Get The App

ઓટમીલથી વજન ઘટવાને બદલે વધવાનું જોખમ ધારો તો ટાળી શકાય

Updated: Oct 7th, 2024

GS TEAM


Google News
Google News
ઓટમીલથી વજન ઘટવાને બદલે વધવાનું જોખમ ધારો તો ટાળી શકાય 1 - image


- ઓટમીલ પરનું વધું પડતું ટોપિંગ સરવાળે કેલેરી વધારે છે જેથી ચરબીમાં ઉમેરો થઈ શકે છે?

ઓટ્સ(જવ) અનાજની એક પ્રજાતિ છે.ઓટમીલ એટલે ઓટનો ભરડેલો લોટ(ફાડા)શાકાહારીઓ માટે પ્રોટિન અને આયર્ન નો એક મહત્ત્વનો સ્રોત છે.તે સોલ્યુબલ ફાઈબરથી સમૃદ્ધ છે,જે લોહીના એ.લ.ડી.એલ.કોલેસ્ટ્રોલ કહેવાતા ''બેડ'' કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. આખા ઓટ્સમાં અવેનન્થ્રામાઈડ નામનો એન્ટીઓક્સિડન્ટ હોય છે જે બ્લડ પ્રેશરના સ્તરને ઓછું કરવામાં સહાય કરે છે.

સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણો માટે ઓટ્સ  જાણીતા છે.ખાસ કરીને વેટ લોસ કરવા ઈચ્છતા લોકો ડાયેટમાં ઓટ્સનો સમાવેશ કરે છે.ઓટમીલ હ્રદયને  સ્વસ્થ રાખે તથા એકંદર આરોગ્યને જાળવે તેવા ગુણો ધરાવે છે એ ખરું પરંતુ એનો અર્થ એ નથી કે તેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી.તમે હેલ્ધિ ફૂડ લેતા હશો તો તમારું વજન ક્યારેય નહીં વધે તેમ સરળતાથી માની  શકો છો.

આ સંદર્ભમાં મહત્વની બાબત એ કે ઓટમીલ કેલેરીથી મુક્ત છે એવું નથી.અને એથી કદાચ અન્ય આહારથી વજન વધે તેમ ઓટમીલથી પણ વજન વધવાની શક્યતા છે.પાણીમાં રાંધેલા એક કપ ઓટમીલમાં૧૬૫ કેલેરી હોય છે.જો દૂધમાં ઓટમીલ તૈયાર કરાય તો બીજી ૧૫૦ કેલેરી વધે, એમાં બટર ઉમેરાય તો ઓર એકસો કેલેરી વધે,એ પછી પણ એમાં બ્રાઉન સુગર તથા એક કેળું ભેળવવામાં આવે તો અનુક્રમે ૫૦તથા ૧૦૫ કેલેરીનો ઉમેરો થાય અને સરવાળે એક વાડકો ભરેલા ઓટમીલમાં કેલેરીનું પ્રમાણ ૫૫૦ જેટલું થાય.

કઈ રીતે તૈયાર કરાયેલા ઓટમીલને ખાવાથી વજન વધે એ પ્રશ્નનો ઉત્તર આ મુજબ  છે : 

*   ચોકલેટ ક્રીમ જેવા ઓછા પોષક તેમજ  બિનઆરોગ્યપ્રદ પદાર્થના ટોપિંગવાળા  ઓટમીલ લેવાથી વજન ઘટવાને બદલે   ઊલટાનું વધી શકે છે.

*     ઓટમીલ પર વધુ પડતું ટોપિંગ ન હોવું જોઈએ.ઓટમીલમાં લગભગ ૧૫૦ કેલેરી હોય છે.એમાં વધારે પ્રમાણમાં ટોપિંગ કરાય  તો કેલેરી વધે અને છેવટે શરીરનું વજન વધે.

*   ઓટમીલ તો ઠીક પરંતુ કોઈ પણ ખાદ્ય પદાર્થ વધુ પડતા પ્રમાણમાં ખાવાને કારણે  બેચેની તો અનુભવાય તે સાથે વજન પણ વધી શકે છે.

*     ઓટમીલ દૂધમાં તૈયાર કરવાનું હોય તો   તેમાં નટ્સ (બદામ, અખરોટ ઈ.) એવોકાડો ઉમેરવાનું ટાળો.કેમકે આ બધું ઉમેરવાથી કેલેરી વધશે જે છેવટે તો ચરબીમાં   રૂપાંતરીત થશે.આ રીતે તૈયાર કરાયેલા ઓટમીલ લેવાથી વજન વધી શકે છે.

*    ઈન્સ્ટન્ટ ઓટમીલ અત્યંત હેલ્ધિ હોય એમ આપણે કદાચ માની લઈએ પરંતુ તેમાં  કદાચ આવશ્યક્તા  કરતાં અધિક ખાંડ હોઈ શકે છે.તદુપરાંત,ઝડપથી અને સહેલાઈ (ઈન્સ્ટન્ટ)થી ઓટ બનાવવાની  સુવિધાનો અર્થ એ કે ઈન્સ્ટન્ટ ઓટમાં પાણીનું પ્રમાણ ઓછું  હોય.પરિણામે,ઓટ ખાધાથી પેટ ભરાયું હોય એવું ન લાગે અને વધુ ઓટ ખાવાની ઈચ્છા થાય.આ કારણે વજન વધી શકે છે.

*     ઓટમીલમાં ટેબલ સુગર(સુક્રોઝ--સફેદ દાણાદાર ખાંડ) ઉમેરવાથી ખાંડ ખાવાની ઈચ્છા પૂરી થાય એ સિવાય શરીરનું વજન ધટાડવાની દ્રષ્ટિએ કોઈ લાભ થતો નથી. છેવટે સુગર એ સુગર છે તેનાથી શરીરને   લાભ કરતાં હાનિ વધુ થાય છે.

વજન ધટાડવા ઈચ્છતા લોકો ઓટ્સમાંથી ચિલ્લા,ટીકી,સ્મુધી વગેરે વાનગીઓ બનાવે છે.સામાન્ય રીતે ઓટ્સનો ઉપયોગ નાસ્તાના રુપે કરવામાં આવે છે.પણ યોગ્ય  માર્ગદર્શન વગર તૈયાર કરાયેલું ઓટમીલ તથા ખાવામાં તેનો અતિરેક વજન ધટવાને બદલે વધારી શકે છે.

- મહેશ ભટ્ટ

Tags :