સહિયર સમીક્ષા .
- હું એકલા રહેતા એક વિધુરના ઘરમાં રસોઈ કરવા જાઉં છું. એક દિવસ તેમણે મને આલિંગનમાં લઇ લીધી.....
હું વીસ વર્ષની છોકરી છું, હું રસોઈનું કામ કરું છું એકલા રહેતા એક વિધુરના ઘરમાં રસોઈ કરવા જાઉં છું. તેમની ઉંમર ૬૭ વર્ષની હતી. તેઓ શરૂઆતમાં તો મારી સાથે સારી વાત કરતા હતા. અને મારી રસોઈના વખાણ પણ કરતા હતા. એક દિવસ તેમણે મને આલિંગનમાં લીધી મને તેમનું આ વર્ણન ઘણું જ ગમ્યું. તેથી બીજે દિવસે હું પણ છૂટથી તેમની સાથે વાત કરતી. ધીરે ધીરે અમને બંનેને એકબીજાને મળ્યા વિના ગમતું નહીં. ધીરે ધીરે એમણે મારી સાથે છૂટ લેવાની શરૂઆત કરી. અમે પતિ-પત્નીની જેમ શરીર સુખ માણવા લાગ્યા. સમાજની બીકને લીધે તેઓ લગ્ન કરવા તૈયાર નથી. પરંતુ હું તેમના વિના રહી શકું તેમ નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
- એક યુવતી (મુંબઈ)
* મારી સલાહ તો એ છે કે શક્ય હોય એટલી જલદી આ પુરુષ સાથે સંબંધ તોડી નાખો. એક તો તેની ઉંમર તમારા દાદા જેટલી છે. તમારી ઉંમર ઘણી નાની છે. આ ઉંમરમાં સામે આવતા બધા પુરુષો પ્રત્યે આકર્ષણ થાય છે. આ પુરુષ તમારી નિર્બળતા તેમ જ યુવાનીનો લાભ લેતો હોય તેવું લાગે છે. આ પુરુષને ઘરે કામ કરવાનું છોડી દો અને તમારી ઉંમરના કોઈ સારા યુવક સાથે લગ્ન કરી લો. આ પુરુષ સાથે લગ્ન કરવાના સપનાં છોડી દો. વાસ્તવિકતા સ્વીકારી લો. આ પુરુષ સાથેના લગ્ન સફળ થશે નહીં. આ પ્રેમ નથી માત્ર વાસના જ છે. વાસનાનો ક્ષણિક આવેગ ઓસરી જતાં પસ્તાવો થશે.
મારી ઉંમર ૨૦ વર્ષની છે. હું મારી જ જ્ઞાાતિના એક યુવકને ચાહું છું. અમે અમારા ઘરમાં લગ્નની વાત કરી તો તેના ઘરવાળા રાજી છે. પરંતુ મારા માતા-પિતા ના પાડે છે. તેઓ મારા લગ્ન કોઈ ડોક્ટર, એન્જિનિયર સાથે કરવા માગે છે. હું હાલમાં બી.એસ.સી.માં અભ્યાસ કરું છું. તે યુવક બી.કોમ એલ.એલ.બી. થયો છે અને નોકરી કરે છે. મારાં ઘરેથી ના પાડતા એના ઘરવાળા એના લગ્ન બીજી છોકરી જોડે કરવા માગે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક બહેન (નવસારી)
* તમારા માતા-પિતાને સમજાવવાનો પ્રયત્ન કરો કે બી.કોમ.એલ.એલ.બી. થયેલો યુવક પણ સારું કમાઈ શકે છે. તેમને ડોક્ટર, એન્જિનિયર જમાઈની હોેંશ શા માટે છે. તમારા પ્રેમીના ઘરવાળાઓને થોડો સમય રાહ જોવાનું કહો. બંનેને સારી રીતે જાણતા તમારી ન્યાતના કોઈ મોભી કે વડીલને તમારા માતા-પિતાને સમજાવવાનું કહો. શક્ય છે કે વડીલોની મધ્યસ્થીને કારણે તમારા માતા-પિતા માની જાય. આ પછી તમારે માટે બે જ માર્ગ છે. માતા-પિતાની મરજી વિરુધ્ધ લગ્ન કરવા અથવા તોે પ્રેમીને ભૂલી માતા-પિતા કહે ત્યાં લગ્ન કરવા. વિકલ્પની પસંદગી તમારે કરવાની છે. ચારે બાજુથી વિચાર કરી યોગ્ય નિર્ણય લેજો.
* હું ૧ મહિનાથી જમણી એડી અને તળિયામાં અસહ્ય પીડાથી પરેશાન છું આ પીડા ચાલતી વખતે થાય છે. પગમાં ક્યારેય કોઈ ઈજા નથી , પરંતુ ચાલવા માટે પગ નીચે મૂકું છું. પીડા થવાનું શરૂ થઈ જાય છે. હું શું કરું?
એક મહિલા (અમદાવાદ)
* તમારા લક્ષણ પ્લાંટર ફેશિયાઈટિસના છે. આ વિકાર પગના તળિયામાં એડીથી પગની આંગળી સુધી ફેલાયેલા જાડા ઉતકમાં સોજો આવવાથી આવે છે. તે જૂતાચંપલ જેના તળિયા બરાબર ન હોય, તે પહેરવા, લાંબો સમય ઊભા રહીને કામ કરવું, શરીરનું વજન વધારે હોવું અને પ્લાટંર ફેશિયાઈટિસ થવાનું જોખમ વધી જાય છે.પગની કુદરતી આર્ચને મજબૂત બનાવવાની એક્સર્સાઈઝ કરવી, દિવસમાં ૩-૪ વાર ૧૫-૨૦ મિનિટ માટે ઠંડો શેક કરવો, બરાબર જૂતાચંપલ પહેરવા અને વજન ઘટાડવાથી આ સમસ્યામાં રાહત મેળવી શકો છો. જો બીમારી તેનાથી કાબૂમાં ન આવે, તો કોઈ ઓર્થોપેડિક સર્જનને મળવું વાજબી છે. કેટલાક કિસ્સામાં એડી પર સ્ટેરાઈડની રસી મુકાવવાથી પણ આરામ મળે છે, પરંતુ આ રસી કોઈ અનુભવી સર્જન પાસે જ મુકાવો, નહીં તો કોંપ્લિકેશનનો ડર રહે છે.
- નયના