સહિયર સમીક્ષા .
- મારી જ્ઞાતિની 10મા ધોરણમાં ભણતી એક છોકરી પાસે ટયુશન માટે આવતી હતી. અમારી વચ્ચેનો સંબંધ ધીરે ધીરે શારીરિક સંબંધ સુધી પહોંચી ગયો.
* હું ૩૫ વર્ષની પરિણીતા છું, લગ્નને બે વર્ષ થયાં છે. મારા લગ્ન બાર વરસની એક દીકરીના પિતા એવા એક વિધુર સાથે થયાં છે. લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિને તેમની સાથે કામ કરતી એક કુંવારી યુવતી સાથે અનૈતિક સંબંધ છે. મેં વિરોધ કર્યો, તો તે ગુસ્સે થઈ ગયા. હવે તો પતિએ છૂટાછેડાનો કેસ દાખલ કરી દીધો છે.
એક યુવતી (સૂરત)
* યુવાવસ્થામાં જ વિધુર થઈ જવાથી તમારા પતિ એમની સાથે નોકરી કરતી યુવતી તરફ આકર્ષાયા હશે. લગ્ન પછી જ્યારે તમને એમના સંબંધ વિશેની જાણ થઈ હતી, ત્યારે તમારે પરિસ્થિતિ સમજીને પતિને ભરપૂર પ્રેમ આપવાની જરૂર હતી, જેથી તે પેલી યુવતીના મોહોપાશમાંથી ધીરે ધીરે છૂટી શકત. આમેય એકાએક તો સંબંધ તૂટી જવાનો નહોતો. જો તમે ધીરજ રાખી હોત, તો વહેલામોડા એનો અંત આવી ગયો હોત. તમે તો પતિ સાથે કલેશ કરવાનું શરૂ કરી દીધું અને કાયમના કંકાસથી કંટાળી તમારા પતિએ તમારાથી છૂટા થઈ જવાનું નક્કી કરી લીધું. હવે જ્યારે વાત આટલી હદે વધી ગઈ છે ત્યારે તમે તમારા ઓળખીતા બે-ચાર વડિલોને વચ્ચે રાખીને સમાધાન કરી લો, તો હજી પણ લગ્નજીવન તૂટતું બચાવી લેવાની તક છે.
* હું ૩૦ વર્ષનો શિક્ષક છું. બે વર્ષ પહેલાં મારી સગાઈ વતનથી નજીકના ગામની એક યુવતી સાથે થઈ હતી. ત્યાં મારી જ્ઞાતિની ૧૦મા ધોરણમાં ભણતી એક છોકરી પાસે ટયુશન માટે આવતી હતી. અમારી વચ્ચેનો સંબંધ ધીરે ધીરે શારીરિક સંબંધ સુધી પહોંચી ગયો. અમારી બેદરકારીને કારણે એ છોેકરી નાપાસ થઈ ગઈ, તેથી મને બહુ પસ્તાવો થયો. હું એ છોકરી સાથેનો સંબંધ પણ તોડી નાખવા માગું છું, પરંતુ તે કહે છે, ''સંબંધ તોડશો તો આત્મહત્યા કરી લઈશ.'' અમારાં લગ્ન પણ શક્ય નથી. આ સ્થિતિમાંથી બચવાનો રસ્તો બતાવો.
એક યુવાન (રાજકોટ)
* તમારે જરા વિવેકથી કામ લેવું જોઈતું હતું. તમે એક શિક્ષક છો. આવો વ્યભિચાર તમને શોભતો નથી. છોકરીને સમજાવો કે અત્યાર સુધી જે થયું તે ઠીક નહોતું. જો તમારો બંનેનો આવો અનૈતિક સંબંધ સમાજની સામે ઉઘાડો પડી જશે, તો તમારી બદનામી કરતાં એની વધારે બદનામી થશે.
મારી ઉંમર ૨૧ વર્ષ છે. હું બીજી જ્ઞાતિના યુવકને ચાહું છું. એ પણ મને ખૂબ પ્રેમ કરે છે. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ, પણ અમારાં કુટુંબીજનો સંમત નથી. તેઓ એવી ધમકી આપે છે કો જો અમે લગ્ન કરીશું, તો તેઓ અમારી સાથે સંબંધ નહીં રાખે. અમે લગ્ન કરવા દ્દઢનિશ્ચયી છીએ.
બીજી સમસ્યા એ છે કે બે વર્ષ પછી મારે વિદેશ જવાનું છે. આ દરમ્યાન મારો પ્રેમી મને ભૂલી તો નહીં જાય ને? એ અત્યારે અભ્યાસની સાથોસાથ નોકરી પણ કરે છે.
એક યુવતી (સુરત)
* તમે એક તરફ એમ કહો છો કે તમે બંને પ્રેમની બાબતમાં ગંભીર છો અને એકબીજાને જીવનસાથી બનાવવાનો નિર્ણય કરી ચૂક્યાં છો, જ્યારે બીજી તરફ તમને ડર છે કે દૂર જવાથી તમારો પ્રેમી તમને ભૂલી જશે. આ કેવું? તમે વિદેશ ફરીને આવો, ત્યાં સુધીમાં તમારો પ્રેમી અભ્યાસ પૂરો કરીને કોઈ સારી નોકરી મેળવી લેશે અને ગૃહસ્થીની જવાબદારી સંભાળવા લાયક પણ બની જશે.
* હું ૨૦ વર્ષની યુવતી છું. મારી માતા અત્યંત બેદરકાર સ્ત્રી છે. એની બેદરકારીના કારણે હું ૩-૪ વાર બળાત્કારનો ભોગ બની, છતાં શરમ અને ભયને કારણે કોઈને કંઈ કહી શકી નહીં. હવે મારાં લગ્ન એક ડૉક્ટર સાથે થવાનાં હોવાથી હું આજકાલ માનસિક રીતે અત્યંત પરેશાન છું. શું હું આ લગ્ન કરી શકું?
એક યુવતી (અમદાવાદ)
* અબોધ અવસ્થામાં જે અકસ્માત થયો હોય, તે કારણે તમે તમારું જીવન બરબાદ કરી નાખશો? આ ઘટનાને એક દુ:સ્વપ્નની માફક ભૂલી જઈને નિશ્ચિત બની લગ્ન કરી લો. તમારા પતિને કંઈ જાણ નહીં થાય.
- નયના