સહિયર સમીક્ષા .
- અમે સંતતી નિયમનનું સાધન વાપરતા હતા. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અમે સંતતી નિયમનું સાધન વાપરવું બંધ કર્યું છે. પરંતુ મને હજુ સુધી ગર્ભ રહ્યો નથી.
* દર વખતે ભારે વસ્તુ ઊંચકુ કે ઉધરસ ખાઉ ત્યારે યુરીન પાસ થઈ જવાની તેમજ યોનીમાં ભાર પડતો હોવાની સમસ્યા સતાવે છે. આનું કારણ શું હશે? મારી ઉંમર ૨૮ વર્ષની છે અને હું બે સંતાનોની માતા છું.
જ્યોતિ રાવળ (મુંબઈ)
* ઉધરસ ખાતી વખતે, વજન ઉચકતી વખતે કે હસતી વખતે યુરીન પાસ થવાની સમસ્યાને સ્ટ્રેસ યુરીનર ઈનકન્ટીન્સ (એસયુઆઈ) કહે છે આનું કારણ મૂત્રનળીમાં લાગેલો ચેપ પણ હોઈ શકે છે. પેડૂના સ્નાયુઓની અથવા તો મૂત્રાશય ગ્રીવાની નબળાઈને કારણે પણ આ સમસ્યા સતાવી શકે છે. આ માટે તમારે તમારા ગાયનેકની મુલાકાત લેવાની જરૂર છે.
* મારી સાથે ભણતા એક યુવક સાથે મને પ્રેમ છે. તેના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી કર્યાં છે અને તે ત્યાં પરણવાનો છે. મેં તેને મારી સાથે વિશ્વાસઘાત કેમ કર્યો એમ પૂછ્યું ત્યારે તેણે નફ્ફટાઈથી મને કહ્યું કે એણે મારી સાથે લગ્ન કરવાનો કોઈ વાયદો કર્યો નથી. શું વિશ્વાસઘાતના કારણસર કાય સહારો લઈ શકું?
રૂચિ પાઠક (વડોદરા)
* તેની સંમતિ વિના તેના પર લગ્ન કરવાનું દબાણ આણી શકાય નહીં. આ ઉપરાંત કાયદા અનુસાર આવિશ્વાસઘાત નથી. આવા પ્રસંગોમાં તો સમાજે જ આ વ્યક્તિનો બહિષ્કાર કરી તેને શરમમાં મૂકી દેવો જરૂરી છે. પરંતુ આપણા સમાજની રચના મુજબ આવા કિસ્સાઓમાં પુરૂષે નહીં પરંતુ સ્ત્રીઓએ જ સહન કરવાનો વારો આવે છે.
* હું એક ૧૭ વર્ષની મહત્વાકાંક્ષી યુવતી છું. મારા પર મારા ઘરની જવાબદારીનો ભાર છે. કેટલાંક મહિના પૂર્વે મારા પિતા નિવૃત્ત થયા છે અને માતા ઝાઝું ભણી ન હોવાથી તે નોકરી કરવા સમર્થ નથી. મારા સંજોગો મને આગળ અભ્યાસ કરતા અટકાવે છે. મારાથી નાની એક બહેનની જવાબદારી પણ મારા પર છે. મારે પત્રકાર થવું છે. આ માટે મારે શું કરવું?
મધુમીતા વ્યાસ (ભરૂચ)
* તમારી વાત જાણી દુ:ખ થયું. તમારા આર્થિક સંજોગોને કારણે પત્રકાર બનવાની તમારી મહત્વકાંક્ષા પૂર્ણ ન થવાનું તમારું દુ:ખ સમજી શકાય છે. હિંમત હાર્યા વગર આગળ વધો. અભ્યાસ ચાલુ રાખી તમે ગુ્રપ ટયુશન કરી શકો છો. આમા આવકની આવક પણ થશે અને અભ્યાસ પણ ચાલુ રહેશે. ગ્રેજ્યુએટ થયા પછી નોકરી કરી તમે જર્નાલિસ્ટનો ડિપ્લોમાં કોર્ષ કરી શકો છો. આ એક વર્ષનો અભ્યાસક્રમ છે અને તે સાંજના સમયે જ હોય છે આથી નોકરી સાથે અભ્યાસ ચાલુ રાખવામાં વાંધો નહીં આવે. અડગ મનોબળ રાખો. તમને જરૂર સફળતા મળશે.
* હું બે સંતાનોની માતા છું. મને અને મારા પતિને એકબીજા સાથે જરા પણ બનતું નથી. અમે તલાક લઈએ તો અમારા બાળકો અલગ થઈ જાય છે. અમો અમારા બાળકોનું ભવિષ્ય બગાડવા માગતા નથી. શું એવો માર્ગ છે કે અમે બંને એક જ છત હેઠળ બાળકો સાથે રહી શકીએ. પરંતુ કાયદેસર એકબીજાથી અલગ થઈ જઈએ?
સ્મિતા દલાલ (મુંબઈ)
* તમારે દૂધ અને દહીં બંનેમાં પગ રાખવો છે એ વાત શક્ય નથી. છૂટાછેડા વગર બંને વચ્ચે રહેલું કાયદાનું બંધન દૂર થઈ શકે જ નહીં. તમારે સંતાનો પણ છે આથી શારીરિક રીતે એકબીજાથી દૂર રાખે એવા સામાજિક કાર્યોમાં સંકળાઈ એકબીજા સાથે ઓછો સમય ગાળવો પડે એવી જોગવાઈ આપસમાં મળીને કરી શકો છો.
* મારા લગ્નને એક વર્ષ વિતી ગયું છે. એકાદ વર્ષ સુધી અમે સંતતી નિયમનનું સાધન વાપરતા હતા. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અમે સંતતી નિયમનું સાધન વાપરવું બંધ કર્યું છે. પરંતુ મને હજુ સુધી ગર્ભ રહ્યો નથી. અમે જુદા જુદા પ્રકારની મેડિકલ ટેસ્ટ કરાવી જેમાં અમારામાં કોઈ પણ ખામી ન હોવાનું જાણવા મળ્યું છે. મને ગર્ભ શા કારણથી રહેતો નથી? શું એનું કારણ એ હોઈ શકે છે કે અમે રોજ સમાગમ કરતા નથી?
તૃપ્તી પરીખ (અમદાવાદ)
* કેટલાંક સંજોગોમાં વારંવાર સમાગમ કરવાથી શુક્રાણુઓની સંખ્યા ઘટી જાય એવું બની શકે છે. આથી ગર્ભ રહેવાના અનુકુળ દિવસો જાણી તે દિવસો દરમિયાન સંભોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પણ તમારે તમારા ગાયનેક પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવવાની જરૂર છે.
* હું ૨૨ વર્ષની અપરિણીત યુવતી છું. મારા પિતાના એક પરિણીત મિત્ર, જે પચાસ વર્ષના છે, તે અમારા ઘરે અવારનવાર આવે છે. તેમને ત્રણ પુત્રીઓ છે. તેઓ પુત્રઝંખના માટે મારી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. જો પુત્ર આપવામાં અસફળ થાઉં તો પણ તેઓ મને સાથે રાખશે જ. હું ચિંતિત છું કે મારાં કુટુંબીજનો આ લગ્ન માટે સંમતિ આપશે?
* તમારી ઉંમર આવા નિર્ણયો લેવા માટે હજી ઘણી નાની કહેવાય. તમે એ પુરુષની વાતોમાં ભોળવાઈ ગયાં હો, એવું લાગે છે. પચાસ વર્ષના પરિણીત અને ત્રણ છોકરીના પિતા સાથે માત્ર પુત્ર મેળવવા લગ્ન કરવાનો વિચાર ગેરવાજબી છે. તમે ભવિષ્યમાં એને મળવાનું બંધ કરો અને જો એ મળવા માટે જબરજસ્તી કરે તો ડર રાખ્યા વિના તમારાં માતાપિતાને તેની જાણ કરો.
- નયના