Get The App

સહિયર સમીક્ષા .

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મારા ડાબા ખભામાં હંમેશા દરદ રહે છે. હાથ ઊંચો કરવામાં ખૂબ જ તકલીફ થાય છે. તપાસ દરમિયાન સ્ટીફ શોલ્ડર હોવાનું જાણવા મળ્યું છે. 

* મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારું વજન ૫૪ કિલો છે અને ઊંચાઈ ૧૭૮ સે.મી. છે. મહેરબાની કરીને વજન વધે એવા કોઈ વ્યાયામ દવા કે આહાર બતાવવા વિનંતી.

એક યુવક (નડિયાદ)

* વજન વધારવા માટે કોઈપણ દવાની સલાહ અમે આપતા નથી કારણ કે આ પરિસ્થિતિજન્ય હોય છે. કેટલીક વ્યક્તિઓનું વજન પાછળના વર્ષોમાં વધે છે. નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહારથી જરૂર ફાયદો થશે.

* મારા ડાબા કાંડામાં ખૂબ જ દર્દ રહે છે. હું નિયમિત વેઈટ-લિફટીંગ કરું છું. મેં એક ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ લીધી તો તેમણે હાડકું ઉતરી જવાની કે ફ્રેકચરની સંભાવનાની શક્યતા ન હોવાનું જણાવ્યું હતું. મેં ઘણી દર્દ નિવારક ગોળીઓ ખાધી, પરંતુ દરદ ઓછું થતું જ નથી. કોઈ સલાહ આપવા વિનંતી.

એક યુવક (કરમસદ)

* તમે એક વેઈટ લિફ્ટર છે આથી તમારી માંસપેશી અથવા નસ ફાટી ગઈ હોવાનો સંભવ છે. આથી હાડકું ઊતર્યા વગર કે તૂટયા વગર પણ આ પ્રકારનું દરદ સંભવી શકે છે. આ ડૉક્ટરની સલાહથી સંતોષ ન થતો હોય તો અન્ય ડૉક્ટરની સલાહ લો.

* મારા ચહેરાની સરખામણીમાં મારી ગરદન ખૂબ જ શ્યામ છે. નહાતી વખતે હું ખૂબ જ ઘસીને સાફ કરું છું, પરંતુ કોઈ ફાયદો થતો નથી. મેં બ્લિચિંગ પણ કરી જોયું છે, પરંતુ કોઈ ફાયદો થતો નથી. મને ખૂબ જ શરમ આવે છે. હું નીચા ગળાના બ્લાઉઝ પણ પહેરી શકતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી (વલસાડ)

* સાધારણ રીતે વજન વધારે હોય તે વ્યક્તિની ટૂંકી ગરદન અને શ્યામ ત્વચા હોય છે. તમે તમારી ગરદનને નિયમિત રીતે બ્લિચ કરતા રહો. આ ઉપરાંત મોસંબી અને ચણાના લોટની પેસ્ટ બનાવી ગરદન પર લગાડો. તેમજ ગરદનની આસપાસ ઘરેણાં પહેરવા નહીં.

* મારી ઉંમરે ૨૫ વર્ષની છે. ૧૪ વર્ષની ઉંમરથી મને હસ્તમૈથુન કરવાની આદત છે. મારી બાહ્ય જનનેન્દ્રિય સામાન્ય કદની નથી. મને હાઈપરટ્રોફાઈડ લંબિઆ મિનોરાની સમસ્યા છે. શું હસ્તમૈથુનને કારણે આ સમસ્યા સંભવી શકે છે? ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના હોઈ મને આ સમસ્યાનું સમાધાન બતાવવા વિનંતી.

એક યુવાન (ભરૂચ)

* હા, આ સમસ્યા હસ્તમૈથુનની આદતને લીધે શક્ય છે. આમ છતાં પણ ચિંતા કરવાની જરૂર નથી. આ એક સામાન્ય પ્રક્રિયા છે.

* મને ક્રોનિક સાયનસાઈટિસ છે. મેં ઈએનટી સર્જન સહિત ઘણા ડૉક્ટરને બતાવ્યું. મારા એક મિત્રે મને જલનેતી નામની યોનિક ક્રિયા અજમાવવાની સલાહ આપી છે. શું આ ક્રિયા લાભદાયક છે ખરી?

એક પુરુષ (મુંબઈ)

* ક્રોનિક સાયનસાઈટિસમાં મીઠાના દ્રાવણથી નાક ધોવાની ક્રિયા સર્વશ્રેષ્ઠ છે. સાયનસાઈટિસનો આ સર્વશ્રેષ્ઠ યોગિક ઈલાજ છે, પરંતુ જલનેતી કોઈ નિષ્ણાત યોગ્ય અને અનુભવી યોગાચાર્ય પાસે જ શીખવી જોઈએ. સાયનસોમાં રહી ગયેલા શેષ પાણીને સાફ કરવું અથવા બહાર કાઢવું ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે એ બાકી રહી જશે તો તેને કારણે માથાનો દુખાવો સંભવિત છે. જલનેતી કર્યા પછી તમારું માથું વિભિન્ન દિશાઓમાં ફેરવી અને નાકથી હવા એક ઝટકાથી કાઢીને પાણી બહાર ફેંકવું જોઈએ. નાકમાંથી બચેલું પાણી કાઢવા આ સાધારણ અને લાભદાયક ઉપાય છે. કેટલાંક નિષ્ણાતો આ સમસ્યાના ઉકેલ માટે સમુદ્રના પાણીમાં તરવાની સલાહ આપે છે.

* મારી ઉંમર ૫૫ વર્ષની છે. મારા ડાબા ખભામાં હંમેશા દરદ રહે છે. હાથ ઊંચો કરવામાં ખૂબ જ તકલીફ થાય છે. તપાસ દરમિયાન સ્ટીફ શોલ્ડર હોવાનું જાણવા મળ્યું છે. ઈલાજથી કોઈ ફાયદો નથી. એક્સ-રે પરથી સ્પોન્ડિલાઈસિસની તકલીફ હોવાનું જાણવા મળ્યું છે. યોગ્ય ઉપચાર બતાવવા વિનંતી.

એક સ્ત્રી (કચ્છ)

* તમે આર્નિકા ૨૦૦, રસટોક્સ ૨૦૦ની પાંચ પાંચ ગોળીઓ અડધા કલાકના અંતરમાં દિવસમાં ત્રણ વાર લો. આ દવા પ્રથમ સ્ટેજની દવા છે. એક મહિના સુધી આ દવા લેવી. હાથને વધુ આરામ આપવો. ભારે કામ ન કરવું. કાચું લસણ, કાંદા કોફીનો ત્યાગ કરવો.

- નયના


Google NewsGoogle News