સહિયર સમીક્ષા .

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                            . 1 - image


- થોડાં મહિના પહેલાં જ  અમારાં લગ્ન થયાં છે. પતિની ઈચ્છા  હોય છે કે અમે બંને રોજ શારીરિક સંબંધ બાંધીએ, પણ મને  એવું લાગે છે કે આનાથી ક્યાંક  એમનામાં નબળાઈ ન આવી જાય.

* હું ૨૧ વર્ષનો છું. હું એક ગામડામાં રહું છું. મને એક સંતાનની મા સાથે પ્રેમ થયો છે. મને રાત-દિવસ તેનો જ ચહેરો દેખાય છે. તે પણ મને પ્રેમ કરે છે. એવું મને લાગે છે. પરંતુ તેને મારા પ્રેમ વિશે કહી શકતી નથી. શું કરવું એજ મને સમજાતું નથી. યોગ્ય માર્ગદર્શન આવા વિનંતી.

એક યુવક (અમદાવાદ)

* નાદાનિયત છોડી દો. વાસ્તવિક્તાનો વિચાર કરો. એ મહિલા તમને પ્રેમ કરતી નથી. એનો વિચાર છોડી દો. તેના સંસારને ભાંગવાનો પ્રયત્ન કરો નહીં. આ પ્રેમ નથી. યુવાનીમાં આ પ્રકારનું વિજાતિય આકર્ષણ સામાન્ય છે. આ સ્ત્રીનો પીછો છોડી તમારી ઉંમરની કુંવારી યુવતીઓ સાથે મૈત્રી સંબંધ બાંધો, સમાજે કેટલીક મર્યાદાઓ બાંધી છે અને એ મર્યાદા પાળવી જરૂરી છે. પરિણિત યુવતી સાથેનો પ્રેમ સમાજની મર્યાદાનું ઉલ્લઘન કરે છે. આથી આ મહિલાને ભૂલી જાવ. એ મહિલા તેના સંસારમાં સુખી છે. આથી તેને ભૂલી જવામાં જ તમારી ભલાઈ છે.

* હું ૨૩ વર્ષની છું. ડિગ્રી કોલેજમાં ભણું છું. હું નવપરિણિત છું. મારા સાસરિયાઓએ મને આગળ ભણવાની છૂટ આપી છે. મારે પણ આગળ ભણવું છે. પરંતુ મારા પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા માગે છે. મને ગર્ભ રહેશે તો મારું ભણતર રખડી જશે. શું કોન્ડોમ સંપૂર્ણ સુરક્ષિત છે? કયું ગર્ભ નિરોધક સાધન વાપરવું? એ અંગેની સલાહ આપવા વિનંતી.

એક યુવતી (પૂણે)

* લગ્ન પછી પતિ શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા વ્યક્ત કરે એ સ્વાભાવિક છે. કોન્ડોમ સંપૂર્ણ સુરક્ષિત નથી. પરંતુ ડૉક્ટરની સલાહ લઈ તમે ગોળી લઈ શકો છો. આ સંપૂર્ણ સુરક્ષિત ગર્ભ નિરોધકસાધન છે. જોકે આમાં કેટલીક આડઅસરો થવાની શક્યતા છે. કેટલીક વાર વજન વધવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ તમારા ફેમિલિ ડૉક્ટર તમને યોગ્ય ગર્ભ નિરોધક સાધન સૂચવશે અને આ અંગે જરૂરી એવી માહિતી પણ પૂરી પાડશે. હા, તમે નજીક આવેલા પરિવાર નિયોજન કેન્દ્રની મુલાકાત લઈને પણ તમારી આ સમસ્યા દૂર કરી શકો છો.

થોડાં મહિના પહેલાં જ  અમારાં લગ્ન થયાં છે. પતિની ઈચ્છા  હોય છે કે અમે બંને રોજ શારીરિક સંબંધ બાંધીએ, પણ મને  એવું લાગે છે કે આનાથી ક્યાંક  એમનામાં નબળાઈ ન આવી જાય.  મેં ક્યાંક વાંચ્યું હતું કે, વીર્યનું ૧ ટીપું બનવા માટે લોહીનાં ૧૦૦ ટીપાંનો ઉપયોગ  થાય છે. કૃપા કરીને સલાહ આપો?

એક યુવતી  (પોરબંદર)

* યુવાવસ્થામાં અને ખાસ કરીને લગ્નજીવનના શરૂઆતનાં વર્ષોમાં સેક્સ પ્રત્યે વધારે આકર્ષણ થવું ખૂબ સામાન્ય છે. આનાથી સ્ત્રી-પુરુષના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડતી નથી. લોહીનાં ૧૦૦ ટીપાંમાંથી વીર્યનું ૧ ટીપું બનવાની વાત ફક્ત લોકોને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક ઝોળાછાપ ડૉક્ટરો દ્વારા ફેલાયેલી ભ્રમજાળ છે.

તમને જણાવી દઈએ કે કોઈપણ સામાન્ય ઉંમરલાયક પુરુષના અંડકોષની ગ્રંથિઓમાં રોજના લગભગ ૨૦ કરોડથી પણ વધારે શુક્રાણુઓ બને છે. શુક્રાણુ બનવાની પ્રક્રિયા એ વસ્તુ સાથે જોડાયેલી નથી કે પુરુષ શુક્રાણુઓને ક્યારે, કેટલા અને ક્યા આધારે ખર્ચે છે.

હું ૨૭ વર્ષની છું. છેલ્લાં ૧૫-૧૭ વર્ષથી મને એક તકલીફ છે. મને પિયરિયા કે સાસરિયા તરફથી જોઈએ એવો પ્રેમ મળ્યો નથી. હંમેશા મને સ્વાર્થનો જ અનુભવ થયો છે. દરેક કામ હોય ત્યારે જ મને બોલાવે છે એ પછી બધા પોતાનામાં વ્યસ્ત થઈ જાય છે. મારે જીવનમાં એવી કોઈ વ્યક્તિની જરૂર છે જેની સાથે  હું દિલ ખોલીને વાત કરી શકું. મને યોેગ્ય માર્ગદર્શન આપશો.

- એક યુવતી (મુંબઈ)

* તમારા પત્રમાં તમે લખ્યું છે કે તમે કોઈ પાસે અપેક્ષા રાખતા નથી. પરંતુ આમ નથી તમે બીજા પાસે તમારી જેમ જ વર્તવા  અપેક્ષા રાખો છે જે પૂરી ન થતા તમને નિરાશા થાય છે. આ જમાનામાંદરેક પોતપોતાના કામમાં વ્યસ્ત છે. આખો દિવસ કોઈ સાથે બેસી તેની વાતો  સાંભળવાનો  કોઈ પાસે વખત નથી. દુનિયા બદલાવાની નથી. તમારે જ તમારો સ્વભાવ બદલવો પડશે. અતિશય લાગણીશીલ થવાનું છોડી દો. વાંચન ઉપરાંત પણ બીજી પ્રવૃત્તિઓમાં મન વાળો. તમારી પાસે વાત કરવા કોઈ ન હોય તો તમારા વિચારો એક ડાયરીમાં લખી મન હલકું કરો.સાંજે પતિ ઘરે આવે પછી તેમની સાથે સમય પસાર કરો. બાળકો સાથે ઘરમાં બેસીને રમાય એવી રમતો રમો.તેમને અભ્યાસમાં મદદ કરો. જાત પર અનુકંપા કરવાનુ  છોડી દો આમ કરવાથી બીજા લોકો પર કોઈ અસર  પડશે નહીં અને માત્ર તમે જ દુઃખી થશો.

- નયના 


Google NewsGoogle News