સહિયર સમીક્ષા .
- શું પત્ની સાથે વારંવાર સમાગમ કરવાથી એઈડ્ઝ થાય ખરો? એઈડ્સના ડરના કારણે પત્નીની ઈચ્છા હોવા છતાં હું તેની સાથે સમાગમ કરતો નથી?
* હું ૨૫ વર્ષનો છું. મારા લગ્ન થયે એક મહિનો થયો છે. શું પત્ની સાથે વારંવાર સમાગમ કરવાથી એઈડ્ઝ થાય ખરો? એઈડ્સના ડરના કારણે પત્નીની ઈચ્છા હોવા છતાં હું તેની સાથે સમાગમ કરતો નથી?
એક યુવક (અમદાવાદ)
* પત્ની સાથે વારંવાર સમાગમ કરવાથી એઈડ્સ થતો નથી. એક કરતા વધુ સાથીઓ સાથે શરીર સંબંધ બાંધવાને કારણે એઈડ્સ થવાની શક્યતા છે. એક જ સાથી સાથે સમાગમ કરવામાં આવે અને બંને એકબીજાને વફાદાર હોય તો ગભરાવાની જરૂર નથી.
* હું ૧૭ વર્ષની છું. ત્રણ-ચાર મહિનાથી મને એક યુવક સાથે પ્રેમ છે. તે પણ મને પ્રેમ કરે છે. પણ મારી ફ્રેન્ડના કહેવા પ્રમાણે તે મારી સાથે ટાઈમપાસ કરે છે. અમારી જ્ઞાાતિ અલગ છે. મારી સગાઈ થઈ ગઈ છે. પણ હું આ યુવકને ઘણો પ્રેમ કરું છું. ખીજ ચઢે કે દુઃખ થાય ત્યારે હું બ્લેડના ચાર-પાંચ ઘા પણ કરી લઉં છું. એક વાર સેક્સ કરવા દે તો હું તેને ક્યારેય નહીં ભૂલે એમ તે કરે છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી. તે મારી નજીક જ રહે છે પણ દિવસમાં એક વાર તે મને મોઢું બતાવવા આવતો નથી.
એક યુવતી (અમરેલી)
* તમારા પત્ર પરથી લાગે છે કે એ યુવક તમને ઈમોશનલી બ્લેકમેલ કરી રહ્યો છે એટલે કે તે તમારી લાગણીથી સાથે રમી રહ્યો છે. લગ્ન પૂર્વે તેની સાથે સેક્સ માણવાની મૂર્ખાઈ કરતા નહીં. એ યુવક તમારી સાથે લગ્ન કરે એવી શક્યતા નથી. સાચા પ્રેમીઓ આવી શરતો કરતા નથી. અને આમ પણ પ્રેમ અને લગ્ન માટે તમારી ઉંમર નાની છે આથી આ યુવકને ભૂલી તમારા મમ્મી-પપ્પાએ શોધેલા યુવક સાથે પરણી જાવ. આ યુવક તરફથી તમને માત્ર નિરાશા અને બદનામી જ પ્રાપ્ત થશે. તમારી ફ્રેન્ડની વાત સાચી છે તે તમારી સાથે સમય પસાર જ કરી રહ્યો છે. બાકી તેને તમારામાં જરા પણ રસ નથી.
* હું ૨૪ વર્ષનો છું. મારી પ્રેમિકા ૨૦ વર્ષની છે. અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમારા પ્રેમને ચાર વર્ષ થયા છે. અમારી જ્ઞાાતિ અલગ અલગ છે. ચાર મહિના સુધી અમારી મુલાકાત થઈ નહોતી. ચાર મહિના પછી મળ્યા ત્યારે મેં લગ્નની વાત કરી તો તે રડવા લાગી હું તેની સાથે લગ્ન કરી શકતો નથી. કે તેને છોડી શકતો નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. યોગ્ય માર્ગદર્શક આપવા વિનંતી.
એક યુવક (સુરત)
* તમારા પત્રમાં તમે પૂરતી માહિતી આપી નથી. એ છોકરી કેમ રડવા માંડી? તે લગ્ન કરવા રાજી છે કે નહીં? તમારા બંનેના પરિવારને આ સંબંધ મંજૂર છે કે નહીં? તમે પગભર છો કે નહીં? આથી માર્ગદર્શન આપવું મુશ્કેલ છે. વેલ , એ છોકરી લગ્ન કરવા રાજી ન હોય તો તેને ભૂલી જવામાં જ ભલાઈ છે. આ ઉપરાંત પરિવારની મરજી વિના પણ લગ્ન કરો નહીં. શરૂઆતમાં એને ભૂલવું જરા મુશ્કેલ લાગશે પરંતુ વખત જતા તમે તેને ભૂલી જશો. આમ પણ લગ્ન માટે તમારી ઉંમર નાની છે આથી આ વાત સમય પર છોડો.
* હું એક યુવતીના પ્રેમમાં છું. તે મને પ્રેમ કરે છે કે નહીં તે હું જાણતો નથી. એકાદ વાર તેણે મારી સામે સ્મિત ફરકાવ્યું હતું તો શું તે મને પ્રેમ કરે છે? તે મારાથી ચાર વર્ષ મોટી છે. તેના પિતાનો મને ડર લાગે છે. આ છોકરીને પામવા માટે મેં તેના ઘરના આંટા-ફેરા શરૂ કર્યાં. પરંતુ તે છોકરીની માતા સાથે મારે સંબંધ બંધાઈ ગયો અને તેના પતિની ગેરહાજરીમાં હું તેને ઘરે જાઉં છું અને અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. હું તેની પુત્રીના પ્રેમમાં છું એ વાત મેં એની માતાને કહી પરંતુ તેણે આ વાતનો ઈન્કાર કર્યો અને અમારા સંબંધો જાહેર કરી દેશે એવી ધમકી આપી છે. હું મારી પ્રેમિકા છોડવા ઈચ્છતો નથી. યોેગ્યમાર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવક (રાધનપૂર)
* તમે એ યુવતીને ખરા હૃદયથી પ્રેમ કરતા હોત તો તેની માતા સાથે શારીરિક સંબંધ બાંધવા જોઈતા ન હતા. તમારા પ્રેમમાં વાસના ભરેલી છે અને આમ પણ આ યુવતીની માતા સાથે સંબંધ બાંધ્યા પછી તમે આ યુવતી સાથે પ્રેમ અને લગ્ન કરવાનું ભૂલી જાવ એમાં જ તમારી ભલાઈ છે કારણ કે, તમારા પ્રેમ અને લગ્ન જીવનમાં તમારો આ ભૂતકાળ આડે આવશે. અને ભવિષ્યમાં આ સંબંધ જાહેર થશે તોે ઘણું નુકસાન થશે. હા, આ સ્ત્રી તમારો સંબંધ જાહેર કરવાની ધમકી તો આપે છે પણ આ કારણે તમારા કરતા તેને વધુ બદનામી સહન કરવી પડશે અને તેની પુત્રિીના ભવિષ્ય પર આની અસર થશે અને તેનું લગ્નજીવન પણ જોખમમાં મૂકાશે. આથી આ વાત તે જાહેર કરશે નહીં એવું લાગે છે. વેલ, શક્ય હોય એટલી ઝડપથી આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકો અને આમ પણ આ યુવતી તમને પ્રેમ કરે છે કે નહીં તે તમે જાણતા નથી. આથી આ યુવતીને ભૂલી જવામાં જ ભલાઈ છે.
- નયના