Get The App

ડસ્ટ અને ગંધથી ઘરને કેવી રીતે સ્વચ્છ રાખશો?

Updated: Apr 7th, 2025

GS TEAM


Google News
Google News
ડસ્ટ અને ગંધથી  ઘરને કેવી  રીતે સ્વચ્છ રાખશો? 1 - image


- છેલ્લાં થોડા સમયથી વાતાવરણમાં  પ્રદૂષણ તો વધી જ ગયું  છે તો સાથોસાથ  હવામાં  ડસ્ટનું  પ્રમાણ પણ વધી ગયું  છે,  જેનું એક  કારણ મુંબઈ  અને ગુજરાતના  કેટલાંક શહેરોમાં  બાંધકામ  પ્રવૃત્તિમાં  વેગ આવ્યો  છે.  આથી  ઘર સ્વચ્છ  રહે એ ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે.  

ઘરને સ્વચ્છ  રાખવું -  ડસ્ટ- ફ્રી  રાખવું અત્યંત  મુશ્કેલ અને  કાળજી લેનારું  કામ છે.  છેલ્લાં  થોડા સમયથી વાતાવરણમાં  પ્રદૂષણ તો વધી જ ગયું  છે તો સાથોસાથ  હવામાં  ડસ્ટનું  પ્રમાણ પણ વધી ગયું  છે,  જેનું એક  કારણ મુંબઈ  અને ગુજરાતના  કેટલાંક શહેરોમાં  બાંધકામ  પ્રવૃત્તિમાં  વેગ આવ્યો  છે.  આથી  ઘર સ્વચ્છ  રહે એ ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે.   અહીં  કેટલીક  એવી ટિપ્સ  આપવામાં  આવી છે,  જે તમને ઘણી મદદરૂપ  બની રહેશે.

સૌપ્રથમ  તો ઘરમાં એવી સપાટી  ઓછામાં ઓછી  રાખો જે ડસ્ટને  એબ્સોર્સ  એટલે કે શોષી લેતી  હોય. જેવી  કે દરેક ઓરડામાં  કાર્પેટ નહીં  બિછાવો,  ઓછું  ફર્નિચર  રાખો.

ડસ્ટિંગ  માટે ભીના  કપડાંનો  પ્રયોગ કરો. સુકા  કપડાંથી  ડસ્ટિંગ કરવાથી ધૂળમના કેટલાંક કણો થોડા સમય માટે હવામાં   ઊંડી જાય   છે અને બાદમાં ફરી એક જગ્યા  પર બેસી જાય છે.  જ્યારે  ભીનું કપડું  ડસ્ટને  શોષી લે છે.

દર મહિને  ઓરડાનો બધો જ સામાન હટાવીને  દીવાલ અને ફર્શને  સારી રીતે ઘસી - ઘસીને  ધુઓ.

બધા જ કબાટને  સાફ કરો.  શક્ય હોય  તો કપડાંને  ઝિપર બેગ્સમાં  જ રાખો.

ઘરના  મુખ્ય  દરવાજાની બંને  બાજુ  તરફ ધૂળ-માટીને શોષી  લેતા  ડોર-મેટ  લગાવો. આથી ઘરમાં બહારથી આવતી ડસ્ટથી  બચી શકાશે.

બારીઓ સાફ કરતી વેળા  અંદરના ભાગની લંબાઈ અને બહારના હિસ્સાની પહોળાઈને  સાફ  કરો. આવું કરવાથી  કોઈક  જગ્યાએ  ડાઘા રહી  જાય તો તેને ઓળખવા  સરળ બની રહે છે.

ચપ્પલ - બૂટને  શૂ- બોક્સમાં   રાકો. તેને બેડરૂમમાં  કદી નહં રાખો.

ઘરમાં લાકડાનું ફર્નિચર  હોય તો તેને રોજ હળવા ભીના પછી  સૂકા કપડાંથી  સાફ કરી અને દરેક ચોથે  મહિને તેના પર વાર્નિશ  કરાવો.

એવા  એર-કન્ડિશનર  (એસી)  ખરીદો, જેમાં ઈલેક્ટ્રોસ્ટેટિક અને એસઈપીએ (હાઈ  એપિશિયન્સી પર્ટિક્યુલેટ એબ્સોર્બશન )  હોય. તે હવામાં   કેટલીય એલર્જી  ફેલાવનારા  કિટાણુઓને  ફિલ્ટર  કરી નાખે છે.

બાળકોને  સોફ્ટ  ટોય્ઝને બદલે લાકડાં,  મેટલ, રબર અથવા  પ્લાસ્ટિકના  રમકડાં અપાવો.

શક્ય  હોય તો કાંસકો બાથરૂમમાં જ  કરો.  ભીના  ફ્લોર  પર વાળ  આસાનીથી  દેખાવ આવે છે અને તેને સાફ કરવા   સરળ હોય છે.

ફર્શની  નિયમિત   સફાઈ  જરૂરી  છે.  ફર્શ સાફ કરવા માટે ડિસ્ઈફેક્ટેડ  ક્લીનરનો ઉપયોગ કરો.

કાર્પેટ  અને વુડન   સર્ફેસ  (લાકડાંનું  આવરણ)  સાફ  કરવા  માટે બ્લીચનો ઉપયોગ  કરો.   સાફ-સફાઈ  બાદ હાથ ધોવાનું  નહીં ભૂલો.

જો આખી ફર્શ  પર કાર્પેટ પાથરેલું  હોય તો તેને ઉપાડીને સાફ કરો તેની સપાટીને શક્ય  હોય તો દરરોજ અથવા  સપ્તાહમાં  એકવાર જરૂર   વેક્યુમ ક્લીનરથી સાફ કરો.

સફાઈના  ચાર નિયમ

જો  તમે  તમારા ઘરને  હમેશાં  મહેકતું અને સાફ- સુથરું  બનાવી  રાખવા ઈચ્છો  છો  તો અહીં આપેલા  આઠ રૂલને  ફોલો કરો.

દરરોજ  કચરાને  સાફ કરો

કિચનમાં  ગંધ દૂર કરવા  માટે ત્યાંના  કચરાને   દરરોજ બહાર  ફેંકી દો. જો  કિચનનો કચરો  એક દિવસનો પણ હોય  તો તેમાંથી  ગંધ છૂટવા  લાગશે.

બંધ ડસ્ટબિનનો ઉપયોગ  કરો :  એથી  એવો કોઈ ફરક નથી પડતો  કે તમે ડસ્ટબિનને  ઘરના કયાં ખૂણામાં  રાખો છો.  પણ એ વાતનો ખ્યાલ રાખો  કે ડસ્ટબિન બંધ ઢાકણવાળું  હોવું જોઈએ.

બંધ લોન્ડ્રી બેગનો ઉપયોગ :   ગંદા  કપડાંને  બાથરૂમમાં  વેરવિખેર ન રાખો, પણ તેને બંધ  અથવા  જીપ લાગેવલી  લોન્ડ્રી બેગમાં  રાખો  જેથી  ખરાબગંધ બહાર ન આવે.

ભોજન ખુલ્લું ન  મૂકો :   કિચનમાંથી  ખરાબ ગંધ ન આવે એ માટે દરેક ભોજનને  ઢાંકીને  રાખો.  આમ છતાંય  જો તેની મહેક  આવતી  હોય તો એકઝોસ્ટ  ફેન ચલાવો.

બાથરૂમને હંમેશાં  સુકું રાખો :  જે  બાથરૂમ  ભીનું રહેશો  તો તેમાંથી ગંદી વાસ આવવા લાગશે.  એવી પરિસ્થિતિમાં હંમેશાં  બાથરૂમના  પાણીને ઝાડુથી  સાફ કરો અને બધી બારીઓ ખોલી દો, જેથી તે હંમેશાં  બાથરૂમના પાણીને  ઝાડુથી સાફ કરો અને બધી  બારીઓ ખોલી દો, જેથી   તે હંમેશા ફ્રેશ રહેશે.

સુગંધી  ફિનાઈલનો પ્રયોગ :  સાધારણ  ફિનાઈલને અને સાબુને  બદલે કોઈ સુગંધી  અથવા ફ્લેવર  ધરાવતા  ફિનાઈલનો ઉપયોગ કરો.

શૂ રેન્ક બંધ રાખો :  તમારે એવી શૂ-રેન્ક રાખવી જોઈએ  જે સંપૂર્ણપણે બંધ રહે.  સાથે જ એ વાતનું  ધ્યાન રાખો  કે તેમાંથી  ગંધાતા  બૂટ અથવા મોજાં ન રાખો.

પ્રકાશ આવવા દો :  સૂર્યના  પ્રકાશથી ઘરમાં   આવી રહેલી દુર્ગંધ ખતમ થઈ  જાય  છે. કેટલીય વાર લાકડાંના  ફર્નિચરમાંથી  પણ ગંધ આવવા લાગે છે આવી  પરિસ્થિતિમાં તમે તેને તડકામાં રાખો.

સ્માર્ટ   ક્લિનિંગ ટિપ્સ :  ઘરને  સ્વચ્છ અને  કીટાણુરહિત  રાખવા માટે બજારમાં  ઉપલબ્ધ  ક્લીનર  પર આપણે  પાણીની જેમ નાણાં  વહેવડાવીએ છીએ. કિચન  ક્લીનર,  ટોયલેટ  ક્લીનર, ગ્લાસ ક્લીનર અને કેટલાંય પ્રકારના આવા પ્રોડક્ટ્સ  મોંઘા તો હોય જ છે સાથે  જ તેમાં કેમિકલ્સની માત્રા પણ  મોટા પ્રમાણમાં  હોય છે.  બાળકો  ધરાવતા ઘરમાં આનો  પ્રયોગ  ખાસ સાવધાનીથી કરવો જોઈએ, પણ તમે ચાહો તો તેની ઝંઝટમાંથી  બચી શકો છો. હા, માત્ર  ૩-૪  હોમ મેડ નેચરલ  પ્રોડક્ટ્સની  મદદથી  આખા  ઘરને સાફ-સુથરું   રાખી શકો છો. કેવીરીતે? ચાલો જાણીએ...

કિચન :  કિચન ગેસ, સિંક  ફર્શ અને ફ્રિઝ વગેરેને સાફ કરવા માટે અલગ અલગ  પ્રોડક્ટ ખરીદવાની  જગ્યાએ  માત્ર ચાર વસ્તુની  જરૂર પડશે. એ છે કે વ્હાઈટ વિનેગર,  બેકિંગ સોડા, લંબુનો  રસ  અને મીઠું.

ફ્લોર :  એક બાલદી  ગરમપાણીમાં  અડધો કપ વ્હાઈટ વિનેગર  નાંખીને  ફર્શની સફાઈ કરો. તેનો ઉપયોગ  તમે કોઈપણ વોશેબલ  સરફેસ એટલે કે ધોઈ શકાય એવી  ફર્શ  પર કરી શકો છો.

કિચન કેબિનેટ :   કપના  ચોથા ભાગ જેટલું  ગરમ  પાણીમાં બરાબર પ્રમાણમાં  લીંબુનો  રસ મેળવીને  કિચન કેબિનેટની સફાઈ  કરો. લીંંબુના રસથી  લાકડાં અને મેટલને ઘસો.  આથી તેલ અને અન્ય ચીકણાં  ડઘ ખૂબ સારી  રીતે સાફ  થઈ  જશે.

ફ્રિઝ : એક લોટી  ગરમ પાણીમાં   બે ચમચી  બેકિંગ સોડા મેળવીને  ફ્રિઝની  સફાઈ કરો.

કપડાંની  સફાઈ : કપડાં સાફ કરવા માટે ડિટર્જન્ટ  પર  પણ ઓછો  ખર્ચ કરો.  જ્યારે  માત્ર  વોશિંગ સોડા, વ્હાઈટ  વિનેગર અને મીઠુની  મદદથી કપડાંને સારી રીતે સાફ કરી શકાય છે.

સફેદ  કપડાં :  બ્લીચની  જગ્યાએ  વોશિંગ સોડા અને  વ્હાઈટ  વિનેગર  બરાબર પ્રમાણમાં  લઈ  તેને  મેળવીને  સફેદ કપડાં ધુઓ.

રંગીન કપડાં :  કપના ચોથા ભાગ જેટલું વ્હાઈટ  વિનેગરમાં  એટલું જ મીઠું મેળવીને  રંગીન કપડાં  સાફ કરો.  મીઠું કપડાંની  રંગત બનાવી રાખે  છે. સાથે  જ દંગકીને પણ સાફ કરે છે. 

કાર્પેટ :  રંગીન કપડાં ઉપરાંત મીઠું   તો કાર્પેટ સાફ કરવામાં પણ  ઉપયોગમાં  લેવામાં આવે છે. કાર્પેટની  સાઈઝના હિસાબે એક  ચતુર્થાંશથી માંડીને  અડધા કપ મીઠુને  કાર્પેટ પર છાંટો.  તેને અડધો કલાક એમને એમ રહી દો. આ પછી તેને વેક્યુમ ક્લિનરથી સાફ કરો. મીઠુની  જગ્યા  તમે કોર્ન સ્ટાર્ચનો પણ પ્રયોગ કરી  શકો છો.

નકામા પડેલા  સાબુ,  શેમ્પૂને પણ ઉપયોગમાં લો

એક્સપાયર્ડ  સાબુને  કમોડના ફ્લશમાં  નાખી  દો.  આનાથી  જ્યારે પણ તમે ફ્લશ  કરશો તો ફીણવાળું  પાણી નીકળશે,   જેનાથી બાથરૂમ  મહેકશે.   સાથે જ  કીટાણું પણ   ખતમ થઈ જશે.

* ખરાબ  થઈ ગયેલા શેમ્પૂથી સ્વેટર, શાલ સાફ  કરો. તેનાથી   ઉનના કપડાં સરળતાથી  સાફ થઈ જશે અને તેની કોમળતા પણ જળવાઈ રહેશે.

* જો તમારા  ઘરમાં પાળતું પ્રાણી  હોય તો તેને જૂના થઈ ગયેલા  બોડીવોશથી  તમે તેને નવડાવી શકો છો. ગભરાતા નહીં, તેનાથી  પ્રાણીઓને કોએઈ નુકસાન  નહીં થાય.

- ભૂપેન્દ્ર પટેલ

Tags :