Get The App

સુખી તથા સ્માર્ટ બનવા અને આત્મવિશ્વાસ વધારવાં આટલુ કરો

Updated: Mar 6th, 2018

GS TEAM


Google News
Google News
સુખી તથા સ્માર્ટ બનવા અને આત્મવિશ્વાસ વધારવાં આટલુ કરો 1 - image

સવારે વહેલાં ઉઠી એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુનો રસ અને મધ ભેળવી ગટગટાવી જવું.આદુ માફક આવતું હોય તો એક નાના આદુના ટુકડાનેે છુંદી ઉકળતા પાણીમાં નાખવું તેમાં તુલસીના પાન નાખવા. આદુ અને તુલસી ઉકળી જાય બાદ ચુલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું.

ગાળીને પી જવું. તેનાથી એનર્જી વધશે અને પાચનક્રિયા સુધરશે.સવાર સવારમાં આળસ નહીં આવે તથા આખો દિવસ કામ કરવાની સ્ફૂર્તિ આવી જશે. થોડા દિવસ નિયમિત કરવાથી ફાયદો થશે.

નર્વસબ્રેકડાઉન આવી ગયું છે

-એકલતા સતાવતી હોય અને જીવનથી કંટાળી જઈ જીવન ટુંુકાવાના વિચારો સતાવતા હોય તો તે અમલમાં મુકવાની જરૃર નથી. તેમાંથી છુટકારો પામવા ફક્ત આટલું જ કરો.

-તમે જ્યારે એકલા હો ત્યારે જેટલું રડવું હોય તેટલું રડી લો.જેથી તમારા હૃદયનો ભાર હળવો થઈ જશે.

-એકાંત સ્થાને બેલી એકીટશે જોયા નકરો. તમારી જાતને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખો.

-તમારા અંગત સ્નેહી સાથે હૃદય ખોલીને વાત કરો.

-તમારા મગજમાંથી હીન વિચારોને જાકારો આપો. સ્વસ્થ આનંદ આપે તેવા જ વિચારો કરો. એવું વિચારો કે મારા જીવનમાંથી નિરાશા દુર થાવ અન સકારાત્મક વિચારો આવે જેનાથી મારાં જીવનમાં હરિયાળી છવાઈ જાય.

-બસ આટલા સકારાત્મક વિચારો કરવાથી અને તેને અનુસરવાથી જીવનમાંથી હતાશા દુર થઈજશે અને જીવન જીવવા જેવું લાગશે.

સુખી તથા સ્માર્ટ બનવા અને આત્મવિશ્વાસ વધારવાં આટલુ કરો 2 - imageતમારા વિરોધીઓ પર વિજય મેળવવાની ટીપ્સ

-તમારા વિરોધીની શક્તિનો અંદાજ કાઢો અને તમારી નબળાઈનો.

-સમયને પારખી વિરોધી સાથે વર્તન કરો.

-તમારામાં  રહેલી આવડતને પૂરેપૂરી બહાર કાઢી ઉત્તમ કાર્ય કરી કાર્યદક્ષતા દાખવો.

-તમારામાં  રહેલી ઉણપોને સહર્ષ સ્વીકારી લો.અને તમારા વિરોધીઓના કાર્યને વખાણો.

-રોજરોજના કાર્યોની નોંધ રાખો અને તમારી પ્રગતિ માટે કરેલા પ્રયત્નોની સાથે સરખામણી કરી શું મેળવ્યું તેનો તાળો મેળવો.

-એકબીજા સાથે વિચારોની આપલે કરો અને તમારા હરીફના વિચારોની નોંધ લો.

-દરેક કાર્ય  શાંતિથી કરો અને તમને સોંપેલ કાર્ય પુરું થાય ત્યાં સુધી મગજ ગુમાવો નહીં.

-અન્યો સાથે વાતચીત કરતી વખતે તમારી બોડી લેન્ગવેજ કેવી હોવી જોઈએ

કોઈની સોથે ચર્ચા કરતી વખતે અદબ વાળવી નહીં.આમ કરવાથી સામેની વ્યક્તિ પર એેવી છાપ પડશે કે તમે તમારો બચાવ કરી રહ્યંા છો. તમારા સાથીને એવું લાગશે કે તમે હવે કાંઈ પણ  વિચારી શકો એવી સ્થિતિમાં નથી.

-જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં હો તેની સાથે નજર મેળવી વાત કરો અને તમારી વાત એ રીતે રજુ કરો કે તમારા શબ્દોમાંથી આત્મવિશ્વાસ અને પ્રામાણિકતા છલકે.અને સામેની વ્યક્તિને તમારી વાતમાં વિશ્વાસ બેસે.

-તમારી ઉભા રહેવાની પધ્ધતિ પણ એવી હોવી જોઈએ જેનાથી સામેની વ્યક્તિ  તમારામાં રહેલા આત્મ વિશ્વાસની નોંધ લે.

-જો તમે વાંકા વળેલા ઉભા રહેશો અથવા એક પગે ઊભા રહેશો તો તમારી વાતને ગંભીરતાથી લેવામાં નહીં આવે.

-તમારા વાળ વ્યવસ્થિત  ઓળેલા હોવા જોઈએ તથા ચહેરો સુઘડ સ્વચ્છ હોવો જોઈએ એટલું જ નહીં તમે વાત કરતાં હો ત્યારે તમારા ચહેરા પર કંટાળો કે નર્વસનેસ ન હોવી જોઈેએ.

-મહત્વની તથા ગંભીર વાત કરતી વખતે તમારા હાથની મુદ્રા મહત્વનો ભાગ ભજવે છે.તમારા શબ્દોની સાંભળનાર વ્યક્તિ પર અમીટ છાપ પડવી જોઈએ.

-અંતમાં છૂટા પડતી વખતે આત્મવિશ્વાસથી હસી હાથ મેળવી વિદાય લેવી.

-હિમાની


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Tags :