રોલ્સ, પરાઠા, પુરીની જયાફત .
- દાવત
- બ્રેડ રોલ
- સામગ્રી : અડધો કિલો બટાટા, ૧ બ્રેડનું પેકેટ, લીલા મરચાં, આંદુ, કોથમીર, લીંબુ, ગરમ મસાલો (પીસેલી) ખાંડ, મીઠું, મીઠાવાળું પાણી.
- રીત : સૌ પ્રથમ બટાકા બાફી લેવા, તેની છાલ ઉતારી માવો બનાવવો, તેમાં જોઇતા પ્રમાણે ઉપર મુજબ મસાલો (વાટીને) નાંખવો. કીચો (માવો) તૈયાર કરવો. એક વાસણમાં મીઠાનું પાણી કરવું પાણીમાં બ્રેડની એક એક સ્લાઇસ લઇ પલળે એ રીતે બોળી તરત કાઢી લેવી ને તરત બે હાથ વડે દાબી પાણી કાઢી લેવું તેમાં વચ્ચે થોડી કીમો મૂકી બ્રેડને રોલની જેમ વાળવી અને એ રીતે બધા રોલ તેયાર કરવા. તૈયાર રોલને અડધો કલાક પાણી સુકાય ત્યાં સુધી રાખી મૂકવા. ત્યારબાદ જ્યારે જોઇએ ત્યારે તળીને ઉપયોગમાં લેવા. તેને ટામેટા સોસ જોડે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
- પોટલી પૌંવા
સામગ્રી : - ૨૦૦ ગ્રામ મમરા, ૧૫૦ ગ્રામ બટેટા, ૨૦૦ ગ્રામ વટાણા, બે મકાઇનાં દાણા, ૩ કાંદા, આદુ - મરચાં પીસેલાં, મીઠું, સાકર, લીંબુ, નાળિયેર કોથમીર.
મમરાને સાફ કરી એક ઝીણા કપડામાં બાંધવા. એક ટોપમાં પાણી લઇને બાંધેલા મમરા તેમાં થોડીવાર પલાળવા.
પલળી જાય પછી તેમાંથી પાણી કાઢી બાજુ પર મુકવા. બટાટાને ઝીણા સમારવા, મકાઇને વટાણાના દાણા કાઢવા. એક ટોપમાં વઘાર માટે તેલ લઇ તેમાં રાય, હિંગ, લીમડો નાંખી, બટાટા, વટાણાને મકાઇને વઘારવા, થોડું પાણી નાખી ચડવા દેવા. થઇ જાય પછી તેમાં મમરા નાખી આદુ, મરચાં, મીંઠુ, સાકર નાખી હલાવવું. એક પ્લેટમાં લઇ ઉપર ઝીણા સમારેલા કાંદા, ખમણ, કોથમીર ભભરાવી ખાવું.
આ પોટલી પૌંવા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સહેલાઇથી થઇ જાય છે.
- સ્પેગેટી રોલ્સ
- સામગ્રી : બે કપ બાફેલી સ્પેગેટી, બે કપ દૂધ, ૪ ટેબલ સ્પૂન બટર, ૫ ટેબલ સ્પૂન મેંદો, ૧૦૦ ગ્રામ ચીઝ, ૩ મરચાં, ૧/૨ મેંદો, ૧ ઝૂડી કોથમીર, બ્રેડ ક્રમ્બસ, તેલ તળવા માટે, ટોમેટો સોસ.
- રીત : સૌ પ્રથમ બટરને ઓગાળી તેમાં ધીમા તાપે એક મિનિટ સુધી મેંદાને સેકવો પછી દૂધ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું.
ઠંડુ થયા બાદ તેમાં સ્પેગેટી, જીણાં સમારેલાં મરચાં, કોથમીર, મીઠું, ખમણેલી ચીઝ નાંખી મિક્સ કરવું. પછી તેના નાના-નાના ગોળા વાળવા. ૧/૨ કપ મેંદામાં થોડું પાણી નાખી ખીરું તૈયાર કરવું. ગોળાને એમાં બોળી, બ્રેડ ક્રમ્બસમાં રગદોળી બદામી રંગના થાય ત્યાં સુધી તળવાં.આ રોલ્સ ટોમેટો સોસ સાથે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ બનાવવામાં પણ ખૂબ જ સહેલાઇથી થઇ જાય છે. - હિમાની
- મટર પૂરી
- સામગ્રી : એક કિલો વટાણા (મટર) ૨૦૦ ગ્રામ બટાકા, આદુ- મરચાં, લસણ, કોથમીર, મીઠું, ખાંડ, લીંબુ, ૩ વાટકી લોટ લઇ સાધરણ નરમ બાંધી મૂકવ
- રીત : વટાણાના દાણા કાઢી તથા બટાકા સમારી કઢાઇમાં તેલ મૂકી જીરાનો વઘાર કરવો. તેમાં મટરના દાણા તથા બટાકા નાંખી, મીઠું નાંખી, ઢાંકણું ઢાંકી ચડવા દેવા. થવા આવે ત્યારે કોથમીર, લસણ, આદું - મરચાં નાખી આ બધું શાક મિક્સરમાં (નિશા) પર વાટી લેવું વાટેલા પૂરણમાં થોડી ખાંડ તથા લીંબુ નીચોવવું.
હવે કણકના લુઆ લઇ વણીને અંદર પૂરણ ભરવું ને પછી ફરી તેની પૂરી વણવી. ને તેલમાં તળી આ પૂરી ફૂલે છે તે દૂરથી જોનારને ભાગ્યે જ ખબર પડે છે કે સાદી પૂરી છે કે ભરેલી પૂરી છે. સ્વાદમાં આ પૂરી પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તેની સાથે ટામેટાંની ગળી ચટણી બનાવી શકાય તો બનાવવી.
પોટેટો રોલ્સ
૫૦૦ ગ્રામ બટાટા, લીલા આદુ-મરચાં, કોથમીર, લીંબુ, સાકર પ્રમાણસર, એક કપ દૂધ, ૫૦ ગ્રામ કિસમિસ તથા સેન્ડવીચ બ્રેડ.
- રીત : બટાટા બાફી છૂંદો કરી તૈયાર કરેલો મસાલો તથા કિસમિસ ભેળવી પૂર્ણ તૈયાર કરવું. (વરાળ પર બાફેલા વટાણા પણ મેળવી શકાય.) એક તપેલીમાં એક કપ દૂધ, એક કપ પાણી ભેગાં કરી સેન્ડવીચ બ્રેડનો એક ટુકડો તૈયાર કરેલા મિશ્રણમાં બોળી (હળવા હાથે હથેળી પર દબાવવો). તેને લંબગોળ કાપી તેની ઉપર બટાટાનું પૂરણ મૂકી ઉપર પાછું બ્રેડ મૂકી હળવા હાથે દબાવાથી બરાબર ચોંટી જશે. ત્યારબાદ ગરમ તેલમાં તળી નાખવા લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.