સહિયર સમીક્ષા .

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મારા ફિયાન્સને હું 3-4 વખત મળી છું. ગયા વખતે જ્યારે અમારી મુલાકાત થઈ ત્યારે તેમણે કહ્યું કે તે ક્યારેક ક્યારેક હસ્તમૈથુન કરે છે. 

* હું ૨૩ વર્ષની યુવતી છું. એક વર્ષ પહેલાં કેટલાક યુવકો મારો પીછો કરતા હતા. એટલે સુધી કે તેઓ કૉલેજમાં મારા રૂમની સામે બેસીને ડોળા ફાડીને જોયા કરતા હતા. તેમણે ક્યારેય મારી સાથે વાત નથી કરી, બસ ઘરેથી કૉલેજ કે માર્કેટ જતી વખતે જ તેઓ મારો પીછો કરતા હતા. થોડા મહિનાથી આ સિલસિલો બંધ થઈ ગયો, પરંતુ હવે મારા મનમાં હંમેશાં એવો વિચાર આવ્યા કરે છે કે તેઓ મારો પીછો કેમ કરતા હતા. આખરે મારી પાસેથી શું ઈચ્છતા હતા અને હવે અચાનક મારો પીછો કરવાનું કેમ બંધ કરી દીધું કે જ્યારે અમારી વચ્ચે ક્યારેય વાતચીત સુદ્ધાં નથી થઈ.

એક યુવતી (અમદાવાદ)

* લાગે છે કે પેલા યુવાનો પીછો કરતા હતા તે તમને સારું લાગતું હતું એટલે હવે જ્યારે તેઓ તમારો પીછો નથી કરતા ત્યારે તમે પરેશાન છો. શક્ય છે કે તે યુવાનો કે તેમાંથી કોઈ એક તમારી ફ્રેન્ડશીપ કરવા ઈચ્છતો હોય. જ્યારે સતત તમારી પાછળ આવવા છતાં પણ તેઓને એવો કોઈ અણસાર ન મળ્યો અર્થાત્  તમે તેઓને લિફ્ટ ન આપી તો તેઓ પોતાના રસ્તે વળી ગયા, પરંતુ હવે તમે કેમ કારણ વગરનાં પરેશાન છો?

* હું ૨૪ વર્ષની યુવતી છું. મારી સગાઈ થઈ ગઈ છે. છ મહિના પછી લગ્ન છે. મારા ફિયાન્સને હું ૩- ૪ વખત મળી છું. ગયા વખતે જ્યારે અમારી મુલાકાત થઈ ત્યારે તેમણે કહ્યું કે તે ક્યારેક ક્યારેક હસ્તમૈથુન કરે છે. હું તમારી પાસેથી જાણવા માગુ છું કે આ શું હોય છે અને આના કારણે ક્યાંક અમારાં લગ્નજીવનને તો અસર નહીં થાય ને?

એક યુવતી (વડોદરા)

* હસ્તમૈથુન એક ક્રિયા છે, જેનાથી યુવાન પોતાની જાતીય ઈચ્છાને શાંત કરે છે. તમારા ફિયાન્સ લગ્ન  પછી આ ક્રિયાને છોડી દેશે, કારણ કે ત્યારે તેમને તે વખતે તેની જરૂરિયાત જ નહીં પડે. તમારી સાથે તે સ્વાભાવિક સેક્સનો આનંદ લઈ શકશે. તેથી તમે કારણ વગર પરેશાન ના થાઓ. તમારા પરિણીત જીવન પર તેની અસર નહીં પડે.

* હું ૨૦ વર્ષની પરિણીતા છું. લગ્નને બે વર્ષ થઈ ગયાં છે. મારા લગ્નમાં મારા ઘરનાં લોકોએ કોઈ પ્રકારનાં દાનદહેજ નહોતાં આપ્યાં. મારા પતિએ મને તેના માટે ક્યારેય કશું નથી કહ્યું. અમે જાતે જ બધો સામાન ખરીદી લીધો છે. પણ મારાં સાસુ જ્યારે ક્યારેક રહેવા આવે છે ત્યારે મને કોઈ ને કોઈ બહા ટોણાં મારે છે. પતિ કહે છે કે માતાની વાતનું ખરાબ  નહીં માનવાનું. મારા સસરા નિવૃત્ત થવાના છે ત્યારે તે લોકો અમારી પાસે જ કાયમ માટે રહેશે ત્યારે સાસુ મારું જીવવાનું હરામ કરી દેશે. હું શું કરું?

એક પરિણીતા (સુરત)

* આવા પ્રકારની સમસ્યાઓ લગભગ દરેક પરિણીતાએ સહન કરવી પડે છે અને ૧-૨ વર્ષમાં જાતે જ શાંત થઈ જતી હોય છે એટલે તમે તેને મોટો હાઉ ના બનાવો. સાસુ-સસરાનો તમારી સાથે રહેવાનો પ્રશ્ન છે તો તેમાં નવું શું છે? માતાપિતા પોતાના દીકરાની પાસે જ આવીને રહેશે. તમારી સમસ્યા તમારી સાસુનાં ટોણાં મારવા લીધે છે, પરંતુ ત્યાં સુધીમાં લેણદેણની સમસ્યા જૂની થઈ ગઈ હશે, પરંતુ જો એવું ના થાય તો તમારા પતિ તેમની માતાને સમજાવી શકે છે કે આવા પ્રકારનો મુદ્દો લઈને ઘરની શાંતિને બગાડે નહીં. તમે કાલની ચિંતામાં તમારી આજ ના બગાડો.

* હું ૪૫ વર્ષનો યુવાન છું. માટે પોસ્ટિંગ મુંબઈમાં થઈ ગયું છે. બાળકોની વાષક પરીક્ષા થવાની બાકી હતી એટલે હું એકલો જ છ મહિના પહેલાં મુંબઈ શિફ્ટ થઈ ગયો. વિચાર્યું કે બાળકોનું નવું સત્ર શરૂ થશે ત્યારે ફેમિલીને લઈ જઈશ. ૨-૩ મહિના પછી ઘરે આંટો મારી આવું છું. આ વખતે રજાઓ પતાવીને મારે જવાનું હતું, પરંતુ અચાનક ફ્લાઈટ મિસ થવાના કારણે મારે ઘરે પાછા કરવું પડયું. ઘરની નજીક પહોંચ્યો તો હું પરેશાન થઈ ગયો. જ્યારે રાતના ૧૨ વાગે મારા ફોઈનો છોકરો મારા ઘરમાંથી નીકળ્યો. ત્યારે મારી પત્ની પણ બાલ્કનીમાં ઊભી રહીને તેને બાય કરી રહી હતી. મારી ટેક્સીના કાચ ચઢાવેલા હતા. આ ઉપરાંત મારા  પાછા ફરવાની શક્યતા પણ નહોતી એટલે બંનેએ ધ્યાન ના આપ્યું. ઘરે આવીને પત્નીને પૂછયું તો તે બહાનાં બતાવવા લાગી. મારા દીકરાને પૂછવાથી ખબર પડી કે ભાઈ લગભગ રાત્રે આવે છે. આ જાણી મને મારી પત્ની પ્રત્યે  નફરત થઈ ગઈ.

એક યુવાન (વલસાડ) 

* તમારા ભાઈની સાથે સાથે તમારી પત્નીએ પણ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમે તમારા ભાઈને ઠપકો આપો અને હવે પછી તેની સાથે કોઈ પ્રકારનો સંબંધ ના રાખો, પત્નીને પણ છેલ્લી ચેતવણી આપીને છોડી દો. તેમને ચેતવી દો કે હવે પછી તેણે કોઈ પણ પરપુરુષ ઉપર નજર નાખી તો તમે તેનાં માતાપિતાને આખો કિસ્સો કહીને તેમની સાથે સંબંધ કાપી નાખશો. આ ઉપરાંત તમારા પરિવારને તમારી સાથે લઈ જાઓ અને ભવિષ્યમાં સાવચેત રહો. 

- નયના


Google NewsGoogle News