ૪૧ વર્ષે કરી.

સામાન્ય ગૃહિણીએ ચાલીસી પછીના પોતાના સમયનો ઉપયોગ કરી 'મીસીસ ઇન્ડીયા' સુધીની સફર પાર કરી અને સફળતા મેળવી અને હવે તે વિશ્વકક્ષાએ 'મીસીસ વર્લ્ડ' માટે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

'મીસીસ ઇન્ડીયાક્લાસીક' એ 'મીસ ઇન્ડીયા' જેવી જ સૌંદર્ય સ્પર્ધા છેૈ. જેના રાઉન્ડસ લગભગ સરખા હોય છે. ફેર એટલો છે કે 'મીસ ઇન્ડીયા'માં યુવતીઓ ભાગ લે છે જ્યારે 'મીસીસ ઇન્ડીયા'માં પાંત્રીસ ઉંમરની સ્ત્રીઓ ભાગ લે છે. આ સ્પર્ધામાં ભારતના દરેક રાજ્યોમાંથી મહિલાઓ ભાગ લેવા આવે છે.

ગીતા સોનના લગ્ન ૧૯ વર્ષની વયે થઇ ગયા હતા. તેણીએ ફેશન ડીઝાઈનીંગ, સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો. પરંતુ લગ્ન થતા તે ઘર, કુટુંબ અને સંતાનોના ઊછેરમાં ઓતપ્રોત થઇ ગઈ. તેના પતિ ડીએસપી હતા આથી તેમની બદલી થતી રહેતી. જીવનના પ્રથમ દસ વર્ષ ગીતાએ નક્સલાઇટો જ્યાં આતંકવાદ ફેલાવતા હતા તે વિસ્તારમાં પસાર કર્યા. પતિ ડીએસપી હોવાથી પોતાના કાર્યમાં જ રત રહેતા, આથી ગીતા સંપૂર્ણઘર, સંતાનોને અન્ય જીવનને સર્મપીત થઇ ગઈ.

જ્યારે ચાલીસી વટાવી ત્યારે દીકરી મોટી થઇ એમબીબીએસમાં ભણતી હતી અને દીકરો પણ ભણીને યુટયુબર બની ગયો. આથી ગીતા પાસે હવે સમય જ સમય હતો.

ગીતા ચાલીસ વર્ષ સુધી પોતાના અસ્તિત્ત્વને દબાવી ચૂકી હતી, જેને નૃત્યનો શોખ હતો, જે સર્જનાત્મક દ્રષ્ટિકોણ ધરાવતી હતી અને અત્યંત દેખાવડી અને હાજરજવાબી હતી. આથી તેની દીકરી અનુષ્કાને મમ્મી તેના અસ્તિત્ત્વની શીલ્પી બને તેવું કરવાનો વિચાર આવ્યો. યુટયુબર દીકરાએ 'મીસીસ ઇન્ડીયા ક્લાસીક' સૌંદર્ય સ્પર્ધાનો પ્રસ્તાવ મૂક્યો.

ગીતા સોનને દીકરી અનુષ્કાએ પ્રેરણા આપી. અનુષ્કા એમબીબીએસનું ભણે છે અને પોતે પણ એક મોડેલ છે. આજકાલના હાઈટેક સંતાનો ખાસ કરીને માતાઓને ઘણી પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. એ જીવન સમીકરણ ગીતા સોનના જીવનમાં કામ લાગ્યું.

ગીતસોને મીસીસ ઇન્ડીયા ક્લાસીકનું ફોર્મ ભર્યું અને શરૂ થઈ મીસીસ ઇન્ડીયા ક્લાસીકની યાત્રા.

આ બ્યુટી પેજન્ટ માટે ઓન લાઈન બે મહિના ટ્રેનીંગ લેવાની હોય છે.ગીત સૌને આ ટ્રેનીંગ લીધી. આ સ્પર્ધા માટે આખા ભારતના બધા જ રાજ્યોમાંથી ઘણી બધી મહિલાઓએ સ્પર્ધામાં ભાગ લીધો. આ ટ્રેનીંગ પૂરી થયા પછી ગીત સોનને જયપુરમાં દસ દિવસની પ્રેક્ટીકલ ટ્રેનીંગ હતી. આ પ્રેક્ટીકલ ટ્રેનીંગ ઘણી કઠીન હોય છે. આમાં જુદા જુદા રાઉન્ડ માટે ટ્રેનીંગ અપાય છે, પછી તેમાંથી ૨૦ મહિલાઓ પસંદગી પામે છે. તેમાં ગીત સોનની પસંદગી થઈ. આ પછી જુદા જુદા રાઉન્ડ થયા જેમાં ગીત સોનને ફેશન આઈકોન રાઉન્ડમાં ખાસ ગાઉન માટે તેણીને વિજેતા જાહેર કરવામાં આવી.

આ પછી છેલ્લો રાઉન્ડ પ્રશ્નનો હોય છે.

ગીત સોનને પ્રશ્ન પૂછવામાં આવ્યો, 'જો તમે નિષ્ફળ જાવ તો...?'

ગીત સોને ખૂબ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો, સર, હું હારવામાં માનતી નથી. જો હું નિષ્ફળ જઉં તો બમણા જોશથી આગળ વધું, મારી ભૂલો સુધારું અને પાછું વળીને જોઉં નહિ. હું આગળ જોવામાં જ માનું છું.

એક મહિલા ધારે તો તે બધું જ કરી શકે કારણ કે તેની શક્તિ એક સંપૂર્ણ ચક્ર છે. તેનામાં પ્રજનન, પરિવર્તન અને પોષણ આપવાના ગુણો છે. જે ઇશ્વરે આપેલી નારાયણ શક્તિ છે. જેના દ્વારા સ્ત્રી ધારે તો કરી શકે છે.

આ ગીત સોનના જવાબે ઓડીયન્સ અને જજના દીલ જીતી લીધા. અને તે મીસીસ ઇન્ડીયા ક્લાસીક બની. ગીત સોનના શબ્દોમાં તેની આ જીત અને મીસીસ ઇન્ડિયા ક્લાસીકની યાત્રા વિષે જણાવતા ગીત સોન કહે છે કે : '૧૯ વર્ષે ડીએસપી સાથે લગ્ન થઇ ગયા. 

તેઓનો પ્રથમ પોસ્ટીંગ નકસલવાદીઓના પ્રદેશમાં હતું. આથી ઘણું ખરું પતિને બહાર રહેવું પડતું એટલે, બે સંતાનોનો ઉછેર અને ઘરની જવાબદારી તેણીએ એકલે હાથે જ લગભગ ઉપાડી. આથી તેનો જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસ કેળવાયો.'

આમ સંતાનની પ્રેરણાથી ગીતા સોને ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળી, મીસીસ વર્લ્ડ ક્લાસીક ૨૦૨૪ના વિશ્વસ્તર સુધી પહોંચી. આ કારણે જ તે ભારતીય મહિલાઓને ખાસ સંદેશ આપે છે કે, સ્ત્રીઓ ક્યારેય પોતાના ઘર, કુટુંબ અને સંતાનો પ્રત્યેની જવાબદારીમાં ચૂક કરતી નથી. પરંતુ પોતાના અસ્તિત્ત્વ તરફની ફરજ ચૂકી જાય છે.

માટે દરેક સ્ત્રીએ સમય મળે પોતાના અસ્તિત્વને અનુરૂપ કલા, શોખ વગેરે વિકસાવવા જોઇએ એ જ તેની સ્ત્રીજાતિ પ્રત્યે અને પોતાના પ્રત્યેની ફરજ છે અને આજના હાઇટેક સંતાનોની તેમજ કુટુંબીજનોની તેમાં મદદ લેવી જોઇ


Google NewsGoogle News