Get The App

મધરના માનસપુત્રી તારા જૌહર .

Updated: Sep 26th, 2022


Google NewsGoogle News
મધરના માનસપુત્રી તારા જૌહર                  . 1 - image


- અંતર - રક્ષા શુક્લ

લાગણીનો આ ચરુ.

છે છલોછલ લ્યો ધરું. 

આંખ ખૂલી શબ્દની, 

ફૂલ પારાયણ શરુ.

ટોચ છેટી વેંત બે, 

કેમ હું પાછો ફરું ?

સપ્તપર્ણી-સી મહક,

સાત સૂરે શેં ભરું !

મોકળી છે આ ઘડી, 

ચાલ યાદોમાં સરું.

            -ડા. ગુરુદત્ત નવનીત ઠક્કર

મહષ અરવિંદના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હોય શકે જેમણે યુવાવસ્થામાં એક ક્રાંતિકારી તરીકે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધે હતો. પરંતુ પછીથી યોગી બન્યા. તેમનું મૂળ નામ અરવિંદ ઘોષ હતું. પોંડિચેરીમાં તેમણે પોતાની જાતને આધ્યાત્મિક અને દાર્શનિક કાર્યોે માટે સંપૂર્ણ રીતે સમપત કરી. જ્યાં શરૂઆતમાં તેમના થોડા અનુયાયીઓ હતા, પરંતુ સમય જતાં તેમની સંખ્યામાં વધારો થયો. પરિણામે ૧૯૨૬માં શ્રી અરબિંદો આશ્રમની રચના થઈ અને ત્યારથી તેમણે પોતાની જાતને શ્રી અરબિંદો તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું. પોંડિચેરીથી લગભગ ૧૦ કિ.મી. ઉત્તરે આવેલ અને દુનિયાના નકશા પર અનોખું સ્થાન ધરાવતું 'ઓરોવિલ' એક અનોખી વસાહત ધરાવતી ટાઉનશીપ છે. 'ઓરો' એટલે ફ્રેંચ ભાષામાં પરોઢ થાય. તેથી તેને 'સિટી આફ ડાન' પણ કહેવાય છે. 'ઓરોવિલ' એ પોંડિચેરીના અરવિંદ આશ્રમના શ્રી માતાજીની કલ્પનાનું મૂર્ત સ્વરૂપ છે.

'મધર (શ્રી માતાજી) તરીકે વધુુ ઓળખાતા શ્રી માતાજીનું મૂળ નામ મીરા અલફાસા હતું. પોતાના પતિ પોલ રિચાર્ડ સાથે ૧૯૧૪માં મીરા અલફાસા પોંડિચેરી ગયા અને અંતે ૧૯૨૦માં ત્યાં જ સ્થાયી થયા. મધર મહષ અરવિંદના શિષ્યા તરીકે ભારતમાં વસ્યાં અને પછી શ્રી અરવિંદની યોગસાધનામાં તેમના સાથી બનીને માનવચેતનાના ઉત્થાન માટે આજીવન કામ કરતાં રહ્યાં. આમ શ્રી માતાજી મહષ અરવિંદના નજીકના આધ્યાત્મિક સહયોગી બની રહ્યા. મધર એક ફ્રેન્ચ નાગરિક હતા જેમનો જન્મ પેરિસમાં થયો હતો. ૨૦ ના દાયકામાં તેમણે મેક્સ થીઓન પાસે ગુઢવિદ્યાનો અભ્યાસ કર્યોે. ૧૯૧૪માં મધર પતિ પોલ રિચાર્ડ સાથે પોંડિચેરી ગયા અને અંતે ૧૯૨૦માં જ સ્થાયી થયા. શ્રી અરબિંદો મધરને તેમની આધ્યાત્મિક યાત્રામાં સહયોગી માનતા હતા. ૧૯૨૬ પછી જ્યારે શ્રી અરબિંદો એકાંત સ્વીકારી નિવૃત્ત થયા ત્યારે તેમણે આશ્રમના  શિષ્ય સમુદાય સાથે આશ્રમની યોજના, નિર્માણ અને સંચાલન કરવાનું મધર પર છોડી દીધું હતું. મહષ કહેતા કે  “The great are strongest when they stand alone, A God-given might of being is their force.”મધરે પોતાના દૃઢ મનોબળ અને નિષ્ઠાથી આ વાટ સાબિત પણ કરી. થોડા સમય પછી શિષ્યો બાળકો અને પરિવારો સાથે આશ્રમમાં જોડાયા. ત્યારે મધરે શ્રી અરબિંદો ઇન્ટરનેશનલ સેન્ટર આફ એજ્યુકેશનની સ્થાપના કરી અને તેના શિક્ષણના ક્ષેત્રમાં નવા પ્રયોગો સાથે સંભાળ રાખી. ૧૯૫૦માં મધરનું અવસાન થતા તેમના પુત્રી સમાન તારા જૌહરે મધરનું આધ્યાત્મિક કાર્ય અને આશ્રમની અન્ય પ્રવૃત્તિઓ ચાલુ રાખ્યા. આશ્રમનું સમગ્રપણે નિર્દેશન કર્યું અને શિષ્યોને માર્ગદર્શન આપ્યું.

 તારા જૌહરે દાર્શનિક અને યોગ ગુરુ શ્રી અરવિંદોના શિક્ષણ અને દર્શનનો જીવનભર પ્રચાર કર્યો. સુશ્રી તારા જૌહરને તત્કાલીન ભારત સરકાર દ્વારા ૨૦૨૨ના ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં તેમની વિશિષ્ટ સેવા અને ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રેમથી તારાદીદીના નામથી ઓળખાતા તારા જૌહર એક નોંધપાત્ર લેખિકા અને શિક્ષણવિદ્દ છે. જેમણે પોતાનું જીવન શ્રી અરબિંદોના ઉપદેશોના બહોળા પ્રચાર માટે સમપત કર્યું છે. જેઓ ભારતીય ફિલસૂફ, યોગ ગુરુ, કવિ અને રાષ્ટ્રવાદી હતા અને જેમણે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ પર આધારિત જીવનની ફિલસૂફીની હિમાયત કરી હતી. તારા જોહરે ઓરોબિંદોના આંદોલનમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

૧૯૩૬માં જન્મેલા તારાદીદી માતા અને શ્રી અરબિંદોના મજબૂત આધ્યાત્મિક પ્રભાવ હેઠળ પોંડિચેરી આશ્રમમાં ઉછર્યા હતા. તેમના પિતા શ્રી સુરેન્દ્રનાથ જૌહર સ્વાતંર્ત્ર્ય સેનાની હતા જેમણે ભારત છોડો ચળવળના સમયગાળા દરમિયાન મુલતાનની સેન્ટ્રલ જેલમાં ૧૫ મહિનાની કેદ ભોગવી હતી. ૧૯૫૬માં તેમણે દિલ્હીમાં શ્રી અરબિંદો આશ્રમનો પાયો નાખ્યો હતો. સ્વાતંર્ત્ર્ય સેનાની પિતાએ જ્યારે તારાજી માત્ર ૮ વર્ષના હતા ત્યારે તેમને પોંડિચેરી મોકલ્યા હતા. નાનપણથી જ અભ્યાસમાં અવ્વલ એવા તારા જૌહર આઠ ભાષાઓ જાણતા હતા. એટલે જ એક વિદ્વાન ભાષાશાી તરીકે પણ તેઓ જાણીતી છે. જ્યાં તેઓ માતાજીના માર્ગદર્શન હેઠળ ૪૦ વર્ષના થયા ત્યાં સુધી ત્યાં રહ્યાં. તેઓ અરવિંદો આશ્રમની દિલ્હી શાખાના પ્રમુખ બન્યા હતા. તેમના બહેન લતા જૌહર પોંડીચેરી આશ્રમમાં શિક્ષક હતા. છેલ્લા ૪૫ વર્ષથી શ્રી અરબિંદો આશ્રમ-દિલ્હી શાખાનું સંચાલન અને નેતૃત્વ કરીને તેમણે તેમનું કૌશલ્ય અને ક્ષમતા સાબિત કર્યા છે. તારા જૌહરે હિમાલય જેવા શાંત પ્રદેશમાં બે એકાંત કેન્દ્રો સ્થાપવામાં પણ મદદ કરી. એક ઉત્તરાખંડના નૈનીતાલ સ્થિત 'વન નિવાસ' છે અને બીજું ઉત્તરાખંડ, કુમાઉના રામગઢમાં 'મધુબન'. તારાદીદીએ આશ્રમના કામોને ખૂબ નિા અને સમર્પણથી કર્યા છે. તેમણે મધરના શબ્દોને બરાબર પચાવ્યા છે જેઓ કહેતા કે  “The path is long, but self-surrender makes it short; the way is difficult, but perfect trust makes it easy.”

દિલ્હીમાં અરબિંદો આશ્રમના અધ્યક્ષ તથા એક આધ્યાત્મિક અને સામાજિક નેતા તરીકે તારાદીદીએ અણથક કાર્યો કર્યા છે. તારા જોહરના સબળ નેતૃત્વ અને યોગ્ય માર્ગદર્શન હેઠળ, શ્રી અરબિંદો આશ્રમ માત્ર પ્રવૃત્તિઓના સંદર્ભમાં જ નથી વિસ્તર્યો પરંતુ તેમણે અનેક આધ્યાત્મિક સાધકો અને નેતાઓને તૈયાર કર્યા છે. એક સજ્જ અને ઉમદા સમુદાયનું તેમણે નિર્માણ કર્યું છે. તારા જોહરે અંગ્રેજીમાં બે પુસ્તકો - 'ગ્રોઇંગ અપ વિથ 'મધર' અને 'લનગ વિથ' મધર'નું અને ફ્રેંચ ભાષામાં બે પુસ્તકો 'રિપોન્સેસ દે લા મેરે એ ઉને મોનિટ્રિસ' અને 'લા મેરે ટ્રેવેલે એવેક લેસ એન્ફન્ટ્સ'નું સંકલન કર્યું છે. મહાનની મહાનતા તેનામાં રહેલી દિવ્ય ઉર્જાની મહાનતા છે. મધરે તારાદીદીને પસંદ કર્યા, પોતાના વાત્સલ્ય અને ગૌરવથી તેમને પ્રશિક્ષિત કર્યા એ સઘળી વાત તારાદીદીના જાણીતા પુસ્તક 'ગ્રોઇંગ અપ વિથ 'મધર'માં છે. આ પુસ્તક એ તારા જૌહર સાથેના માતાના પત્રવ્યવહાર, સંદેશાઓ અને વાર્તાલાપનો એક પ્રમાણભૂત સંગ્રહ છે, જેમણે માતાના સાનિધ્યમાં ઘણાં વર્ષોે વિતાવ્યા હતા. શિક્ષણ, સાધના અને જીવન, માતા સાથેનું ધ્યાન અને ફૂલો વગેરે દરેક વાતો તારાદીદી દ્વારા એક પરિચિત સુગંધ લઈને આપણી સામે આવે છે. 

આ પત્રો અને વાર્તાલાપ દર્શાવે છે કે માતાએ કેવી રીતે પ્રેમથી અને અત્યંત ધૈર્ય સાથે તારાં નામની આ યુવતીને તેના આંતરિક અસ્તિત્વની શોધમાં મદદ કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ પુસ્તકોમાં તેમના પોતાના અનુભવો અને માતા સાથેની તેની વાતચીત અને સહભાગિતાનો ખજાનો છે. આ પુસ્તકો દ્વારા સૌ કોઈ સમજી શકે કે માતા દ્વારા એક સાચા દૈવી કાર્યકરનું ઘડતર કેવી રીતે થયું. 

 ૧૯૮૧માં તારાદીદીએ 'મીરામ્બિકા ફ્રી પ્રોગ્રેસ સ્કૂલ' નામનો એક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ શરૂ કર્યો. માતા દ્વારા જોવાયેલા અખંડ(અતૂટ) શિક્ષણ અને નિર્બંધ પ્રગતિ પ્રણાલીના સપનાંને વ્યવહારુ સ્વરૂપ આપવામાં તેમની ભૂમિકા ઘણી મહત્વની રહી. તારાદીદીના સચોટ માર્ગદર્શન અને સમર્થન હેઠળ, સમગ્ર દેશમાં વિવિધ શૈક્ષણિક વર્કશોપ્સ અને સાધન-સામગ્રીઓ દ્વારા એકીકૃત શિક્ષણ, ગાણિતિક અનુભવલક્ષી શિક્ષણ, વિજ્ઞાાન પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, પુસ્તકાલય અને પુસ્તકો, રમતગમતના સાધનો વગેરે વગેરેના માધ્યમથી ૨૦૦ થી વધુ ગ્રામીણ શાળાઓ વિકસાવવામાં આવી છે.

૨૦૧૮માં તારા દીદીના માર્ગદર્શન અને સમર્થન હેઠળ શરૂ કરવામાં આવેલ ઓરો-મીરા વિદ્યા મંદિર એ સૌથી પ્રભાવશાળી અસરકારક શૈક્ષણિક પ્રોજેક્ટ્સમાંનું એક છે. તે આદિવાસી બાળકો માટેની તદ્દન નિથશુલ્ક એવી એક સહ-શૈક્ષણિક, નિવાસી શાળા છે, જે ઓડિશાના કોરાપુટ જિલ્લાના દૂરના આદિવાસી ગામ કેચલામાં વર્ષના ૩૬૫ દિવસ ચાલે છે. ભારતભરના ઘણા બાળકો માટે તારા દીદીએ આશ્રમ તરફથી અનુદાનની સુવિધા આપી છે, જેથી તેઓ શાળાઓમાં તેમના શિક્ષણને સ્પોન્સર કરી શકે. ૧૯૭૭માં તેમણે યુવાનોમાં હિંમત અને સહનશક્તિ જેવા ગુણો કેળવવા યુવા શિબિરોની શરૂઆત કરી જેથી તેઓ સ્વાભિમાન સાથે નિર્ભય બને. પોંડિચેરીમાં લીધેલી સર્વાંંગી રમતગમતની તાલીમે જોહરજીને શ્રી અરબિંદો આશ્રમ-દિલ્હી શાખાના વિસ્તરણ નૈનીતાલમાં આ શિબિરોની રચના કરવામાં અને તેનું નેતૃત્વ કરવામાં મદદ કરી.

મધર હંમેશા કહેતા કે 'શ્રી અરબિંદો આશ્રમની 'નવી દિલ્હી સ્થિત શાખા' આશ્રમની એકમાત્ર અને વાસ્તવિક શાખા છે.' માતાએ ખાસ ભારપૂર્વક કહ્યું છે કે કે 'અન્ય ગમે તે સ્થાનો આવશે, તેને 'શ્રી અરબિંદો આશ્રમ' અથવા આશ્રમની 'શાખા' કહી શકાય નહીં. આશ્રમ માત્ર એક જ છે: પોંડિચેરીમાંત અને શાખા માત્ર એક જ નવી દિલ્હીમાં.'

શ્રી અરબિંદો આશ્રમ-દિલ્હી શાખામાં ગ્રામીણ યુવાનો માટે વ્યાવસાયિક તાલીમની શરૂઆત ૧૯૮૯માં કરવામાં આવી હતી જ્યાં યુવાનોને સારા શિસ્તબદ્ધ અને આત્મનિર્ભર માનવી બનાવવાના ઉદ્દેશ્ય સાથે સંપૂર્ણ વિકાસ કરવામાં આવે છે. તારા જોહરે માતા માટે કરુણા અને સેવાની પોતાની ભેટ દ્વારા જરૂરિયાતમંદોને ઉત્થાન, સમર્થન અને સહાય કરવા માટેના એક દિવ્ય સાધન તરીકે પોતાનું સમગ્ર જીવન સમપત કર્યું છે. તારા જૌહરના જીવનસૂત્ર છે સારું કરવું, યોગ્ય કાર્ય કરવું અને સેવા માટે નવા ક્ષેત્રો શોધી એ કાર્યોે હાથ ધરવા. તારા દીદીનું જીવન ખરેખર અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. શ્રી ઓરોબિંદો આશ્રમ દિલ્હી શાખાના અધ્યક્ષા સુશ્રી તારા જૌહરને ઓરોબિંદો ચળવળમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ ૨૦૧૭માં ઓવરમેન ફાઉન્ડેશન દ્વારા આઠમો 'ઓરો-રત્ન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો. આપણી આધ્યાત્મિક પરંપરાને આગળ ધપાવવામાં તારા દીદીનું ચંદન જેવું વ્યક્તિત્વ સૌને સુગંધિત કરતું રહ્યું છે.

ઇતિ

યુદ્ધ જીતી બતાવવું એ જિત નથી. જીત તો એ છે કે તમે વારંવાર હારી જાઓ છતાં જીતવાના પ્રયત્નો અવિરત ચાલુ રાખો.   

  - નેપોલિયન બોનાપાર્ટ


Google NewsGoogle News