Get The App

સહિયર સમીક્ષા .

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image


એક પરિણીત પુરુષે મારી સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો. મેં એનો સ્વીકાર કર્યો હતો. અમારી વચ્ચે શારીરિક સંબંધ છે.

* હું ૨૦ વર્ષનો છું. અભ્યાસ પૂર્ણ કરી કારકિર્દી બનાવી લીધી છે. હું એક યુવતીના પ્રેમમાં છું. પરંતુ મારા ઘરના લોકો રાજી નથી. એક જ્યોતિષીએ મને એક વિધી કરવવાનું કહ્યું જેનો ખર્ચ રૃા.૫૦૦ થશે એમ કહ્યું. મારી પ્રેમિકા સાથે મારા મમ્મી-પપ્પા લગ્ન કરાવવા તૈયાર થશે એ વાતની તેમણે ૧૦૦ ટકા ગેરેન્ટી આપી છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક યુવક (ભાવનગર)

* લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી. એમ વિધી કરાવતા કામ પાર પડતા હોત તો આજે વિશ્વમાં કોઇ દુ:ખી હોત જ નહીં. વિધી અને ખૂબ-પાઠ કરાવી સૌ તેમની મનોવાંછિત ચીજ વસ્તુઓ મેળવી લેત. જ્યોતિષ કે અંકશાસ્ત્રમાં અંધશ્રધ્ધા રાખો નહીં. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં જણાવ્યા પ્રમાણે કર્મ કર્યાં કરો ફળની ચિંતા તેમના પર છોડી દો. તમારા નસીબમાં એ છોકરી હશે તો કોઇ પણ પૂજા વિધી કરાવ્યા વિના પણ તે તમને મળશે અને નહી હોય તો તમે ગમે તેટલું મથશો તો પણ તે તમને મળશે નહીં. તમારા મમ્મી-પપ્પાને સમજાવો. તેઓ માની જશે. કોઇ વડીલને તેમને સમજાવવાનું કામ સોંપો. બાકી બધુ નસીબ પર છોડી દો.

* મારી પત્નીને સેક્સમાં રૂચિ નથી. તે પ્રદર રોગ, ખરજવા જેવી બીમારીથી પીડિત છે. આ ઉપરાંત મારી જનનેન્દ્રિયની લંબાઇ અને જાડાઇ પણ ઓછી છે. શું અમારી સમસ્યા દૂર થઇ શકે તેવી છે?

એક ભાઇ (નડિયાદ)

* તમારા બંનેની ઉંમર શું છે એ તમે જણાવ્યું નથી. આથી સેક્સમાં તેની રૂચિ ઘટી જવાનું ચોક્કસ કારણ કહી શકાય તેમ નથી. મેનોપોઝ દરમિયાન કે સંતાનના જન્મ પછી આ સમસ્યા થઇ શકે છે. અથવા પ્રદર રોગ અને ખરજવા જેવી બીમારીને કારણે થતી પરેશાની પણ આ પાછળ જવાબદાર હોઇ શકે છે. આથી સૌ પ્રથમ તો તેનો ઉપચાર કરાવો. આ પછી સેક્સ અંગે તેની પસંદ-નાપસંદ જાણી આગળ વધો. પતિ-પત્ની વચ્ચેની વાતચીત જ આ સમસ્યાનું સમાધાન લાવી શકે તેમ છે. તમારી જનનેન્દ્રીયની લંબાઇ તેમજ જાડાઇનો સવાલ છે તો જણાવવાનું કે યોનિમાર્ગની સેક્સુઅલ લંબાઇ છ ઇંચની છે અને એમાંથી આગલા એક તૃતિયાંશ ભાગમાં જ સંવેદના હોય છે આથી ઉત્તેજીત અવસ્થામાં ઇન્દ્રીયની લંબાઇ બે ઇંચ હોય તો તે જાતીય સંતોષ આપવા માટે પૂરતી છે અને અગત્યની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં એ વાત પણ ધ્યાનમાં રાખો. જાતીય સંતોષ માટે આકાર જવાબદાર નથી. આ બાબતે પુરુષો ઘણા ભ્રમના શિકાર થાય છે. આ ભ્રમ તોડવાની જરૂર છે.

હું ૨૦ વરસની છું. એકાદ વર્ષ પૂર્વે ૪૦ વર્ષના એક પરિણીત પુરુષે મારી સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો. મેં એનો સ્વીકાર કર્યો હતો. અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. વિચાર કર્યાં પછી મેં આ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ ઘર અને પ્રોફેશનના ટેન્શનને કારણે એણે મારી જરૂર હોવાનું જણાવ્યું. આમ પણ અમે મળીએ છીએ ત્યારે અમારી મુલાકાત શારીરિક સંબંધમાં જ પરિણમે છે. આમ હું ક્યાં સુધી ચાલું રાખી શકું? આનો અંત કેવી રીતે લાવવો? યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી (મુંબઇ)

*  મોટા ભાગના પરિણીત પુરુષોને તેમની જિંદગી રંગીન બનાવવા આવા કોઇ મહોરાની જરૂર હોય છે. અને ઘણી સ્ત્રીઓ તેમનો આસાનીથી શિકાર બની જાય છે. એ પુરુષને  શારીરિક જરૂરિયાતો માટે તમારી હમેશા જરૂર પડશે. અને તેના પ્રોબ્લેમની હારમાળા એક બહાનું માત્ર છે. અને તમારે હકીકતનો સ્વીકાર કરી મન મક્કમ બનાવી ના પાડવી જ પડશે. તમારા ભવિષ્યનો વિચાર કરી જરા સ્વાર્થી બની આ સંબંધનો અંત લાવો.

હું ૨૨ વરસનો છું. મારી દૂરની એક કઝીન સાથે મને પ્રેમ છે. તેની ઉંમર ૧૬ વર્ષની છે. તે પણ મારા પ્રેમમાં છે. પરંતુ મને ડર છે કે જરા મોટી થયા પછી તે તેનો વિચાર બદલી નાખશે. મેં મારી મમ્મીને મારી લાગણી વિશે કહ્યું છે. પરંતુ તેની મમ્મીને વાત કરતા મને ડર લાગે છે. અમે લગ્ન માટે ત્રણ વરસ રાહ જોવાનું નક્કી કર્યું છે. પરંતુ આ દરમિયાન તેના વાલીઓ તેના લગ્ન બીજા સાથે કરાવી દેશે એનો મને ડર લાગે છે. મારે શું કરવું એ જણાવવા વિનંતી.

એક યુવક (અમદાવાદ)

*  શું તમારી બંને વચ્ચેના લગ્ન તમારા સમાજને માન્ય નથી? તમે તમારા મનના વિચાર વ્યક્ત કરતા ડરો કેમ છો? ત્રણ વરસનો ગાળો ચિંતાજનક છે ખરો. તમારી ચૂપકીદીને કારણે આ વાતથી અજાણ્યા તેના વડીલો તેના લગ્ન બીજે ગોઠવે એ શક્ય છે. પરંતુ શું ૧૬ વર્ષની નાદાન છોકરીની લાગણી પર તમને વિશ્વાસ છે? આથી તમારા પ્રેમને થોડો સમય આપો. એ છોકરીને પણ તેની લાગણીમાં સ્પષ્ટ થવા દો. તમારા પ્રેમ તેમજ એ છોકરીને પુખ્ત બનવા દો. અને એ પછી લગ્નનો નિર્ણય લો.

 - નયના

Tags :