Get The App

સહિયર સમીક્ષા .

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- લગ્ન પૂર્વે મારી પત્નીને તેની બાજુમાં રહેતા એક યુવક સાથે પ્રેમ હતો. પરંતુ લગ્ન પૂર્વે તેણે તેના પ્રેમી સાથે શારીરિક સુખ માણ્યું હશે એ શંકા મારો પીછો છોડતી નથી. 

હું ૩૬ વર્ષની પરિણીતા અને ત્રણ સંતાનની માતા છું. અમારી સાથે મારી સાસુ તેમજ જેઠના યુવાન દીકરો અને દીકરી રહે છે. મારા પરિવારના લોકો મને ઘણો ત્રાસ આપે છે. મારા પતિ સહિત બધા જ મારી ઉપેક્ષા કરે છે. લગ્નના ૧૦ વર્ષ દરમિયાન મને જરાપણ સુખ પ્રાપ્ત થયું નથી. બધા જ મને ગાંડી કહી મારી હાંસી ઉડાવે છે. મારા પતિ જુદા થવા તૈયાર નથી તેમને બીજી સ્ત્રી સાથે સંબંધ છે. મારા પતિ મારી પાસે સંપૂર્ણ સુખ માગે છે પરંતુ તેમના પરિવારે મને એક જીવતી લાશ બનાવી દીધી છે. હું ભીનેવાન છું તેમજ જરા જાડી અને બટકી છું. જ્યારે મારા પરિવારના બીજા ગોરા અને ઊંચા છે આથી તેઓ મારી ઠેકડી ઉડાડે છે મારા પતિ મને અપટુડેટ રહી તેમને ખુશ કરવાનું કહે છે. પણ મારું જીવન ઝેર સમાન બની ગયું છે મારો સંસાર સુધરે એવા કોઈ ઉપાય બતાડવા વિનંતી

એક બહેન (સુરેન્દ્રનગર)

* તમારો વાન અને હાઈટ-બોડી જોયા પછી જ તેમણે લગ્ન માટે તમને પસંદ કર્યાં હતા આથી તમારી હાંસી ઉડાવવાનો તેમને કોઈ અધિકાર નથી. ઘરના કામમાંથી થોડો સમય કાઢી તમે તમારી જાતને સુંદર બનાવવાનો પ્રયાસ કરો. માનસિક તાણ છોડી દો. વ્યાયામ અને આહાર-નિયંત્રણ દ્વારા તમે તમારું શરીર સુદ્ઢ બનાવો અને તમારા પતિને ખુશ રાખો. તેમને ઘરમાં જ સુખ મળશે તો તેઓ બહાર નજર ફેરવશે નહીં. જેવા સાથે તેવા બનો. તમારો પરિવાર તમારી ઉપેક્ષા કરે છે તો તમે પમ તેમની વાતો પ્રત્યે ધ્યાન આપો નહીં. તેમના મ્હેણા-ટોણાં એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખો. હાથી પાછળ અનેક કૂતરાઓ ભસતાં હોય છે પણ હાથી તેની તાલમાં ગુલતાન થઈ આગળ વધતો જ રહે છે. એ દ્રષ્ટાંત સામે રાખો. તમે પાગલ નથી એ વાત તેમને દેખાડી આપો. ગુસ્સો છોડી બાળકોને પ્રેમ કરો. તમારો સંસાર સુધરવાનું કામ તમારા હાથમાં છે. તમારા પતિને ગમે એવી રીતે તૈયાર થાવ અને એને ખુશ રાખો. તમારા પતિ ખુશ થશે તો આપોઆપ પરિસ્થિતિ બદલાઈ જશે. પતિ સાથે વધુમાં વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરો. તમે આજ રીતે દુ:ખી રહ્યા કરશો અને તમારું વર્તન નહીં સુધારો તો પરિસ્થિતિ વધુ વણસતી જશે. મનનો ગુસ્સો બાળકો પર ઠાલવી તમે એમને તમારાથી દૂર કરી રહ્યા છો. કોઈ પ્રવૃત્તિમાં મગ્ન રહો. તમારી પાછળ થોડો સમય વિતાવો. આ તમારો અધિકાર છે.

અમારા લગ્નને ૧૫ વર્ષ થયા છે અમારે સંતાનમાં એક પુત્રી છે આ પછી ઘણી દવાઓ કરવા છતાં અમને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી સંભોગ દરમિયાન મારી પત્નીને આંખો બંધ રાખવાની આદત છે. તેમજ મારા લિંગની લંબાઈ ઓછી છે. શું આ કારણે તેને ગર્ભ રહેતો નહીં હોય? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી

એક ભાઈ (નડિયાદ)

* આંખો બંધ રાખવાને અને ગર્ભ રહેવાને કોઈ સંબંધ નથી અમે વારંવારે આ કોલમમાં જણાવી ચૂક્યા છીએ કે યોનિમાર્ગની કુલ જાતીય લંબાઈ છ ઈંચની હોય છે અને એના આગળના એક તૃતિયાંશ ભાગમાં જ જ્ઞાાનતંતુ હોય છે. આથી ઉત્તેજીત અવસ્થામાં તમારી ઈંદ્રિયની લંબાઈ બે ઈંચ હોય તો બસ છે. આથી ગર્ભ ન રહેવા પાછળ બીજું કોઈ કારણ જવાબદાર છે. આ માટે તમારે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી જરૂરી એવી ટેસ્ટ કરાવવાની જરૂર છે. ટેસ્ટ કરાવ્યા પછી જ યોગ્ય કારણ જાણવા મળશે અને ઉપચાર થઈ શકશે આ સમસ્યા ઘણાને સતાવે છે. કોઈ યોગ્ય નિષ્ણાતોનો સંપર્ક કરો.

- નયના


Google NewsGoogle News