Get The App

આધુનિક મીરાં...મહાદેવી વર્મા

- અંતર -રક્ષા શુક્લ .

Updated: Nov 25th, 2020


Google NewsGoogle News
આધુનિક મીરાં...મહાદેવી  વર્મા 1 - image


કડવા એક સચ યે ભી હૈ ।

ન ફક્ત અહિંસા સે

ન ફક્ત ખૂની ક્રાન્તિ સે

જબ અંગ્રેજ ગયે થક

તબ હો કર બેબસ

હમે લડા  કર ભીતર હી ભીતર

ગયે  ભાગ છોડકર હિન્દુસ્તાન

બાત તો  કહી ફતેહત કી

ન આઝાદી મીલી અહિંસા સે

નહિ ખૂન ભરી ક્રાન્તિ સે

ફક્ત

જબ અંગ્રેજ હુએ ખત્મ

અપને  આપ કી જો હુકમી સે

ભાગે ચલે હિન્દુસ્તાન સે

કર પુરા ખોખલા દેશ        

-લતા સોની કાનુગા 

હિન્દી ભાષાના અત્યંત  ઊંચા  દરજ્જાના કવયિત્રી એટલે મહાદેવી વર્મા (૧૯૦૭..૧૯૮૭). સુપ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માના શરૂઆતના દિવસોનો એક પ્રસંગ છે. કોલેજના પ્રથમ વર્ષમાં  મહાદેવીજીન ે વિચાર આવેલા ે કે  બૌદ્ધ ભિક્ષુણી   બનવું. બધી  મિલ્કત  દાન પણ કરી દીધી. નક્કી  થયા મુજબ ભારત આવતા  કોઈ ભિક્ષુને નૈનીતાલમાં મળ્યા અને જોયું કે ત્યાં  અંગ્રેજો જેવો ઠાઠમાઠ હતો. ભિક્ષુ અને  આ  ઠાઠમાઠ !! નવાઈ તો લાગી. પણ મહાદેવીજી મળવા ગયા. સિંહાસન પર  બેઠેલા  એક  ગુરુજીએ ચહેરો  પંખાથી ઢાંકી રાખ્યો હતો. વારંવાર ચહેરો જોવા પ્રયત્ન કર્યો પણ દરેક વખતે  ગુરુજી ચહેરો  ઢાંકી દેતા હતા. ગુરુનો ચહેરો  જોવા  ન  મળ્યો. એના મંત્રી તેને  બહાર સુધી મૂકવા આવ્યા  ત્યારે એ બાબતે  મહાદેવીએ કારણ પૂછયું તો  જવાબ  મળ્યો કે  'તે સ્ત્રીનું  મ્હોં જોતા નથી. ' મહાદેવીએ સ્વભાવ મુજબ સ્પષ્ટ કહી દીધું કે 'આવી  નિર્બળ  વ્યક્તિને અમે  ગુરુ નહીં  બનાવીએ. આત્મા ન તો  સ્ત્રી છે,  ન તો પુરુષ. ફકત માટીના  શરીરને જ આટલું  મહત્વ કે આ જોવાય અને  આ  ન જોવાય ?'  તેઓ ભિક્ષુ બન્યા વગર પાછા  ફર્યા.  આ રીતે બૌદ્ધ મહાદેવી બનતાં બનતાં રહી ગયાં અને સાહિત્યને બૌધ્ધિક  મહાદેવી મળ્યા.  

  સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, સૂર્યકાંત ત્રિપાઠી અને મહાદેવી વર્મા હિન્દી સાહિત્યના છાયાવાદી યુગના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે. મહાદેવીના પરિવારમાં  બસો વર્ષથી કોઈ દીકરી જન્મી ન હતી. એટલે અત્યંત લાડકોડમાં ઉછરેલા. સાત વર્ષની નાની ઉંમરે લખવાનું શરુ કરતા મહાદેવી શાળાનો અભ્યાસ પૂર્ણ કરે તે પહેલા તો સાહિત્યજગતમાં પ્રખ્યાત થઇ ગયા હતા. તેઓ નાનપણથી જ આત્મવિશ્વાસથી ભરેલા, નિર્ભીક અને સ્વમાની હતા. તેમની એક કાવ્યપંક્તિ દ્વારા તેમનો કવયિત્રી મિજાજ જોઇએ: 

''મેરી આહે  સોતી હૈ ઈન ઔઠો કી સૌટો મેં, મેરા સર્વસ્વ છીપા હૈ ઈન દીવાની ચૌટો મેં''

સર્વાધિક  પ્રતિભાવાન મહાદેવી વર્મા   સૌથી સશક્ત  કવયિત્રીઓમાંના એક  તરીકે ઓળખાય છે. શબ્દો કે જે આપણને કંઈક શીખ આપી જાય છે, વાંચ્યા  પછી એક ટીસ દઈ જાય  એવા શબ્દોના ભરતગૂંથણ  કરનાર હિન્દીની આ મહાન લેખિકાને નિરાલાજીએ ''હિન્દીના વિશાલ મંદિરની સરસ્વતિધ ગણાવતા કહ્યું હતુ ં કે 'શબ્દોને અદભુત રીતે ચિતરનારી અને ભાવોને ભાષાની સખી બનાવતી એકમાત્ર  સર્વશ્રેષ્ઠ   સૂત્રધાર  મહાદેવીમાં સાહિત્યની એ ઉપલબ્ધિ છે જે યુગો પછી એકાદ જ જન્મે. જેમ સ્વાતિબુંદમાંથી સેંકડો વર્ષ પછી બનતું અમૂલ્ય મોતી. વર્ષો પહેલા લખાયેલી મહાદેવીની કવિતા વાચકને એ જ સાદગીભરી દુનિયામાં લઈ જાય છે જ્યાં એક યુવતીને મૂંગા માણસનું  દર્દ મહેસૂસ કરવા તેના બોલવાની રાહ નથી જોવી પડતી જે વાચક પણ અનુભવી શકે છે.''

એમણે પોતાના સમયાનુરૂપ સંસ્કૃત અને બંગાળી ભાષાના શબ્દો લઈને હિન્દીમાં ઢાળી અને કોમળ શબ્દાવલિનો વિકાસ કર્યો. એમનાં ગીતોમાં જોવા  મળતા   નાદ-સૌંદર્ય અને પૈની ઉક્તિઓની વ્યંજના શૈલી  બીજે મળવી મુશ્કેલ  છે. પોતાના જીવનની શરૂઆત  અધ્યાપનથી  કરી  અંત સુધી  પ્રયાગ મહિલા વિદ્યાપીઠના  પ્રધાનાચાર્ય બની રહ્યા. બાળવિવાહ થયેલા પરંતુ  અવિવાહિત જીવન જીવ્યા. તેઓ ગદ્યમાં પણ લખતા. વળી સંગીત અને ચિત્રમાં પણ કુશળ હતા. તેમણે નૌહાર, રશ્મિ, નીરજા, સાંધ્ય ગીત, દીપશીખા, યામા, સપ્તપૂર્ણા, અતીત કે  ચલચિત્ર ઝડપી સ્મૃતિ કી રેખાયે, સ્મારિકા, દ્રષ્ટિબોધ, નિલાંબરા, આત્મિકા, વિવેચનાત્મક ગદ્ય, ક્ષણદા જેવાં પુસ્તકો લખ્યાં છે. નૈનિતાલથી ૨૫ કિ.મી. દૂર રામગઢના ઉમાગઢમાં તેમણે એક બંગલો બનાવ્યો હતો, જે આજે મહાદેવી  સાહિત્ય સંગ્રહાલય  તરીકે ઓળખાય છે. ત્યાં રહીને તેમણે   સ્ત્રી જાગૃતિ,સ્ત્રી શિક્ષણ અને આથક નિર્ભરતા માટ ે કામ કર્યુ હતું. હિન્દી સાહિત્યમાં અનોખા યોગદાન પછી મહાદેવી  વર્માનું  મૃત્યુ ૧૯૮૭મા અલ્હાબાદમાં થયું હતું.

ગાંધીજીનો તેમના પર ખૂબ પ્રભાવ હતો. ગાંધીજીએ જ તેમને સ્ત્રી  શિક્ષણ માટે કામ કરવા પ્રેરિત  કર્યા.  ગાંધીજીને હિન્દીમાં જ વાત કરતા જોઇને મહાદેવીએ કારણ પૂછાતા બાપુએ કહેલું કે  હિન્દી ભાષા જ ભારતના આત્માને  સહજ રીતે વ્યક્ત કરી શકે છે. ત્યારથી મહાદેવીએ હિન્દીને પોતાના જીવનનો આધાર બનાવ્યો.  જો કે કરુણાસભર હોવાના કારણે બૌદ્ધ સાહિત્ય પણ તેમેને પ્રિય હતું. મહાદેવી વર્મા જીવનની શરૂઆતથી જ હિન્દી ભાષાના ગદ્ય અને પદ્ય  સાહિત્યની સેવામાં   સંલગ્ન રહ્યા. હિન્દી  ભાષા માટે અત્યંત  સન્માન ધરાવનાર મહાદેવી વર્મા  કહેતા કે ''હિન્દી ભાષા કે સાથ હમારી અસ્મિતા જુડી હુઈ હૈ, હમારે દેશ કી સંસ્કૃતિ  ઔર રાષ્ટ્રીય  એકતા કી  હિન્દી  ભાષા સંવાહિકા હૈ.'' ૧૯૩૬માં તેઓને 'નીરજા' માટે સેકસરિયા પુરસ્કાર, ૧૯૪૦માં 'યામા' માટે મંગલાપ્રસાદ પારિતોષિક, ૧૯૮૨માં 'માયા' અને 'દીપશિખા' માટે સાહિત્યનો જ્ઞાાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત  થઇ ચૂક્યા છે. ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના  સભ્ય  હોવા  ઉપરાંત  પદ્મભૂષણ, ડી. લિટ્ટ અને જ્ઞાાનપીઠ પુરસ્કાર  મહાદેવી વર્માને  મળેલાં સન્માનો  છે. ભારત સરકારે તેમને ૧૯૫૬માં પદ્મવિભૂષણની ઉપાધિથી  નવાજ્યા. તેઓ સાહિત્ય અકાદમીના પ્રથમ મહિલા સભ્ય હતા. પદ્યમાં   કલ્પનાની  પાંખે    મહાદેવીજી   આકાશમાં  વિહાર કરે છે  પરંતુ  ગદ્યમાં તે  એક  પથરાળ, ઉબડખાબડ વાસ્તવિકતાની જમીન પર ઉતરી આવે છે. ગદ્યમાં પણ એમનું પ્રદાન ઓછું નથી. એ રમુજી સ્વભાવના પણ હતા. તેમણે બાળકાવ્યો પણ લખ્યા છે. મહાદેવી પૂજાપાઠ બાબતે અત્યંત  આગ્રહી હતા. બાળપણમાં   માને   ભગવાનની પૂજા  કરતી  જોઇને  મહાદેવીએ લખ્યું...''ઠંડે પાણી સે  નહલાતી, ઠંડા ચંદન  ઉન્હેં લગાતી, ઉનકા ભોગ હમેં  દે જાતી, તબ  ભી કભી  ન બોલે  હૈ, મા કે  ઠાકુરજી ભોલે હૈ.' તેમના બાળકાવ્યોના બે પુસ્તક પણ પ્રકાશિત થયા. જેમાં 'ઠાકુરજી ભોલે હૈ'  અને 'આજ ખરીદેંગે હમ જ્વાલા'  સામેલ છે. 

   કોઈ અણદીઠ પ્રિયતમ પ્રત્યેની તીવ્ર લાલસા, ઉત્કંઠા અને મિલનના ભાવ તેમનામાં ઉઠતા રહ્યા પરંતુ એ પોતે વિરહમાં ડૂબેલા જ રહ્યા. તેમણે લખ્યું...''જો તુમ આ જાતે એકબાર, કિતની કરુણા, કિતને સંદેશ, પથમેં   બીછ  જાતે   બન પરાગ. ગાતા પ્રાણો કા  તાર તાર.''  આધુનિક મીરાંના રૂપમાં તીવ્ર વેદના લઈને તેઓ ગીત-જગતમાં અવતાર પામ્યા. તેમનું   વ્યક્તિગત  દુ:ખ  સમષ્ટિગત  ગંભીર વેદના રૂપે કાવ્યોમાં  ઢળવા લાગ્યું. પડોશની એક વિધવા વહુનાં  જીવનથી  પ્રભાવિત થઈને તેમણે વિધવા કે અબળા જેવા શીર્ષકથી   શબ્દો ચિત્રા ે લખ્યા હતા જે એ સમયની પત્રિકાઓમાં પ્રકાશિત થયા હતા. તેઓ કહેતા, 'માની પૂજા અને આરતીના સમયે  સાંભળેલા સૂરદાસ, તુલસી કે  મીરાંના ગીતો મને ગીતરચના  માટ ે પ્રેરિત કરતા.  અલ્હાબાદમાં પ્રયાગ વિદ્યાપીઠ અને રંગવાણી નાટય  સંસ્થા મહાદેવીના  સર્જનો હતાં. ચાંદ અને સાહિત્યકાર જેવાં સામયિકનું  તેઓએ સંપાદન પણ કર્યું હતું. સાહિત્ય    સામ્રાજ્ઞાી, શારદાની પ્રતિમા જેવાં વિશેષણો પણ તેમનાં માટે પ્રયોજાયા છે. એના કાવ્યોનો  મૂળ સ્વર દુ:ખ અને પીડા છે. કારણ કે ફિલસૂફ કિયર કારગો જેમ સતત ગમગીનીમાં રહેતા, એવું જીવવું એને  ગમતું   તેમ  મહાદેવીને પણ સુખની સરખામણીમા ં દુ:ખ વધુ પ્રિય હતું. ખાસ વાત એ કે  એમની  રચનાઓમાં  વિષાદનો  અ ે ભાવ નથી જે  વ્યક્તિને કુંઠિત બનાવી દે પરંતુ  ત્યાગ અને સંયમની  પ્રબળતા મુખ્ય છે.                                      

''મૈ નીર ભરી દુ:ખ કી બદલી, 

વિસ્તૃત નભ કા કોઈ કોના 

મેરા કભી ન અપના હોના, 

પરિચય ઇતના ઈતિહાસ યહી

ઉમડી થી કલ મિટ આજ ચલી''

મહાદેવીની કવિતામાં ભાવ, રસયોજના, પ્રકૃતિ નિરૂપણ મુખ્ય વિષયવસ્તુ રહ્યા છે. કવિતામાં પ્રકૃતિના તત્વો આંખ સામે આવીને ભાવકોને છમ્મલીલો અહેસાસ આપ્યા કરે છે. જ્ઞાાનપીઠ જેવા મોટા પુરસ્કારથી સન્માનિત અને મહાદેવીની જેની કૃતિઓ પ્રત્યે  સન્માન બતાવતા ગૂગલે ૨૦૧૮માં 'ભીનીમચિૌહય સ્ચરચગીપૈ ફચસિચદ શીર્ષકથી ડૂડલ બનાવી તેમને સમપત કર્યું હતું. પંખીની જેમ આકાશમાં   ઉડાન ભરતી  આ કવયિત્રીન ી જેમ  આવો,  આપણે  ધરતી સાથે પણ જોડાયેલા  રહીએ.   

Sahiyar

Google NewsGoogle News