સહિયર સમીક્ષા .
- હું 1 મહિનાથી જમણી એડી અને તળિયામાં અસહ્ય પીડાથી પરેશાન છું આ પીડા ચાલતી વખતે થાય છે.
* મારી ૨૬ વર્ષની દીકરીને સ્કીજોફ્રેનિયા છે. તેની ૩ વર્ષથી દવા ચાલે છે. તે સ્કૂલમાં ટીચર છે અને તેની દવાનું પૂરું ધ્યાન રાખીએ છીએ. તેની બીમારી કંટ્રોલમાં છે. શું તેના લગ્ન કરવા જોઈએ? પરિવારના કેટલાક લોકો કહે છે કે લગ્ન કરવાથી માનસિક બીમારી ઠીક થઈ જાય છે? આ વાત ક્યાં સુધી સાચી છે?
એક મહિલા (સુરત)
* સ્કીજોફ્રેનિયા ગંભીર બીમારી છે. તમારે ખુશ થવું જોઈએ કે ભલે દવાથી, તમારી દીકરીનું માનસિક સ્વાસ્થ્ય આ અનુકૂળ સ્થિતિમાં છે કે તે શિક્ષિકાની જવાબદારી નિભાવી રહી છે અને પગભર છે. તેનું માનસિક સંતુલન આ રીતે સંતુલિત બની રહે તે તમામ પરિવારજનો માટે તેનાથી વધારે ખુશીની કોઈ વાત ન હોઈ શકે. આ સંભાવના પ્રત્યે હંમેશાં સાવધાન રહો કે આ બીમારી કોઈ પણ સમયે દવામાં થોડી ઘણી ઢીલ કરવાથી કે થોડી પણ તાણ થતા અચાનક બગડી શકે છે. આ સ્થિતિમાં દીકરીને પ્રેમ, સમજ, વિવેકની સાથે સંભાળવાની જરૂર છે.
માનસિક બીમારીમાં લોકો એ વાત સમજી નથી શકતા કે દર્દીના નકામા, અટપટા વ્યવહારથી તેના મનમાં માનસિક ઘમસાણ ચાલે છે. જેની પર દર્દીનો કોઈ કંટ્રોલ નથી હોતો. તેનાથી વાત બગડે છે. લોકો વિચારે છે કે દર્દી જાણીજોઈને ખરાબ વ્યવહાર કરે છે, જ્યારે આ વ્યવહાર હકીકતમાં મનમસ્તિષ્કના અસંતુલનના લીધે ઊપજે છે. ઘરપરિવાર વાળા આ હકીકત સમજી પણ લે, કોઈ નવો પરિવાર આ વાત સમજે તે શક્યતા ન બરાબર છે.
આ વિચારીને લગ્નથી સ્કીજોફ્રેનિયા જેવી ગંભીર બીમારી ઠીક થઈ જશે એ બિલકુલ ખોટું છે. હકીકતમાં, લગ્ન પછી બીમારી પહેલાંથી વધારે ગંભીર થવાની સંપૂર્ણ શંકા રહે છે. તેના પોતાના સ્વાભાવિક કારણ છે. દાંપત્યજીવનમાં પ્રવેશ કરતા વરવધૂ બંનેએ કેટલાય નવા ભાવનાત્મક પડકારનો સામનો કરવો પડે છે, બંનેની સામાજિક જવાબદારી પહેલાની સરખામણીમાં કેટલાય ગણી વધી જાય છે અને બંનેના જીવનમાં નવી તાણ આવી જાય છે.
એટલું જ નહીં, મોટાભાગના કિસ્સામાં સાસરિયાને જ્યારે બીમારી વિશે ખબર પડે છે ત્યારે તેઓ સત્યનો સ્વીકાર નથી કરતા, પરંતુ મોટાભાગના પરિવારનો દ્રષ્ટિકોણ હોય છે કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તે ક્યારે અદાલતમાં પહોંચી જાય કંઈ ખબર નથી. જો તમે લગ્ન પહેલાં સાસરિયાને દીકરીની બીમારીની વાત છુપાવો છો, કાયદેસર ચુકાદો દીકરી વિરુદ્ધ જ આવશે. આ સ્થિતિ કોઈના માટે પણ આનંદદાયક નહીં હોય.
સારું છે કે તમે દીકરીના લગ્નનો ઈરાદો છોડીને તેના ખુશ અને સ્વસ્થ રહેવા માટે શક્ય તેટલા પ્રયત્ન કરતા રહો. દીકરીના વ્યવહારમાં ગમે તેટલા ઉતારચઢાવ આવે, તમે તેને પૂરેપૂરો સાથ આપો. ઈલાજ પ્રત્યે થોડીક પણ બેદરકારી રાખવાથી બીમારી વધી શકે છે.
* હું ૧ મહિનાથી જમણી એડી અને તળિયામાં અસહ્ય પીડાથી પરેશાન છું આ પીડા ચાલતી વખતે થાય છે. પગમાં ક્યારેય કોઈ ઈજા નથી થઈ, પરંતુ ચાલવા માટે પગ નીચે મૂકું છું. પીડા થવાનું શરૂ થઈ જાય છે. જણાવો કે હું શું કરું?
એક મહિલા (અમદાવાદ)
* તમારા લક્ષણ પ્લાંટર ફેશિયાઈટિસના છે. આ વિકાર પગના તળિયામાં એડીથી પગની આંગળી સુધી ફેલાયેલા જાડા ઉતકમાં સોજો આવવાથી આવે છે. તે જૂતાચંપલ જેના તળિયા બરાબર ન હોય, તે પહેરવા, લાંબો સમય ઊભા રહીને કામ કરવું, શરીરનું વજન વધારે હોવું અને પ્લાટંર ફેશિયાઈટિસ થવાનું જોખમ વધી જાય છે. પગની કુદરતી આર્ચને મજબૂત બનાવવાની એક્સર્સાઈઝ કરવી, દિવસમાં ૩-૪ વાર ૧૫-૨૦ મિનિટ માટે ઠંડો શેક કરવો, બરાબર જૂતાચંપલ પહેરવા અને વજન ઘટાડવાથી આ સમસ્યામાં રાહત મેળવી શકો છો. જો બીમારી તેનાથી કાબૂમાં ન આવે, તો કોઈ ઓર્થોપેડિક સર્જનને મળવું વાજબી છે. કેટલાક કિસ્સામાં એડી પર સ્ટેરાઈડની રસી મુકાવવાથી પણ આરામ મળે છે, પરંતુ આ રસી કોઈ અનુભવી સર્જન પાસે જ મુકાવો, નહીં તો કોંપ્લિકેશનનો ડર રહે છે.
- નયના