Get The App

કેરીના પાન : ઔષધીય ગુણોથી ભરપુર

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
કેરીના પાન : ઔષધીય ગુણોથી ભરપુર 1 - image


કેરી ફળોના રાજા તરીકે ઓળખાય છે. તે સ્વાદિષ્ટ, મીઠી અને રસીલી હોય છે. ઉનાળામાં તેનો પાક ભરપુર પ્રમાણમાં મળે છે અને લોકો આનંદથી તેનો સ્વાદ માણે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે કેરીના કોમળ પાન પણ ઔષધીય ગુણોથી ભરપુર છે. 

કેરીના પાનમાં વિટામિન એ, બી અને સી ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. તે એન્ટીઓક્સિડન્ટસથી ભરપુર માનવામાં આવે છે. તેમાં ફ્લેવોનોઇડ્સ અને ફિનોલ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે. તેનું સેવન ઘણી સામાન્ય બીમારીઓમાં કરવામાં આવતું હોય છે.  ૅૅજો કે કેરીના પાનનો ઉપયોગ જાણકારની સલાહ મુજબ કરવો જોઈએ.

- બ્લડપ્રેશરને ઓછું કરવામાં સહાયક

કેરીના પાનમાં રક્ત વાહિકાઓને મજબૂત કરવાનો ગુણ હોય છે. તેનું સેવન બ્લડપ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છ.ે આ પાનમાં હાઇપોન્ટેસિવ ગુણો હોવાથી તેના સેવનથી બ્લડ પ્રેસરને અંકુશમાં કરી શકાય છે. 

- કેન્સરને દૂર રાખે

કેરીના પાનમાં કેન્સર વિરોધી ગુણ હોય છે તેથી તેનું સેવન કેન્સર જેવી બીમારીઓને રોકે છે. 

- ડાયાબિટીસ

કેરીમાં પ્રચુર માત્રામાં સાકર હોવાથી ડાયાબિટિસના દરદીઓ તેનું સેવન કરી શકતા નથી. પરંતુ તેના પાન આ બીમારીમાં અસરકારક નીવડે છે. આ પાનમાં ટેનિંસ સમાયેલું હોય છે, જેનું સેવન ે ડાયાબિટિસના પ્રથમ ચરણમાં કરવાથી રાહત આપે છે. કેરીના પાનને કાચા ચાવી શકાય છે, તેમજ તેના પાનને સુકવીને પાવડર બનાવીને પણ  ઉપયોગમાં લઇ શકાય છે. આ પાનને પાણીમાં ઉકાળીને પીને ગાળીને પણ પી શકાય છે. 

- વાળની સમસ્યાથી રાહત આપે

જે લોકો પોતાના વાળનો ઉપચાર કુદરતી કરવા માંગતા હોય તેમના માટે કેરીના પાન લાભદાયી નીવડે છે. તેમાં ફ્લેવોનોઇડ્સ હોય છે, જે વાળને અકાળે સફેદ થવા દેતો નથી. તેમાં વિટામિન એ અને સી પણ સમાયેલું હોય છે જે ક્લોઝનના ઉત્પાદનમાં મદદ કરે છે. 

- પેટના અલ્સરમાં ફાયદાકારક

કેરીના પાન પેટના અલ્સર માટે ગુણકારી છે તેના ઇલાજમાં તે ઘણા સહાયક પુરવાર થાય છે. 

- બેચેનીથી રાહત

કેરીના પાન બેચેની અને માનસિક તાણ દૂર કરવામાં  કારગર છે. તેના પાનને ઉકાળીને સ્નાન કરવાથી અથવા તો ચા બનાવીને પીવાથી બેચેની  તરત દૂર થાય છે. 

- તાવથી છુટકારો

કેરીના પાન શરદી અથવા તો શ્વસનતંત્ર સાથે જોડાયેલી સામાન્ય સમસ્યાઓથી છુટકારો આપે છે. આ પાનને પાણીમાં ઉકાળીને પીવાથી શરદીથી રાહત થાય છે. ઉકાળેલા કેરીના પાનના પાણીમાં એક ચમચો મધ ભેળવીને ચાની માફક પી શકાય છે. 

- પેટ માટે ગુણકારી

પેટ સાથે જોડાયેલી  સામાન્ય તકલીફોને દૂર કરવા માટે કેરીના પાનનું સેવન ફાયદાકારક નીવડયું છે. કેરીના પાનને રાતના હુંફાળા પાણીમાં પલાવી રાખવા. સવારે આ પાણીને ગાળીને  નયણેકોઠે સેવન કરવાથી પેટમાંના ઝેરી તત્વો મળ વાટે બહાર ફેંકાય છે તેમજ પેટ સરળતાથી સાફ થાય છે. જેથી કબજિયાત, પેટનો દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત થાય છે. 

- વજન ઘટાડે

કેરીના પાનની ચા નિયમિત પીવાથી  વજન ઘટાડવામાં સહાયક છે. તે એક કુદરતી મેટાબોલિઝમ બૂસ્ટર છે. તેના પાન પાચનક્રિયાને સુધારે છે. 

પિત્ત અને કિડનીની પથરીનો નાશ કરે

કેરીના પાન પિત્ત અને કિડનની પથરીનો નાશ કરવામાં મદદ કરે છે. તેના પાનને સુકવીને બારીક પાવડર બનાવવો. રાતના આ પાવડરને પાણી સાથે ભેળવવો અને સવારે  પી જવો. 

- દાઝ્યા પર 

દાઝી જવા પર કેરીના પાન રાહત અને શીતળતાનું કામ કરે છે. કેરીના સુકા પાનને બાળી તેની રાખ બનાવી દાઝ્યા પર લગાડવાથી રાહત થાય છે. 

- હેડકી 

ઘણી વખત હેડકી સતત તકલીફ આપતી હોય છે. તેવામાં કેરીના પાનને બાળી તેનો ધૂમાડો શ્વાસમાં લેવાથી હેડકીથી રાહત મળે છે તેમજ ગળાની સામાન્ય તકલીફો પણ દૂર થાય છે.

- મીનાક્ષી તિવારી

Tags :