Get The App

લાઈફને થોડી 'લાઈવ' બનાવો

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
લાઈફને થોડી 'લાઈવ' બનાવો 1 - image


જે ઘરમાં આપણે રહેતાં હોઈએ એ ઘરના કામને લઈને આટલો બધો કંટાળો શાનો? તમે શું બદલી શકો છો, સહુથી પહેલા આ વિશે વિચારો. તમારો હેતુ બનાવો. તમે એ વિચારો કે તમારું ઘર તમારી જિંદગી અને વિચારનું પ્રતીક છે. ઘર તમારા માટે  મંદિરની જેમ છે, જેને તમારે સાફ રાખવાનું છે. આવા વિચાર ઘરને સજાવવાની ઈચ્છાને જાગૃત રાખશે.

સ્ત્રીઓ રોજરોજની સફાઈ, કપડાં ધોવાના અને ખાવાનું બનાવવાથી કંટાળે છે. આ બધા જ કામ એ કરે છે, પણ કંટાળીને, કારણ કે  થોડીકવારમાં પાછું બધું એવું ને એવું થઈ જવાનું છે. જો તમારી પણ આ જ હાલત હોય તો તમારે મનને ગમે એવા કામ કરવા પડશે  અને મન ખુશ થાય એવું કરવું પડશે.

જો તમે ધૂળ-માટીથી દુ:ખી હો તો પરેશાન ન થાવ, કારણ કે સ્થિતિને તમે બહુ બદલી નથી શકતા.  એના રસ્તા કરો. દરવાજા બંધ રાખો. જાળીવાળા દરવાજા ફીટ કરાવો. રાતના ઊંઘતી વખતે ચાદર જરૂર બદલો, એનાથી ધૂળની એલર્જી નહિ થાય.

બૂમાબૂમ ન કરો : એવી પધ્ધતિ બનાવો કે કામ દરમ્યાન બૂમાબૂમ ન થાય. દરેક કામ શાંતિ અને ચીવટથી કરો. પદ્ધતિસર કરેલા કામથી જરાય બૂમાબૂમ નહિ થાય. પદ્ધતિસરના કામોમાં ખાસ કરીને ઘરનું લાઈટનું બિલ આવે કે એ તરત ભરાઈ જાય, ટેલિફોન બિલ આવે કે એ તરત ભરાઈ જાય, એવી ચીવટ રાખો. એનાથી ઘરમાં ખોટામોટા ટેન્શનો ઊભા નહિ થાય અને ટેન્શનો નહિ હોય તો ખોટેખોટી બૂમાબૂમ પણ નહિ થાય.

જ્યારે આપણને કોઈ કામ કરવાનું મન નથી થતું ત્યારે આપણે ઓછા અને ધીમા શ્વાસ લેવા લાગીએ છીએ. જલદી-જલદી શ્વાસ લેવાથી ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. કોઈપણ કામ શરૂ કરતા પહેલા ઊંડા શ્વાસ લો. એનાથી તણાવ ઓછો થશે.

સો રોગોનો એક ઈલાજ, તમે સંગીતપ્રેમી થઈ જાવ. ધીમા અવાજમાં ભજન સાંભળો અને ખુદને એમાં ઢાળો. ઘરના કામ કરતી વખતે સંગીત સાંભળો, બધો તણાવ દૂર થઈ જશે. સંગીત તમને હકારાત્મક રાખે છે, મનમાં તરંગો ઊઠે છે અને તણાવથી મુક્તિ અનુભવાય છે.

પડકારોનો સ્વીકાર કરો: ઊલટી સ્થિતિમાં ખુદને પડકાર આપો કે તમે કામ કરી શકશો કે નહિ. તમારી સામે સમય નિશ્ચિત રાખો, જેમ કે, બેડરૂમની સફાઈ પંદર મિનિટમાં કરીને ખાવાનું બનાનીશ. તમને પોતાને ઉત્લાહમાં રાખો.

બિસ્કિટ પર ક્રીમ અને ચેરી લગાવીને ખાવામાં જરાય સંકોચ ન અનુભવો. ક્યારેક-ક્યારેક આવું મનગમતું ખાઈ લેવાથી મનનો તણાવ દૂર થઈ જાય છે. કંટાળો દૂર થઈ જાય છે. એ પછી તમે સાઈકલિંગ અને સ્વિમિંગ કરીને કેલરી જ ઘટાડી શકો છો. એનાથી કામ તરફ સ્ફૂર્તિ અનુભવશો.

ગણિતમાં ભલે તમને રસ ન હોય, પણ જો તમે તમારા કામોને જુદા-જુદા ભાગોમાં વહેંચી લેશો તો કામમાં રસ જળવાઈ રહેશે. જે કામ વધારે જરૂરી હોય, એ સહુથી પહેલા કરો. માની લો કે નાસ્તાનો સમય છે, સવારે ઊઠવામાં મોડું થઈ ગ.ું છે, તો સહેજ સરખી સાફ-સફાઈ કરીને રૂમ સરખો કરીને સીધા નાસ્તો બનાવો. અત્યારે ઝાડું-પોતામાં જોતરાવાનો સમય નથી.

જો તમે ડિટરજન્ટની ગંધથી કંટાળી ગયા હો તો નવી સુગંધોની વ્યવસ્થા કરો. જેમ કે, સુગંધવાળી અગરબત્તી સળગાવી શકો છો. ચંપા અને ગુલાબના ફૂલ કોઈ સુંદર નકશીવાળા વાટકામાં નાખીને રાખો. એની ભીની-ભીની સુગંધથી વાતાવરણ તો સુગંધિત બનશે જ, સાથે તમને પણ સારું લાગશે.

તમારા ઘરને ધૂળ વગર અને જીવાત વગરનું રાખવા માટે વેક્યૂમ ક્લિનર ખરીદી લો. વેક્યૂમ ક્લિનર તમારી કારપેટ, સોફા, પડદા વગેરેને ધૂળ જીવાતથી મુક્ત રાખે છે. નવો સામાન ઘરે આવવાથી તમને સારું લાગશે અને કામ કરવામાં મન લાગશે.

માની લો તમને લાગે છે કે તમારો બાથરૂમ તમે દસ મિનિટમાં ચમકાવી લેશો, પણ તમને સફાઈ કરતાં અડધો કલાક થઈ ગયો છે, તો પોતાની પર એનું દબાણ ન રાખો. જેટલો સમય સફાઈમાં લાગે છે એટલો સમય આપો. એવા કામમાં ન જોડાયેલા રહો કે જ્યારે એ કામ પૂરું થાય તો તમને લાગે કે સમય બરબાદ થઈ ગયો.

ઘરના કામનો પોતાના માથે વધારે પડતો બોજ ન લો. બલકે, બાળકો અને પતિ સાથે કામની વહેંચણી કરી લો. બાળકો વચ્ચે સારું કામ કરવાનું લઈને ઈનામ  આપવાની શરૂઆત કરો. એ માટે એના અમુક લક્ષ્ય નક્કી કરો. લક્ષ્ય પૂરું થયા પછી એમને ઈનામ  આપો. એ માટે એમને સ્વિમિંગ, ડ્રોઈંગ ક્લાસમાં મૂકી શકો છો.

Tags :