સહિયર સમીક્ષા .

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


-  મને એક યુવતી સાથે પ્રેમ થયો હતો. અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. એ યુવતીના પરિવાજનો આ માટે રાજી નથી. 

* હું ૫૮ વર્ષનો છું. મારે ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેમના લગ્ન થઈ ગયા છે. અને તેમને ત્યાં પણ સંતાનો છે. તે મારી દુકાને ચીજ-વસ્તુ લેવા આવે છે. અને મારી પાસે સેક્સની માગણી કરે છે. કેટલીકવાર તે પૈસા પણ માગે છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ ક્રમ ચાલે છે. હું પણ તેની પ્રત્યે આકર્ષાયો છું. પરંતુ આસપાસના લોકોને ખબર પડે તો મારી બદનામી થશે એ ડર મને સતાવે છે. તે પરિણિત અને પરજાતની છે. મારે મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક પુરુષ (નડિયાદ)

* તમારી પત્ની વિશે તમે કાંઈ લખ્યું નથી. વેલ, આ ઉંમરે ધોળામાં ધૂળ નાખવા કરતા તમારા પૌત્ર-પૌત્રીઓ તેમજ દોહિત્રો-દોહિત્રીમાં ધ્યાન પરોવો. આ સ્ત્રીનું ચરિત્ર્ય સારું લાગતું નથી. આથી તેને તમારાથી દૂર જ રાખો. તેને પૈસા આપવાનું બંધ કરી દો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો કે તમને તેનામાં જરા પણ રસ નથી. દુકાનમાં કોઈ માણસ રાખ્યો હોય તો એ સ્ત્રી આવે ત્યારે એ માણસ જ તેને ચીજ-વસ્તુ આપે એ વાતનો ખ્યાલ રાખો. જોકે તમે તેને સ્પષ્ટ શબ્દોમાં તમારી મરજી જણાવી દેશો તો તે તમારી દુકાને આવતી જ બંધ થઈ જશે.

* હું ૨૧ વર્ષનો છું. હું વેપારી છું. છેલ્લાં બે વર્ષથી હું ૧૮ વર્ષની એક યુવતીને પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરતી હતી. પણ હવે તે બીજા છોકરાને પ્રેમ કરે છે. તેના વિના હું જીવી શકતો નથી. તેમજ ધંધામાં પણ ધ્યાન આપી શકતો નથી. મારા પરિવારજનોએ મને ઘણો સમજાવ્યો પરંતુ હું તેને ભૂલી શકતો નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવક (ભરાણા)

* તમારે આ યુવતીને ભૂલવી જ પડશે. આમ પણ તમારી પ્રેમિકા નાદાન લાગે છે. તે પ્રેમની ગંભીરતા સમજતી નથી.  આ યુવતી સાથે આગળ સંબંધ વધારવાનો કોઈ અર્થ નથી. શરૂઆતમાં તેને ભૂલવાનું કામ મુશ્કેલ લાગશે. પરંતુ ધીરે ધીરે તમે એને ભૂલી જશો. ધંધામાં સ્થાયી થતા જ માતા-પિતાએ શોધેલી યુવતી સાથે પરણી જાવ. તમારું ધ્યાન તમારા સંસારમાં લાગશે તો તમે આપોઆપ આ યુવતીને ભૂલી જશો.

* મારી ઉંમર ૨૨ વર્ષની છે. બે વર્ષ પૂર્વે એક યુવતી સાથે મને પ્રેમ થયો હતો. અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. એ યુવતીના પરિવાજનો આ માટે રાજી નથી. આ છોકરી મને ભૂલવા તૈયાર નથી. આ યુવતીને ભૂલવા મેં બીજી છોકરી સાથે સગાઈ કરવાનું નક્કી કર્યું છે. પણ હું તેની સાથે લગ્ન ન કરું તો તે આત્મહત્યા કરવાની ધમકી આપે છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક યુવક (પાલણપૂર)

* આ યુવતીના પરિવારજનોને તમારા લગ્ન માટે શું વાંધો છે. તેમનો વિરોધ દૂર કરવાનો પ્રયાસ કરો. આજે જમાનો ઘણો બદલાઈ ગયો છે. 

પ્રેમ લગ્નમાં માતા-પિતા વિરોધ કરતાં નથી. વેલ, માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવાથી ભવિષ્યમાં તકલીફ ઊભી થવાની શક્યતા છે. તમારી ઉંમર નાની છે. લગ્ન એ ખાવાના ખેલ નથી. એ યુવતીને સમજાવો. ઉતાવળિયો નિર્ણય લેતા ભવિષ્યમાં સમસ્યા ઉત્પન્ન થવાનો સંભવ છે. લગ્ન પછી વાસ્તવિક્તાનો સામનો કરવાનો પ્રશ્ન આવે ત્યારે બંને પક્ષે ઘણી બાંધ છોડ કરવાની તૈયારી રાખવી પડે છે. બધી વાતનો વિચાર કર્યાં પછી જ યોગ્ય નિર્ણય લેજો. આ યુવતીને આત્મહત્યાનો વિચાર છોડી દેવા સમજાવો, બધા પ્રેમસંબંધ લગ્નમાં પરિણમે એવું નથી. વડીલોની મરજી વિરુદ્ધ  નિર્ણય લેતા નહીં. આ યુવતીને પણ સમજાવો. તે જરૂર સમજી જશે.

- નયના


Google NewsGoogle News