Get The App

સહિયર સમીક્ષા .

Updated: Apr 14th, 2025


Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- બે વર્ષ પહેલાં હું રજાઓમાં એક ગામ ગઈ ત્યારે ત્યાં હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયા.

હું ૧૮ વર્ષની યુવતી છું, એક યુવકને પ્રેમ કરું છું. અમે ખૂબ જ સમજાવ્યાં, છતાં મારા ઘરનાં લોકો અમને સાથે નથી રહેવા દેતાં. હું જાણવા માગું છું કે કોઈના રક્ષણ વગર હું સ્વતંત્ર રહી શકું કે નહીં?

- એક યુવતી (રાજકોટ)

* તમે ખુલાસો નથી કર્યો કે તમારા ઘરના લોકોને તમારો પ્રેમી કેમ પસંદ નથી.

ઘરનાં લોકોથી જુદા થઈ એક કુંવારી છોકરી જો કોઈ યુવક સાથે રહે, તો તેના ચારિત્ર્ય  તરફ સમાજ આંગળી ચીંધશે. સમાજ એ સંબંધ ક્યારેય નહીં સ્વીકારે. જો તમે એ યુવક વગર ન રહી શકતાં હો અને તમને એ યુવક યોેગ્ય લાગતો હોય, તો તેની સાથે લગ્ન કરી લો.

હું સરકારી સંસ્થામાં કામ કરતી પરિણીતા છું, મારો પતિ દારૂડિયો અને ચારિત્ર્યહીન છે. ૧૦ વર્ષ સુધી એનો ત્રાસ સહન કરતી રહી. હવે સહનશક્તિ રહી નથી, આથી મારી ૯ વર્ષની એકની એક દીકરીને લઈને પિયર આવી ગઈ છું. હવે મને દહેજમાંથી આપેલી વસ્તુઓ અને મેં જાતે ખરીદેલી વસ્તુઓ હું સાસરેથી લઈ આવવા માગું છું સાથે સાથે મારી દીકરીના ભરણપોષણનો ખર્ચ પણ ત્યાંથી મેળવવા માગું છું. પતિને છૂટાછેડા આપી બીજાં લગ્ન કરું, તો સુખી થઈશ?

- એક પત્ની (ગોધરા)

* પતિને છૂટાછેડા આપ્યા પછી તમને સાસરેથી તમારો સામાન અને દીકરી માટે ભરણપોષણ તો મળી જશે, પરંતુ છૂટાછેડા પછી પુર્નલગ્ન કરવાથી તમે સુખી થઈ શકશો કે નહીં, એ  કેવી રીતે કહી શકાય?

જો પરસ્પરની સંમતિથી છૂટાછેડા મળી જાય, તો તમારે તમારા માટે એક એવી વ્યક્તિ શોધવી પડશે, જે એક યોગ્ય પતિ સાબિત થાય, તે ઉપરાંત તમારી દીકરીને પણ સહર્ષ સ્વીકારે. એ પછી પણ તમારે સુખી દામ્પત્ય માણવા માટે કેટલીક બાંધછોડ તો કરવી જ પડે.

હું મુંબઈની એક કોલેજમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણું છું. બે વર્ષ પહેલાં હું રજાઓમાં એક ગામ ગઈ ત્યારે ત્યાં હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયા.

તે મારી સાથે લગ્ન કરવા માગે છે, પણ એથી મારી કારકિર્દી, મા-બાપની આબરૂ એ બધું જ ખરાબ થઈ જશે. હું એની સાથે લગ્ન કરવા નથી માગતી, પરંતુ શારીરિક આકર્ષણ  એવું પ્રબળ છે, જે મને એનાથી જુદી નથી પડવા દેતું.

- એક યુવતી (મુંબઈ)

* ન તો તમે અણસમજુ છો અને ન તો આ કિશોરાવસ્થાનો ઉન્માદ છે.

તમે ભણેલાંગણેલાં અને પરિપક્વ છો. તમને આવી ચારિત્ર્યહિનતા શોભતી નથી. ભલાઈ એમાં જ છે કે જાત પર કાબૂ રાખી એ યુવકથી દૂર રહો. જો તમે તમારી જાતીય ઈચ્છાઓ પર કાબૂ ન રાખી શકતાં હો, તો લગ્ન કરી નાખો. લગ્ન પછી પણ તમે આગળ ભણી શકો છો.

મારે એ જાણવું છે કે  પુરુષ જ્યારે પહેલીવાર સંભોગ કરે ત્યારે તેને કેટલો દુખાવો થાય છે. શિશ્નની આગળની ચામડી તૂટીને એમાંથી લોહી નીકળે છે અને એ રીતે  તે પોતાનું કુંવારાપણું ગુમાવે છે કે પછી શિશ્નના આગળના લાલ ભાગ પર થોડી વેદના થાય છે?

- એક પુરુષ (જામનગર)

* એવું જરૂરી નથી કે દરેક લોકોને પહેલી વાર સંભોગ કરે ત્યારે તેમની ચામડી તૂટે કે લોહી નીકળે. જે લોકો પોતાની ચામડી લાલ ભાગની ઉપરથી પાછળ ખસેડી શકતા હોય છે તેમને સંભોગ સમયે કોઈ જ તકલીફ થતી નથી અને  પહેલી રાતે લોહી નથી નીકળતું. તમને એક સહેલો ઉપાય બતાવું. સંભોગ કરતી વખતે સ્ત્રીને ઉત્તિજેત કરીને પછી એક આંગળી યોનિમાર્ગમાં પ્રવેશ કરાવવી. એને અંદરબહાર કરતાં સ્ત્રી  વધુ ઉત્તેજના અનુભવશે. જો એમ લાગે કે તે યોગ્ય રીતે ઉત્તેજિત થઈ ગઈ છે તો બે આંગળી એકસાથે પ્રવેશાવવી અને આગળ-પાછળ કરવી. એને કારણે  તેની ઉત્તેજનામાં ઓર વધારો થશે. એ પછી તમારી ઈન્દ્રિય સ્ત્રીના હાથમાં આપી દેવી, કારણ  કે તેને ખબર છે કે શિશ્નનો પ્રવેશ ચોક્કસ કઈ જગ્યાએ કરાવવો. યોગ્ય ઉત્તેજના અને સ્ત્રીની યોનિમાં બરાબર ચીકાશ ઉત્પન્ન થવાને  કારણે સંભોગ સમયે કોઈ તકલીફ નહીં પડે.

 - નયના

Tags :