ગુણકારી કાંદા .
'કાંદા'ની ગંધ ભલે દુર્ગંધ સમાન હોય છે. જોકે ે તેનાથી વૈષ્ણવો તથા જૈન જ્ઞાાતિવાળા દૂર ભાગે છે.ગમે તે કહો પરંતુ ગંધાતા કાંદા એક પૌષ્ટિક શાક છે તેમાં કોઇ શક નથી.લીલા કાંદાનું શાક રૂચિવર્ધક તથા બળ પ્રદાન કરનારું છે. તે સ્નિગ્ધ, મધુર અને ઉષ્ણ હોવાથી કાંદા વાયુશામક છે. તેનું સલાડ ખાવાથી મંદાગ્નિ નથી થતી અને ખોરાક સરળતાથી પાચન થાય છે.
એક ચમચો કાંદાનો રસ, અડધી ચમચી આદુનો રસ એક રતી શેકેલી હિંગ તથા થોડું પાણી ભેળવી પીવાથી અપચાની તકલીફ દૂર થાય છે. કાંદાનો રસ કબજિયાતમાંથી રાહત આપે છે.
કમળોમાં કાંદો ગુણકારી સાબિત થયો છે. કાંદો, ગોળ તથા ચપટી હળદર ભેલવી સવાર-સાંજ સેવન કરવું.
છાતીના દુખાવામાં રાહત અપાવે છે.એક અથવા બે કાંદાને ખમણી તેને મલમલના કપડામાં બાંધી પોલ્ટિસ બનાવી. આ પોલ્ટિસનો શેક કરવો.
હરસમાં કાંદાનો રસ પીવાથી ફાયદો થાય છે. બે ચમટી કાંદાના રસમાં થોડી ખડાસાકર ભેળવી ૧૫ દિવસ સુધી પીવું.
ઊલટીથી કાંદા છૂટકારો અપાવે છે. બે ચમચી કાંદાનો રસ અને બે ચમચી પાણી ભેળવી પીવું.
ઉદર રોગ માટે કાંદા ફાયદાકારક છે. કાંદા પેટની ગરમીને શાંત કરે છે. તે રેચક હોવાથી પેટ અને આંતરડામાં એકત્રિત થયેલા મળને બહાર કાઢી પેટ અને આંતરડાને સાફ કરે છે.
આફરાનું શમન કરે છે. કાંદાના રસમાં શેકેલી હીંગ તથા મીઠું ભેળવી પીવું.
ગઠીયા વાથી છૂટકારો અપાવે છે. બે ચમચી કાંદાના રસમાં બે ટીપાં સરલનું તેલ ભેળવી ઘૂંટણની આસપાસ અડધો કલાક સુધી માલિશ કરવાથી આરામ મળે છે.
કફને બહાર કાઢે છે. કાંદાના રસમાં ખડી સાકર ભેળવી ચાટવાથી કફ બહાર નીકળી આવે છે.
ગળામાં સતાવતી ખરાશ દૂર કરે છે. કાંદાનો સૂપ બનાવીને પીવાથી આ તકલીફ દૂર થાય છે.
અનિંદ્રાને દૂર કરી મીઠી નિંદ્રા લાવે છે. જો રાતના ઊંઘ ન આવતી હોય અથવા તો વચ્ચે વચ્ચે તૂટી જતી હોય તો, કાંદામાં દહીંભેળવી રાતના ખાવું.
દાંત વિકારમાં ફાયદાકારક છે. કાંદાના નાના-નાના ટુકડા કરવા તેમાં સરસવનું તેસ ભેળવી ચૂલા પર મૂકવું. એક છેદવાળી નળીથી આ મિશ્રણનું દાંતમાં બાફ લેવાથી કીડા નાશ પામે છે અને દાંતના દુખાવાથી રાહત થાય છે.
જાણીને નવાઇ લાગશે પરંતુ કાંદા ધાતુવર્ધક છે. ૧૦૦ ગ્રામ કાંદાના નાના-નાના ટુકડા કરી ઘીમાં સાંતળવા અને પછી ચાવીને ખાવા. ૨૧ દિવસ નિયમિત ખાવાથી ધાતુ પુષ્ટી થાય છે. શરીર બળવાન બને છે તેમજ કામેચ્છા જાગૃત થાય છે.
- મિનાક્ષી તિવારી