ગુણકારી મેથીદાણા .
રસોઇના મસાલાના ડબામાં મેથીદાણા એક એવો મસાલો છે જે ઔષધીય ગુણોથી ભરપુર છે. મેથી દાણાનો ઉપયોગ શાક, અથાણા, ફણગાવેલી મેથી તેમજ મેથીના લાડુ બનાવીને કરી શકાય છે. સદીઓથી મેથી દાણાનું સેવન અનેક બીમારીઓના ઉપચારમાં ગુણકારી રહ્યા છે.
મેથીદાણામાં ભરપુર પ્રમાણમાં ફાઇબર સમાયેલું હોય છે. ઉપરાંત તેમાં ફાઇટોકેમિકલ્સ જેવા કે અલ્કલોઇડ, કાર્બોહાઇડ્રેટ, અમીનો એસિડ, મિનરલ્સ સમાયેલા હોય છે.આ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ,પોટેશિયમ, કોપર, આર્યન અને મેંગનીઝ જેવા ખનિજ પણ સાયેલા હોય છે.
મેથી વાયુને શાંત કરનારી, કફને મટાડનારી, અને તાવનો નાશ કરનારી છે. તે વાતહર, ઉષ્ણ, કડવી અને પૌષ્ટિક છે. તેનું સેવન કૃમિ, સંધિવા કમરનો દુખાવો કળતર વગેરેને મટાડે છે. મેથી પિત્તની જીતનારી અને વાયુને હણનારી ગણાય છે.
મેથી દાણાનું સેવન કરવાના તરીકા
મેથી દાણાનું સેવન પાણીમાં ભીંજવીને કરી શકાય છે. સવારે નયણાકોઠે મેથી દાણાનું સેવન કરવાથી વધુ ફાયદો થાય છે.
મેથી દાણાનું સેવન સલાડ, સૂપ અને કરીમાં કરી શકાય છે.
નિયમિત ૫ થી ૨૦ ગ્રામ જેટલા મેથી દાણાનું સેવન સ્વાસ્થ્ય માટે પ્રયાપ્ત છે.
બ્લડ સુગર
મેથી દાણાનું સેવન બ્લડ સુગરને નોર્મલ રાખે છે.તેમાં ફાઇબર ભરપુર પ્રમાણમાં સમાયેલું હોય છે જે બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. મેથીદાણા ડાયાબિટીઝના દરદીઓ માટે ગુણકારી છે.
રોજ રાતના મેથીના ૧૫-૨૦ દાણા પલાળી રાખી સવારે મેથીને ખૂબચોળી પાણી ગાળી લઇ એક મહિનો સુધી ડાયાબિટીસના દરદી નિયમિત પીએ તો પેશાબમાં જતી સાકરનુ ંપ્રમાણ ઓછું થાય છે. મેથી કડવી હોવાથી ડાયાબિટીસમાં પેશાબમાર્ગે જતી સાકરને ઓછી કરવાનો ખાસ ગુણ તેમાં સમાયેલો છે. તેના સેવનથી ડાયબિટીસના દરદીઓને ફાયદો થયાના અનેક દાખલા જોવા મળે છે.
જોકે ડાયાબિટીસની દવા અને ઇન્સ્યૂલિન લેતી વ્યક્તિઓએ પોતાની બ્લડ સુગરના પ્રમાણ પર ધ્યાન આપવું જરૂરી છે. નહીં તો સુગર લો થવાની શક્યતા રહે છે.
કફમાં લાભદાયક
મેથી દાણાની તાસીર ગરમ હોય છે. તેવામાં તેના સેવનથી કફથી રાહત થાય છે.એસિડિટી અને પેટ સાથે જોડાયેલી સામાન્યસમાસ્યાઓથી છુટકારો પામવા માટે મેથીના દાણા ફાયદાકારક છે.
સાંધાના દુખાવામાં રાહત
સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે મેથીના દાણાને રાતના પલાળીને ખાવા અને તેનું પાણી પી જવું.
વજન કન્ટ્રોલ કરે
મેથીમાં ગૈેક્ટગોગ ગુણ સમાયેલા હોય છે જે વજનને કન્ટ્રોલ કરે છે. એન્ટીઓક્સીડન્ટ ગુણોથી ભરપુર મેથીનું સેવન કરવાથી ભૂખ પર અંકશુ રાખી શકાય છે અને જંકફૂડ ખાવાથી બચી શકાય છે.
પાચનક્રિયા સુધારે
ફાઇબરથી ભરપુર મેથી દાણા પાચન એન્જાઇમોને ઉત્તેજિત કરે છે તે અપચાને દૂર કરીને પાચનક્રિયા સુધારે છે. તેમજ પેટની સામાન્ય તકલીફોમાં રાહત આપે છે.
વા ની તકલીફમાં રાહત
નિયમિત રીતે સવારે મેથી દાણા ફાકીને પાણી પી જવાથી વા ની તકલીફમાં રાહત થાય છે.
મેથીના લોટમાં ગોળ ઘીની પાય બનાવીને તેને સુખડીની માફક બનાવી તેના લાડુ બનાવીને ખાવાથી વા તેમજ કમરના દુખાવામાં રાહત થાય છે. તેમાં ગુંદર, સૂંઠ, એલચી પણ ભેળવી શકાય છે.
વાળ માટે ફાયદાકારક
મેથી દાણાનો ઉપયોગ વાળ માટે ફાયાદાકારક છે. તેમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ સમયોલુ ંહોય છે. જે વાળને મજબૂત કરે છે. તેમજ તેમાં સમાયેલા તત્વો વાળને ચમકીલા બનાવામાં સહાયક છે. તેના ઉપયોગથી વાળમાં ખોડો પણ દૂર થાય છે.
વાળમાં મેથીના દાણાની પેસ્ટ લગાડવી
મેથીને થોડી વાર માટે પાણીમાં ૩૦ મિનીટ સુધી પલાળી રાખી તેની પેસ્ટ બનાવવીય આ પેસ્ટને વાળની જડથી લઇ છેક નીચે સુધી લગાડવું અને ૩૦ મિનીટ પછી વાળ ધોઇ નાખવા. વાળ મજબૂત બને છે.
મેથી દાણા અને કોપરેલ
કોપરેલમાં મેથી દાણા નાખી તેને ગરમ કરવું અને ઠંડુ થઇજાયપછી આ તેલથી વાળમાં માલિશ કરવું.એક કલાક પછી વાળને ધોઇ નાખવા.
મેથી દાણા અને દહીં
મેથી અને દહીં વાળન ેમજબૂત કરવામાં સહાયક છે. મેથીને રાતના પલાળીને સવારે પેસટ બનાવવી. બે ચમચા પેસ્ટમાં બે ચમચા દહીં ભેળવી વાળમાં લગાડવું. એક કલાક રહીને વાળ ધોઇ નાખવા.
- મીનાક્ષી તિવારી