Get The App

નવોઢાના હાથ કદી મહેંદી વગરના જોયા છે?

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
નવોઢાના હાથ કદી મહેંદી વગરના જોયા છે? 1 - image


મહેંદી લગાવવાનો સીધો સંબંધ લગ્ન સાથે જોડાઈ જાય છે. લગ્નસરાની મોસમ આવે એટલે મેંદી મુુકવાનો કાર્યક્રમ ધમધોકાર ચાલે.

આપણામાંથી ઘણાને યાદ હશે લગ્ન વખતે પહેલાં તો મેંદીના પાન તોડી સૂકવીને તેનોે ભૂકો કરતા અને પછી તેને પલાળીને હાથ વડે અથવા સળીથી  કે ચિપિયાની મદદ વડે મેંદી મુકાતી. તેમાંય મોટે ભાગે સૂરજ, લપેડા અથવા ટપકાં મૂકવાની ડિઝાઈન પ્રચલિત હતી  ને પગમાં અળતો લગાવતા.

મગર, અબ ઝમાના બદલ ગયા હૈ. બદલાયો એટલે કેટલો? જાણીતા મહેંદી ડિઝાઈનર  '૨૧ વર્ષ પહેલાં મેં જ્યારે વધૂને મેંદી મૂકવાની શરૂઆત કરી ત્યારે સળીથી સાદી ડિઝાઈન મુકાતી, પણ કાળક્રમે પછી કોનનો પ્રવેશ થયો. એટલે મેંદીની ડિઝાઈનમાં કલ્પનાને છૂટો દોર મળી ગયો. શરૂઆતમાં ફ્લોરલ અને કેરીની ભાત પ્રચલિત હતી. પછી સમય બદલાયોે અને ફિગરનો પ્રવેશ થયો. વર-વધૂ ઢોલ, શરણાઈ, મોર  વગેરે એમ જુદી જુદી આકૃતિઓ મેંદીની  ડિઝાઈનમાં વણાવા લાગી. માણસે સતત કંઈક નવું જુદુ કરવું હોય છે એટલે પછી તો બરાત થીમ પણ આવી જેમાં ડોલી વરઘોડો વગેરે સિકવન્સ પ્રમાણે મેંદી મુકાવાની શરૂઆત થઈ.

તેમની વાત તો સાચી છે. માણસને એકધારું કશું જ નથી ગમતું. તેને સતત બદલાવ જોઈએ છે. પહેલાંના જમાનામાં લગ્નપ્રસંગ ઘરમાં જ થતો ગામડાંઓમાં તો હજુ આજેય ઘરઆંગણે માંડવો બાંધીને લગ્ન ઉકેલાય છે.

મેંદી પણ પહેલાં હથેળીમાં જ શુકન અને સૌંદર્યની શાખ પૂરતી. પણ પછી કાંડા સુધી અને હથેળીની પાછળ પણ મેંદીની વાત મુકાવા લાગી. ધીમે ધીમે તેનો વ્યાપ વધતાં કાંડેથી કોણી સુધી પહોંચ્યો ને આજે તો બાવડે, ગળે, ગરદન અને પેટ પર પણ મેંદીઓ મુકાય છે.   'ટેટુ' ના નવા નામે ઓળખાતી આ મેંદીમાં વિવિધ રંગો પણ ઉમેરાયા.  આગળ વધતાં જુદી જુદી જાતની મેંદીની ભાત અને રંગ વિકસ્યા જેમાં સ્પાર્કલ, બ્લેક એન્ડ વ્હાઈટ શેડ અને નેઈલપોલીશ અને વિવિધ ચળકાટથી ઓપતી. નવવધૂએ જેવી સાડી કે ઘરેણાં પહેર્યાં હોય તેમાં કરેલી ડિઝાઈન મેંદીમાં પણ ઉતારાય. વેર એન્ડ વૉશ મેંદી કહેવાય. તેઓ  તો વેડિંગ ઓર્ગેનાઈઝેશન પણ સંભાળે છે. મેંદી સેરિમની કરવી હોય તો તેમાં હોલથી લઈને મ્યુઝિક, ફૂડ, ડ્રિન્ક અને મેંદી તો હોય જ, પણ સાથે સાથે જ્યોતિષી પણ હોય જે તમારું ભવિષ્ય વાંચી આપે.

હજી પણ મધ્યમ વર્ગમાં ફક્ત મહેંદી મૂકવા માટે એક દિવસ રાખવામાં આવે, જ્યારે છોકરી યા તો મેંદી મુકનારના ઘરે જઈને લગ્નના બે દિવસ પહેલાં મેંદી મૂકી આવે અથવા મેંદી મૂકનાર તેના ઘરે આવી મેંદી મુકીને ચાલી જાય. બસ, વાત ત્યાં પૂરી થઈ જાય. પણ હવે ઉચ્ચ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગમાં લગ્ન અગાઉ છથી સાત દિવસ ફંક્શન હોય છે.  ત્યારે જુદા જુદા કાર્યક્રમો યોજાય. ગરબા, સંગીતસંધ્યા, મેંદી સેરિમની, ફોર્મલ પાર્ટી, વેસ્ટર્ન પાર્ટી,  ફોર્મલ ડિનર, આણું વગેરે. આ તો આ સાત-આઠ દિવસની જુદી જુદી મેંદી મુકાવાની ફેશન આજે પુરબહારમાં છે. આ બધા જ પ્રસંગે પહેરવાના કપડાં અને ઘરેણાં જુદાં  હોય.

મેંદી મૂકવાના ક્ષેત્રમાં પણ હવે પુરુષો છવાઈ રહ્યા છે. ઘાટકોપરમાં રહેતા એક ડિઝાઈનર પાસે મહિનાઓ આગળથી એપોઈન્ટમેન્ટ  લેવી પડે છે.  તેમને તમે જ્યારે મળો ત્યારે તેના હાથ લાલ જ દેખાય છે. તે  હસીને કહે છે, 'પોતાના વરના હાથમાં હાથ મૂકતાં પહેલાં મારા હાથમાં હાથ આપવાની કોેઈ છોેકરી ના નહીં પાડે.' તેના  પૌરુષીય હાથમાં પકડેલા કોનથી  સુંદર ભાત પડતાં નમણી છોકરીઓના હાથ વધુ સુંદર બની જાય છે. ફક્ત હાથ જ નહીં, મેકઅપ અને સાડી પહેરાવવામાં પણ તે  લાજવાબ છે. તે કહે છે,  'છેલ્લા દસેક વરસથી  હું આ પ્રોફેશનમાં છું. મેંદી જેવી નાની બાબત હવે નાની નથી રહી. ઓછામાં ઓછા હજાર રૂપિયાથી શરૂ થઈને મુકનાર વ્યક્તિની માસ્ટરી પ્રમાણે મેંદીનાં મૂલ થાય.'

મેંદી ફક્ત હાથમાં મુકવાની વાત તો રહી જ નથી. મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવા ગયેલી પ્રિયંકા ચોપરાએ ડીપ ચોળી સાથે નેકલાઈન મેંદી મુકાવી હતી. પેટની દૂંટી આસપાસ, પીઠ પર, બાવડાં પર તો સામાન્યપણે .મેંદી મુકાતી જ હોય છે, પણ તે કહે છે, 'હવે વિદેશોમાં અને ઉચ્ચ વર્ગમાં જ્યારે વેસ્ટર્ન પાર્ટી રાખવામાં આવે ત્યારે  બ્રાઈડ જો ટૂંકો ડ્રેસ પહેરે તો જાંઘ એટલે ગોઠણથી થોડે ઉપર ફ્લાવર કે એવું કોઈક ટેટુ ચીતરાવે. પેટ, નેકલાઈન, પીઠ અને બાવડામાં મેંદી મુકાવવી સામાન્ય થઈ ગયું છે.  વિવિધ રંગ અને વિવિધ ડિઝાઈનો છતાં જ્યારે લગ્નની મેંદી મુકાય ત્યારે એ જ સાદી મેંદી પર પસંદગી ઉતારાય છે. મુંબઈ જેવા શહેરમાં વેર એન્ડ વૉશ મેંદીની બોલબાલા ભલે હોય, પણ વિદેશોમાં  અને ગામડામાં  હજી આજેય જાતે પીસીને બીજાના જીવનને રંગતી મેંદી જ ચાલે  

- ઈશિતા


Google NewsGoogle News