સહિયર સમીક્ષા .
- મારી સાથે કામ કરતા એક યુવક સાથે શારીરિક સંબંધો છે. પણ શરૂઆતમાં જ તેણે મારી સાથે લગ્ન કરવાનું શક્ય ન હોવાની ચોખવટ કરી હતી, પરંતુ, હવે મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે. હું તેનો વગર રહી શકું તેમ નથી.
હું ૧૭ વર્ષની છંુ. તેમજ મારું માસિક પણ નિયમિત છે. પરંતુ મારી યોનિમાંથી સફેદ રંગના ચીકણા પ્રવાહીનો સ્રાવ થાય છે. જેમાંથી ગંદી વાસ આવે છે. મને હસ્તમૈથુન કરવાની ટેવ નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (અમદાવાદ)
* તમારી આ સમસ્યા સામાન્ય છે. જાતીય ઉત્તેજનોને કારણે આમ થવાની શક્યતા છે. ઈન્ફેક્શનને કારણે પણ આમ થઈ શકે છે. આ પ્રવાહી ગંધ મારતું હોવાથી તમારે સમય ન ગુમાવતા ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય ઉપચાર પછી તમારી સમસ્યા દૂર થઈ જશે.
લગ્ન પૂર્વે મારી પત્નીને તેની બાજુમાં રહેતા એક યુવક સાથે પ્રેમ હતો. તે યુવક એનાથી ૧૫ વર્ષ મોટો હતો. લગ્ન પછી પણ તેઓ ફોન પર વાતો કરતા હતા. અમારા લગ્નના અઢી વર્ષ પછી તે યુવકે લગ્ન કર્યાં. આ યુવક દારૂડિયો અને લોફર છે. આ વાતની જાણ થતા જ મારી પત્નીએ તેને છોડી દીધો હતો. પરંતુ લગ્ન પૂર્વે તેણે તેના પ્રેમી સાથે શારીરિક સુખ માણ્યું હશે એ શંકા મારો પીછો છોડતી નથી. આ ઉપરાંત મારી પત્નીની સામે કોઈ પુરુષ જુએ તો તે પણ તેની સામે જોયા કરે છે. મને તેની આ આદત ગમતી નથી મેં તેને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે સુધરતી નથી. આપની જાણ ખાતર કહેવાનું કે હું મારી પત્ની કરતા વધુ દેખાવડો છું. મારી સમસ્યાનું સમાધાન કરવા વિનંતી.
એક યુવક (પાલનપુર)
* ભૂતકાળ યાદ કરી તમે તમારા વર્તમાનને બગાડી રહ્યા છો. શંકા એ ડાકણનું ઘર છે. મનની શંકા છોડી દો. ભૂતકાળને વર્તમાન પર હાવી થતા રોકો. તમારી પત્ની પર વિશ્વાસ રાખો. કોઈ તેની સામે જુએ અને તે એની સામે જુએ એનો અર્થ એ નથી કે એ બંને વચ્ચે સંબંધ છે. તમારી પત્નીનું વર્તન ચિંતા કરવા જેવું નથી. પોતે આકર્ષક છે લોકો તેનામાં રસ લે છે. એ જાણી તેનો અહમ સંતોષાય છે. જયાં સુધી એને પર પુરુષ સાથે સંબંધ નથી. ત્યાં સુધી ચિંતા છોડી દો. તેને સમજવાનો પ્રયાસ કરો. અને શંકા છોડી સુખી લગ્નજીવન માણો. જીવનમાં આવા અનુભવો તો થવાના જ.
* હું ૨૨ વર્ષની અપરિણીત યુવતી છું. મારી સાથે કામ કરતા એક યુવક સાથે મને પ્રેમ છે અને અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ છે. પણ શરૂઆતમાં જ તેણે મારી સાથે લગ્ન કરવાનું શક્ય ન હોવાની ચોખવટ કરી હતી, પરંતુ, હવે મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે. હું તેનો વગર રહી શકું તેમ નથી મારે શું કરવું એની સલાહ આવા વિનંતી.
એક યુવતી (મહેમદાવાદ)
* તમારોે મિત્ર તમારી લાગણીઓનો ગેરલાભ લઈ રહ્યો હોય એમ લાગે છે. તમારી સાથે શારીરિક સંબંધો હોવા છતાં તે ખાસ મિત્રો હોવાનો દાવો કેવી રીતે કરી શકે છે? તમારી સાથે લગ્ન કરી શકશે નહીં એમ કરીને શરૂઆતથી જ તેણે પોતાનતતી જાતને સુરક્ષિત બનાવી દીધી છે. તેણે આ વાત સ્પષ્ટ કરી હોવા છતાં તમે એની સાથે સંબંધ બાંધવાની મૂર્ખાઈ કેમ કરી એની નવાઈ લાગે છે. તમારે હવે ેની સાથે ચોખ્ખા સંબંધમાં વાત કરવાની જરૂર છે. એ લગ્ન કરવાની ના પાડે તો આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકીને જીવનમાં આગળ વધી જવામાં જ તમારી ભલાઈ છે.
મારા પુત્રની ઉંમર દસ વર્ષ છે. તેનું વજન ઘણું ઝડપથી વધે છે. હમણા તેનું વજન ૪૩ કિ.ગ્રા. છે. આ કારણે તે હીન ભાવનાથી પીડાય છે અને તેની ઉંમરના છોકરાઓ સાથે હળતો-ભળતો નથી. મને ઘણી ચિંતા થાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક બહેન (સુરેન્દ્રનગર)
* સાધારણ રીતે આ ઉમરમાં બાળકોનું વજન ૨૩-૨૪ કિ.ગ્રા.ની આસપાસ હોવું જોઇએ. પરંતુ તમારા પુત્રનું વજન વધુ છે. આ પાછળ ઘણા કારણો જવાબદાર હોઇ શકે છે. ડૉક્ટરની સલાહ લઇ તમે તેના આહારનું ટાઇમ ટેબલ બનાવો. ચરબી યુક્ત પદાર્થો આપવાના બંધ કરો. આ સમસ્યા વારસાગત અને હાર્મોન્સના અસંતુલનને કારણે પણ હોઇ શકે છે. બાળરોગ નિષ્ણાતની સલાહ લઇ ઉપચાર કરો. તેને તબીબી તપાસની જરૂર છે.
હું ૨૮ વર્ષની છું. કેટલાક વર્ષ સુધી હું ગર્ભનિરોધક ગોળી લેતી હતી. પરંતુ અઢી વર્ષ પૂર્વે મેં આઇયુડી લગાડયું હતું. ડૉક્ટરે બે વર્ષ પછી બદલાવવાનું કહ્યું હતું પણ મેં બદલાવ્યું નથી. શું મને ગર્ભ રહેવાની શક્યતા છે? મને એક સંતાન છે.
એક મહિલા (નવસારી)
* જો કે તમને ગર્ભ રહેવાની કોઇ શક્યતા નથી. પરંતુ આઇયુડીની એક્સપાયરી તારીખ હોય છે. તે અમુક સમયે બદલાવવી પડે છે. આથી તમે સમય ન ગુમાવતા તેને બદલાવી લો. હવે લાંબી મુદત આઇયુડી પણ મળે છે. ડૉક્ટરની સલાહ લઇ તે લગાડી લો.
- નયના