Get The App

સહિયર સમીક્ષા .

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- સંભોગ દરમિયાન મારી પત્નીને આંખો બંધ રાખવાની આદત છે. તેમજ મારા લિંગની લંબાઈ ઓછી છે. શું આ કારણે તેને ગર્ભ રહેતો નહીં હોય?  

* લગ્ન પૂર્વે મારી પત્નીને તેની બાજુમાં રહેતા એક યુવક સાથે પ્રેમ હતો. તે યુવક એનાથી ૧૫ વર્ષ મોટો હતો. લગ્ન પછી પણ તેઓ ફોન પર વાતો કરતા હતા. અમારા લગ્નના અઢી વર્ષ પછી તે યુવકે લગ્ન કર્યાં. આ યુવક દારૂડિયો અને લોફર છે. આ વાતની જાણ થતા જ મારી પત્નીએ તેને છોડી દીધો હતો. પરંતુ લગ્ન પૂર્વે તેણે તેના પ્રેમી સાથે શારીરિક સુખ માણ્યું હશે એ શંકા મારો પીછો છોડતી નથી. આ ઉપરાંત મારી પત્નીની સામે કોઈ પુરુષ જુએ તો તે પણ તેની સામે જોયા કરે છે. મને તેની આ આદત ગમતી નથી મેં તેને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે સુધરતી નથી. આપની જાણ ખાતર કહેવાનું કે હું મારી પત્ની કરતા વધુ દેખાવડો છું. મારી સમસ્યાનું સમાધાન કરવા વિનંતી.

એક યુવક (પાલનપુર)

* ભૂતકાળ યાદ કરી તમે તમારા વર્તમાનને બગાડી રહ્યા છો. શંકા એ ડાકણનું ઘર છે. મનની શંકા છોડી દો. ભૂતકાળને વર્તમાન પર હાવી થતા રોકો. તમારી પત્ની પર વિશ્વાસ રાખો. કોઈ તેની સામે જુએ અને તે એની સામે જુએ એનો અર્થ એ નથી કે એ બંને વચ્ચે સંબંધ છે. તમારી પત્નીનું વર્તન ચિંતા કરવા જેવું નથી. પોતે આકર્ષક છે લોકો તેનામાં રસ લે છે. એ જાણી તેનો અહમ સંતોષાય છે. જયાં સુધી એને પર પુરુષ સાથે સંબંધ નથી. ત્યાં સુધી ચિંતા છોડી દો. તેને સમજવાનો પ્રયાસ કરો. અને શંકા છોડી સુખી લગ્નજીવન માણો. જીવનમાં આવા અનુભવો તો થવાના જ.

* અમારા લગ્નને ૧૫ વર્ષ થયા છે અમારે સંતાનમાં એક પુત્રી છે આ પછી ઘણી દવાઓ કરવા છતાં અમને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી સંભોગ દરમિયાન મારી પત્નીને આંખો બંધ રાખવાની આદત છે. તેમજ મારા લિંગની લંબાઈ ઓછી છે. શું આ કારણે તેને ગર્ભ રહેતો નહીં હોય? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી

એક ભાઈ (નડિયાદ)

* આંખો બંધ રાખવાને અને ગર્ભ રહેવાને કોઈ સંબંધ નથી અમે વારંવારે આ કોલમમાં જણાવી ચૂક્યા છીએ કે યોનિમાર્ગની કુલ જાતીય લંબાઈ છ ઈંચની હોય છે અને એના આગળના એક તૃતિયાંશ ભાગમાં જ જ્ઞાાનતંતુ હોય છે. આથી ઉત્તેજીત અવસ્થામાં તમારી ઈંદ્રિયની લંબાઈ બે ઈંચ હોય તો બસ છે. આથી ગર્ભ ન રહેવા પાછળ બીજું કોઈ કારણ જવાબદાર છે. આ માટે તમારે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી જરૂરી એવી ટેસ્ટ કરાવવાની જરૂર છે. ટેસ્ટ કરાવ્યા પછી જ યોગ્ય કારણ જાણવા મળશે અને ઉપચાર થઈ શકશે આ સમસ્યા ઘણાને સતાવે છે. કોઈ યોગ્ય નિષ્ણાતોનો સંપર્ક કરો.

* હું ૧૭ વર્ષની છંુ. તેમજ મારું માસિક પણ નિયમિત છે. પરંતુ મારી યોનિમાંથી સફેદ રંગના ચીકણા પ્રવાહીનો સ્રાવ થાય છે. જેમાંથી ગંદી વાસ આવે છે. મને હસ્તમૈથુન કરવાની ટેવ નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (અમદાવાદ)

* તમારી આ સમસ્યા સામાન્ય છે. જાતીય ઉત્તેજનોને કારણે આમ થવાની શક્યતા છે. ઈન્ફેક્શનને કારણે પણ આમ થઈ શકે છે. આ પ્રવાહી ગંધ મારતું હોવાથી તમારે સમય ન ગુમાવતા ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય ઉપચાર પછી તમારી સમસ્યા દૂર થઈ જશે.

* હું ૬૦ વર્ષનો છું. મને ડાયાબિટિસ છે. એવી કોઈ દવા બતાવો જેને કારણે સમાગમ લાંબા સમય સુધી આવે અને મારામાં શક્તિ આવે.

એક ભાઈ (મુંબઈ)

* આવી દવાઓથી ફાયદો માત્ર દવા બનાવનાર કંપનીઓ જ થાય છે. તમારો કોઈ સારા સેક્સોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે. બજારમાં વેચાતી દવાઓ તેમ જ જાહેરખબરોથી દૂર રહેજો.

- નયના


Google NewsGoogle News