ઠંડીમાં વધુ ફાયદો કરતા તલ
સફેદ અને કાળા રંગના તલમાંથી સફેદ તલનો ઉપયોગ વધુ થતો જોવા મળ્યો છે. સફેદ તલ ઇમ્યુનિટી વધારે, બીમારીઓથી બચાવે ે, તેમજ ત્વચાને મુલાયમ કરવા અને પાચનશક્તિ સુધારવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં તે એનર્જીનું એક ઉત્તમ સોર્સ છે અને વજનને કાબુમાં રાખવામાં પણ સહાયક થાય છે.
તલની તાસીર ગરમ હોવાથી શિયાળાની ઠંડકમાં તે વધુ ઉપયોગી થાય છે. આ ઋતુમાં તેને આહારમાં સામેલ કરવાથી શરીમાં ગરમી રહે છે અને સામાન્ય ફ્લુ જેવી બીમારીથી સરળતાથી રક્ષણ મળે છે.
સફેદ તલ એનર્જીનો એક ઉત્તમ સોર્સ છે. મુઠ્ઠીબર સફેદ તલ ખાવાથી આળસ, નબળાઇ, થાકથી સરળતાથી છુટકારો મળે છે.
હાડકા માટે ફાયદાકારક
તલમાં કેલ્શિયમ, પ્રાટીન અને એમિનો એસિડ સમાયેલા હોય છે જે હાડકાના વિકાસને વધારવામાં મદદ કરે છે. તે હાડકા સાથેસાથે માંસપેશિઓને પણ મજબૂત કરે છે.
એન્ટિ ઓક્સિડન્ટસથી સમૃદ્ધ
એન્ટી ઓડ્સીડન્ટ એ પદાર્થ છે જે આપણા શરીરમાં વિભિન્ન પ્રકારના સેલની ક્ષતિને રોકવા અથવા ધીમી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એન્ટી ોક્સીડન્ટ ઓક્સીડેટિવ તાણથી રાહત આપવામાં મદદ કરે છે. લાંબા સમયથી તાણ, ડાયાબટીસ, હૃદય રોગ એ કેન્સર સહિતની તકલીફમાં તલ ફાયદાકારક રહે છે.
તાણથી રાહત અપાવે
તલ માનસિક દુર્બલતાને દૂર કરે છે. તેના સેવનથી ડિપ્રેશનથી મુક્ત રહેવાય છે. પ્રતિદિન થોડી માત્રામાં તલનું સેવન કરીને માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે
કાળા તલમાં મેગનેશિયમ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જે હાઇ બ્લડપ્રેશરને નિયંત્રણમાં લાવવા માટે મદદ કરે છે.
પાચનક્રિયા સુધારે
તલમાં ફાઇબર પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. તેમજ તેમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ મોજૂદ હોય છે. જ ે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તલમાં સમાયેલું તેલ આંતરડાને ચીકાશ પ્રદાન કરે છે. જ્યારે ફાઇબર મલત્યાગને ્સ્મૂધ કરવામાં મદદ કરે છે. તલ ના સેવનથી આંતરિક ટ્રેકમાંના કીડાને દૂર કરીને પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે.
શરીરમાં રક્તની માત્રા
તલનું સેવન શરીરમાં રક્તની માત્રાને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે.
વાળ અને ત્વચા
નિયમિત તલનું સેવન કરવાથી વાળ મજબૂત થાય છે તેમજ ત્વચા નિખરે છે. રૂક્ષ ત્વચાને સુધારેીને મુલાયમ કરવામાં મદદ કરે છે. રૂક્ષ ત્વચા ધરાવનારાઓ માટે સફેદ તલ ફાયદાકારક છે. તેમાં ઓમેગા છ ફેટી એસિડ સમાયેલું હોય છે તે ત્વચાને મુલાયમ બનાવે છે.
શરીરને સ્ફૂર્તીલું કરે
સફેદ તલ એનર્જીનો ઉત્તમ સ્ત્રોત છે. મુઠીભર કલ ખાવાથી આળસ, નબળાઇ અને થાકથી રાહત મળે છે. આ સુપરફૂડ ઠંડીમાં શરીરને વધુ એકટિવ રાખવામાં મદદ કરે છે.
કોલોસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે
તલમાં લિગ્નાન અને ફાઇટોસ્ટેરોલ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછા કરવામાં મદદરૂપ થાય છે.
ઇન્ફેકશન
તલમાં સમાયેલા સેસમની અને સેલમોલિન એન્ટી ઓક્સીડન્ટ અને જીવાણુ રોધી ગુણો માટે જાણીતા છે. તેથી તેનું સેવન કરવાથી કોશિકાઓને થતા નુકસાનને ધીમો કરીને શરીરને બીમારીઓથી બચાવે છે.
મુખ સ્વચ્છ કરે
તલને મુખવાસ તરીકે પણ સેવન કરવામાં આવે છે. ઘણા મુખવાસમાં તલ જોવા મળે છે. તલના સેવનથી મુખ સાફ થાય છે. તેમજ સવારે ઉઠતા જ ે એક ચમચો તેલ મુખમાં ફેરવવાથી મુખ સ્વચ્છ થાય છે.
વજન અંકુશમાં લાવે
કલમાં ફાઇબર હેલ્ધી ફેટસ સમાયેલા હોય છે. જેથી તલના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ થતાં વારંવાર ખાવાની આદત પર કાબુ રાખી શકાતો હોવાથી વજનને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.
હોર્મોન્સ
તલમાં લિગૈન સમાયેલું હોવાથી તે હોરમોન્સનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને મહિલાઓ માટે તલનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.
- મીનાક્ષી તિવારી