કોણી, ઘૂંટણ અને પગની ઘૂંટીની કાળાશ દૂર કરવાના ઉપાયો
રેમ્પ પર ચાલતી મોડલોને જોઇને મોટા ભાગના લોકોના મનમાં એવા વિચાર આવતા હોય છે કે તેમની કોણી, ઘૂંટણ અને ઘૂંટીના રંગ પર કાળાશ કેમ નથી ? દરેકની કોણી, ઘૂંટણ તથા ઘૂંટીની ત્વચા એકસાર તેમજ મુલાયમ રહી શકે છે. પરંતુ એના માટે થોડી મહેનત કરવી જરૂરી છે.
ત્વચાને મુલાયમ કરવા
ત્વચા પરથી પ્રથમ તો રૂક્ષતા દૂર કરવી જરૂરી છે.
અઠવાડિયામાં બે-ત્રણ વખત સ્નાન પહેલા બોડી સ્ક્રબ કરવું. વધતી વયે ત્વચાની નીચલી પરત એટલી જલદી બનતી નથી હોતી તેથી વધતી વયે ત્વચા રૂક્ષ બની જાય છે. એક્સફોલિએટ કરવાથી મૃત ત્વચા સાફ થઇ જાય છે. જેથી નવી કોશિકાઓ કિનારી પર આવી જાય છે. કોણી, ઘૂંટણ અને પંજાને પણ સ્ક્રબરથી સાફ કરવા, જોઇએ તો લીંબુની છાલને પણ સ્ક્રબમાં નાખવી અને પછી ઘૂંટણ કોણી સાફ કરવા. જેથી ત્વચા સાફ થતી જશે અને એક જેવી જ સમાન દેખાશે.
તેજ રસાયણ યુક્ત સાબુ લગાડવો નહીં. તેથી ત્વચાની નમી ખતમ થઇ જાય છે. સ્નાન માટે બોડી ઓઇલનો ઉપયોગ કરવાથી ત્વચામાં નમીનું સ્તર સુધરે છે. ઉબટનનો અથવા તો બોડી વોશનો ઉપયોગ કરવો. બોડી વોશમાં ગ્લિસરીન તથા ઓઇલ હોય છે, જે ત્વચાને મુલાયમ બનાવે છે.
ગરમીમાં હવામાનમાં વધુ નમી હોવાથી કુદરતી જ ત્વચામાં પણ નમી રહે છે. તેથી આ ઋતુમાં પગ અને હાથ પર હળવું ક્રિમ લગાડવું. લોશનમાં ક્રીમ ક્રીમની સરખામણીમાં તેલ તેમજ પાણી વધુ હોવાથી લોશન બધા કરતાં હળવું હોય છે. સ્નાન બાદ ત્વચા સહેજ ભીની હોવાથી મોઇશ્ચરાઇઝર પણ સ્નાન બાદ તરત જ લગાડવું.રાતના સૂતા પહેલાં કોણી અને ઘૂંટણ પર પણ લોશનથી માલિશ સારી રીતે કરવું.
માલિશ કોણી અને ઘૂંટણ પર લીંબુ, મીઠું અને મધ ભેળવી ૧૦ મિનિટ સુધી માલિશ કરવું. ત્યાર બાદ ૧૫ મિનિટ સુધી મોસમી ફળનો પેક લગાડવો અને ધોયા બાદ મોઇશ્ચરાઇઝર લગાડવું. આ રીતે અઠવાડિયામાં બે વાર કરવું. રંગમાં ફરક ચોક્કસ દેખાશે.
અઠવાડિયામાં એક વાર ઘૂંટણ અને કોણી પર ફ્રુટ પીલ ઓફ પણ ઉપયોગમાં લઇ શકાય છે.
ટેન લુક
રેમ્પ પરની મોડલોના પગનો ટેન લુક ફેશન બની ગયો છે. પગને ટેન લુક આપવા સેલ્ફ ટેનરનો ઉપયોગ કરવો. એ ફક્ત ત્વચાને નમી નથી પૂરી પાડતો પરંતુ રંગને એકસાર કરે છે. અને ખામીઓને છુપાવવામાં મદદ કરે છે. લગાડયા બાદ ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી એમ જ રહે છે. જે ટોનર્સમાં ડીહાઇડ્રોઓક્સીએસિટોન એટલે કે ડીએચએ ઊચ્ચ માત્રામાં સમાયેલું હોય છે. જે થોડા સમય બાદ હળવું પડી જાય છે. ઘૂંટણ સુધીનો ટૂંકો ડ્રેસ પહેરવો હોય અને ઘૂંટણ પરની કાળાશ દેખાતી હોય તો સેલ્ફટોેનરનો ઉપયોગ કરવો.
ટોેનર ત્વચા પર વધુ સમય રહે, તેના માટે વેક્સ કર્યા બાદ ત્વચાને એક્સફોલિએટ કરવાથી વાન નિખરે છે. ટોેનર લગાડયા બાદ બે-ત્રણ દિવસ સુધી ત્વચાને એક્સફોલિએડ કરવી નહીં.
ક્રિમ તથા લોશન હાથેથી ગોળાકારમાં લગાડવું. અને વધારાનું ક્રિમ લૂછી નાખવું.
કોણી, ઘૂંટણ અને ઘૂંટી તેમજ પગની એડીની ત્વચા રૂક્ષ હોય તો તેના પર વધુ ટોનર લગાડવું અને ઘેરું કરવું. સૌથી પહેલા મોઇશ્ચરાઇઝ કરવાની ટેવ પાડો. આમ કરવાથી ટેનરથી આ ભાગ પ્રભાવિત થવા લાગશે. ઘૂંટી અને પગની ત્વચા એકસાર લાગે માટે પગ પર પહેલાં ટોનર લગાડવું પછી હાથમાં લાગેલા ટોનર પર મોઇશ્ચરાઇઝર લેવું અને મિક્સ કરી સંપૂર્ણ પગ પર મોઇશ્ચરાઇઝરવાળો હાથ ફેરવવો. નખની આસપાસ ટિશ્યૂથી વધારાનું ટોનર લૂછી નાખવું.
જો પહેલીવાર ટોનર લગાડતા હો તો મૂંઝાશો નહીં. ટોનર લોશનમાં રંગ અને મોઇશ્ચરાઇઝર બન્ને હોય છે. તેથી રંગની માત્રા ઘણી ઓછી હોય છે. તેથી પેચની માફક દેખાતું નથી અને સરળતાથી લાગે છે. એક વાર લગાડવાથી રંગ હળવો થઇ જાય છે, અને જેમ-જેમ લગાડતા જાવ તેમ રંગ ઘેરો થતો જાય છે.
ઉભરેલી નસો
ઘણી વાર વધતી વયમાં સ્પાઇડર વેન્સ અથવા તો વેરિકોન વેન્સની સમસ્યા થતી હોય છે. જેથી પગ ભદ્દા દેખાય છે. તેના માટે સામાન્ય ઉપાય કરવાથી ફરક અનુભવાય છે.
એડિના બળ પર સીધા ઊભા રહો અને પિંડીને સંકાચો અને છોડી દો. આમ કરવાથી રક્ત પ્રવાહ બની રહેશે જેથી સ્પાઇડર વેન્સથી મોટાભાગે છૂટકારો મેળવી શકાશે.
એક પગ પર બીજા પગની આંટી મારીને બેસવું નહીં. આમ કરવાથી રક્તભ્રમણમાં અવરાધ ઉત્પન થવાની શક્યતા રહે છે.
પગ પર વધુ પ્રમાણમાં નસો દેખાતી હોય તો તેને મેકઅપથી છુપાવવી નહીં. હેવી ડયૂટી કન્સિલર એટલે કે ઘટ્ટ કંસિલરનો ઉપયોગ કરવો. જેથી સ્પાઇડર વેન્સ એકદમ ઢંકાઇ જાય. વોટર રેઝિસટન્ટ કંસિલર લગાડવું.
સેલ્ફ ટોનરને સંપૂર્ણ શરીર પર લગાડવાથી ત્વચા એકસાર નજર આવે છે.
ક્રિમ વગર ઉપસેલી સઘળી નસોને છુપાવી શકાતી નથી. તેના માટે નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. જોકે બજારમાં એવા ક્રિમ મળે છે જે લગાડવાથી તેને છૂપાવી શકાય છે.
- નયના