માર્વલેસ માર્બલઃ જાદુ આરસપહાણના ફર્નિચરનો
જૈન દેરાસર, સ્વામિનારાયણ મંદિર, મસ્જીદ કે પછી શ્રીમંતોેના ફ્લેટ કે બંગલામાં આર્થિક સમૃધ્ધિ ઝળકાવતો માર્બલ એટલે કે તાજમહાલનો આરસપહાણ આજે ઠેર ઠેર જોેવા મળે છે. શીતલ, આંખોેને ઠંડક આપતો તથા શ્રીમંતાઈની ચાડી ખાતા આરસપહાણનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તાજમહાલ જેવો ઉત્તમ નમૂનો બની શકે છે.
ભારતમાં વપરાતો આરસ ભારત, ઈટાલી અને ઈરાનથી વિવિધ રંગમાં ઉપલબ્ધ છે. જોેકે મોટેભાગે ભારતીય આરસ જ આસાનીથી ઓછી કિંમતે મળે એટલે વધુ વપરાય છે. પરંતુ મર્યાદિત રંગમાં ઉપલબ્ધ આરસના એક પત્થરમાં ઘણી વખત વિવિધ રંગોનું મિશ્રણ જોવા મળે છે.
ઈટાલીયન આરસ તેના વિવિધ રંગો અને પોલીશને લીધે કિંમતી હોય છે. જો તમારું બજેટ ઓછું હોેય અને છતાં ઈટાલીયન માર્બલ જેવું કામ જોઈએ તો પછી ઈરાનનો આરસ વાપરવો જોઈએ. ઈરાનનો માર્બલ પણ વિવિધ રંગોમાં મળે છે.
આપણે ત્યાં આરસનો ફક્ત લાદી તરીકે વધારે ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તે ખૂબ ઉપયોગી છે. આરસ એક મજબૂત પત્થર હોવાથી ટકાઉ પણ સાબિત થાય છે.
ટેબલ : માર્બલમાંથી ટેબલ બનાવવા માટે તેના પાયાને કોતરવામાં આવે છે. આ પાયાને વધુ સુંદર બનાવવા કોઈ વાર્તાના દ્રશ્ય કે ઈજીપ્શિયન હેડ જેવી વિવિધ ડિઝાઈન કોતરવામાં આવે છે. આરસના આવા ડિઝાઈનીંગ પાયા બનાવી ઉપર કાચ પણ બેસાડી શકાય છે. માર્બલના જુદા જુદા ટુકડાઓને વિવિધ આકારમાં કાપીને નાનું કોેફી ટેબલ પણ બનાવી શકાય છે.
અન્ય ઉપયોેગ : રસોડામાં તથા કબાટમાં પણ આરસના ખાના બનાવી શકાય છે જેથી સાફ કરવામાં સરળતા રહે. જોે જગ્યાની સંકડાશ હોેય અને પાર્ટીશન બનાવવું હોય તો હલકી ગુણવત્તાનો આરસ,વાપરીને પાર્ટીશન દિવાલ બનાવી શકાય છે. છ ઈંચની દિવાલની બદલે માર્બલ સ્લેબને પ્લાસ્ટર ઓફ પેરીસની મદદથી બંને બાજુથી લગાડતા ત્રણ ઈંચ જગ્યા બચશે અને આકર્ષક દેખાશે.
દરવાજા અને બારીની ફ્રેમ : મોટેભાગે દરવાજા તથા બારીની ફ્રેમ લાકડાની જ બનાવવામાં આવે છે પરંતુ વરસાદથી તથા સતત પાણી પડીને લાકડું સડી જતું હોય છે. આરસની બનાવેલી ફ્રેમ આકર્ષક તથા ટકાઉ હોય છે. વિવિધ ડિઝાઈનની આ ફ્રેમોેથી જગ્યાની પણ બચત થાય છે. તથા હવામાનની તેના ઉપર અસર થતી નથી અને આંખોને ઠંડક આપે છે. આ ફ્રેમો ઉપર પણ કોતરકામ કરી શકાય છે. દિવાલ ઉપર આરસનો ઉપયોગ ઃ બાથરૂમની દીવાલ ઉપર ટાઈલ્સની બદલે આરસ લગાડવાથી વધુ શ્રીમંત દેખાશે. માર્બલના મોટા સ્લેબ મળે છે અને તેને જો નિષ્ણાત વ્યક્તિ જોડે તો વચ્ચેની તિરાડ પણ દેખાતી નથી. ટાઈલ્સમાં જે તિરાડ ભરવામાં આવે છે તે વર્ષોેના વપરાશથી ઉખડી જાય છે પરંતુ માર્બલમાં આ ડર રહેતોે નથી. વિવિધ રંગના આરસથી બાથરૂમ સજાવીને તેને રૂમની હારમાં મૂકી શકાય છે.
સજાવટમાં આરસનો ઉપયોગ : માર્બલ એક નરમ પત્થર હોવાથી તેને સહેલાઈથી પોલીશ કરી શકાય છે. ખાનાના બ્રેકેટ્સ, નેપકીન મૂકવાના હેન્ગર જેવી અન્ય જરૂરિયાતો પણ આરસ દ્વારા પૂરી થાય છે. બગીચામાં ફુવારો તથા વિવિધ પૂતળા પણ આરસનો ઉપયોગ કરી શકાય છે.
સામાન્ય ડિઝાઈનનો આરસ પણ ઘરને મહેલનું સ્વરૂપ આપી શકે છે. વર્ષોથીં વપરાતો આ પત્થર તેના વિવિધ ઉપયોગથી ભવિષ્યમાં પણ સતત વપરાતો રહેશે. જરૂર છે કલાત્મક દ્રષ્ટિકોણની.