Get The App

સુંદરતા પામવા પાયાના નિયમો જાણો

- બ્યુટી વિથ બ્રેઈન .

Updated: Aug 25th, 2020


Google NewsGoogle News
સુંદરતા પામવા પાયાના નિયમો જાણો 1 - image


સુંદર દેખાવા માટે અઢળક નાણાંનો ધુમાડો કરવો એ ડહાપણભર્યું તો જરા પણ ગણાય નહીં. ક્યારેક એકદમ સામાન્ય લાગતા નિયમોને અનુસરીને તમે જોરદાર અસર ઊભી કરી શકતાં હો છો. અહીં એ માટેની કેટલીક બ્યુટી ટિપ્સ રજૂ કરી છે.

આંખની  નીચેની કરચલીઓ ટાળો: 

ઉંમર વધવાની સાથે આંખની આસપાસ કરચલીઓ આવે તે બાબત સામાન્ય છે. પણ આ સમસ્યા હવે યુવતીઓને પણ સતાવતી હોય છે. * આંખની આસપાસ કે નીચે કુંડાળા કે કરચલી પડવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો વધુ જવાબદાર હોય છે, જે ત્વચાની નીતે પહોંચી જાય છે. આંખ નીચેની ત્વચા ખૂબ જ કોમળ હોય છે. ૩૦ એસપીએફ અથવા વધુની ક્ષમતા ધરાવતું કોમળ સનસ્ક્રીન લોશન વાપરવું. * સાબુ વાપરવાને બદલે બને ત્યાં સુધી માઇલ્ડ  ફેશ વોશ વાપરવાનો આગ્રહ રાખો. સાબુ આલ્કલાઇન હોવાથી ત્વચા ઉપર ખરાબ અસર કરે છે.  * રાત્રિના સમયે સારું આઇક્રીમ લગાડો અને હળવાશથી આંખોની બહારના ભાગમાં માલીશ કરો.

બ્લશનો ઉપયોગ જરૂર કરો:

 જો તમને એવું લાગે કે દિવસના ભાગમાં બ્લશનો ઉપયોગ વધુ પડતો લાગશે તો અહીં  આપેલા ઉપાયો અજમાવી શકાય.

* જેમણે મેકઅપ કરવાની શરૂઆત જ કરવી હોય તેમણે શરૂઆતમાં બ્લશથી દૂર રહેવું અથવા ટાઉની કે ડસ્ટી પીંક શેડનો ઉપયોગ કરવો. * લીક્વીડ બ્લશ ઓન લગાવવાથી ફાયદો એ થશે કે તેને ટચ-અપ નહીં કરવું પડે. * જ્યારે તમે મેકઅપ એક સરખો ફેલાવો ત્યારે તેનો ફાયદો વધુ મળે છે. બ્લશઓન એવી રીતે લગાડવું જોઇએ કે મેકઅપમાં બરાબર ભળી જાય. તમારા ચહેરા ઉપર લાલ રંગના ધાબા કર્યાં હોય તેવો દેખાવ થવો જોઇએ નહીં. * સાંજની  પાર્ટી માટે ઇરીડીસેન્ટ પાઉડરનો ઉપયોગ કરવાથી બ્લશ ઓન ચળકતાં લાગે છે.

સ્ટાઇલીંગ  અને  ઈમેજ કેવી રીતે નિખારશો?:

* ભારતીયોની  ત્વચા મોટેભાગે અંડરટોન્ડ હોય છે, જે પીળાશ પડતી, લાલાશ પડતી અને ભાગ્યે જ બ્લ્યુ પ્રકારની હોય છે. મોટાભાગના ભારતીયોની ત્વચા પીળી અથવા લાલ અંડરટોન્ડ કહેવાય છે. * અગત્યની વાત એ છે કે ત્વચાના રંગના અંડરટોનને ઓળખો અને તે પ્રમાણે મેકઅપના રંગોની પસંદગી કરો. * જો તમારી ત્વચા યેલો અંડરટોનવાળી હોય તો તમારા મેકઅપ વગરના ચહેરા પાસે પીળા રંગનું કાર્ડધરી રાખતાં તમારો ચહેરો ઝાંખો દેખાશે. * એકવાર તમને તમારી ત્વચાનો અંડરટોન સમજાય તે પછી તમે વસ્ત્રોની પસંદગી કરો. હંમેશા એવા રંગના વસ્ત્રો પહેરો જે તમારી ત્વચાના અંડરટોનની વિરુધ્ધ રંગના હોય. * સફેદ અને કાળા રંગનો ઉપયોગ કરો, જે બંને તીવ્ર રંગો છે. સફેદ રંગો તમને મોટા દેખાડે છે. તેથી તેનો સાવચેતીથી ઉપયોગ કરો. * હળવા અને સ્ત્રૈણ, પેસ્ટલ રંગો સામાન્ય રીતે સ્ત્રીઓને સારા લાગે છે અને દિવસ તથા સાંજના વસ્ત્રો માટે યોગ્ય હોય છે. * ઘેરા રંગો બને ત્યાં સુધી ટાળવા. ટોળામાં અલગ તરી આવવા કે ધ્યાનનું કેન્દ્ર બનવા ઘેરા રંગોની પસંદગી કરવી. * મેકઅપમાં ગ્લોસનો ઉપયોગ કરવો. જેથી તે સુંવાળા અને ભીના દેખાય. * વોટર બેઝ્ડ મેકઅપ વાપરવો, જે ચહેરાના છિદ્રોને ઢાંકી દેતાં નથી અને ત્વચા પર લાંબો સમય ટકી રહે છે. * આવા મેકઅપથી ત્વચા એકદમ હળવાશભરી અને જાણે મેકઅપ કર્યો જ ન હોય તેવી દેખાય છે. * ત્વચાની સંભાળ લેવી જરૂરી છે. નહીં તો ગમે તેટલો મેકઅપ પણ તેને સારી દેખાડી શકશે નહીં. સારી કંપનીના ત્વચાના ઉત્પાદનો વાપરવા. * ભારતીય સ્ત્રીની આંખો ખૂબ સુંદર હોય છે. તેથી તેને સુંદર રંગો દ્વારા હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરવો.

ઘણી સ્ત્રીઓની ફરિયાદ હોય છે કે તેમની ત્વચા એકસરખી હોવાને બદલે અમુક જગ્યાએ તૈલી અને અમુક જગ્યાએ સૂકી હોય છે. નાક અને ગળા ઉપર આ સમસ્યા વધુ જોવા મળે છે. તેની પાછળ અન્ય કારણો સહિત હોરમોન્સની અસમતુલા અને સૂરજના કિરણો કે ખરાબ  મેકઅપના સાધનોનો ઉપયોગ પણ હોય છે.

બને ત્યાં સુધી સુગંધી સાબુઓનો ઉપયોગ ટાળવો જોઇએ. ટેલ્કમ પાઉડર પણ વાપરવો નહીં. છાંયડામાં હો ત્યારે પણ જ્યાં વધુ અસર થતી હોય ત્યાં સનસ્ક્રીન લોશન લગાડવું. કારણ કે સૂર્યના નુકસાન કરનારા કિરણો બારી અને પડદામાંથી અંદર આવીને ત્વચા ઉપર અસર કરી શકે છે. ત્વચાને વધુ ઊજળી બનાવનારા સારી કંપનીઓના ક્રીમ વાપરી શકાય પણ તે પહેલાં ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી.

પરફ્યુમની પસંદગી કરવી હોય તો તે ફ્લોરલ કે મસ્કી સુગંધના વાપરવા, જેની સુગંધ લાંબો સમય રહે. એ જ સુગંધનું બોડીવોશ વાપરવું. પછી સ્પ્રે વાપરવાથી તેની સુગંધ લાંબો સમય રહે છે.

ગમે તેટલું મોંઘું શેમ્પુ કે કંડીશનર વાપર્યાં છતાં ઘણીવાર વાળ યોગ્ય રીતે રહેતાં નથી. તેથી જો તમારા વાળ સૂકા રહેતાં હોય તો વાળને સાચવવાની તમારી રીત ખોટી હોય તેવું બને. જો તમે વાળને માટે વધુ પડતા બ્લોડ્રાયનો ઉપયોગ કરતાં હો તો વાળ સૂકા થઇ જાય છે. બને ત્યાં સુધી બ્લોડ્રાયનો ઉપયોગ ટાળવો. તાળવાને સહેજ ભીનાશ પડતું રહેવા દેવું, જેથી બ્લોડ્રાય કર્યાં બાદ પણ વાળ વધુ પડતા સૂકા બનતા અટકશે.

વળી, અન્ય આદત એવી હોય છે કે ભીના વાળમાં જોર જોરથી દાંતિયો ફેરવવો. આ ખોટી આદતને લીધે વાળ વધુ તૂટી જાય છે. ભીના વાળ ઉપર જોરથી ટુવાલ ફેરવવાથી પણ વાળ તૂટે છે અને સૂકા થઇ જાય છે તેને બદલે વાળને થોડા થોડા લઇ ટુવાલની મદદથી હળવે હળવે તેમાંનું પાણી લૂછી નાખવું.


Google NewsGoogle News