Get The App

વાર્તા : મૃગતૃષ્ણાની શોધમાં

Updated: Dec 21st, 2020


Google NewsGoogle News
વાર્તા : મૃગતૃષ્ણાની શોધમાં 1 - image


''કંઈ  વાતની  ખામીછે તને? દરેક સુખસગવડ તમારી નિકટતા  વિના અધૂરાં છે.  ચાલો ક્યાંક  ફરવા જઈઅ? કુદરતની ખૂબસુરત ખીણોમાં  હાથમાં હાથ પરોવીને ફરીશું અથવા સમુદ્રની  ચંચળ લહેરોની પાસે તપેલી  રેતીમાં બેસીને  આપણાં ભવિષ્યના  સપનાં પરોવીશું.'' પલ્લવીએ  પરિમલનો  હાથ પકડીને  કહ્યું.

પરિમલની કાર જેવી આલીશાન બંગલાના દ્વારમાં પ્રવેશી કે  દરવાને દોડીને દરવાજો ખોલ્યો અને  સલામી આપી. પલ્લવીને ન જોઈને તે નવાઈ પામ્યો  કારણ કે કારનો અવાજ સાંભળીને  તે  હમેશાં  પોતાનાં સુમધુર હાસ્ય સાથે  બહાર આવી જતી હતી.

શયનખંડમાં  પલ્લવીને  ચાદર  ઓઢીને સૂતેલી જોઈ વિચિત્ર આશંકાઓથી  ઘેરાયેલા પરિમલે   પૂછ્યું, ''શું વાત છે મેડમ, તબિયત તો સારી  છે ને.''  પ્રેમથી તે તેને મેડમ કહીને જ બોલાવતો હતો. 

''તબિયત તો ઠીક  છે,  પરંતુ મજા નથી  આવતી.  સવારે શું વાયદો કરીને ગયા હતા. યાદ નથી? '' પલ્લવી મોઢું ફુલાવીને  બોલી.

''ઓહ આઈ એમ વેરી સોરી, માય ડિયર, ખરેખર ઓફિસમાં  કામ એટલું હતું કે યાદ જ ન રહ્યું.  કોઈ વાંધો નહીં.  હું કાલે મેડમને  પિક્ચર જોવા લઈ જઈશ.'' 

''તમારી  આ કાલ ખબર નહીં ક્યારે આવશે?''

''તું  તો જાણે  છે કે તારો આ ગુલામ આ જિલ્લાનો અધિકારી  છે. કાયદો અને વ્યવસ્થાની  બધી જવાબદારી મારા ઉપર  છે. ક્ષણમાં   ક્યાં  શું  થઈ જાય છે તે પ્રમાણે મારો  કાર્યક્રમ ઘડાય  છે. આ વખતે હોળી અને ઈદ પાસે પાસે  હોવાથી કામ થોડું  વધારે વધી ગયું છે.

''પણ હું શું કરું?''

''કંઈ  વાતની  ખામીછે તને? દરેક સુખસગવડ તમારી નિકટતા  વિના અધૂરાં છે.  ચાલો ક્યાંક  ફરવા જઈઅ? કુદરતની ખૂબસુરત ખીણોમાં  હાથમાં હાથ પરોવીને ફરીશું અથવા સમુદ્રની  ચંચળ લહેરોની પાસે તપેલી  રેતીમાં બેસીને  આપણાં ભવિષ્યના  સપનાં પરોવીશું.'' પલ્લવીએ  પરિમલનો  હાથ પકડીને  કહ્યું.

''સાહેબ, તમને કોઈ મળવા આવ્યું છે.'' પટાવાળાએ  આવીને જાણ કરી. ''હું  હમણાં આવું  છું.''  કહીને પરિમલ બહાર ચાલ્યો  ગયો.

પલ્લવીને નૈનીતાલમાં  ગાળેલા હનીમૂનના દિવસો યાદ આવી ગયા જ્યારે જીવનમાં  માત્ર પ્રેમ ને પ્રેમ જ હતો.  ક્યારે સવાર પડતી અને ક્યારે સાંજ ઢળતી ખબર જ પડતી નહોતી.  ક્યારેક નૈની  સરોવરમાં નૌકાવિહાર કરતા. ક્યારેક માલ રોડ પર હાથમાં હાથ પરોવી અકારણ  ફરતા તો ક્યારેક કુદરતનાં  મનોરમ્ય સૌંદર્યને  કેમેરામાં  પૂરી દેવાનો  પ્રયત્ન કરતાં  પરિમલની ભુજાઓમાં  ખોવાઈને તે  ભવિષ્યનાં  સપનાં સજાવતી.  તે પરિમલના  રૂપમાં પોતાના સપનાંનો રાજકુમાર મેળવીને  પોતાના નસીબને ધન્ય સમજતી હતી.  પરંતુ આજે  એ  સોનેરી દિવસો  ખબર નહીં  ક્યાં ખોવાઈ ગયા?  સમયની ઝડપી ગતિને શું કોઈ રોકી શક્યું છે?

''પલ્લવી, કેટલાંક અસામાજિક તત્ત્વોએ  લૂટફાંટ શરૂ કરી દીધી છે તેથી હું જઈ રહ્યો  છું. ક્યારે પાછો  ફરીશ એ કહી શકાય નહીં. તેથી  રાહ જોતી નહીં.  ડરવાની કોઈ વાત નથી.''

પરિમલની અવાજથી પલ્લવીના  અતીતનાં સોનેરી સ્વપનોનો દોર તૂટી ગયો. પછી  તે પલ્લવીને વર્તમાનની કઠણ ભૂમિ પર પરિસ્થિતિઓ સામે  લડવા માટે છોડીને ચાલ્યો ગયો.

પલ્લવીની આંખોમાંથી અશ્રુધારા  વહેતી રહી કે શું આટલા માટે પપ્પાએ  તેનાં લગ્ન કરાવ્યા હતા?  પરિમલની  ચોવીસ કલાકની ફરજ  અને તે એક પાંજરામાં  કેદ થઈ ગયેલું પક્ષી.... પિંજર ભલે ગમે તેટલું સુંદર કેમ ન હોય, કેદ તો કે જ હોય છે.  ક્યારેક લેડીઝ ક્લબ જઈને  મન હળવું કરવાનો પ્રયત્ન કરતી, પરંતુ ત્યાં સાસુનણંદનું  પુરાણ સાંભળીને  તેનું મન ગભરાવા લાગતું.... 'તાશ'  અને 'પાન'થી  તેને પહેલેથી જ નફરત હતી....

કોલેજમાંથી અભ્યાસ પૂરો કરીને  નીકળી જ હતી ત્યાં જ તેના પપ્પાએ યોગ્ય છોકરો જોઈને લગ્ન કરી  દીધાં હતાં.  પરિમલે  તેના માતાપિતાનું  એકમાત્ર સંતાન હતું.  પરિમલના જન્મ પછી  તરત જ માતા પિતા અવસાન પામ્યાં હતાં તેના પિતા  કોલેજમાં પ્રિન્સિપાલ હતા. પિતાના  વ્યક્તિત્વના  પ્રભાવને લીધે જ પરિમલ આજ્ઞાાકારી  તેમ જ તેજસ્વી હતો. પ્રથમ  પ્રયત્નમાં જ તેણે આઈ.એ.એસ. ની બુદ્ધિકૌશલ્યની પરીક્ષા પાસ કરી હતી જે એક ગૌરવની વાત માનવાાં આવે છે અને કદાચ  એ જ યોગ્યતાને કારણે પલ્વીના  કરોડપતિ પિતાએ અનેક યુવકોમાંથી  તેને પસંદ કર્યો હતો.  પોતાની મહેનત, યોગ્યતા  તેમ જ કુશળતાને  કારણે ચાર  વર્ષની અંદર જ જિલ્લાનો સ્વતંત્ર ભાર તેના માથે સોંપવામાં આવ્યો હતો.

કલેક્ટર તરીકે  અહીં તેની પહેલી પોસ્ટિંગ હતી.  તેથી કામ પ્રત્યે  તે પૂર્ણ રીતે સમર્પિત હતો.

બધા સંબંધી,  સખીસાહેલીઓ  પલ્લવીની  ઈર્ષ્યા  કરતા હતા. તે પોતે પણ પરિમલની  વાક્છટા  તેમજ વ્યક્તિત્વથી અત્યંત પ્રભાવિત થઈ હતી.  પરંતુ તેને ખબર નહોતી  કે  ગુલાબ કાંટામાં જ જ જન્મલે છે એ કહેવત  તેના  પર ચરિતાર્થ થવાની  છે.  તેના પિતા વેપારી હતા. તેથી વેપારના સંબંધમાં  તેમને મોટે ભાગે બહારગામ  જવું પડતું.  તેનીમાની જિદ્દ હતી  કે  તે પોતાની પુત્રનાં  ગ્ન એક નોકરિયાત વ્યક્તિ સાથે જ કરશે.  પછી ભલે તે ક્લાર્ક જ કેમ ન હોય....  કંઈ નહીં તો દીકરીને  તો એ સુખશાંતિ મળે જેના માટે આખું જીવન તરસતી રહી.  કાશ, મમ્મી  જોઈ શકત  કે તેમની દીકરી જીવનમાં કેટલી સુખી છે! ગયા વર્ષે જ વાયરલ ઈન્ફેક્શને  તેમને મૃત્યુનાં  મોમાં ધકેલી  દીધાં.  અંતિમ સમયમાં પણ પપ્પા    બિઝનેસ ટૂર પર સિંગાપુર ગયેલા હતા.

ઘડિયાળે  બારના ડંકા વગાડીને  બીજા દિવસના  આગમનની  સૂચના  આપી  દીધી હતી.  ખબર નહીં  ક્યારે  આવશે પરિમલ,   વિચારતાં  વિચારતાં પલ્લવીને  ખબર જ ન પડી કે ક્યારે તેને ઊઘ આવી ગઈ.  પક્ષીઓના કલરવ તેમ જ બારીમાંથી ડોકિયું કરતાં  સૂરજના કિરણોએ પ્રભાત  થયાની સૂચના આપી. 'ટેલિફોન બોય' ને બોલાવીને પૂછ્યું  કે  સાહેબનો કોઈ સંદેશો આવ્યો?  નકારાત્મક ઉત્તર  મેળવીને તેનું મન ખિન્ન થઈ ગયું.  પરંતુ જે વ્યક્તિઓના મનમાં  મમતા, મોહ, પ્રેમી જેવી ભાવનાઓ અભાવ હોય તે  ગમે તે કરી શકે  છે. 

મનમાં  અજંપો  ચાલુ હતો  ત્યારે જ ટેલિફોન  ઓપરેટરે 'સાહેબનો ફોન છે' કહેતા રિસીવર પલ્લવીને પકડાવી દીધું. પરિમલનો અવાજ હતો. 

''પલ્લવી, હું સાંજે જ આવી શકીશ. ઝઘડો ઘણો વધી ગયો છે.. લગભગ દસ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે... કેટલાક ઘાયલ થયા છે... સ્થિતિને સામાન્ય થવામાં થોડો સમય લાગશે. તેથી બપોરે જમવા માટે મારી રાહ જોતી નહીં.''

પલ્લવી, જે થોડી ક્ષણો પહેલાં અનેક ખોટી ચિંતાઓમાં ઘેરાયેલી હતી, અચાનક ક્ર બની ગઈ. તે એ વાત પણ વીસરી ગઈ કે કઈ પરિસ્થિતિઓ તેમજ કારણોએ પરિમલને રોકાવા માટે મજબૂર કર્યો છે. ગુસ્સામાં કંઈ બોલ્યા વગર જ રિસીવર નીચે મૂકી દીધું. 'રાહ જોતી નહીં' પરિમલના એના શબ્દો વારંવાર તેના મગજ પર પ્રહાર કરવા લાગ્યા... કેટલું સહન કરું? પરિમલને જ જો મારી ચિંતા નથી તો હું શા માટે તેમની ચિંતા કરું? હવે હું અહીં નહીં રહું. તેને પોતાની કાકાની દીકરી ચિત્રા તેમજ બનેવી મહેશની યાદ આવી ગઈ. તે મહેશ સાથે પરિમલની તુલના કરવા લાગી. જોકે પરિમલ મહેશ કરતાં ચઢિયાતો જ હતો, પરંતુ તે મહેશની જિંદાદિલીની ચાહક હતી. તે એવી વ્યક્તિ હતા કે જે મરેલામાં પણ પ્રાણ પૂરવાની ક્ષમતા ધરાવતા હતા. એક સમયે તેના આદર્શ પુરુષ હતા. તેમના જેવા જ પુરુષની કલ્પના તેણે પોતાના જીવનસાથી માટે કરી હતી.

તેને યાદ છે એ દિવસ જ્યારે તેની  પ્રિય બહેનપણીના આકસ્મિક મૃત્યુને કારણે તે દુઃખી હતી. જીવનની ક્ષણભંગુરતા તેને વ્યથિત કરતી હતી. તે જ સમયે મહેશ જીજાજી તેમજ દીદી આવી ગયાં હતાં. તેને ઉદાસ જોઈને તેમણે જીવનનું રહસ્ય સમજાવતાં ઉખાણાં સંભળાવવાનું ઼ શરૂ કરી દીધું. થોડી જ વારમાં પલ્લવી બધું દુઃખ ભૂલીને હસવા લાગી. આંખોમાંથી અશ્રુ પણ છલકાઈ ગયાં. ત્યારે પોતાનો રૂમાલ કાઢીને આંસુ ઼ લૂછતાં લૂછતાં જીજાજી બોલ્યા, ''જેટલું રડવું હોય

આજે જ રડી લે, પરંતુ આ જ પછી તને ક્યારેય રડતી જોવા નથી માગતો. માનવીએ દરેક  પરિસ્થિતિમાં ઉમેરો પ્રસન્ન રહેવું જોઈએ.''

રાજની પરિસ્થિતિમાં તે ઇચ્છતી હોવા છતાં સમાધાન કરી શકતી નહોતી. એકલતા તેને ડંખતી હતી, કુંખ અને લોભને લીધે આંખોમાં આંસુ છલકાઈ રહ્યાં હતાં, પરંતુ તે આંસુને લૂછનારું કોઈ નેતું. એટલામાં બહાર કારના હોર્નનો અવાજ સંભળાયો.

 ઉત્સુકતાથી બહાર જોયું તો તેના પપ્પા કૃષ્ણકાંત કારમાંથી ઊતરીને આવતા નજરે ચઢયાં. તઓ અંદર આવ્યા કે તરત જ તેમને જોઈને બાળકની જેમ હીબકાં ભરીભરીને રડવા લાગી,

પપ્પા, મારું અહી મન મુંઝાય છે. હું અહીં વધુ નહી ૨હી શકું. જો થોડા વધુ દિવસ રોકાઈશ તો મરી જઈશ.''

શું થયું દીકરી? પરિમલે કંઈ કહ્યું?''

આખી વાત સાંભળ્યા પછી અનુભવી કૃષ્ણકાંત સમજી ગયા કે પરિમલની કોઈ ભૂલ નથી. પોતાની માની જેમ નાદાન દીકરી પણ પરિસ્થિતિ સાથે સમાધાન કરી શકતી નથી. કામ મૂકીને કોઈ ઘેર તો બેસી શકે નહીં, પરંતુ ઉપરથી બોલ્યા, 'હું કોઈ કામને માટે આવ્યો હતો. તારા માટે થોડો સામાન લાવ્યો છું રાખી લે. મારે તરત જ પાછાં જવું પડશે.'

''નહીં પપ્પા, હવે હું અહીં નહીં રહું.

હું જાઉં છું. ક્યારે પાછો આવીશ તે કહી શકતો નથી. તમારી સાથે ઘેર આવીશ.''

કૃષ્ણકાંતે પલ્લવીને સમજાવવાની  ઘણી બધી કોશિશ કરી, પરંતુ તે અસફળ  રહ્યા અને એટલું જ  બોલ્યા, ''ઠીક છે દીકરી, તારી જેવી મરજી.  પરંતુ પરિમલને મળ્યા વગર જતા રહેવું યોગ્ય નથી.''

પરંતુ પલ્લવી તો જાણે  કંઈ જ ન સાંભળવાનો  નિશ્ચય  કરીને બેઠી હતી. એક  પત્ર પરિમલના નામે લખીને  ત્યાં મૂક્યો અને પિતા સાથે ચાલી ગઈ.

પરિમલ સાથે થાકીને  ઘેર પાછો ફર્યો. પલ્લવી વિશે પૂછતાં તેના નોકરી પલ્લવીએ લખેલો પત્ર તેને આપી દીધો અને  કહ્યું, મેમસાહેબ  તેમના પિતાજી સાથે ગયાં છે.'' 

અચાનક  પલ્લવીના  જતા રહેવાથી  આશ્ચર્યચકિત  પરિમલે પત્ર ખોલીને વાંચવાનું શરૂ કર્યું.

''ખૂબ જ  સમાધાન કરવાનો પ્રયત્ન  કર્યો,   પરંતુ  કામનેે લીધે ઘણા દિવસો સુધી જે તમે ઘરની બિમાર રહો છો તે પરિસ્થિતિ હવે મારા માટે

અસહ્ય   બની ગઈ છે... એકલતાનું  દુઃખ   હવે  સહન થતું નથી.... જાઉં છું કદાચ  .... ક્યારેય  પાછી ન આવવા માટે.''

ે (૧૧મા પાનાનું ચાલુ)

મૃગતૃષ્ણાની શોધમાં(વાર્તા)

઼ 'દુઃખ, જોયું  છે  તે ક્યારેય દુઃખને... કે  જે  સહન થતું નથી. મહેલમાં  ઊછરનારા દુઃખને ે શું સમજે ! એ ક ગરીબ મજુરને પૂછો કે દુઃખ શુ હાય છે? આખો દિવસ મજૂરી, સખત મહેનત, પરસેવો પાડીને પણ પોતે પેટ ભરીને ખાઈ શકતો નથી કે બાળકોને ખવડાવી શકતો નથી. એક અનાથ બાળકને પૂછો કે  જેના માથા પર વહાલથી કોઈ હાથ ફેરવનાર હોતું  નથી. ગરમી, ઠંડી તેમજ વરસાદમાં  ફૂટપાથ પર રહેતા લોકોને પૂછો જેમની પાસે માત્ર ખુલ્લું આકાશ છે. તે દુઃખ જોયું  હોત તો અહીંથી જાત જ નહીં, તારા જેવા લોકો ક્યાંય સુખથી રહેતા નથી કે બીજાને રહેવા દેતાં પણ નથી. આજ ે તું  દુઃખી થઈને અહીંથી ત્યાં ગઈ છે. કાલે  ત્યાંથી દુઃખી થઈને પાછી અહીં આવીશ. જેમના જીવનમાં કોઈ ઉદ્દેશ  કે  અર્થ હોતો નથી તેમને ક્યાંય સુખ મળતું નથી હોતું. સાર્થક જીવન જીવતા લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે. આવું વિચારતો હતાશ તેમજ નિરાશ પરિમલ જમ્યા વગર જ આરામમાં કોઈ પણ દખલગીરી ન કરે તેવો આદેશ આપી  સુઈ ગયો.

ટેલિફોનની રિંગનો અવાજ સાંભળી  પરિમલ  હેબતાઈને  જાગ્યો. સવાર પડી ગઈ હતી. માનસિક તાણ તેમજ થાકને કારણે  ઊંઘ લેવા છતાં તેનું માથું ભારે ભારે લાગતું હતું. ફોન ઉપાડયો. સામે કૃષ્ણકાંતનો અવાજ  સંભળાયો. બોલ્યા, ''દીકરા, આ નાદાન છોકરીને માફ કરી દેજે. મા હોત તો કંઈક સમજાવત... શરૂઆતથી જ થોડી જિદ્દી છે.... થોડા દિવસો અહીં રહેશે તો કદાચ તેને પોતાની ભૂલ સમજાશે.''

કંઈ કહેવાની ઇચ્છા હોવા  છતાં પરિમલ કંઈ બોલી શક્યો નહીં અને ફોન મૂકી દીધો. તે જાણતો હતો કે  પલ્લવી ચોક્કસ  આવશે, પરંતુ આવું ક્યાં સુધી ચાલશે... વ્યર્થ તાણને લીધે તેની કાર્યક્ષમતા પર પણ અસર થઈ રહી હતી. આંતરિક તેમજ (બાહ્ય તાણે તેને ભાંગી નાખ્યો હતો. એવું માનવામાં આવે છે કે દુખ વહેંચી લેવાથી દિલનો ભાર હળવો થઈ જાય છે, પરંતુ કહે કોને? જેને તેણે પોતાના જીવથી વધુ પ્રેમ  કર્યો હતો તે જ એની મજબૂરી સમજી શકી નહીં તો બીજા  શું  દોષ  દોષ આપવો? દુખી મનથી તે પોતાને કામમાં ઼ વ્યસ્ત રાખવા લાગ્યો. જેથી કોઈ વિચાર મનમાં આવે નહીં અને કોઈની યાદ પણ સતાવે નહીં.

પલ્લવી  ભાવાવેષમાં  પોતાના પિતા કૃષ્ણકાંતની પાસે ઘેર તો આવી ગઈ, પરંતુ મનમાં ને મનમાં ખિન્ન રહેતી તેમજ ઉદાસ બની જતી હતી. હકીકતમાં તો તેનું મન ત્યાં જ રહી ગયું હતું. તે સમજી શકતી નહોતી કે તેણે સારું કર્યું  કે ખોટું.  પરિમલનું કામ જ એવું હતું કે તે ચાહવા છતાં તેને સમય આપી શકતો નહોતો, પરંતુ તે તેને ખૂબ જ પ્રેમ કરતો હતો એ વાતનો અહેસાસ તેને હતો. તેને યાદ આવી એ મધુર મિલનની પ્રથમ ક્ષણ કે જ્યારે પરિમલે તેનો હાથ પોતાનાં હાથમાં લેતા કહ્યું હતું કે પલ્લવી, માને મેં જોઈ નથી એટલે પ્રેમ શું છે તે હું જાણતો નથી. પિતાજીએ સ્નેહની છાયા ચોક્કસ આપી, પરંતુ પ્રેમથી વંચિત રાખ્યો. કર્તવ્યનું બરાબર ધ્યાન કરાવતાં પરંતુ મારા મનનાં રણપ્રદેશમાં ક્યારેય ડોકિયું કરીને જોવાનો પ્રયત્ન તેમણે કર્યો નહોતો. જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો ભલે મારો કાન પકડીને સમજાવજે, પરંતુ મારા દિલમાં ખીલેલાં પ્રેમનાં અગણિત પુષ્પોને ક્યારેય કરમાવા દેતી નહીં.

ખરેખર પરિમલે પાછલાં છ વર્ષોમાં ક્યારેય તેને  ફરિયાદ કરવાની તક આપી નહોતી. લગ્નનાં ત્રણ વર્ષ બાદ જયારે તે સગર્ભા બની ત્યારે ખુશીથી કૂદીને તેણે તેને ખોળામાં ઉપાડી લીધી હતી, પરંતુ તે ખુશી ક્ષણિક હતી. છઠ્ઠા મહિનામાં પગ લપસી જવાને કારણે ગર્ભપાત થઈ ગયો અને તે સમયે તેના ગર્ભાશયમાં થયેલા ચેપને કારણે ડોક્ટરે તેને બે વર્ષ સુધી સાવચેતીથી રહેવાની સલાહ આપી હતી. આવી નાજુક ક્ષણોમાં પણ પરિમલે માત્ર શારીરિક નહીં, પરંતુ માનસિક બળ પણ તેને પૂરું પાડયું હતું. ક્યારેક ભાવુક બનીને કહેતો, ''તને મારા કારણે આટલી બધી પરેશાની વેઠવી પડી. હવે તું જ્યાં સુધી નહીં ઇચ્છે ત્યાં સુધી બાળક વિશે વિચારીશ પણ નહીં, પરંતુ જિલ્લાધીશના હોદા પર નિયુક્ત થયા બાદ તે બદલાઈ રહ્યો હતો કે પછી વધુ પડતી વ્યસ્તતાને લીધે તે સમજી શકતી નહોતી. તે તો આજે પણ પોતાના મહેશ જીજાજી ઉપર મોહિત હતી. જેમણે તેની સીધીસાદી દીદીને બદલી નાખી હતી... રોજ ક્લબ, ડાન્સ પાર્ટીઓમાં તેને લઈ જતા હતા. ગોરી અને સુંદર તો પહેલેથી જ હતી, પરંતુ લગ્ન પછી તો તેના વ્યક્તિત્વમાં વધારે નિખાર આવતો જતો હતો. 

પલ્લવીનું પિતાને ઘેર પણ મન લાગતું નહોતું. માના મૃત્યુ પછી પિતાજી પોતે વેપારધંધામાં વધુ ખૂંપી ગયા હતા. વ્યવસાય  વધારવાના ઉદેશથી તેમણે એક શાળા ઈંગ્લેન્ડમાં પણ ખોલી હતી. જેનો મેનેજર તેનો ભાઈ નરેન્દ્ર હતો, ભાભી પણ થોડા દિવસો પહેલાં ચાલી ગઈ હતી. જે એકાંતને લીધે તે ઘર છોડીને આવી હતી તે એકલતા અહીં પણ હતી. કદાચ તેના કરતાં પણ વધુ ભયાનક રૂપમાં. એક વાર મનમાં આવ્યું કે ચિત્રાદીદીને ફોન કરીને આવવા માટે જણાવું, પરંતુ  બીજી જ ક્ષણે તેણે  વિચાર્યું કે તે તેને શું કહેશે જયારે તે પૂછશે કે કેટલા દિવસની રજા લઈને આવી છે મારી પ્રિય બહેન? ક્યારેક તેને થતું કે તે પોતાની જાતથી જ ભાગી રહી છે.

પલ્લવીના આવ્યાના સમાચાર  સાંભળતાં . દીદી પોતે ચાલી આવી, પોતાનું ચિરપરિચિત હાસ્ય તેમજ અનોખી અદાથી તેણે પલ્લવીને પોતાના આશ્લેષમાં  લઈ લીધી અને કુશળતાના સમાચાર પૂછવા લાગી. પલ્લવીની પાસેથી તેની વ્યથા સાંભળીને તે બોલી, ''તું કેટલી નાદાન છે મારી બહેન? તે હંમેશાં મહેશનું બાહ્ય સ્વરૂપ જોયું છે, આંતરિક નહીં. એ સાચું છે કે તે મને ચાહે છે. કદાચ ગાંડપણની હદ સુધી ચાહે છે, પરંતુ તેનો પ્રેમ સપાટ છે. એટલા માટે જ તો મને જ્યારે જલદી ગર્ભ રહો ત્યારે તે બિલકુલ ખુશ ન થયો, ઊલટાનું આદેશાત્મક સ્વરમાં બોલ્યો હતો  કે ગર્ભપાત કરાવી લે. એક મા હોવાને લીધે હું તેની વાત કેવી રીતે માની લઉં. તે એવું માનતો હતો કે હજુ તો આપણાં હરવાફરવાના દિવસો છે. અત્યારથી જો સંતાન થઈ જશે તો તારું શરીર પણ બેડોળ થઈ જશે તેમજ બાળકને કારણે એકાંત પણ નહીં મળે. એ નથી જાણતો કે પ્રેમ માત્ર શારીરિક નહીં, પરંતુ આત્મિક પણ હોય છે. 

ગર્ભાવસ્થાના તે દિવસો કે જ્યારે પતિથી દૂર રહેવું જરૂરી છે તે મેં કેવી રીતે કાઢ્યા  છે તેનું વર્ણન હું કરી શકું તેમ નથી. મને હેરાન કરવા તેમજ ચિડવવા માટે તેણે તેના મિત્રોની સાથે એકલા ફરવાનું, શરાબ પીવાનું, પત્તા રમવાનું શરૂ કરી દીધું હતું. બેબી થઈ ત્યારે તેને જોવા પણ આવ્યો નહીં. સાસુસસરા આવ્યાં તો તેની શુષ્કતા જોઈને તેમને થયું કે પુત્રી અવતરી છે. એટલા માટે જ તેનું મન ખરાબ થઈ ગયું હશે. તેમણે આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની માનસિક વેદના હું કેવી રીતે જણાવું?

ચિત્રાદીદીના ગયા બાદ પલ્લવી વિચારવા લાગી કે જેમની બાહ્ય ચમકથી  પ્રભાવિત થઈને તે પોતાના નાનકડા સંસારમાં આગ લગાડવા તૈયાર થઈ હતી ત્યાં પણ અસંતોષની ચિનગારી હતી. હકીકતમાં લગ્નનું બંધન સમાધાન તો છે, બે જુદાં લિંગની વચ્ચે, બે અલગ અલગ  વાતાવરણમાં ઊછરેલી બે વ્યક્તિઓના વિચાર એકસરખા કેવી રીતે હોઈ શકે? બંને પક્ષોએ એકબીજાની આવશ્યક્તાઓ તેમજ મજબુરીઓની સાથે સમાધાન કરવું જ પડે છે... એ જ સામાજિક દાયિત્વ છે તેમજ સંબંધોને સ્થાયી બનાવવાની માગ પણ છે. 

પરિમલ તો એક સરળ, કર્તવ્યનિ વ્યક્તિ છે. બીજા લોકોની જેમ તેમનામાં કોઈ ખરાબ આદત કે શોખ નથી. તેનું વધુ પડતું ધ્યાન પણ રાખે છે, પરંતુ પોતાનાં અતિઆવશ્યક  કામોને છોડીને તેની સાથે દરેક ક્ષણ તો બેસી શકે નહીં. એક પત્નીનું  કર્તવ્ય પતિનાં કામમાં સહાય કરવાનું હોય છે  મુશ્કેલીઓ  નાખવાનું નહીં. કહેવામાં પણ આવ્યું છે કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો  હાથ હોય છે. 

આજની નારી સર્વગુણસંપન્ન, સબળ તેમજ આત્મનિર્ભર છે.  પરંતુ  પોતાની આ વિશેષતાઓને સકારાત્મક   કાર્યોમાં જોડવી જોઈએ નકારાત્મક કાર્યોમાં નહીં.  એક નાની અમસ્તી તિરાડ એક વિશાળ ઈમારતને ક્ષણભરમાં ખંડેરમાં બદલી શકે છે અને વળી તેનું જીવન તો નાવિક વગરની નાવડીની જેમ કિનારો શોધતા-શોધતા ભરસમુદ્રમાં ડૂબી પણ શકે છે એ વાતનો તેને અણસાર આવવા લાગ્યો હતો. 

પહેલાં  અહીં આવતી હતી  તો મા, ભાઈ  અને ભાભી તેને હાથમાં રાખતાં હતાં. તરત જ તેની મનપસંદની વાનગીઓ બનતી, મનપસંદ વસ્તુઓ આવી જતી, પરંતુ હવે મા રહી નથી કે નથી ભાઈ ભામી રહ્યાં... ઘર એકદમ વેરાન થઈ ગયું છે. જે પરિસ્થિતિની ભયાનકતાથી તે મોઢું ફેરવીને આવી હતી તે પરિસ્થિતિ અહીં પહેલાંથી જ હાજર હતી. પાછલી વખત જ્યારે અહીં આવી હતી ત્યારે પરિમલ રોજ સવારસાંજ ફોન પર તેની સાથે વાત કરી લેતા હતા, પરંતુ આ વખતે મળ્યા વગર આવી છે તેથી તેણે એક વાર પણ ફોન કર્યો નથી. અચાનક તેને પરિમલ સાથે ગાળેલી ક્ષણો યાદ આવવા લાગી. પાછલી વખત જ્યારે એક અઠવાડિયાં બાદ ઘર પાછી ફરી ત્યારે તે અસ્તવ્યસ્ત રૂમને જોઈને બોલી. હતી કે તમે તો હજુ બાળક છો. તમારું પોતાનું કામ સારી રીતે કરી શકતાં નથી તો આખા જિલ્લાની દેખભાળ કેવી રીતે કરી શકો છો?

''મારી દેખભાળ માટે જ તો તને લઈ આવ્યો છું. પરિમલે તેને આશ્લેષમાં લેતાં કહ્યું હતું. ''પલ્લવી, ક્યાં છે દીકરી?'' પિતાનો અવાજ સાંભળી પલ્લવી હેબતાઈ ગઈ. તેની અસ્તવ્યસ્ત હાલત જોઈન પિતાએ તેની નજીક બેસતાં ચિંતાયુક્ત સ્વરમાં પૂછયું, ''શું વાત છે દીકરી? તબિયત તો સારી છે ને? દીનુ કહેતો હતો કે તું આજે જમી નથી?''

''પપ્પા હું ઠીક છું, મને કંઈ નથી થયું. મારી સિતાર નીચે ઉતરાવી આપો ને. હું કાલે જ પાછી જાઉં છું.'' સિતારવાદન પલ્લવીનો શોખ હતો... સુખદુઃખનો સાથી. તેણે વિચારી લીધું હતું કે એકલતાને તે સિતારના સ્વરમાં બાંધવાનો  પ્રયત્ન કરશે  અથવા ઈન્ટીરિયર ડેકોરેશનનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે.

''આટલી ઉતાવળ શું છે દીકરી, હવે આવી છે તો થોડા દિવસો રોકાઈ જા.''

''પરિમલની પાસે જઈશ.'' તેણે નજર ઝુકાવીને કહ્યું.

આવા સંજોગોમાં પિતા પણ ઇચ્છતા નહોતા કે તે અહીં રહે. તેથી બોલ્યા, ''ઠીક છે. જેવી તારી ઇચ્છા, કાલે ડ્રાઈવર તને મૂકી આવશે.'' પિતાએ પ્રેમથી માથા પર હાથ ફેરવતાં કહ્યું. ચહેરા પર સંતોષનાં ચિહ્નો સ્પષ્ટ જણાતાં હતાં.

પલ્લવી આવતી કાલનો અધિરાઈથી ઈન્તજાર કરી રહી હતી. તેણે નક્કી કરી લીધું હતું કે તે હવે મૃગતૃષ્ણાની પાછળ ક્યારેય દોડશે નહીં. સચ્ચાઈની કઠોર ધરતી પર જ પોતાનાં સ્વપ્નને તે બાંધશે અને સજાવશે.


Google NewsGoogle News