સ્વાસ્થ્યવર્ધક છે લીંબુ પાણી .
લીંબુ પાણી એક ઉત્તમ પીણું સાબિત થયું છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં સમાયેલા છે. જે સ્વાસ્થ્ય અને સોંદર્ય એમ બન્ને માટે ફાયદાકારક છે.
લીંબુ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં વિભિન્ન વિટામિન્સ જેવા કે થિયામિન, રિબોફ્લોવિન, નિયાસિન, વિટામની બી-૬, ફોલેટ અને વિટામિન-ઇની થોડી માત્રા સમાયેલી હોય છે. જે ગળામાંની સામાન્ય સમસ્યા, કબજિયાત, કિડની અને પેઢાની તકલીફમાં રાહત આપે છે. સાથેસાથે તે બ્લેડ પ્રેશર અને તાણને ઓછી કરે છે. ત્વચાને સ્વસ્થ બનાવે છે તેમજ લિવર માટે પણ તે ગુણકારી છે.
પાચનક્રિયા, વજન સંતુલિત કરવાથી લઇને વિવિધ પ્રકારના કેન્સરથી બચાવવા માટે લીંબુ પાણી મદદરૂપ છે. તેમાં વિવિધ પ્રકારના મિનરલ્સ જેવા કે આર્યન, મેગનેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ અને જિંક સમાયેલા હોય છે.
કિડની સ્ટોનની તકલીફમાં લીંબુ પાણી ફાયદાકારક પુરવાર થયું છે. લીંબુ પાણીના સેવનથી કિડનીમાંનો સ્ટોન સરળતાથી પેશાબ વાટે બહાર ફેંકાઇ જાય છે. લીંબુ પાણીથી પીવાથી શરીરને રિહાઇડ્રેટ થવામાં મદદ મળે છે અને તે યૂરીનને પાતળું રાખવામાં સહાયક થાય છે. તેથી તે કિડનીમાં સ્ટોન બનવાના જોખમને ઓછું કરે છે.
ડાયાબિટીસમાં લીંબુ પાણી સાકરયુક્ત મીઠા જ્યૂસ તેમજ કોઇ પણ પ્રકારના ડ્રિન્કનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. આ પીણું ખાસ કરીને ડાયા બિટીસના દરદીઓ તેમજ વજન ઓછું કરવા માંગતી વ્યક્તિઓ માટે લાભદાયક છે. સાકરને ગંભીર સ્તર સુધી પહોંચાડયા વિના શરીરને રિહાઇડ્રેટ તથા એનર્જી આપતું ઉત્તમ પીણું પુરવાર થયું છે.
પાચનક્રિયામાં લીંબુ પાણી ફાયદાકારક સાબિત થયું છે. લીબુ પાણીમાં સમાયેલ હાઇડ્રોક્લોરિક એસિડ અને પિત્ચ સિક્રિએશનના પ્રોડકશનમાં વૃદ્ધિ કરે છે.જે પાચનક્રિયા માટે મહત્વના હોય છે સાથેસાથે એસિડિટી અને ગઠિયા વાના જોખમને ઓછુ ંકરે છે. જે વ્યક્તિઓને પાચન સંબંધી, બ્લોટિંગ, એસિડિટી, બળતરા અન ેગેસની તકલીફ હોય તેમણે નિયમિત રીતે લીંબુ પાણીનું સેવન કરવું જોઇએ.
કબજિયાતની તકલીફ ધરાવનારાઓએ લીંબુ પાણી પીવાની આદત પાડવી જોઇએ. પ્રતિદિન સવારે ગરમ પાણીમાં લીંબુ નિચોવીને પીવાથી રાહત થાય છે.
ઇમ્યુન સિસ્ટમ માટે લીંબુ પાણી ગુણકારી કહેવાય છે. લીંબ ુપાણીમાં બાયોફ્લેનોનોયડ, વિટામિ સી અને ઉફાઇટોન્યૂટ્રિયંટ્સ સમાયેલા હોય છે. જે શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારમાં મદદ કરે છે. તેમાં સમાયેલા વિટામિન્સ અને મિનરલ્સના કારણે શરીરમાં એનર્જી લેવલ વધારવામાં સહાયક છે.
ગળામાં સામાન્ય તકલીફ માટે હુંફાળા પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી ગળાની ખરાબી તેમજ ફૈરિન્ઝાઇટિસમાં આરામ થાય છે. વધેલા વજનને અંકુશમાં કરવા માટે લીંબુ પાણી રામબાણ ઇલાજ છે. સવારે હુંફાળા પાણીમાં મધ અને લીંબુ નિચોવી પીવાથી શરીર પરનો મેદ ઘટે છે.
પેઢાની તકલીફમાં લીંબુ પાણી પીવાથી રાહત થાય છે. લીંબુ પાણીમાં ચપટી મીઠુ ભેળવીને પીવાથી ઉત્તમ પરિણામ મળે છે.
કેન્સરથી રક્ષણ આપવામાં લીંબુ પાણી ઉપયોગી છે. સંશોધનના અનુસાર જાણવા મળ્યું છ ેકે, લીંબબુ પોતાના એન્ટી ટયૂમર ગુણોની સાથે કેન્સર સામે જોખમ ઓછુ ંકરવામાં સક્ષમ છે.
સ્ટ્રેસ અને બ્લડ પ્રેશરથી રાહત પામવા લીંબુ પાણી ઉત્તમ પીણું સાબિત થયું છે. લીંબુ પાણીમાં તાણ, બ્લડ પ્રેશરને ઓછું કરવનાનો, ડિપ્રેશનને દૂર કરવાનો ગુણ સમાયેલો છે. લીંબુ પાણી પીવાથી આ સામાન્ય તકલીફમાંથી તરત રાહત મળે છે.
ત્વચાની કાળજી માટે પણ લીંબુ પાણી ગુણકારી છે. લીંબુ પાણી પીવાથી ત્વચા યુવાન નજરે આવે છે. તેમાં સમાયેલા એન્ટિ ઓક્સીડન્ટસથી ભરપુર હોય છે. જે ત્વચાની કાળજી માટે ઉત્તમ છે.
આ ઉપરાંત ડાયેરિયા જેવી સમસ્યાઓમાં પણ લીંબુ પાણી અસરકારક સાબિત થયું છે.
માસિકધર્મ દરમિયાન મહિલાઓ લીંબુ પાણી પીએ તો દરદમાં રાહત થાય છે. લીંબુનો વધુ ફાયદો લેવા માટે ગરમ પાણી સાથે ભેળવીને પીવું.
દિવસ દરમિયાન વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવતી હોય છે. તેવામાં પાણીમાં લીંબુ મીઠું અને સાકર ભેળવીને બોટલ ભરી રાખીને થોડીથોડી વારે પીવાથી સ્ફુર્તિ આવે છે. ડાયાબિટિસ હોય તેમણે સાકર ભેળવવી નહીં.
- મીનાક્ષી તિવારી