તાવમાં પટકાયેલા બાળકની સાર સંભાળ
તાવ દરમિયાન જો બાળક વારંવાર કાનને અડીને રડતું હોવાનું કારણ મધ્યકર્ણમાં લાગેલા ચેપનું છે અને તાવ આવવા પાછળ પણ આ જ કારણ કરી રહ્યું છે એમ સમજવું
જો શિશુ ઘેનમાં રહેતું હોય, ચિડચિડું બની ગયું હોય, ઉલટી કરતું હોય અને તેની ગરદન કડક બની જાય તો વખત ન ગુમાવતા તાબડતોબ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ લક્ષણો કદાચ મગજની આજુબાજુ આવેલા પાતળા આવરણમાં ચેપ લાગવાને કારણે પણ હોઈ શકે છે.
તાવના સામાન્ય લક્ષણો
માથું દુ:ખવું
ઉલટી થવી
ધુ્રજારી છૂટવી / ઠંડી લાગવી
શરીર દુ:ખવું
જીભ પર છારી બાઝી જવી
બંધકોષ
મૂત્રનો રંગ બદલાઈ જવો
ફીટ આવવી
વર્તનમાં ફેરફાર થવો
તાવ આવવાના સામાન્ય કારણો
શરદી
વિષાણુઓનો ચેપ
ટોન્સિલ્સ
બ્રોન્કાઈટીસ
કાનમાં ચેપ ઉદ્ભવવાથી
ઓરી
ગાલ પચોળા
અછબડા
ગેસ્ટ્રોએન્ટરાઈટીસ
મેનેન્જાઈટીસ
મેલેરિયા
નાના બાળકોને વારંવાર તાવ આવતો હોવાની ફરિયાદો કાન પર અથડાતી હોય છે. આ તાવ બેક્ટેરિયા કે વિષાણુઓથી ઉદ્ભવતો હોય છે. બાળકોની ભાવનાઓમાં થતાં ઉતાર-ચઢાવને કારણે પણ શરીરનું તાપમાન બદલાતું હોય છે. ખરી હકીકત એ છે કે તાવ એ રોગનું લક્ષણ નથી પરંતુ શરીરમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ સામે રક્ષણ મેળવવાની એક પ્રક્રિયા છે.
જો તાવ ન આવે તો શરીરમાં વિષાણુઓની સંખ્યા વધી જઈ શરીરની પ્રક્રિયા પર અસર પડે છે.
તાવ આવે ત્યારે શરીરનું તાપમાન સામાન્ય કરવા કરતાં તાવ આવવા પાછળનું કારણ શોધવું વધારે મહત્ત્વનું છે.
શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૪૦ હોવાની માન્યતા છે પરંતુ શરીરના સમાન્ય તાપમાનનો આધાર વય, હવામાન અને આરોગ્ય પર રહેલા છે. શરીરનું સામાન્ય તાપમાન ૯૭.૨૦ થી ૯૯.૫૦ સુધી હોય છે. ઠંડીની મોસમમાં જુવાન વયની વ્યક્તિઓની સરખામણીમાં વૃધ્ધ વ્યક્તિઓનાં શરીરનું તાપમાન ઓછું રહે છે. રડવાને કારણે પણ શિશુઓનું શરીર ગરમ લાગે છે. આ ઉપરાંત સવારના ભાગમાં શરીરમાં ગરમી ઓછી રહે છે જ્યારે રાતના ભાગમાં શરીરનું તાપમાન વધુ હોય છે.
તાવ માપતી વખતે થર્મોમીટર ધોવું જરૃરી છે. શિશુઓની બગલમાં થર્મોમીટર પાંચ મિનિટ સુધી અને બાળકોમાં થર્મોમીટર મોંમા જીભની નીચે બે મિનિટ સુધી થર્મોમીટર રાખવાથી વધુ તાવ નોંધાય છે એ માન્યતા પણ ભૂલભરેલી છે. પરંતુ ઓછા સમય સુધી થર્મોમીટર રાખતા તાવ ઓછો નોંધાય છે એ વાત સાચી છે. બગલમાં થર્મોમીટર મૂકી તાવ માપવામાં આવે તો તેમાં ૧૦ નો વધારો કરવાથી સાચું તાપમાન મળી રહે છે.
બાળકો માટે ખાસ પ્રકારનું ગુદામાં દાખલ કરવા માટેનું થર્મોમીટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રકારના થર્મોમીટર સામાન્ય થર્મોમીટર જેવા જ હોય છે પરંતુ તેમાં રહેલાં બલ્બ મોટા અને ગોળ હોય છે.
ગુદાનું તાપમાન લેતા પહેલા થર્મોમીટરના બલ્બને ક્રીમ અથવા પેટ્રોલિયમ જેલીમાં ડૂબાડવું જોઈએ. આ માટે બાળકને ખોળામાં ઊંધો સૂવડાવી થર્મોમીટર દાખલ કરવું. તાપમાન લેતા પહેલા થર્મોમીટરને લાલ નિશાનીથી નીચે લાવવાનું ભૂલવું નહીં.
આજના ઈલેક્ટ્રોનિક યુગમાં ઈલેક્ટ્રોનિક થર્મોમીટર પણ બજારમાં ઉપલબ્ધ છે. આ પ્રકારના થર્મોમીટરમાં તાપમાન બહાર રાખવામાં આવેલા પડદા પર દર્શાવવામાં આવે છે અને તાપમાન દર્શાવતી પ્લાસ્ટીકની પટ્ટી કપાળ પર મૂકવામાં આવે છે. પરંતુ આ પધ્ધતિ સચોટ નથી.
તાવ દરમિયાન બાળકના શરીરની ચામડી લાલ થઈ જાય છે. કેટલીક વાર અછબડા, ઓરી, ટાઈફોઈડ જેવી બીમારી લાગુ પડે છે. તાવ ઉતારવા માટે આપવામાં આવેલી દવાઓને કારણે પણ ચામડી પર લાલાશ ઉદ્ભવે છે. આ કારણે તબીબની સલાહ વગર બાળકને દવા આપવી નહીં.
તાવ દરમિયાન જો બાળક વારંવાર કાનને અડીને રડતું હોવાનું કારણ મધ્યકર્ણમાં લાગેલા ચેપનું છે. અને તાવ આવવા પાછળ પણ આ જ કારણ કામ કરી રહ્યું છે એમ સમજવું. બાળકની છાતીમાં ધમણ જેવો અવાજ આવતો હોય અને બાળક વારંવાર ઉધરસ ખાતું હોય તો છાતીમાં ચેપ લાગ્યો છે અને બાળકને એન્ટીબાયોટીક્સની જરૃર છે એમ સમજવું. અને તરત જ ડોક્ટરની સલાહ લેવી.
જો શિશુ ઘેનમાં રહેતું હોય, ચિડચિડું બની ગયું હોય, ઉલટી કરતું હોય અને તેની ગરદન કડક બની જાય તો વખત ન ગુમાવતા તાબડતોબ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ લક્ષણો કદાચ મગજની આજુબાજુ આવેલા પાતળા આવરણમાં ચેપ લાગવાને કારણે પણ હોઈ શકે છે.
પાચક માર્ગમાં લાગેલા ચેપને કારણે પણ બાળકને પાતળા જુલાબ અને ઉલટીઓ થાય છે. અતિસાર અને ઉલટી કાબુમાં ન આવે તો બાળકને વિના વિલંબે હોસ્પિટલમાં દાખલ કરવો જોઈએ.
તાવ દરમિયાન બાળક સખત પદાર્થ ખાવાની ના પાડતો હોય તો તેના ગળામાં ચેપ લાગ્યો છે એટલે કાકડાનો (ટોન્સિલ્સ) ચેપ લાગ્યો છે એમ સમજી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
મેલેરિયા અને મૂત્રનળીના ચેપને કારણે બાળકને ધુ્રજારી સાથે તાવ આવે છે. અચાનક તાવ વધવાને કારણે પણ આ લક્ષણ જોવા મળે છે.
કોઈ પણ પ્રકારના તાવમાં ઉલટીની સમસ્યા ઉદ્ભવી શકે છે. વધુ તાવ હોય તો બાળકને ખાવા માટે ફરજ પાડવી નહીં. બાળક ન ખાવાની જીદ પકડે તો તેને પાણી, ફળોનો રસ અને ગ્લુકોઝનું પાણી આપવું.
બાળકને લાંબી મુદ્દત સુધી એકધારો તાવ આવે તો ૯૯.૫૦ તાપમાન થોડા વધુ દિવસ સુધી રહી શકે છે. ચેપ કાબુમાં આવી જતા પણ આ તાપમાન જોવા મળશે. પણ આ કારણે ગભરાઈ જવાની જરૃર નથી. થોડાં દિવસો બાદ શરીરનું તાપમાન આપોઆપ સામાન્ય થઈ જશે.
બાળકને ૧૦૨૦ થી ૧૦૩૦ તાવ આવે તો શરીર પર અને માથા પર ઠંડા પાણીથી સ્પંજ કરવો. ભારે તાવ દરમિયાન ફીટ ન આવે તે માટે ઠંડા પાણીથી સ્પંજ કરવું જરૃરી છે.
ફીટ દરમિયાન હાથ અને પગ ખેંચાઈ જાય છે અને બાળકનો ચહેરો ભૂરો થઈ જાય છે. આ પ્રકારની ફીટ કેટલીક ક્ષણો સુધી રહે છે.
તાવ દરમિયાન જો બાળકને ફીટ આવે તો તેને ઓશિકા ઉપર પેટ આવે તે રીતે સૂવડાવવું જેને કારણે તેને ગભરામણ ન થાય. ફીટ સમયે થયેલી ઉલટી ફેફસામાં દાખલ થવાનો સંભવ છે. આ સમયે સમય ન ગુમાવતા ડોક્ટરને બોલાવવા અને તબીબ સહાય ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ઠંડા પાણીના પોતાં મૂકવા. ભારે તાવ દરમિયાન બાળકના શરીર પરથી કપડાં દૂર કરી ઠંડા પાણીથી શરીરને સ્પંજ કરવું. ઠંડા પાણીમાં બોળેલો નેપકિન બાળકના કપાળ પર મૂકવો.
પાંચ મિનિટના અંતરે આ નેપકિન બદલવો. હાથ, પગ, છાતી, પેટ અને પીઠ પર ઠંડા પાણીના પોતાં મૂકવા. સ્પંજ કરતી વખતે પંખો ચાલુ રાખવામાં વાંધો નથી. સ્પંજ કરવાના પાણીમાં કોલન વોટર અથવા આલ્કોહોલના ટીપાં ભેળવી શકાય.
બરફના ઠંડા પાણીથી કપાળે પોતાં મૂકી શકાય. પરંતુ બરફના ઠંડા પાણીના પોતા શરીર અને પેટ પર મૂકવા નહીં આને કારણે બાળકને ઠંડી લાગી બેચેની અનુભવવાનો ભય રહેલો છે.
ક્રોસિન, મેટાસિન, પેનાડોલમાંથી કોઈપણ એક ગોળી દર ૩-૪ કલાકે તાવ કાબુમાં ન આવે ત્યાં સુધી લેવી ૧ થી ૫ વર્ષના બાળકોને પેરાસેટામોલ પ્રવાહી દર ત્રણ થી ચાર કલાકે ૨ ચમચી આપવી. વધુ નાના બાળકોને અડધી ચમચી અથવા ૮ થી ૧૦ ટીપા આપી શકાય છે.
દરદીને ભારે બ્લેન્કેટમાં લપેટવો નહીં ઉપરાંત વધુ કપડાં પણ પહેરાવવા નહીં શર્ટ ઉપર એક ચાદર ઓઢાડવી બસ છે ઠંડા પાણીના ઘૂંટડા અને ફળોનો રસ બાળકને થોડા થોડા સમયે આપવો. બાળકને જો પૂરતી માત્રામાં પાણી આપવામાં નહીં આવે તો તાવ ઝડપથી કાબુમાં આવશે નહીં. દર પાંચ-દસ મિનિટે તાવ માપવાથી કોઈ જ ફાયદો થશે નહીં આને બદલે અડધા અડધા કલાકે તાવ માપવો.
તાવ દરમિયાન બાળકને પાણી, ફળોને રસ, દૂધ, ચા અને કોફી આપવા. આ ઉપરાંત પાંઉ, કૉર્નફ્લેક્સ, ભાત, દાળ અને જુદા જુદા પ્રકારના સૂપ આપી શકાય. પચવામાં ભારે, તળેલો અને તીખો ખોરાક ન આપવો. ઉલટી થાય તો એક-બે કલાક પછી ખોરાક આપવો. તાવ દરમિયાન સ્તન પાન કરવામાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar