ઘૂંટણના સામાન્ય દુખાવો અને સોજાથી રાહત પામવા માટેના ઘરગથ્થુ ઉપાયો
ઘૂંટણમાં સોજો અને દુખાવો એ મહિલાઓની સામાન્ય તકલીફ છે. ઘૂંટણના દુખાવા પાછળ ઘણા કારણો હોય છે. જેમ કે જૂનો માર, પગની નસ ખેંચાઇ જવી, ઓસ્ટિયો આર્થરાઇટિસ,રક્તસંચાર યોગ્ય રીતે ન થતાં પગમાં ગોટલા બાઝી જવા વગેરે હોય છે. આ તકલીફ સામાન્ય હોય ત્યાં સુધી ઘરગત્થુ ઉપાય કરીને રાહત મેળવી શકાય છે.
હળદરયુક્ત દૂધ
હળદરવાળું દૂધ ઘૂંટણના દુખાવા માટે રામબાણ ઇલાજ છે. દૂધમાં કેલ્શિયમ અને હળદરમાં એન્ટી ઓક્સીડન્ટ તેમજ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે. જેથી તે દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે.
એકવાસણમાં એક કપ દૂધ ઉકાળવું તેમાં અડધી નાની ચમચી હળદર નાખવી. ૮-૧૦ મિનીટ સુધી ઉકળવા દેવું અને પછી ગાળીને પી લેવું.
સફરજનનો સરકો
સફરજનનો સરકો ઘૂંટણની તકલીફ માટે સારો ઇલાજ સાબિત થઇ શકે છ.ે તેમાં સોજાને રોકવાના ઔષધીય ગુણ સમાયેલા હોય છે. જે ઘૂંટણના દુખાવા અને સોજાને ઓછો કરવામાં ઉપયોગી છે. બે કપ ગરમ પાણીમાં બે ચમચા સફરજનનો સરકો નાખી ભેળળી દિવસ દરમિયાન થોડો થોડો કરીન ેપીવો.
આદુ
ઘૂંટણના સોજા ્નેદુખાવાથી રાહત પામવા માટે આદુ પણ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ઓસ્ટિર્યોઆર્થરાઇટિસ અને ઘૂમટણના દુખવાથી રાહત આપવામાં ગુણ છે. આદુ સોજા દૂર કરનારો છે. તેમજ કેન્સરમાં પણ તે ઉપયોગી છે.
એક કપ પાણી ઉકાળવું તેમાં લગભગ ૫૦ ગ્રામ જેટલો આદુ નાખી ધીમા તાપ પર ૧૦ મિનીટ સુધી ઉકાલવું. આ પછી તેને ગાળી તેમાં લીંબુનો થોડો રસ ઉમેરી પીવું.સ્વાદ માટે થોડી માત્રામાં મધ પણ ભેળવી શકાય છે.
મેથી દાણા
મેથી દાણા ઘૂંટણના દુખાવાને દૂર કરવામાં સહાયક છે. મેેથી દાણામાં સોજોને દૂર કરવાનો ગુણ સમાયેલો છે.
એક ચમચો મેથી દાણા લઇ તેને બરાબર ધોઇ પાણીમાં રાતના ભીંજવી દેવા, સવારે આ પાણી કાઢી નાખીને પલાળેલા દાણાને ખાઇજવા.
આ ઉપરાંત મેથી દાણાને વાટી તેની પેસ્ટ બનાવીને ઘૂંટણો પર લગાડવાથી રાહત થાય છે.
સરસવનું તેલ
સરસવનું તેલ ઘૂંટણોની તકલીફ માટે દેશી ઉપાય કહેવાય છે. જે દુખાવાને દૂર કરવા માટે જાણીતું છે. સરસવ તેલમાં ઓમેગા ૩ અને ઓમેગા ૬ ફેટી એસિડ સમાયેલા હોય છે. જે ઘૂંટણના સોજાને દૂર કરવામં સહાયક છે. આ તેલથી ઘૂંટણ પર માલિશ કરવામાં આવે છે.સોજો ઓછ ોથવાથી દુખાવામાં રાહત પણ થાય છે.
૨-૩ ચમચા સરસવનું તેલ લઇ તેને ગરમ કરવું. વધુ ફાયદાકારક કરવા માટે તેમાં એક કળી લસણની પણ ઉમેરી શકાય છે. લસણ કાળું થઇ જાય ત્યાં સુધી તેલને ગરમ કરવું. તેલ ઠંડુ પડે પછી હાથેથી રોટેટિંગ મેનરમાં માલિશ કરવું.
નિયમિત રીતે સરસવના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી ઘૂંટણના દુખાવા અને સોજામાં આરામ મળે છે.
સિંધવ મીઠું
ઘૂંટણમાં સોજો અન દુખાવાના નિવારણ માટે સિંધવ મીઠું સહાયક છે. તેમાં મેગ્નેશિયમ અને સ્લેફેટ સમાયેલ હોય છે જે ઘૂંટમના દુખાવા અને સોજાને દૂર કરવામાં સહાયક ખાય છે. ખાસ કરીને મેગ્નેશિયમ ઘૂંટણના સોજાને દૂર કરવામાં ગુણકારી છે. એક મુઠ્ઠીથી વધુ સિંધવ મીઠું અડધી ભરેલી ગરમ પાણીમાં ભેળવી દેવું. આ પછી મગ અથવા ગ્લાસથી આ પાણી ઘૂંટણ પર રેડવું.
તડકો અને વિટામિન ડીની ગોળી
વિટામિન ડી મેળવવા માટે તડકામાં બેસવું તેમજ નિષ્ણાંતની સલાહ લઇને એઠવાડિયામાં એક વખત વિટામિન ડીની ગોળી ખાવી. હાડકાને મજબૂતરાખવા માટે વિટામિન ડીની મુખ્ય ભૂમિકા હોય છે. સવારના ૭-૧૦ વાગ્યા સુધી તડકામાં બેસવાથી શરીરને સારો શેક મળે છે. તેમજ ત્વચા પર પણ બળતરા થતી નથી.
અજમો
અજમાને એક જડીબુટ્ટી તરીકે જોવામાં આવે છે. તેમાં એન્ટીસ્પાસ્મોડિક એટલે કે થોડા એવા ઔષધીય ગુણ સમાયેલા હોય છે જે ઘૂંટણના સોજા અને દુખાવાથી રાહત આપે છે. તેમાં એન્ટી ઇન્ફલેમેટરી તત્વ હોય છે જે ઘૂંટણના સોજા અનેે દુખાવા માટે લાભદાયી છે. એક કપ ગરમ પાણીમાં એક નાની ચમચી અજમો નાખી ભેળવી દેવું. આ મિશ્રણને દિવસમાં ૨-૩ વખત પીવું.
જીવનશૈલીથી ઘૂંટણના સોજા અને દુખાવાને રોકવાના ઉપાયો
વ્યાયામ
ઘૂંટણમાં સોજો અને દુખાવાથી રાહત આપવા માટે વ્યાયામ સહાયક છે. વ્યાયામ કરવાથી માંસપેશિઓ મજબૂત થાય છે. આ ઉપરાંત સાંધા અને ઘૂંટણના દુખાવામાં રાહત થાય છે. જોકે કોઇ પણ ્ વ્યાયામ શરૂ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી. જે લોકો વ્યાયામ ન કરી શકે તેમ હોય તેમણે ૨૦ મિનીટનો વોક કરવો. સાઇકલ ચલાવવી, સ્વિમિંગ જેવી કસરતો ઉપયોગી છે.
વજન ઘટાડવું
વધેલા વજનના કારણે પણ ઘૂંટણ દુખતા હોય છે. પરિણામે વજન સંતુલન કરવા માટે પોષ્ટિક આહાર લેવો. પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમયુક્ત આહારથી વજન વધતું નથી તેમજ વજન પણ વધતું નથી. જે ખાદ્યપદાર્થમાં ફાઇબરની માત્રા વધુ હોય તેનું સેવન કરવું. રોજિંદા આહારમાં શાર અને ફળોનો સમાવેશ વધુ કરવો.
ઠંડો સેક
ઘૂંટણના સોજા અને દુખાવામાં બરફનો ઠડો સેક રામબાણ ઇલાજ સાબિત થાય છે. બરફના એક ટુકડાને પાતળા ટુવાલમાં લપેટી સેક કરવો.
- સુરેખા મહેતા