વેજિટેબલ્સથી બનાવો ત્વચાને આકર્ષક .

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
વેજિટેબલ્સથી બનાવો ત્વચાને આકર્ષક                          . 1 - image


રસોડામાં વિવિધ શાકભાજીઓ લાવવામાં આવતી હોય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી કહેવામાં આવે છે. તે શરીરને આવશ્યક પોષક તત્વ પ્રદાન કરે છે. તો સાથેસાથે વિવિધ શાક સૌંદર્યના નિખાર માટે પણ ફાયદાકારક સાબિત થયા છે. તેના ફેસપેક બનાવીનેચહેરા પર લગાડવાથી ત્વચા પરના મૃતકોષો દૂર કરીને ત્વચાને ચમકીલી તેમજ નિખારે છે. 

ગાજરનો ફેસપેક

ગાજર આપણી આંખ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં સમાયેલ વિટામિન સી આંખની સાથેસાથે ત્વચાને પણ ફાયદો કરે છે. તૈલીય ત્વચા ધરાવનાર  માટે ગાજરનો ફેસપેક ઉત્તમ પૂરવાર થયો છે. 

બે ચમચા ગાજરન ીપેસ્ટમાં એક ચમચો ચણાનો લોટ, ગુલાબજળ અને બે ચમચા દહીં ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. લગભગ ૧૫ મિનીટ પછી સુકાઇ જાય એટલે ચહેરો ધોઇ નાખવો. આ ફેસપેકના ઉપયોગથી ચહેરા  પરના ડાઘ-ધાબા દૂર થાય છે તેમજ ત્વચા ચમકીલી થાય  છે. 

કોળું

શરીરમાં આર્યનની કમીને પુરું કરવા માટે કોળાનું સેવન કરવામાં આવે છે. તેમાં વિટામિન એ, સી ્ને ઝિંક પ્રયાપ્ત માત્રામા ંસમાયેલા હોય છે. તે ત્વચા પરના નવા સેલ્સ બનાવામાં સહાયક થાય છે. તૈલી ત્વચાવાળાના ખુલ્લા છિદ્રોને બંધ કરે છે. તે એન્ટિ એજિંગ એટલે કે ચહેરાની કરચલી દૂર કરવામાં મદદ કરે છે. 

એક કપ પાકેલું કોળું, તેમાં એક ચમચો મદ અને એક ચમચો દૂધ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર ૨૦ મિનીટમાં સામાન્ય રીતે સુકાઇ જાય છે. આ પછી ચહેરાને ધોઇ નાખવો. ત્વચા ટેન થયેલી  જોવા મળશે તેમજ ચહેરા પરના પિગ્મેન્ટેશન દૂર થશે. 

કોબી

કોબી ેક હેલ્ધી શાક માનવામાંઆવે છે. તેનો ઉપયોગ શાક બનાવાની સાથેસાથે સલાડમાં પણ કરવામાં આવે છે. તે ચહેરા માટે ફાયદાકારક છે.  કોબીના ૬ થી ૭ પાન લઇને વાટી લેવું. તેમાં એક-બે ચમચા ગ્રીન ટી ભેળવી પેસ્ટ બનાવવી. ચહેરાપર લગાડવું અને સુકાઇ જાય પછી ધોઇ નાખવું. આ પેસ્ટ ચહેરાને હાઇડ્રેટ કરે છે અને  ત્વચાએ ગુમાવેલ નિખાર પાછો આવે છે. 

બટાકા

રસોડામાં બટાટા હંમેશા જોવા મળે છે. બટાકાનો ઉપયોગ આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં એન્ટી એજિંગ પ્રોપર્ટી સમાયેલી જોવા મળે છે. તેનો પેર ચહેરા પરની કરચલી દૂર કરે છે તેમજ ફાઇન લાઇન્સને પણ દૂર કરે છે.

અડધો કપ બટાકાના રસમાં એક ચમચો મધ અને એક ચમચો લીંબુનો રસ ભેળવી ચહેરા, ખાસ કરીને આંખના કુંડાળા પર અને ગરદન પર લગાડી સુકાઇ જાય એટલે ધોઇ નાખવું. આ પેસ્ટ ત્વચા પરના વધુ પડતા તેલને પણ શોષી લે છે. 

બીટ

બીટના રસમાં વિટામિન એ, સી અને કે સમાયેલા હોય છે. જે ત્વચા માટે ગુણકારી છે. તેમાં આર્યન, પોટેશિયમ અને તાંબાના ગુણ પણ હોય છે. તેથી બીટના રસનુ ંસેવન કરવાથી ખીલમા ંરાહત થાય છે. તેમજ ત્વચા ચમકીલી થાય છે.  બીટનો રસ ત્વચા પર લગાડવાથી ખીલમાં રાહત થાય છે, તેમજ ત્વચા યુવાન દેખાય છે અને ત્વચા રૂક્ષ નથી રહેતી. વાળમાં બીટનો સ લગાડવાથી વાળમાંનો ખોડો દૂર થાય છે. 

ટામેટા

ટામેટા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. તે પેટ સાથે જોડાયેલી બીમારીઓને દૂર કરે છે. તેમજ તે ચહેરા માટે પણ ફાયદાકારક છે. ટામેટાનો  પેકના ઉપયોગથી ચહેરો સ્વચ્છ થાય છે તેમજ ખીલ પણ દૂર થાય છે. ટેનિંગની સમસ્યા દૂર કરવામાં પણ કારગર છે. 

૨ ટામેટાનો પલ્પ લઇ તેમાં બે ચમચા ચણાનો લોટ અને એક ચમચો મધ ભેળવી ચહેરા અને ગરદન પર લગાડી સ્ક્રબ કરવું. ૧૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. ત્વચા ચમકીલી થાય છે. 

આદુ

આદુનો રસ રક્તની અશુદ્ધિઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ રક્ત સંચાર વધારે છે. તે ત્વચાનો નિખાર લાવવામાં તેમજ કાળા ધાબા દૂર કરવામાં સહાયક છે. ઉપરાંત વાળ માટે પણ આદુ  ફાયદાકારક છે. વાળના મૂળમાં આદુનો રસ લગાડવાથી વાળમાં ચમક આવવાની સાથેસાથે વાળ ઘાટા થાય છે. આદુના રસમાં એન્ટી બેકટેરિયલ ગુણ ગોય છે  તેમજ તેમાં એન્ટી ઓક્સીડન્ટ પણ સમાયેલું છે. 

લીંબુ

લીંબુ કદુરતી જ ક્લિંજર છે. તેમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. તે પેટને સાફ કરે છે તેમજ પેટ સંબંધી સમસ્યાને હળવી કરે છે. લીંબુનો રસ ત્વચા પર પીએચ સ્તરને જાળવી રાખે છે અને ત્વચાને ચમકીલી રાખે છે.  તૈલીય ત્વચા માટે તે એક એસ્ટ્રિજન્ટ તરીકે કામ કરે છે. તેનો રસ ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે. તેમજ તે  ત્વચાને પોષણ પુરુ પાડે છે.  

કાકડી

કાકડી કુદરતી મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. નિયમિત સેવન કરવાથી રૂક્ષ ત્વચામાં નમી આવે છે. તે ત્વચામાંથી તેલ શોષી લેતી હોવાથી ખીલની સમમસ્યા નહીંવત રહે છે. તે ડાઘ-ધાબા દૂર કરે છે. તેમજ કાંતિહીન ત્વચામાં ચમક આવે છે. 

કાકડીનો રસ ત્વચા પર લગાડવાથી તે ટેનિંગનું કાર્ય કરે છે. ચમકીલી ત્વચા માટે કાકડીનો રસ લગાડવો જોઇએ. 

- જયવિકા આશર


Google NewsGoogle News