કિચન ટિપ્સ .
* એક કિલોગ્રામ સાધારણ ચાની ભૂકીમાં ૨૫૦ ગ્રામ લાંબી પાંદડાંવાળી ચા મિક્સ કરીને રાખો. ચાનો સ્વાદ વધી જશે.
* ચોખા બાફતી વખતે એમાં અડધી ચમચી ઘી કે તેલ મિક્સ કરો. ચોખા બરાબર ફૂલી જશે.
* સાદા અને શાહી શાકને એક અલગ સ્વાદ આપવા માટે એમાં માવો મિક્સ કરો. જો માવો મિક્સ કરવાનું મુશ્કેલ હોય તો ચીઝ સ્લાઈસ મિલાવો.
* રોટલી વણતી વખતે અટામણને બદલે મેંદાનો ઉપયોગ કરો. રોટલી વધારે સરસ બનશે.
* વાસણ માંજતી વખતે રાખના બદલે ચળામણનો ઉપયોગ કરો.
* લોખંડની મોટી કઢાઈ સાફ કરવા માટે એની પર હાર્પિક લગાવી અડધો કલાક રાખી મૂકો. પછી ઘસી કાઢો. કઢાઈ ચમકવા લાગશે.
* ગેસની સગડી નીચે રેક્ઝીનનો ટુકડો પાથરી દો અને થોડા થોડા સમયના અંતરે સાફ કરતાં રહો. આમ કરવાથી નીચેની જગ્યા ગંદી નહીં થાય.
* જે જગ્યાએ ગેસ મૂક્યો હોય એની પાછળની દીવાલ પણ નિયમિત રીતે સાફ કરતાં રહો.
* જો સેલડમાં ટામેટાં, ડુંગળી, બીટ અને કાકડીના ટૂકડા વધ્યા હોય તો બે લીલાં મરચાં, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાઉડર અને દહીં નાખી મિક્સરમાં પીસી લો. આ એક સ્વાદિષ્ટ રાયતું છે.
* જો સમયનો અભાવ હોય અને લોટ બાંધવાનું ન ગમતું હોય તો લોટ બાંધવાનું મશીન લઈ લો. આ મશીન લોટ બાંધવા ઉપરાંત માખણ પણ કાઢી શકશે અને ભજિયાં માટેનું સરસ ખીરું પણ થોડી જ વારમાં તૈયાર થઈ શકે છે.
* માઈક્રોવેવ એક અત્યંત આજ્ઞાાંકિત નોકરની જેમ કામ કરે છે. તેને તમારા કિચનમાં જરૂર રાખો.
* તમે જ્યારે માઈક્રોવેવ ખરીદો ત્યારે એનો નાનોમોટો કોર્સ જરૂર કરી લો. આમ કરવાથી તમે શરૂઆતથી જ એનો વધુ સારો ઉપયોગ કરી શકશો.
* માઈક્રોવેવે ખરીદવાની સાથે કેટલાંક પ્લાસ્ટિકના બાઉલ, વાટકી અને કઢાઈ પણ જરૂર ખરીદી લો.
* એક સ્પ્રે ક્લીનર હંમેશાં કિચનમાં રાખો. જો કપડાં પર કંઈ ઢોળાઈ જાય તો જરૂર સ્પ્રે કરો, એનાથી ડાઘ તરત નીકળી જશે.
* સિંક પાસે એક વાટકી મૂકી રાખો, જેમાં વપરાયેલી ચા ભેગી કરો અને પછીથી પાણીમાં ઉકાળી છોડમાં ખાતર તરીકે વાપરો.