સહિયર સમીક્ષા .

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- હું જ્યારે પણ દૂધ પીઉં છું ત્યારે મને ગૅસ થવા લાગે છે તથા ઝાડા, પેટમાં ચૂંક અને ઊબકા પણ  આવવા લાગે છે. 

* મારી ઉંમર ૩૨ વર્ષ છે. મારી ઊંચાઈ ૫ ફૂટ ૬ ઈંચ અને વજન ૬૮ કિલોગ્રામ છે. મને હંમેશાં છાતીમાં બળતરા રહે છે. મેં મસાલેદાર, ખાટા અને ઓઈલી ખોરાક તથા દારૂનું સેવન પણ બંધ કરી દીધું છે. તેમ છતાં કોઈ રાહત નથી મળી. હું નિયમિત વ્યાયામ કરું છું અને ધૂમ્રપાન પણ નથી કરતો. હું બીજું શું કરી શકું?

એક યુવાન (સુરત)

* એવું લાગે છે કે તમે ડાયટ દ્વારા તમારી સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છો. તમારે તમારી જીવનશૈલીમાં કેટલાંક ફેરફાર લાવવા જરૂરી છે. તમે થોડીથોડી માત્રામાં ખોરાક ખાઓ અને દર ૨-૩ કલાકે કંઈક ને કંઈક ખાધા કરો. 

જમ્યા પછી તરત સૂઈ ન જશો. ટાઈટ કપડાં ન પહેરો, કારણ કે તેનાથી પેટ પર દબાણ આવે છે અને બળતરાની તકલીફ થઈ શકે છે.

તાણને દૂર કરો કારણ કે તેનાથી પેટમાં ગેસ થાય છે. ચૂઈગ- ગમ ખાવાનું રાખો, કારણ કે તેનાથી લાળનો સ્રાવ વધશે અને તે પેટના અમ્લને શાંત કરશે. તમારી પથારીને થોડી ઊંચી કરો, જેથી તમારું માથું અને છાતી ઊંચા રહે.

આ બધા ઉપાયોને અજમાવો. તમને રાહત ચોક્કસ મળશે.  જીવનશૈલી અને ખોરાકમાં ફેરફાર પછી પણ જો સમસ્યા યથાવત્  રહે તો કોઈ સારા ચિકિત્સકની સલાહ લો.

* પાછલા કેટલાંક દિવસોથી મારું પેટ ફૂલી રહ્યું છે. મેં એવી દરેક ચીજવસ્તુ ખાવાની બંધ કરી દીધી છે, જેનાથી ગેસ થઈ શકે. મેં મેગ્નેશિયમ સાઈટ્રેટ પણ લીધું, પરંતુ તેનાથી કાયમ રાહત મળી. શું તમે પેટ ફૂલવાની સમસ્યાથી રાહત મેળવવા માટે ઘરગથ્થુ ઉપચાર જણાવી શકો?

એક યુવાન (ખેડા)

* માત્ર ગેસ જ પેટ ફૂલવાનું કારણ નથી હોતું. ગેસયુક્ત  પીણાં લેવાનું પણ બંધ કરો અને એવા ભોજનથી દૂર રહો જે મસાલેદાર હોય અને તેમાં પાણી ઓછું હોય અથવા ગેસ પેદા કરી શકે તેવો હોય. પોતાના ખોરાકમાં ફાઈબરયુક્ત ખોરાક સામેલ કરો. તેને મોં બંધ કરીને ચાવો, જેથી અંદર હવા ઓછી જાય. પેટ ફૂલવાથી રાહત મેળવવા માટે પિપરમેન્ટ ટીનું સેવન કરો.

* મને મોટેભાગે ગેસ્ટ્રિક  સમસ્યા રહે છે. આ સમસ્યાથી બચવા માટે મારે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ?

એક યુવાન (જુનાગઢ)

* ખૂબ પાણી પીઓ અને કોફી, બ્લેક ટી અને ગેસયુક્ત પીણાંથી દૂર રહો. તાજાં ફળો અને શાકભાજીનું સેવન કરો, પરંતુ સંતરાં, દ્રાક્ષ, બેરી જેવાં ફળો અને ડુંગળી, લસણ અને ટામેટાં જેવા શાકભાજી વધારે ન ખાઓ કારણ કે તે તમારી તકલીફને વધારી શકે છે. ભોજનની સાથેસાથે નિયમિત રીતે સવારના  સમયે ચાલવાનું રાખો.

- નયના


Google NewsGoogle News