શિયાળામાં ટુર પર જતાં પહેલાં ધ્યાનથી કરો પેકિંગ .
- શિયાળાની ઋતુમાં મોટા મોટા કપડાં સાથે અન્ય જરૂરિયાતના સામાનને બેગમાં પેક કરવો ખૂબ જ ચેલેન્જિંગ ટાસ્ક હોય છે. આવી પરિસ્થિતિમાં તમે અથવા તમારા ટ્રાવેલ પાર્ટનર ઠંડીમાં ફરવા માટે એક્સાઇટેડ તો રહો જ છો, પણ વિન્ટર ટ્રાવેલ પેકિંગ કરતી વેળા મોટા-મોટા જેકેટ કોટ અને બુટ્સને પેક કરતાં ડરી જાવ છો.
શિયાળાના ઠંડા ઠંડા આલહાદક મોસમમાં મિત્રો અને પરિવારજનોની સાથે ખેડેલો પ્રવાસ કે ટ્રિપ જિંદગીભર માટે યાદગાર બની જાય છે. ઠંડીની ઋતુમાં નવા સ્થળે ફરવા જવા અને સાથે સ્થાનિક ખાવા-પીવાનો સ્વાદ માણવામાં આનંદ બમણો થઈ જાય છે. આમ છતાં આ બધા ફાયદા પછી પણ મોટાભાગના લોકો ઠંડીની સિઝનમાં ટ્રિપ પ્લાન કરવા અથવા ટ્રાવેલ કરવાથી બહુધા દૂર રહે છે.
આનું એક કારણ એ પણ છે કે શિયાળાની ઋતુમાં મોટા મોટા કપડાં સાથે અન્ય જરૂરિયાતના સામાનને બેગમાં પેક કરવો ખૂબ જ ચેલેન્જિંગ ટાસ્ક હોય છે. આવી પરિસ્થિતિમાં તમે અથવા તમારા ટ્રાવેલ પાર્ટનર ઠંડીમાં ફરવા માટે એક્સાઇટેડ તો રહો જ છો, પણ વિન્ટર ટ્રાવેલ પેકિંગ કરતી વેળા મોટા-મોટા જેકેટ કોટ અને બુટ્સને પેક કરતાં ડરી જાવ છો. તો, તમારી આ ચિંતાથી અમે સારી રીતે વાકેફ છીએ. આથી આજે તમારા માટે કેટલાંક ખૂબ જ સરસ-સ્માર્ટ વિન્ટર પેકિંગ હેક્સ લઈને આવ્યા છીએ. જેને ફોલો કરીને તમે આ ઠંડીની સિઝનમાં નવી નવી જગ્યાને એક્સ્પ્લોર કરવાની યોજના બનાવી શકો છો અને ટ્રિપ પર તમારા ફેવરેટ આઉટફિટ્સ સ્ટાઈલનો ઉપયોગ કરી શકો છો. આવો, વિન્ટર સિઝન ટુર માટે કેટલાંક સ્માર્ટ પેકિંગ હેક્સ અંગે વિગતવાર જાણીએ.
વિન્ટર સિઝનમાં ટ્રિપ પર જતાં પહેલા જાણી લો સ્માર્ટ વિન્ટર પેકિંગ હેક્સ. નહીં તો પછી હેરાનગતિ સહેવી પડશે.
પેકિંગ શરૂ કરતાં પહેલાં
દરેક મોસમ અને ખાસ કરીને ઠંડીમાં કોઈ પણ ટ્રિપ પર જતાં પહેલા અથવા પ્રવાસ વેળા સૌથી મોટી મુશ્કેલી સહેવી પડે છે. બધી જ જરૂરી ચીજોને એક સાથે યાદ કરીને તેને પેક કરવી. આવી પરિસ્થિતિમાં ટુરના સમયે કોઈ પણ પરેશાનીથી બચવા માટે પેકિંગને માઇન્ડફૂલ રીતે સ્માર્ટલી કરવી ખૂબ જ જરૂરી હોય છે કેમ કે જો પેકિંગ કોઈ પ્રકારના વિચાર કે યોજના વિના કરવામાં આવે તો ઘણી ચીજવસ્તુઓ છૂટી જાય છે અને કેટલીય વાર ઓવર પેકિંગ થઈ જાય છે. આવી પરિસ્થિતિથી બચવા માટે તમારે હંમેશા દરેક સિઝનની ચેકલિસ્ટ સાથે પેકિંગ કરવું જોઈએ. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને વિન્ટર સિઝન પેકિંગ કરતી વેળા તો વિન્ટર એસેન્સિયલને ધ્યાનમાં રાખીને પેકિંગ કરો.
ઓવર પેકિંગથી બચવા
શિયાળાની ઋતુમાં ઓવર પેકિંગથી બચવા માટે માત્ર જરૂરી આઇટેમ પર જ ધ્યાન આપો અને એવા કપડાં પેક ન કરો જેને તમે માત્ર એક જ વાર પહેરી શકો છો. એને બદલે એવા આઉટફિટ્સ પેક કરોજેને તમે કેટલીય વાર અલગ-અલગ રીતે સ્ટાઈલ કરીને પહેરી શકો છો. ટુર વેળા ધ્યાન રાખો કે કોઈ પણ ટ્રિપ પર જતાં પહેલાં ડેસ્ટિનેશનની સિઝનની પરિસ્થિતિ જાણી લેવી ખૂબ જ જરૂરી છે. આનાથી તમને પેકિંગનો આઇડિયા આવી જશે. તમારી વિન્ટર ટ્રાવેલ બેગમાં ડેસ્ટિનેશન પરની ઋતુ અને ઠંડીને હિસાબે થિન થર્મલ્સ, કોટ, હેટ, ગ્લોવ્ઝ અને મોજાં વગેરે જરૂરી વસ્તુઓ સામેલ થઈ જવી જોઈએ.
મલ્ટિફંક્શનલ આઉટફિટ્સ પેક કરો
મોટાભાગના લોકો ટ્રિપ પર આઉટફિટ અથવા કપડાંને રિપિટ કરવાનું પસંદ નથી કરતા. કેમ કે આજકાલ દરેક જણ અલગ-અલગ આઉટફિટ્સની સ્ટાઈલ અપનાવી સોશિયલ મીડિયા માટે ફોટોશૂટ કરવાનું પસંદ કરે છે. આવી પરિસ્થિતિમાં વિન્ટર ટ્રિપ વેળા લગેજને બેલેન્સ કરવા માટે વધુ કપડાંને બદલે મલ્ટિફંક્શનલ ગારમેન્ટ્સ પેક કરવા પર ધ્યાન આપો. શિયાળામાં ડાર્ક શેડના ગાર્મેન્ડ્સ વધુ સમય સુધી ધોયા વિના ચાલી શકે અને તેને અલગ-અલગ બેઝિક રંગો સાથે પેઅર બનાવી સ્ટાઈલ કરવી પણ આસાન છે. આવી પરિસ્થિતિમાં ટ્રિપ વેળા મિક્સ એન્ડ મેચ કરવા માટે કપડાંના રંગના હિસાબે પેક કરી શકાય છે.
પાંચ પ્રેક્ટિકલ્સ અને સ્માર્ટ હેક્સ
આ માટે તમે લેયરિંગ ગેપ પર અપનાવી શકો. શિયાળાની મોસમમાં ઠંડીને કારણે કપડાં કેટલાંય લેયરના પહેરવા પડે છે. આવી પરિસ્થિતિમાં તમે વધુ થર્મલ પેક કરવાને બદલે સ્ટાઈલિસ લેયરિંગ પર ધ્યાન આપી શકો છો, જેમાં તમે થર્મલ્સની એક લેયરિંગની સાથે સ્ટાલિસ્ટ સ્વેટર, લાઈન્ડ જેકેટ, પફર જેકેટ, લોંગ કોટ વગેરે સામિલ કરી શકો છો કેમ કે વધુ ઠંડીમાં થર્મલ્સને તમે એકથી બે દિવસ સુધી રિપિટ કરી શકો છો. આ ઉપરાંત સ્વેટર, જેકેટ વગેરે પણ મિક્સ એન્ડ મેચ કરીને સ્ટાઈલ કરી શકો છો.
મિક્સ એન્ડ મેચ સ્માર્ટલી કરો
શિયાળાની ખાસ વાત એ છે કે તમે અલગ-અલગ શેડ્સના વિન્ટર આઉટફિટ્સને મિક્સ એન્ડ મેચ કરીને એકદમ નવી, રિફ્રેશિંગ અને સ્ટાઈલિસ્ટ લુક ક્રિયેટ કરી શકો છો. આવી પરિસ્થિતિમાં વિન્ટર ટ્રિપ પર સ્ટાલિસ દેખાવા માટે ન્યૂટ્રલ કલર ગાર્મેન્ટ્સ અને ડાર્ક શેડ્સ જોતાં જ પેક કરી લો. ડાર્ક શેડ્સ સારાએવા પ્રમાણમાં વર્સેટાઈલ હોય છે, જેને તમે અલગ-અલગ ન્યુટ્રલ અને ડાર્ક શેડ્સ બધા સાથે પેયર અને સ્ટાઈલ કરી શકો છો.
સ્ટાઈલિસ્ટ અને ટ્રેન્ડી એક્સેસરીઝ
સુપર સ્ટાઈલિશ દેખાવા માટે આઉટફિટ્સને ટ્રેન્ડી અને ફેશનેબલ એસેસરીઝ જેવી કે બિની કેપ, ગ્લોવ્ઝ, ટ્રેન્ડી પ્રિન્ટ્સની સાથે મફલર, પફક જેકેટ અને બુટ્સ વગેરે સાથે પેયર બનાવી સુપર લૂક ક્રિએટ કરી શકો છો. આ ઉપરાંત નાની-નાની ફેશન ટિપ્સ જેવી કે ન્યૂડ કલર કોટની સાથે ડાર્ક શેડ પેન્ટ્સ પેયર કરે, લોંગ કોટ સાથે મફલર અને પફર જેકેટની સાથે બિની કેપ લગાવીને લુક કમ્પિલિટ કરી શકો છો.
મોટા ગરમ કપડાં પેક કરતાં ધ્યાન આપો
વિન્ટર ટુર વેળા મોટા ગરમ કપડાંને એક બેગમાં પેક કરવા માટે તમે તેને સ્માર્ટલી એરેન્જ કરી શકો છો. જે માટે સૌથી પહેલા ટોયલેટરીઝને ટ્રાવેલ-ફ્રેન્ડલી નાના-નાના કન્ટેનર્સમાં મુકીને એક જગ્યાથી પેક કરો અને પાતળા કપડાં જેવા કે થર્મલ્સ, નાઈટ સૂટ, અન્ડરગાર્મેન્ટસને એક પછી એક રોલ કરીને મોટા બુટ્સ અને લોંગ કોટની અંદર સ્ટોર કરી શકો છો. આ ઉપરાંત ટ્રિપ પર કોઈ પણ પ્રકારની કન્ફ્યૂઝનથી બચવા માટે સામાનને અલગ-અલગ કમ્પાર્ટમેન્ટ્સમાં એક પછી એક મુકીને સ્ટોર કરો.
નીકળવા પહેલા કરો ક્વિક ચેક
ટ્રિપની એકસાઇટમેન્ટ અને ઉતાવળમાં નાની-નાની ભૂલો થઈ શકે છે. આવી સ્થિતિથી બચવા માટે બેગને ફાઇલ ટચ આપતી વેળા પેકિંગની શરૂઆતમાં જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તેના હિસાબે બેગને છેલ્લે ક્વિક-ચેક કરો અને સારી રીતે બંધ કરીને તેને લોક કરી લો. આ ઉપરાંત ધ્યાન આપો કે તમારી વિન્ટર ટ્રાવેલ બેગમાં કપડાં અને બૂટ-ચપ્પલ ઉપરાંત જરૂરી ડોક્યુમેન્ટ્સ, કેટલાંક નાસ્તા અને શરદી-ખાંસી-તાવની કેટલીક દવાઓ જરૂર મુકાવી જોઈએ.
- ભૂપેન્દ્ર પટેલ