સહિયર સમીક્ષા .
- મારા લગ્નને છ મહિના થયા છે. મારા પતિ ઓરલ, સેક્સનો આગ્રહ રાખે છે. પરંતુ મને આ અજીબ લાગે છે. મારે શું કરવું?
* મારા લગ્નને છ મહિના થયા છે. મારા પતિ ઓરલ, સેક્સનો આગ્રહ રાખે છે. પરંતુ મને આ અજીબ લાગે છે. મારે શું કરવું? શું અનાથી કોઇ નુકસાન થઇ શકે છે?
એક યુવતી (વડોદરા)
* સેક્સ દરમિયાન પતિ-પત્ની એકબીજા સાથે સહજ અનુભવે અને તેમને આ ક્રિયાનો આનંદ આવતો હોય તો તે અસામાન્ય અને અને નુકસાનકારક નથી. પરંતુ કોઇ એકને આપત્તિ હોય કે અસુવિધાનો અનુભવ થતો હોય તો તેની લાગણીનો ખ્યાલ રાખવો જોઇએ. તમને આ ન ગમતું હોય તો તમારા પતિ સાથે આ વાતની ચર્ચા કરી કોઇ સમાધાનકારક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો.
* હું અને મારી પત્ની નોકરી કરીએ છીએ. કામના દબાણ અને ટેન્શનની અસર અમારી સેક્સ લાઇફ પર પડી છે. આ પરિસ્થિતિમાં અમારી સેક્સ લાઇફ જીવંત બનાવવા માટે અમારે કયા ઉપાય અજમાવવા જોઇએ એ જણાવવા વિનંતી.
એક ભાઇ (મુંબઇ)
* થાક અને તાણની સેક્સ જીવન પર અસર પડી શકે છે. આજે આવા કિસ્સા સામાન્ય છે. તમારી દિનચર્ચામાં આરામદાયક પળો માણવા માટે સમય ફાળવવાની જરૂર છે. એક સાથે સમય ગાળવાનું રાખો. સપ્તાહની શરૂઆત પૂર્વે જ આ માટેનું ટાઇમટેબલ ગોઠવી છે. આ ઉપરાંત એક દિવસ સાથે બહાર ફરવા કે સિનેમા જોવાનું રાખો. સવારમાં તાજગી અનુભવતા હો ત્યાંરે સેક્સ માણવાનો પ્રયત્ન કરો. સાથે સ્નાન કરો. એકબીજા સાથે ફ્લર્ટ કરો. એકબીજાને સરપ્રાઇઝ આપો. કોઇક વાર એકબીજાને ભેટ આપો. લગ્નજીવનની અને સેક્સ જીવનની સફળતા માટે આવી નાની-નાની વાતો પણ ઘણી મહત્વની છે.
* મારી પુત્રીની ઉંમર ૧૨ વર્ષની છે. તેને હજુ સુધી માસિક આવ્યું નથી. આ અંગેની પૂર્વે જાણકારી તેને કેવી રીતે આપવી જેથી તે માસિક આવે ત્યાંરે ગભરાય નહીં?
એક મહિલા (સુરત)
* તમે તમારી પુત્રીને સમજાવો કે દરેક છોકરીએ એક દિવસ માતા બનવાનું છે. આથી પ્રકૃત્તિ પહેલેથી જ તેના શરીરને એ માટે તૈયાર કરે છે. આ કારણે ૧૫ વર્ષની ઉંમર સુધીમાં તેના શરીરમાં ઘણો બદલાવ આવે છે. જેવો કે સ્તનોનો વિકાસ, ગુપ્તાંગ કે બગલમાં વાળ ઉગવા, માસિક વગેરે આથી તેને અચાનક રક્તસ્ત્રાવ થાય તો તે ગભરાય નહીં ઘરમાં હોય તો તમને અને સ્કૂલમાં હોય તો તેની શિક્ષિકાને જણાવે.
* હું ૨૨ વર્ષથી છું. મારી સગાઇ મારા કાકાના દીકરાના સાળા સાથે થઇ હતી. પરંતુ મારા કાકાએ મારી સાથે લગ્ન કરશે તો સંબંધ તોડી નાખવાનું કહેતા તેમણે સગાઇ તોડી નાખી હતી. જો કે એ છોકરાએ સગાઇ ન તોડવા માટે તેના માતા-પિતાને ઘણા સમજાવ્યા પરંતુ તેઓ માન્યા નહીં. હજુ તે મને પ્રેમ કરે છે એમ મને લાગે છે. હું પણ તેને ભૂલી શકતી નથી. મારી સાથે બીજો છોકરો લગ્ન નહીં કરે એનો મને ડર લાગે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી(વડોદરા)
* તમારા કાકાએ આમ કેમ કર્યું? શું તમારી સાથે તેમના સંબંધ નથી? જો કે આ તેમણે ખોટું કર્યું છે. પરંતુ એ યુવકને ભૂલી જવા સિવાય તમારી પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી. એ યુવક તમને ગમે તેટલો ચાહતો હશે પણ તે તેના પરિવારની વિરુધ્ધ જશે નહીં. આથી મૃગજળ પાછળ ભાગીને નિરાશા જ પ્રાપ્ત થવાની છે. બીજો છોકરો તમારી સાથે લગ્ન કરશે નહીં એવી ચિંતા કરવાની જરૂર નથી. આજે જમાનો ઘણો બદલાઇ ગયો છે. સગાઇ તૂટી જવાના કારણને આજકાલ લોકો મહત્વ આપતા નથી. અને આમા તમારો કોઇ વાંક નથી એટલે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
* હું ૩૦ વર્ષની છું. મારા લગ્નને ત્રણ વર્ષ થયા છે. એક વર્ષ પૂર્વે મને ગર્ભ રહ્યો હતો. પરંતુ ત્રણ મહિના પછી ગર્ભપાત થયો હતો. ત્યાર પછી અમે ઘણા પ્રયાસ કર્યાં પરંતુ મને ગર્ભ રહેતો નથી. મારા પતિ ઉત્તેજના ટકાવી શકતા નથી. તેથી હું ચરમસીમા પર પહોંચી શકતી નથી. અમારે શું કરવું ?
એક મહિલા (સુરત)
* ચરમસીમા અને ગર્ભાવસ્થાને કોઇ સંબંધ નથી. તમારા પતિની સમસ્યા ગંભીર નથી. શીઘ્ર સ્ખલન પાછળ ટેન્શન, પ્રોસ્ટેટ કે યુરિનમાં ઇન્ફેક્શન, ડાયાબિટિઝ કે લિંગના આગળના ભાગમાં વધુ પડતી સંવેદના જેવા કારણો ભાગ ભજવી શકે છે. આ માટે કોઇ સેક્સોલોજીસ્ટની સલાહ લઇ યોગ્ય કારણ શોધી ઇલાજ કરાવો. ચિંતા કરવાની જરૂર નથી.
- નયના