Get The App

લકવામાં તાત્કાલિક કરી શકાય તેવા પ્રયોગો

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
લકવામાં તાત્કાલિક કરી શકાય તેવા પ્રયોગો 1 - image


- આરોગ્ય સંજીવની

આજકાલ લકવો પડવાનાં કિસ્સામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજના માનસિક તનાવનાં યુગમાં હાઈબ્લડપ્રેશર અને અચાનક લકવો થઈ જવાની અનેક ફરિયાદો સાંભળવા મળે છે ત્યારે આવા અચાનક હુમલા વખતે શું કરવાથી શરીરમાં વધારે નુકશાન ન થાય અને આવા દર્દીને કેમ સહાયભૂત થઈ શકાય તે પણ પ્રત્યેક માણસે જાણવું જરૂરી છે. જો લકવાની અસર દેખાતી હોય, દર્દીની બોલવાની રીત બદલાઈ ગઈ હોય, તેનાથી બરાબર બોલી શકાતું ન હોય, બોલતી વખતે તેનું મોં કે આંખ કોઈ એક તરફ ખેંચાતા હોય, બોલતાં-બોલતાં શબ્દો તૂટી જતા હોય, હાથ કે પગ દર્દીને જૂઠા પડતાં લાગતાં હોય કે વજનવાળા લાગતાં હોય કે તેમાં ઝણઝણાટી લાગતી હોય, શરીરનું એક અંગ ભારે ભારે લાગતું હોય, ચાલવામાં કે ઉભા થવામાં પડી જવાતું હોય કે કોઈ અંગ નબળું પડતું લાગતું હોય, આવા કોઈ પણ ચિહનો અચાનક દેખાતા હોય તો માનવું કે શરીરે લકવાની અસર થઈ રહી છે અથવા તો કોઈ અંગ સાવ જ ખોટું પડી જાય. એટલે કે ઓચિંતાનો લકવો પડી જાય તો ડૉકટરને બોલાવો અને તે આવે ત્યાં સુધીમાં શરીરમાં ઘણું બધું ડેમેજ થઈ જાય, પરંતુ તેના તાત્કાલિક ઉપચાર આપણે જાણતા હોઈએ અને તે કરી લઈએ તો પડેલો લકવો તરત જ પાછો પડી જાય છે. 

લકવાની થયેલી શરૂઆત અટકી જાય છે અને જેટલી અસર થઈ હોય તે નિવારી પણ શકાય છે. જે તે અંગમાં ધીમો થયેલો ર્ર્મ્નગ જીેૅૅનઅ પાછો યથાવત થઈ શકે તે માટે હોસ્પિટલ પહોંચીએ તે પહેલા આત્યાતિક રીતે કરવાના ઉપાયોનું અહીં સૂચન કરું છું :-

- લકવાના સંજોગોમાં દર્દીને તાત્કાલિક ૫૦ ગ્રામ જેટલું તલનું તેલ પીવડાવી દેવું. આ પ્રયોગથી તુરંત લકવાગ્રસ્ત અંગમાં ફાયદો થાય છે. અનેક દર્દીઓ ઉપર અજમાવેલો આ સફળ પ્રયોગ છે.

- દર્દીને હાઈબ્લડપ્રેશર રહેતું હોય તો તેનું માથું પલંગથી નીચે તરફ ઝુકતું રાખી તેનાં કપાળમાં ઠંડા પાણીની ધાર કરવી. આંખ-કાનમાં પાણી ન જાય તે રીતે ધાર કરવી.

- લસણનો રસ કાઢી, મધ મેળવી દર્દીને પીવડાવી દેવો.

- નગોડના પાનને વાટી તેનો રસ દર્દીને પીવડાવવાથી પણ ફાયદો થાય છે.

- લસણને ઝીણું પીસીને પણ મધમાં ચટાડી શકાય.

ઉપરોક્ત ઉપાયોની સાથે તલનાં કે સરસીયાનાં તેલમાં કપૂરની ગોટી નાખી તેલને થોડું ગરમ કરી અસરગ્રસ્ત ભાગ ઉપર માલિશ કરવી.

જો પક્ષાપાત થવાને ઘણો સમય વીતી ગયો હોય તો તેને મટાડવા માટે પણ આયુર્વેદમાં ખૂબ જ સરળ ઉપાયો બતાવેલાં છે જેમાં,

- ખાવામાં તલના તેલનો જ દરરોજ ઉપયોગ કરવો.

- રોજ સવારે ૧૦ થી ૧૨ ગ્રામ જેટલું તલનું તેલ નરણે પી જવું.

- લસણની ચટણી બનાવીને ખાવી.

- લસણની કળી મધ સાથે ખૂબ બારીક વાટીને સવારે નરણે ખાવું. જેનાથી લસણની વાસ સહન ન થતી હોય તેણે ઉકળતાં પાણીમાં લસણને બોળીને કાઢી લેવું. પછી ઠંડુ કરી તરત તેનો ઉપયોગ કરવો. જેથી લસણ વાસરહિત થઈ જશે.

આ ઉપરાંત આયુર્વેદમાં સ્નેહન-સ્વેદન યુક્ત વિરેચન આ રોગમાં શ્રેષ્ઠ બતાવ્યું છે. આયુર્વેદમાં પક્ષાપાત થવામાં મુખ્ય દોષ વાયુને કારણભૂત માનવામાં આવેલ છે. જેથી આ રોગમાં વિશેષ કરીને વાયુને જીતનારી વાતનાશક ચિકિત્સા કરવામાં આવે છે. આ રોગનાં દર્દીએ સૂંઠ અને મેથીનો ઉકાળો દરરોજ પીવો જોઈએ.

આ રોગમાં એકાંગવીર રસ, વાતચિંતામણી રસ, મહારાસ્નાદિ ક્વાથ વગેરે ઔષધો નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ લેવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે. આ સિવાય રોગી એ આહારવિહારમાં પરેજી રાખવી ખૂબ જરૂરી છે. મગ સિવાયનાં દરેક કઠોળ, ફુલાવર, કોબી, ગુવાર, બટાટા, મેંદાની બનાવટો, ઠંડા પીણા, ઠંડા પાણીથી સ્નાન વગેરેનો ત્યાગ કરવો. પક્ષાપાતમાં ગલકા, મગ, તુરીયા, માખણ, લસણ, અજમો, પાલખ, તાંદળજો, મમરા, સરગવો, ફળો, ઘઉં, ચોખા, કાચું સલાડ વગેરે પથ્ય છે.

ઉપરોક્ત ઉપાયો સમયસર જો કરવામાં આવે તો પક્ષાઘાતનાં ભયંકર પરિણામોની આડઅસરથી ચોક્કસ બચી શકાય છે.

- જ્હાનવીબેન ભટ્ટ


Google NewsGoogle News