સર્જરી પછી ટાંકાના નિશાન દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
સર્જરી પછી ટાંકાના નિશાન દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર 1 - image


શરીર પર ટાંકા લીધા પછી તેના નિશાન હંમેશ માટે રહી જતા હોય છે. પરંતુ તેને ઘરગત્થુ ઉપચારથી હળવા કરી શકાય છે. 

લીંબુનો રસ 

ટાંકાના નિશાન પર લીંબુનો રસ નિયમિત ૩-૪ વખત રૂના પૂમડાની મદદથી ટાંકાના નિશાન પર લગાડવો અને થોડી વાર રહીને લુછી નાખી તેના પર મોઇશ્વચાઇઝર લગાડવું. લીંબુમાં વિટામિન સી પ્રયાપ્ત માત્રામાં સમાયેલુ ંહોય છે જે નિશાનને હળવા કરવામાં મદદ કરે છે. 

કાંદા

કાંદાનો રસ પણ ટાંકાના નિશાન દૂર કરવા માટે કાંદાના રસમાં વિટામિન ઇની એક કેપ્સ્યૂલનું પ્રવાહી ભેળવી દેવું અને આ મિશ્રણને ટાંકાના નિશાન પર લગાડવું. ૧૫ મિનીટ પછી  તેને સાપ કરીને મોઇશ્ચરાઇઝર લગાડવું. નિયમિત કરવાથી ફાયદો થાય છે. 

આમળા

આમળા પણ ટાંકાના નિશાનને દૂર કરવામાં લાભકારી છે. લીંબુની માફક આમળામાં પણ વિટામિન સી પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. એક ચમચો આમળા પાવડરમાં જોજોબા ઓઇલ ભેળવી પેસ્ટ બનાવી નિશાન પર લગાડવું. સુકાઇ જાય પછી તેને સાફ કરવું.દિવસ દરમિયાન ૨-૩ વખત કરવું. 

બદામનું તેલ

બદામનું તેલ ત્વચાને કોમળ અને સુંદર બનાવા માટે જાણીતું છે. તેને ટાંકાના નિશાન પર પણ લગાડવાથી નિશાનને હળવા કરે છે. દિવસ દરમિયાન ૨-૩ વખત બદામનું તેલ ૧૫ મિનીટ સુધી લગાડી રાખ્યા પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું. 

ટ્રી ટ્રી ઓઇલ

ટ્રી ટ્રી ઓઇલમાં એન્ટી બેકટેરિયલ ગુણ સમાયેલા હોય છે. તેમજ કોપરેલ પણ ત્વચાને મોઇશ્ચરાઇઝ  રાખે છે. તેથી ચાર-પાંચ ચમચા  ટ્રી ટ્રી ઓઇલ અને એક ચમચો કોપરેલ ભેળવીને ટાંકાના નિશાન પર દિવસના બે વખત લગાડવાથી ફાયદો થાય છે. 

સફરજનનો સરકો

સ્પ્રે બોતલમાં સફરજનના સરકાને ભરી દેવો. રાતના સૂતા પહેલા ટાંકાના નિશાન પર સ્પ્રે કરવું. સવારે ત્વચાને સાફ કરી મોઇશ્ચરાઇજર લગાડવું. નિયમિત રાતના કરવાથી ફાયદો થશે. સફરજનનો સરકો એસિટિક હોવાથી તે ડાઘા દૂર કરવામાં મદદ કરે છે. 

હળદર

હળદર યુક્ત અથવા તો દહીં સાથે હળદર ભેળવી પેસ્ટ કરવી. આ પેસ્ટને ટાંકાના નિશાન પર લગાડવું અને સુકાઇ જાય એટલે ત્વચાને ગરમ પાણીથી સાફ કરવી અને મોઇશ્ચરાઇઝર લગાડવું. દિવસમાં બે વખત કરવાથી લાભ થાય છે. 

જૈતૂૂનનું તેલ

જૈતુનનું તેલ ગરમ કરીને ટાંકાના નિશાન પર લગાડવું અને થોડી મિનીટો પછી મસાજ કરવો, જેથી   ત્વચા તેલને શોષી લેશે. દિવસમા ંબે વખત કરવાથી રાહત થાય છે. 

બેબી ઓઇલ

ગરમ પાણીથી સ્નાન કર્યા પછી ત્વચાને કોરી કરવી અને ટાંકાના નિશાન પર બેબી ઓઇલથી મસાજ કરવું જેથી તેલ ત્વચામાં બરાબર ઊતરી જાય.બેબી ઓઇલમાં વિવિધ પોષક તત્વો હોય છે,જે ત્વચાને પોષણ આપે છે. તેમજ ત્વચાને કોમળ બનાવે છે. 

એલોવેરા જેલ

એલોવેરા જેલમાં વિટામિન એ અને વિટામિન ઇ કેપ્સ્યુલમાં સમાયેલા તેલ ભેળવવા. હવે આ મિશ્રણને ત્વચા પરલગાડવું અને ત્વચામાં અંદર ઊતરે ત્યાં સુધી મસાજ કરવો. ત્યારપછી ત્વચાને પાણીથી સાફ કરવી. 

વિટામિન એ અને ઇની કેપ્સ્યુલ ન હોય તો પણ ફક્ત એલવેરા જેલને ૧૫ મિનીટ સુધી ટાંકાના નિશાન પર લગાડી રાખવું અને હુંફાળા પાણીથી ધોઇ નાખવું. દિવસમા ંબે વખત કરવાથી નિશાન  ધીરે ધીરે આછા થશે. 

એરંડિયું

રોજ રાજના સૂતા પહેલા હુંફાળા એરડિંયાથી ટાંકાના નિશાન પર ૧૫-૨૦ મિનીટ સુધી મસાજ કરવો. તેમાં રિસિનોલિક એસિડ હોય છે. જે ત્વચાને કંડિશનિંગ કરે છે ટાંકાના નિશાનને હળવા કરવામાં મદદ કરે છે. 

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News