Get The App

સહિયર સમીક્ષા .

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મારા વેવિશાળ થયા છે. મારા મંગેતર મારી સાથે થોડી શારીરિક છૂટ લે છે. આ તેઓ મારી મરજીથી કરે છે તો શું તેમને મારા ચારિત્ર બદ્દલ શંકા તો નહીં આવી હોય?

* હું ૪૭ વર્ષની છું. મારા પતિ કબૂલ કરે છે કે તેમણે પોતાના ગરીબ પરિવારનું ભરણપોષણ કરવા જ મારી સાથે લગ્ન કર્યાં હતા. ૨૩ વર્ષથી નોકરી કરી હું તેમનું અને તેમના પરિવારનું ભરણપોષણ કરતી હોવા છતાં કોઇને મારી દરકાર નથી. મારું વજન પણ ઘણું વધી ગયું છે. મારા પતિ મારાથી જૂદા જ સૂએ છે અને તેમનો સ્વભાવ પણ ગુસ્સાવાળો છે. પોતાનું ધાર્યું જ કરે છે. મને હાઇ બ્લડ પ્રેશર તેમજ ડિપ્રેશનની બીમારી હોવા છતાં તેઓ વાતે વાતે મારી સાથે ઝગડયા કરે છે. આ ઉપરાંત મારા પતિને સ્ત્રી-મિત્રો પણ ઘણી છે. તેમનું ચારિત્ર્ય પણ સારું નથી. એવી મને શંકા છે. મારે ત્રણ બેબી છે. યોગ્ય માર્ગદર્શન  આપશો.

એક મહિલા (ગાંધીનગર)

* સૌ પ્રથમ તો તમારે ડિપ્રેશનમાંથી બહાર આવવાની જરૂર છે. આ ઉપરાંત વ્યાયામ કરી તમારું શરીર ઊતારો. કોઇ વ્યાયામ નિષ્ણાતની દેખરેખ હેઠળ વ્યાયામ કરો અને ડૉક્ટરની સલાહ લઇ ડાયેટ કરો. ટેન્શન દૂર કરો. ટેન્શનને કારણે બીપીની તકલીફ થાય છે. તમે આત્મનિર્ભર છો. તમારા હક્ક માટે લડતા શીખો. તમારા પતિની જો હુકમી સહન કરો નહીં. શક્ય હોય તો કોઇ સમજુ વડીલને મધ્યસ્થી કરવાનું કહો. તમારા પતિ મૂડમાં હોય ત્યાંરે તેમની સાથે ચર્ચા કરો. તમે અવાજ ઉઠાવશો નહીં અને મૂંગે મોઢે સહન કરતા રહેશો તો કોઇ તમારી તરફ ધ્યાન આપશે નહીં. અવાજ ઉઠાવતા શીખો.

* હું ૨૩ વર્ષની છું. મારા વેવિશાળ થયા છે. મારા મંગેતર મારી સાથે થોડી શારીરિક છૂટ લે છે. આ તેઓ મારી મરજીથી કરે છે તો શું તેમને મારા ચારિત્ર બદ્દલ શંકા તો નહીં આવી હોય? શું યોનિમાર્ગને આંગળીથી સ્પર્શ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? યોગ્ય સલાહ આપશો.

એક યુવતી (સાણંદ)

* તમારા મંગેતર તમારી સાથે છૂટ લે છે તો તમને તેના પર શંકા આવે છે? નહીં ને? તો પછી તેમને પણ તમારા ચારિત્ર બદ્દલ શંકા આવતી નહીં હોય અને યોનિને આંગળીથી હાથ લગાડવાથી ગર્ભ રહેવાની શક્યતા નથી. સ્ત્રી-પુરુષનું શારીરિક મિલન થયા પછી જ ગર્ભ રહે છે. આથી તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

 * હું ૨૪ વર્ષની પરિણીત યુવતી છું. મારા લગ્નને હજુ છ મહિના જ થયા છે. લગ્ન પૂર્વે મને મારી સાથે ભણતા એક યુવક સાથે પ્રેમ હતો. પરંતુ મારા પરિવારે મારી મરજી વિરુધ્ધ મારા લગ્ન કરાવ્યા હતા. મારા પતિ મને ઘણો પ્રેમ કરે છે. પરંતુ હું મારા લગ્નથી ખુશ નથી. કારણ કે, મારા અને મારા પતિના વિચારોમાં ઘણો ફરક છે. મારા પ્રેમીનું કહેવું છે કે તે જીવનભર મારી રાહ જોતો રહેશે પણ બીજી છોકરી સાથે લગ્ન કરશે નહીં. હું છૂટાછેડા લઉં તો તે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. એક તરફ હું મારો પ્રેમ છોડી શકતી નથી. તો બીજી તરફ મારા નિર્દોષ પતિને દુ:ખી પણ કરવા માગતી નથી. મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.

એક યુવતી (મુંબઇ)

* પ્રેમ કરવો તો સહેલો છે. પરંતુ તેને નિભાવવો ઘણો મુશ્કેલ છે. તમે એ યુવકને સાચો પ્રેમ કરતા હતા તો પરિવારના દબાણને વશ થઇ તમારે બીજા સાથે લગ્ન કરવા જોઇતા નહોતા. તમે તમારા ઇરાદામાં મક્કમ રહ્યાં હોત તો કદાચ તમારા પરિવારજનોએ તમારાં પ્રેમી સાથે લગ્ન કરાવ્યા હોત. પરંતુ હવે ઢોળાયેલા દૂધ પર આંસુ સારતા બેસી રહેવાનો કોઇ અર્થ નથી. હવે તમે બીજા સાથે લગ્ન કરી જ લીધા છે તો હવે આ વિચાર કરવાનો અર્થ નથી. ન કરે  નારાયણને છૂટાછેડા પછી તમારો પ્રેમી તમારી સાથે લગ્ન કરવા તૈયાર ન થયો તો! લગ્નનો નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવો જોઇએ. તમારા પતિ તમને પ્રેમ કરે છે અને તમે તેમને નિર્દોષ સમજો છો તો તમારે આ લગ્ન નિભાવવા જોઇએ. અને પત્ની ધર્મનું પાલન કરવું જોઇએ. તમારા પ્રેમીને તમને ભૂલી જવાનું સમજાવો. આમા જ તમારા બધાની ભલાઇ છે.

- નયના

Tags :