Get The App

સહિયર સમીક્ષા .

Updated: Jan 18th, 2021


Google NewsGoogle News

- હું 23 વર્ષનો કુંવારો છું. મને 35 વર્ષની પરિણિત અને ત્રણ સંતાનની માતા સાથે પ્રેમ છે. મારા ઘરના સભ્યો આથી વિરુધ્ધ છે અને તેઓ મને બીજે પરણાવવાની તૈયારી કરે છે. 

સહિયર સમીક્ષા                       . 1 - image

હું ૬૩ વર્ષનો છું. મારી પત્ની ૫૦ વર્ષની છે. તેને ડાયબિટિસ  અને બીપીની સમસ્યા છે. મારી પત્ની તેની ઇચ્છા હોય ત્યારે મને સંભોગ કરવા દે છે પરંતુ મારી ઇચ્છા હોય ત્યારે તે રાજી થતી નથી. અમારી વચ્ચે મનમેળ સારો છે. છોકરાઓ પણ પરણીને અલગ રહે છે. આ સિવાય બીજું કોઇ ટેન્શન નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક ભાઇ (અમદાવાદ)

* આ માટેનો એક જ ઉપાય છે અને એ વિચાર છે વાતચીત. વાતચીત દ્વારા તમારે બંનેએ કોઇ સમાધાન શોધવાની જરૂર છે. અગત્યની વાત સંતોષ છે. તમને બંનેને સંતોષ મળે એવો કોઇ ઉપાય શોધી કાઢો. સમાગમમાં માટે બંને પક્ષની મરજી હોવી જરૂરી છે.

હું ૩૦ વર્ષનો છું. હું સારું કમાઉં છું. વર્ષોથી સહિયર સમીક્ષાની ચાહક છું. આ કોલમમાં આવતી ઘણી વાતોને મેં મારા જીવનમાં ઉતારી છે અને હું ઘણું શીખ્યો પણ છું. મારી સમસ્યા એ છે કે મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે. કેટલાક વર્ષ પૂર્વે અમારા વચ્ચે પ્રેમની અફવા ઊડી હતી. પરંતુ તે સમયે મને તેના પર પ્રેમ નહોતો. હમણા તે બીજે રહે છે. હું તેને ન મળું ત્યારે મને તેના જ વિચાર આવે છે. તેની યાદ મારો પીછો છોડતી નથી. તે મને મળે છે ત્યારે ઘણી ખુશ થાય છે. શું મને પ્રેમ થયો હશે? એ મને પ્રેમ કરે એ માટે મારે શું કરવું? ચોમાસામાં મારી વૃષણ કોથળીની આસપાસની ચામડી લાલ થઇ જતા મેં ડેટોલનો ઉપયોગ કર્યો હતો. શું આ કારણે ત્યા વાળ ન ઉગે? શું એની કોઇ આડઅસર થાય?

એક યુવક (નવા વાડજ)

* ગાઢ મૈત્રી પ્રેમમાં ફેરવાઇ શકે છે. તમને એ યુવતી સાથે પ્રેમ થયો હોવાની શક્યતા છે. તે તમને પ્રેમ કરે છે કે નહીં એ જાણવા માટે તમારે તેને આ બાબતે પૂછવું પડશે. શક્ય છે કે તે તમને પ્રેમ ન કરતી હોય અને સારો મિત્ર માનતી હોય. તમે એના પ્રત્યે ગંભીર હો અને લગ્ન કરવા માગતા હો તો તમારે હિંમત કરીને તેના વિચારો જાણવા જ પડશે. તમને શરમ આવતી હોય તો તમો તમારા બંનેના કોઇ કોમન મિત્રની સહાય લઇ શકો છો. હા, તેનો નકાર સાંભળવાની પણ તૈયારી રાખજો અને આમ હોય તો નિરાશ થવાની જરૂર નથી. તમારા નસીબમાં એનો સાથ નહીં હોય તો તમે ગમે તેટલું મથશો તો પણ તે તમને નહીં મળે. આથી તે ના પાડે તો તેને એક મિત્ર તરીકે સ્વીકારી તમારી જિંદગીમાં આગળ વધી જજો. તમારી બીજી સમસ્યાની વાત કરીએ તો એની સાથે ડેટોલને કોઇ સંબંધ નથી. કોઇ સારા ડૉક્ટરની સલાહ લો.

હું ૨૩ વર્ષનો કુંવારો છું. મને ૩૫ વર્ષની પરિણિત અને ત્રણ સંતાનની માતા સાથે પ્રેમ છે. મારા ઘરના સભ્યો આથી વિરુધ્ધ છે અને તેઓ મને બીજે પરણાવવાની તૈયારી કરે છે. હું તેના વગર રહી શકું તેમ નથી. એ મને નહીં મળે તો હું આત્મહત્યા કરીશ પરંતુ બીજી છોકરી સાથે લગ્ન નહીં કરું. બળજબરીથી મને પરણાવી દેવામાં આવશે તો હું તેને પૂરેપૂરો સાથ આપી શકીશ નહીં. મને યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવક (કપડવંજ)

* તમારે વાસ્તવિક દુનિયામાં આવવાની જરૂર છે. તમારા પરિવારનો વિરોધ યોગ્ય છે. એક તો તમારી ઉંમર ઘણી નાની છે આ ઉંમરમાં આવી નાદાનિયત થઇ શકે છે. આત્મહત્યા કરવાનો અને બીજી યુવતીને સાથ ન આપવાનો વિચાર બકવાસ છે. તમારી પ્રેમિકા સાથે તમારું કોઇ ભવિષ્ય નથી. તમારું જીવન બરબાદ કરવાને બદલે તેને છોડી દો અને તમારા માતા-પિતાની મરજીની યુવતી સાથે લગ્ન કરી લો. સમય દરેક દરદની દવા છે. તમારા સંસારમાં પડતા જ તમે તેને ભૂલી જશો. બીજુ તેને ત્રણ સંતાન છે. એક તો તમારી વચ્ચે ઉંમરનો ઘણો તફાવત છે. આ વાત ભવિષ્યમાં બાધારૂપ બની શકે છે. નાદાની છોડી વાસ્તવિકતા સ્વીકારી લો. અને એ સ્ત્રીને ભૂલી જાવ.

 - નયના


Google NewsGoogle News