સહિયર સમીક્ષા .

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- માસાની ગેરહાજરીમાં માસી અમારે ત્યાં ઘણીવાર આવે છે. એક રાતે ઊંઘમાં મારી માસીએ મને આલિંગનમાં લઈ લીધો પછી ચુંબન કરવા લાગી.

હું ૨૧ વર્ષની યુવતી છું, કોલેજમાં મારી મિત્રતા એક સહાધ્યાયી સાથે થઈ ગઈ હતી. મારો ભાઈ એક દિવસ મને તેની સાથે જોઈ ગયો અને ઘરે આવીને હંગામો મચાવ્યો. મારા પિતાએ મારો અભ્યાસ છોેડાવી મને ઘરે બેસાડી દીધી અને મારા માટે મુરતિયો શોેધવા લાગ્યા.

આવતા મહિને મારાં લગ્ન છે. યુવકને મેં માત્ર ૨ વાર જોયો છે. લગ્ન પહેલાં પરસ્પર મળવાનો અમારે ત્યાં રિવાજ નથી.

જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવી રહ્યો છે, મારા ધબકારા વધી રહ્યા છે. ખબર નહીં કેવા લોકો હશે? યુવકનો સ્વભાવ કેવો હશે? હું ત્યાં સેટ થઈ શકીશ કે નહીં. આ બધી વાતો મને હેરાન કરી રહી છે.

- એક યુવતી : (જામનગર)

- તમે તમારા લગ્ન બાબતે વગર  કારણે ચિંતા ન કરો. તમારા પરિવારજનોએ તમારા માટે જે જીવનસાથી પસંદ કર્યો છે તે યોગ્ય જ હશે. તેની સાથે અને તેના પરિવાર સાથે તમે અનુકૂલન સાધી શકશો. મોટા ભાગે  આપણે ત્યાં 'અરેન્જડ મેરેજ' થાય છે અને સફળ પણ થાય છે.

બાકી રહી વાત ભાવિ પતિ સાથે કોઈ મુલાકાત ન થવાના લીધે તેમના સ્વભાવ અંગે તમારી અજાણતાં, જો ૧-૨ મુલાકાત થઈ પણ જાત તો તેમાં તમે તેમને કેટલા ઓળખી શકત? આથી નકામી વાતોને તમારા મગજમાંથી કાઢી નાખો અને લગ્નની તૈયારીઓ કરો.  હંમેશા હકારાત્મક વિચારસરણી કેળવો.

હું ૧૭ વર્ષનો ૧૨મા ધોરણનો વિદ્યાર્થી છું, અત્યાર સુધી પ્રથમ ક્રમાંકે આવ્યો છું. પણ થોડા દિવસોથી મારું ભણવામાં મન નથી લાગતું. તેનું કારણ મારી સગી માસી છે. મારા માસા નૌકાદળમાં છે. વર્ષના અંતે ઘરે આવે છે, તેમને  હજુ કોઈ સંતાન નથી.

માસાની ગેરહાજરીમાં માસી અમારે ત્યાં ઘણીવાર આવે છે. એક રાતે ઊંઘમાં મારી માસીએ મને આલિંગનમાં લઈ લીધો પછી ચુંબન કરવા લાગી. પહેલાં તો મને ઘણુ ં  વિચિત્ર લાગ્યું પછી ગમવા લાગ્યું અને અમારી વચ્ચે સંબંધ બંધાયો. અત્યાર સુધી અમે ઘણીવાર સહવાસ માણી ચૂક્યા છીએ. હવે તો હું આતુરતાથી રાત પડવાની રાહ જોઉં છું. તેના પગલે હું અભ્યાસમાં સતત પાછળ ધકેલાતો  જઈ રહ્યો છું. મારા મમ્મી-પપ્પાને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. શું કરું?

- એક તરુણ (સૂરત) 

- તમારી માસી તેના પતિની ગેરહાજરીમાં  તમારી સાથે સેક્સ સુખની કમી પૂરી કરી રહી છે,  જે સદંતર ખોટું છું. ભવિષ્યમાં આ પોલ ખૂલશે  તો ગંભીર પરિણામ આવી શકે. તમારે આ સિલસિલો શક્ય તેટલી જલદી અટકાવી દેવો જોઈએ.

જોકે આ પ્રકારના સંબંધોને અભ્યાસ સાથે શું સંબંધ? વિધિવત લગ્ન કરીને પતિ-પત્ની બનેલા લોકો દુનિયાભરના કામ શારીરિક સંબંધો સાથે નથી કરતા?

મારી ૨૭ વર્ષની નણંદની સગાઈ જે યુવક સાથે થઈ છે તેને ઓસ્ટ્રેલિયામાં નોકરી મળી છે. સગાઈ પહેલાં યુવક દિલ્હીમાં કામ કરતો હતો. મારી નણંદ દિલ્હીથી બહાર જવા ઈચ્છતી નથી. એટલે તેના લગ્નમાં આટલો વિલંબ થયો.

 - હું ૫૫ વર્ષની વિધવા છું. એક સ્કૂલમાં મુખ્ય આચાર્યા છું. પતિના અવસાન પછી બંને દીકરીઓના ઉછેરમાં એટલી ખોવાયેલી રહી કે ક્યારેય એકાકીપણું નથી અનુભવ્યું. બંને દીકરીઓ પોતાના પરિવારમાં ખુશ છે. જેમ જેમ ઉંમર વધી રહી છે, મને એકાકીપણુ ખટક્યા કરે છે. ડરું છું કે નિવૃત્ત થયા પછી સમય કેવી રીતે પસાર થશે?

પતિના એક મિત્ર છે. તેમના બંને  પુત્રો વિદેશમાં વસે છે, તેઓ વિધુર છે અને મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. હું પણ  ઈચ્છું છું પરંતુ ડરંું છું કે દીકરીઓ શું પ્રતિક્રિયા આપશે?

- એક સ્ત્રી (વડોદરા)

- લગ્ન કરતાં પહેલાં તમે બંને એકબીજાને બરાબર પારખી લો. થોડા દિવસ તેમની સાથે વિતાવીને જોઈ લો કે તમારી વચ્ચે જામશે કે નહીં. આ  ઉંમરે બંનેની ટેવોને બદલવી મુશ્કેલ છે. બીજાઓથી છુપાઈને સંબંધ ગાઢ બનાવો અને બાળકોને પણ ત્યારે જ જણાવો જ્યારે તમને લાગે કે લગ્ન પછી એકબીજાને સહન કરી શકશો.

- નયના


Google NewsGoogle News